ઋણાનુબંધ - પાર્ટ - 2 Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - પાર્ટ - 2

? ઋણાનુબંધ ?
પાર્ટ -1 ----
★ રવિ અને શૈલીનો સુખી પરિવાર
અને વર્ષો પછી શેખરનું આગમન
★ શેખર સાથેના પ્રેમમાં પડેલી શૈલી અને હવે આગળ .....
✨ ✨ ✨

આવો વાંચીયે પાર્ટ -2 ?
???????
શૈલીની મામી ઘણી હિંમતવાળી હતી . પતિ ના અવસાન બાદ પોતાની જિંદગી એણે એકલા હાથે જ જજુમી હતી .
દરેક કઠિન પરિસ્થિતિમાં ક્યાંથી કયો રસ્તો કાઢવો એ બખૂબી જાણતી હતી .

ઘેર પહોંચ્યા બાદ શૈલીનો હાથ હાથમાં લેતા બોલી ' શૈલી હું આજના જમાનાની સ્ત્રી છુ .એકલા રહીને કોની સાથે કેમ કામ લેવું એ હું મારા જીવનમાં થયેલા અનુભવોથી શીખી છુ .
એટલે હું કોઈપણ સંજોગોમાં ગભરાઈ જાવ અને ગુસ્સામાં આવીને કોઈ ખોટો નિર્ણય લઈ લવ એવું પણ નથી .

તારી આ પરિસ્થિતિમાં એબોર્શન પણ થાય એમ નથી . અગર કરે તો તારી જાન જોખમમાં મુકાઈ જાય એવું છે . એટલે અટલી મોટી રિસ્ક પણ ન લેવાય .

ખેર તું ચિંતા ના કરતી હું આગળ શું કરવું ? મમ્મી-પપ્પાને શુ જવાબ આપવો એ બધુ વિચારીને તારી સાથે ચર્ચા કરું ....આજે એમ પણ મેં ઓફીસમાંથી અર્ધા દિવસની રજા લીધી છે .ચલ હવે થોડી ફ્રેશ થઈ જા હું તારી પસંદના ગરમાગરમ બટેટાવડા બનાવું છુ . ત્યાં સુધી તું એક કામ કર શેખરને ફોન કરી રાતે અહીં બોલાવી લે ...

શૈલીએ શેખરને ફોન લગાડયો એ સમયે ફોન સ્વીચ ઓફ આવતો હતો .
કોઈ કામમાં હશે કે શું ?

કામમાં હોયતો પણ સ્વિચઓફ તો ના જ હોય.
એ પછી એ વારંવાર ફોન લગાડતી રહી . પરંતુ સ્વિચઓફ જ આવતો હોવાથી એ ટેન્શનમાં આવી ગઈ .
શૈલીનું ટેન્શન વધતું જતુ હતુ . પૂરું શરીર પરસેવે રેબઝેબ ....

શુ હશે ? ક્યાં હશે શેખર ?
શેખર મને છોડીને ચાલ્યો તો નહીં જાયને ?
એવું શું થયું ? બાકી શેખરનો ફોન સ્વીચઓફ હોય એવું કેમ બને ?
શૈલીના મનમાં જાતજાતના વિચારો આવવા લાગ્યા .
અને પોતાના કર્યા પર પસ્તાવા લાગી . મમ્મી-પપ્પાને શુ જવાબ આપીશ ?
કયું મોઢું લઈને એ લોકો સામે જઈશ ?
અને મામી જેણે મારા આ ત્રણ વર્ષમાં મારી સખી જેવો સાથ દીધો હતો . એમની સાથે પણ મેં વિશ્વાસઘાત કર્યો છે .
કોઈ અજુગતું પગલું પણ ભરું તો બધો આરોપ મામી ઉપર આવે .
થોડા સમયમાં તો શૈલીનું મગજ વિચારોના ચકરાવે ચડી ગયુ .

પોતાના ફ્રેન્ડ સર્કલમાં બધે જ ફોન કરી ચુકી અને શેખર છે કે નહીં એની તપાસ કરવાનું કહ્યું .

ત્રણ-ચાર દિવસના ગેપમાં શેખર ક્યાં ગાયબ થઈ ગયો . શૈલીની તબિયત સારી ન હોવાથી બે દિવસથી ઘરમાં જ આરામ કરી રહી હતી . એ બે દિવસોમાં પણ શેખર સાથે કોઈ વાતચીત થઈ નહોતી .

શૈલી રુમ માંથી બાર નીકળી રસોડામાં ગઈ .અને ગભરાયેલા સ્વરે બોલી
' મામી શેખરનો ફોન સ્વીચઓફ આવે છે . કેટલીવાર ફોન કરી ચુકી પણ નો રીપ્લાય ...

ત્યાં મામી બોલી કોઈ એવા કામમાં હશે . એટલે કદાચ ફોન સ્વીચઓફ રાખ્યો હશે . તું ચિંતા ન કર કોઈને કોઈ રસ્તો નીકળશે જ .
રાતનું જમવાનું પત્યું જ હતું ત્યાં શૈલીની ફ્રેન્ડ મિતાલી અને રાહુલ આવી ગયા .
એ લોકો શેખરના ઘેર જઈને આવ્યા હતા .
એ લોકોના આવતા જ શૈલી એક પછી એક સવાલો પૂછવા લાગી
શુ થયું ?
તમે તપાસ કરી ? શેખર ક્યાં છે ?
એ અહીં મારી પાસે આવે છે ?

