ઋણાનુબંધ - પાર્ટ - 4 Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - પાર્ટ - 4

' ઋણાનુબંધ '

પાર્ટ - 3 માં વાંચ્યું
★ શૈલી અને મામીની મહિલા આશ્રમ તરફ રવાનગી
★શૈલીને સુંદર પુત્રનો જન્મ
★ટ્રેનની મુસાફરી દરમ્યાન રવિ સાથે થયેલી મુલાકાત

હવે આગળ પાર્ટ - 4....?

રવિ અને શૈલી વચ્ચેની વાતચીતનો દૌર બસ પૂરો થવામાં હતો અને નાની પૂર્વા દોડીને શૈલીના ખોળામાં છુપાઈ ગઈ . પૂર્વા ના ગાલ પર ધીરેથી ટપલી મારતા રવિ પૂર્વાને પૂછવા લાગ્યો
' તને ખબર છે આ કોણ છે ?
પૂર્વા પણ માસૂમિયત થી બોલી
' હા શૈલી આંટી છે .....'

ના હવેથી એ તારી આંટી નથી તારી મમ્મી છે ....સમજી

પૂર્વા પણ પોતાના બંને હાથે શૈલીના ગળે લગાડતા બોલી
' અરે વાહ , હવે મારે પણ મમ્મી હશે એમને

શૈલીએ પૂછ્યું ' મારે એટલે ?

આંટી સ્કૂલના કોઈપણ ફંકશનમાં બધાના મમ્મી - પપ્પા હોય ત્યારે મારી ફ્રેંડસ મને ચિડાવતી અને ત્યારે મને રડવું આવતું
પણ હવેતો હું પણ મારી મમ્મા ને લઈને જઈશ . ' આઈ લવ યુ ' મમ્મા એવું બોલી , ગાલ પર કિસ્સી કરી ફરી બાર ફળીયા દોડી ગઈ ....
એ બંનેની વાતો દરમ્યાન એટલું નક્કી થયું કે કોર્ટ મેરેજ જ કરીશું ...

હા શૈલીના પિતાની ખૂબ ઈચ્છા હતી કે એકની એક દીકરી છે તો પ્રસંગ ધૂમધામથી કરશું . બધા સગાવહાલા ને બોલાવશું અને ખૂબ જલ્સા કરીશું .
પણ ખેર જે થાય તે સારા માટે એમ વિચારી મન વાળી લીધું .

શૈલીના પિતા એ એટલું જરુર કર્યું કે લગ્નનો જેટલો ખર્ચો થઈ શકે એમ હતો . એ રકમની શૈલીના નામની ફિક્સ ડિપોઝીટ કરી દીધી .

કોર્ટ મા આપેલી તારીખના હિસાબે શૈલીના મમ્મી-પપ્પા અને રવિ પણ બંને બાળકો સાથે પહોંચી ગયા .
અને એ બધુ પત્યા પછી બધા લંચ માટે બાર ગયા . પુરા દિવસના આનંદ પછી બધા છુટ્ટા પડ્યા .
શૈલીના મમ્મી-પપ્પાએ શૈલીને નાની-મોટી ભેટ-સોંગાદો સાથે શૈલીને વિદાય કરી .

રવિએ ખૂબ જ ઉમળકાભેર શૈલીનું ઘરમાં સ્વાગત કર્યું .શૈલી સાથે વાત થયા મુજબ શૈલીની સાથે સુવાનો કોઈ પ્રશ્ન જ નહોતો એણે પણ આ વાતને સહજતાથી સ્વીકારી લીધી હતી .

✨ ✨ ✨
રવિ અને શૈલીના લગ્ન બાદ બંને બાળકોની સ્કૂલની દિનચર્યા અને રવિની ઓફીસ નું રુટીન શરૂ થઈ ગયું .
રવિ એ જોયું પોતાના જીવનમાં શૈલીનું આગમન થતા જ ઘરનું વાતાવરણ પૂરેપૂરુ જીવંત લાગે છે . શૈલી એના બાળકો પ્રત્યે સાચી લાગણી , મમતા મન ભરીને ન્યોચ્છાવર કરે છે . ઘરનો એક એક ખૂણો હવે સજીવ લાગે છે .

રવિના દિલના એક ખૂણે શૈલીનું સ્થાન બરોબર જામી ગયું તું . પણ લગ્નની શરૂઆતમાં જ શૈલીએ કહેલી વાતને એ સંપૂર્ણપણે નિભાવી રહ્યો હતો .

શૈલી અઠવાડિયે એકવાર મામીને ફોન કરી લેતી . પોતાના દીકરાની સારસંભાળ ખૂબ સારી થતી હતી . મામી થોડા થોડા ટાઈમે એના દીકરાના ફોટા મોકલતી રહેતી . શૈલી પણ ફોટામાં પોતાના દીકરાને જોઈ સંતોષ માની લેતી .
મહિલા આશ્રમમાં રહેતા સર્વ ની સંમતિ થી શૈલીના બાળકનું નામ શ્રેયાંશ રાખવામાં આવ્યું હતું.

શૈલી અને શૈલીના મમ્મી-પપ્પાએ આ બાળકની વાત રવિથી જરુર છુપાવી હતી ..

રવિને આ શહેરમાં આવતા જ સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી . આ શહેરમાં આવતા જ એના જીવનમાં ઘણા બદલાવ આવ્યા હતા . અને ખાસ તો એના જીવનમાં શૈલીનો પ્રવેશ ....
પોતાના બાળકો માટે પણ હવે નિશ્ચિન્ત બની ગયો હતો .
ખળ-ખળ વ્હેતા નિર્મળ સ્વચ્છ જળની માફક એની જિંદગી વહી જતી હતી .

શૈલીની નિસ્વાર્થ લાગણી એનો વ્યવહાર બસ એ બધું જ જાણે દૂરથી નિહાળી લેતો . રવિ પોતાની કલ્પનાઓ માં જ શૈલી સાથેના પ્રેમને માણી લેતો .

રવિ માટે પ્રેમની આ વ્યથા પણ વિચિત્ર હતી . નજર સામે હોવા છતા ......પણ...
ફરી પોતાના મનને અંકુશમાં લઈ પોતાના રુટીન માં લાગી જતો .

રવિને કંપની તરફથી પ્રમોશન મળતા જ એને પૂના શિફ્ટ થવાનું નક્કી થયું . પરિવાર સાથે એ લોકો પૂના શિફ્ટ થઈ ગયા .

શૈલીની મામી પણ નૌકરીથી રિટાયર્ડ થઈ આશ્રમ સંભાળવા પહોંચી ગઈ હતી . મામીના ત્યાં જવાથી શૈલી પુરી રીતે નિશ્ચિન્ત થઈ ગઈ હતી .

✨?✨?✨?✨

પૂનામા સેટ થયા બાદ આજે અચાનક મામીનો ફોન આવતા અપસેટ થઈ ગઈ .
વર્ષો બાદ ફરી શેખરનું આગમન ?
એવું તો શું હશે ?
મામીએ મને અરજન્ટ બોલાવી .
પણ રવિને અને બાળકોને શુ કહીશ ?
' મામીની તબિયત સારી નથી એવું બહાનું કાઢીને મળી આવું .
શુ કરું ? કાંઈ સમજમાં નથી આવતું .
શેખર આટલા વર્ષે મારુ જીવન બરબાદ તો નહીં કરે ને ?
વિચારોમાં ને વિચારોમાં ખાસ્સો એવો સમય નીકળી ગયો . ફોનની રિંગ વાગતા જ શૈલી પોતાના વિચારોમાંથી જાગૃત થઈ . રવિનો ફોન હતો .
રવિએ સવારે શૈલીનો રડતો ચહેરો જોયો હતો . એટલે વિચાર્યું હતો . ઓફીસ જઈને આરામથી ફોન કરીશ .
શૈલીએ ફોન પર રવિને એક ધડાકે કહી જ દીધું . મામી તબિયત થોડી નાજુક છે તો હું બે દિવસ ત્યાં જઈ આવું ?

ત્યાં રવિ બોલ્યો ' અરે કેવી વાત કરે છે તું ?
એમાં પૂછવાનું હોય ?
હું તારી ટીકીટ બુક કરાવી દવ છું . તું નિશ્ચિન્ત થઈને જા . અને અહીંની ચિંતા ના કરીશ .
તું કહે તો હું આવું ?

ત્યાં શૈલી બોલી ના ના એવી કોઈ જરુર નથી . અને હું તો બે દિવસમાં પાછી આવી જઈશ .

વર્ષો પછી શૈલી આ રીતે એકલી નીકળી હતી . મન અંદરથી ખૂબ ગભરાયેલું હતું . એની જીવનનૈયા હાલક-ડોલક થતી નજર આવી રહી હતી .
ખેર આટલા વર્ષે શ્રેયાંશને પણ રુબરુ જોઇ શકીશ .

સ્ટેશન આવતા જ શૈલી ઉતરી ગઈ . મામી સાથે આવી ત્યારે છકડામાં બેસીને ગયા તા પણ હવે તો ઓટો પણ ચાલતી હતી એટલે ઓટો કરીને આશ્રમ પહોંચી ગઈ .

આશ્રમ પહોંચતા એ જ શુદ્ધ વાતાવરણ , એજ સુગંધી ફૂલોનો બગીચો ...
પણ મનમાં ઉદ્વેગ હતો એટલે ઉતાવળા પગલે મામીની રુમ તરફ ચાલી ....
ત્યાં જઈને જોતા જ અચંભિત બની ગઈ . રૂમમાં પડેલા એક બેડ પર કોઈ સુઈ રહ્યું હતું . નજીક જઈને જોતા જ ખબર પડી કે એ શેખર હતો .
શૈલીના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ .
શેખરરરરરર આ શું ?
મામી એ તુરંત શૈલીને પકડી લીધી ઉંમરના કારણે એમના માં પણ હવે એટલી તાકાત હતી નહીં .
પગની તકલીફને કારણે માંડ ચાલી સકતા હતા .છતાં અંદરથી સશક્ત હતા .
એમણે શૈલીનો હાથ પકડીને બેસાડી ...અને બોલી તું શાંતિથી બેસ ...હું તને બધી હકીકત જણાવુ છુ.
અત્યારે શેખરને ઈન્જેકશન મારેલું છે . હમણાં થોડીવારમાં ભાનમાં આવી જશે .

શૈલીની આંખોમાંથી અનરાધાર આંસુઓ વહી રહ્યા હતા . થોડી સ્વસ્થ થતા મામીએ વાતની શરૂઆત કરી .
કોલેજની તમારી છેલ્લા વર્ષની પરીક્ષાના છેલ્લા પેપરથી જ શેખરની તબિયત એકદમ બગડી હતી . બે -ચાર દિવસની અંદર બધા ટેસ્ટ કરવાથી ખબર પડી કે શેખરને કેન્સર હતું . આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાથી ઘરનું મકાન વેચીને એ લોકો કોઈને કંઈ જાણ કર્યા વગર પોતાના ગામડે જવા નીકળી ગયા હતા . ઘર વેચવાથી જે રકમ આવી હતી . તેનાથી ઈલાજ પણ થઈ ગયો . અને શેખરની તબિયત સારી થઈ ગઈ . પૂરું ઠીક થતા બે વર્ષ જેવું નીકળી ગયું .
એ પછી એણે તને શોધવાની કોશિશ કરી પણ ત્યારે એને ખબર પડી કે તારા લગ્ન થઈ ચૂક્યા છે .

અને હવે આટલા વરસે એના શરીર પર કેન્સરે ફરી ઉથલો માર્યો છે . અને હવે લાસ્ટ સ્ટેજ પર છે . અને કદાચ થોડા જ કલાક ....શેખર તને ખૂબ ચાહતો હતો એટલે જ એ તારાથી દૂર થઈ ગયો હતો ....
રડતા ચહેરે શૈલી શેખરનો હાથ હાથમાં લઈ એની બાજુમાં બેસી ગઈ .શેખરના ભાનમાં આવતા જ ઇશારાથી કાન પકડીને શૈલીની માફી માગવા લાગ્યો . શૈલીએ પણ એને મોઢા પર આંગળી મૂકી ચૂપ રહેવાનું કહ્યું . અને શેખરની છાતી પર માથુ મૂકી આક્રંદ કરી રડતી રહી .....

અને થોડી જ વારમાં શેખર આંખોમાં એક સંતોષભર્યા અંતિમશ્વાસ સાથે આ દુનિયાથી વિદાય થઈ ચૂક્યો હતો .
આશ્રમનું પૂરું વાતાવરણ જાણે શોકમગ્ન થઈ ચૂક્યું હતું . પક્ષીઓનો કલરવ જાણે રૂંધાઇ ગયો હતો . મંદિરોના ઝળહળતા દિવા.... હવાની એક જોરદાર લહેરથી બુઝાઈ ગયા હતા . પુરા આશ્રમમાં એક સંપૂર્ણ નિરવ શાંતિ છવાયેલી હતી ....
.....
શેખરની છાતી પર આંસુ સારતી શૈલીને ઉભી કરી . એ સમયે એના ખભા પર કોઈએ એને હાથ મૂકી સ્વસ્થ રહેવા કહ્યું . શૈલીએ નજર કરતા ખબર પડી શ્રેયાંશ હતો . શૈલી શ્રેયાંશને વળગીને ખૂબ રડી ......

શ્રેયાંશ બધી હકીકતોથી વાકેફ હતો . મામીએ પેલાંથી એને દરેક હકીકત જણાવી દીધી હતી .
એ ઘણો સમજદાર હતો . આટલા વર્ષો પછી મળેલી માઁ ની સામે એને એકપણ ફરિયાદ ન હતી ....
આ આશ્રમમાં રહેતા લોકોના સંસ્કાર જ એવા હતા . ના ઉંચ-નીચ , ન કોઈ અમીર-ગરીબ..
ન કોઈને કોઈની ફરિયાદ ... બધાની સાથે એક સરખો વ્યવહાર થતો હતો ..... પૂરો આશ્રમ સંસ્કારોથી મઢેલો હતો .

અંતિમ વિધિ પત્યા પછી શૈલીએ ભારે મનથી ઘેર પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી ..
મામીએ પણ કહ્યું ' હા તારું ત્યાં જવું પણ જરૂરી છે . વધારે દિવસ થશે તો એ લોકોને પણ ચિંતા થશે .

શૈલીએ પોતાના દીકરાને મન ભરીને પ્રેમ કર્યો અને હવે એ વારંવાર અહીં આવતી રહેશે ના પ્રોમિસ સાથે પોતાના શહેર જવા નીકળી ગઈ.

રડતું હૃદય અને શેખર સાથેની અનેક યાદોના દિવસોને યાદ કરતી શૈલીને પોતાનું શહેર ક્યારે આવી ગયું એનું ભાન જ ના રહ્યું .
જલ્દીથી ઉભી થઇ પોતાનો રડતો ચહેરો ધોઈ લીધો . અને સ્ટેશને ઉતરી ગઈ . સ્ટેશને ઉતરતા જ જોયું રવિ સ્ટેશન પર હાજર હતો .
શૈલીએ પૂછ્યું ' અરે તમને કેવી રીતે ખબર કે હું આ ટ્રેનમાં આવુ છુ ? '

શેખર બોલ્યો મામી સાથે મારી વાત થઈ ગઈ હતી . એટલે જ ખબર પડી સમજી ...
ચાલ હવે ...ઘેર જઈને મારા હાથની ગરમાગરમ ચા પીવડાવુ એટલે તારો બધો થાક ઉતરી જશે ...

આશ્રમની એ બે દિવસની યાદો કોઈ કાળે ભુલાઈ એમ ન્હોતી ...
છતાં ચહેરા પર પોતાના જુના ચહેરાને ગોઠવવાનો પ્રયત્ન કરી રહી હતી .

બે-ત્રણ દિવસમાં ફરી એ જ રુટીન શરુ થઇ ગયું .
સ્કૂલ , ઓફીસ....અને ઘરનું કામ

શૈલીએ જોયું આજ સવારથી વાતાવરણ ધૂંધળું થઈ રહ્યું હતું . ચારે તરફ તોફાની હવાએ જાણે જાળ બિછાવી હતી . આબોહવા નો કૈક વિચિત્ર જ સંકેત હતો . ઘેરાયેલા વાદળા પણ વરસાદી પાણી વગરના ...અને વૃક્ષો પરથી સૂકા પાંદડાનો એક ભેદી ખખડાટ....

રવિને ઓફીસથી આવવામાં આજે ઘણું મોડું થયું હતું . શૈલીની નજર વારંવાર મેઈન ગેટ તરફ જતી હતી.. શૈલીનું મન અંદરથી કાંપી રહ્યું હતું . મૌસમ એકદમ ડરાવનો લાગી રહ્યો હતો .

સાહિલ અને પૂર્વા વારંવાર શૈલીને કહેતા રહ્યા ....' મમ્મા તું બેસી જા પપ્પા આવતા જ હશે ...

શૈલી બોલી ' પણ દીકરા પપ્પા ફોન પણ નથી ઉપાડતા . કાશ એકવાર જવાબ તો આપી દે કે કયા છે ????

વાતાવરણમાં તોફાની હવાનું પ્રમાણ વધતું જતું હતું . ચારે તરફ પહાડી બર્ફીલી ચાદરની જેમ કોહરો છવાઈ ગયો હતો . રાત પણ થવા આવી .
રાતના સાડા અગિયાર થઈ ગયા .....

શૈલીએ દૂરથી જોયુ ...મેઈનગેટ આગળ ગાડી આવીને ઉભી રહી . રવિ ગાડીમાંથી ઉતર્યો અને એની સાથે પણ કોઈ હતું .જેના ખભે હાથ મૂકી રવિ આવી રહ્યો હતો .
બંને જણા જેમ જેમ નજીક આવતા ગયા એમ એમ શૈલીની આંખો આશ્ચર્યથી પહોળી થતી ગઇ ....

રવિ ઘરમાં પગ મુક્તા જ બોલ્યો
' તું આશ્રમમાં આને છોડીને આવી ગઈ તી ? ...

શૈલીનું મન તો પાગલ બની ગયું . રવિને મારા પુત્ર વિશે કંઈ રીતે ખબર ?
એના મોઢામાંથી તો કોઈ શબ્દ નીકળે એમ નહોતા . નિઃશબ્દ બની એક અચરજ ભર્યા ચહેરા સાથે રવિની સામે ઉભી રહી ...

પૂર્વાએ શૈલીને સંભાળતા સોફા પર બેસાડી દીધી . અને સાહિલ પણ શ્રેયાંશનો હાથ પકડી સોફા સુધી લઈ ગયો .

સાહિલ અને પૂર્વાના વ્યવહારને પણ શૈલી અવાક બની જોઈ રહી .
સોફા પર શૈલીની બાજુમાં બેસતા રવિ બોલ્યો ... ' તું જ્યારે અહીંથી આશ્રમ જવા નીકળી ત્યારે મેં મામીને ફોન પર કહેલું કે શૈલી આ ટાઈમે પહોંચશે પરંતુ મામીએ એ જ સમયે મને ફોનમાં બધી જ વાત જણાવી દીધી હતી . તે પુરી જિંદગી તારી મમતા ને મારા છોકરા પર ન્યોછાવર કરી દીધી શૈલી ... અને તારી આ અસલી મમતા જેની પીડા તે તારા ચહેરા પર પણ જણાવા નથી દીધી .
મેં કાલ રાતે જ સાહિલ અને પૂર્વાને બધી વાત સમજાવી દીધી હતી . અને આજે વ્હેલી સવારે જ હું મારા ત્રીજા દીકરાને લેવા નીકળી ગયો હતો ....
સમજ્યા શૈલી મેડમ ....?

બહારનું તોફાન સમી ગયું હતું .વાતાવરણમાં એક ગહરી શાંતિ છવાઈ ગઈ હતી . રાતના બાર વાગે પણ સાહિલ અને પૂર્વા જોરજોરથી બોલવા લાગ્યા
' થ્રી ચિયર્સ ઓફ હીપ હીપ હુરરરે ....
એક સહિયારો આનંદે પુરા રુમને પાગલ કરી દીધો હતો .

રાત ઘણી વીતી ચુકી હતી એટલે સાહિલ અને પૂર્વા શ્રેયાંશને પોતાના રુમ તરફ લઈ જતા જતા બોલ્યા મમ્મા હવે તો આ અમારી સાથે તમારી જગ્યા હવે બીજે શોધો ....

રવિ પણ પોતાના ચહેરા પર એક સંતોષ ભરી લાગણી સાથે પોતાના રૂમમાં ગયો . અને પાછળ-પાછળ શૈલી દરવાજાને બંધ કરતી પ્રવેશી ...
રવિ આશ્ચર્ય સાથે શૈલીને જોઈ રહ્યો ....અને નજીક જઈને પૂછી જ બેઠો .....
' શુ થયું શૈલી ?
આજે મારા રૂમમાં ?
શૈલી રવિના શર્ટના કોલરને ખેંચતા ચોધાર આંસુએ રડી પડી .

રવિ બોલી ઉઠ્યો ...આજે બાવીસ વર્ષના અંતે કોઈ મારી બાહોમાં મારુ અંગત બની બેઠું છે કે શું ?
શૈલીના ચહેરા પરથી આંસુ લૂછતાં ધીમી અવાજમાં બોલ્યો ...
આટલા વર્ષે ' આઈ લવ યુ ' કહેવાનું મન થયું છે શુ ????

શૈલી પણ શરમાતી ફરી રવિની બાહોમાં સમાઈ ગઈ .
બહાર બગીચામાંથી આવતી મોગરાની સુગંધથી આખો રુમ મહેંકી ઉઠ્યો .....
ઠંડી હવા અને મોગરાની સુગંધ સાથે રવિ પોતાની ' પહેલી રાત ' મનાવી રહ્યો હતો.......

★ આ સાથે વાર્તાને વિરામ આપું છું .
★કયો સંબંધ ક્યારે અને કોની સાથે બંધાઈ છે ...એ તો ઉપર વાળો જ જાણે અને એટલે જ કહેવાય છે કોઈ સંબંધ ના હોવા છતાં જે સંબંધ બંધાઈ એ
' ઋણાનુબંધ '

???????