મામી બોલ્યા ' એક મિનિટ શૈલી એ લોકોને શ્વાસ તો લેવા દે '
હજુ આવ્યા જ છે .

બંનેના ચહેરા ઉતરેલા હતા .
શુ કહેવું ? કંઈ સમજાતું નો ' તું

થોડીવાર પછી મિતાલી બોલી ' 'મામી શેખર અને એમના મમ્મી આ શહેર છોડીને ચાલ્યા ગયા છે . અને આસપડોશ માં કોઈને ખબર નથી કે એ લોકો ક્યાં ગયા છે .'

શૈલીના કાનમાં આ શબ્દો પડતા જ જાણે ચારે તરફથી પાણીનો બહાવ આવી એને ખેંચીને લઈ જતો હોય એવું લાગ્યું .
શરીર જાણે નિઢાલ બની ગયું . ચારે તરફ જાણે ઘોર અંધકાર છવાઈ ગયો ...
પોતાની જાતને કાપી નાખું , મારી નાખું , શુ કરું હું ....
મારી બુદ્ધિ કેમ ન ચાલી !!!

શેખરે મારી સાથે છલકપટ કર્યું .
મારા જીવનનું એક અંગ સમાન હતો એ .....
કેટલો પ્રેમ કર્યો હતો મેં એને...
પણ .....પ્રેમ ???
પ્રેમ તો એ પણ કરતો હતો . એની આંખોમાં ક્યારેય કપટ દેખાયું જ નથી .

ઘણીવાર માણસનો ચહેરો કૈક કહે છે અને અંદરથી અલગ જ તરી આવતો હોય છે .
મામીએ શૈલીની વાતને હળવાશથી લેતા કહ્યું .તું પેલા શાંત થઈ જા .અને મનમાંથી ખરાબ વિચારોને છોડ....
અને હવે એવું સમજ કે કંઈ બન્યું જ નથી . આજના સમયમાં આ બધું સામાન્ય થતું જાય છે . હા હું તારી પરિસ્થિતિ જાણું છું . તારી જેમ મને પણ વિશ્વાસ નથી બેસતો કે શેખર આવુ કરી શકે ?
પુરી સુઝબૂઝ ધરાવતું વ્યક્તિત્વ , એની શાલીનતા , વિવેક ....એમ કહો કે સંસ્કારોથી પરિપૂર્ણ હતો .

મામીની વાત ને વચ્ચેથી જ અટકાવતા બોલી , ' પણ મામી એમ પણ હવે મારે ઘેર પાછા ફરવાનો સમય થયો છે . આ બધી હકીકત અને મમ્મી-પપ્પાનો સામનો ....
ના મામી ના હું ઘેર તો નહીં જ જાવ ...
પપ્પાનો ચહેરો દેખાય છે ને હું અંદરથી કાંપી ઉઠું છુ ...
કોઈ રસ્તો કાઢો મામી ...

રાતના વધારે મોડું ન થાય એ માટે શૈલીના બંને મિત્રો ઘેર જવા નીકળ્યા . અને શૈલીને કહ્યું ' તું ચિંતા ન કરીશ ' અમે કાલે ફરી આંટો મારીશું .
બંનેના ગયા બાદ મામીએ શૈલીને કહ્યું ' હું તારી મમ્મી સાથે વાત કરું છું .પણ એમાં તું પ્રેગ્નેન્ટ છે એવું કંઈ કહેવું નથી .
ફોનમાં હું જે વાત કરું એ તું પણ ધ્યાનથી સાંભળી લે જે .

ફોન લગાડતા જ મામીએ જાણે કંઈ બન્યું જ ના હોય એમ વાતો શરુ કરી દીધી . અને વાતોવાતોમાં મુદ્દાની વાત શરુ કરી જ દીધી .
હવે તમને બંને તમારી દીકરીની કાગડોળે રાહ જોતા હશો . પણ હજુ આ વર્ષ તો નહી જ મોકલું .
એમ પણ એ મારી સાથે ક્યાં રહી છે . હું ઓફીસ અને એ કોલેજ
અમે બંને તો દિવસમાં પણ ઓછું જ મળતા .
અને હા મારો વિચાર છે . ઘણા સમયથી મારા કાકા મને તેડાવે છે . બરોડાથી દૂર સાત-આઠ કલાકના રસ્તે મારા કાકાનું ઘર છે ત્યાં એમનું મંદિર અને એક મહિલા આશ્રમ છે . એમની ઘણી ઈચ્છા છે કે તું એકવાર આવી જા . એ કહેતા હતા કે મારી જિંદગીનો હવે કોઈ ભરોસો નથી .
એટલે મારા કાકાની ઈચ્છા છે કે ભવિષ્યમાં આ આશ્રમની સંભાળ હું લઈ લઉ.
તો મારી ઇચ્છા છે કે હું શૈલીને લઈને એકવાર ત્યાં જાવ . એને પણ ત્યાં મજા આવશે . અને હા પ્લીઝ ના ન કહેતા .

શૈલીના મમ્મી-પપ્પા ઘણીબધી રકઝક પછી મુશ્કેલીથી માન્યા .
અને મામીએ શાંતિનો શ્વાસ લીધો .
ફોન પૂરો થતાં જ મામીએ શૈલીને કહ્યું ' મારા કાકાનો આશ્રમ ઘણો દૂર છે . પણ ત્યાં ઘણી શાંતિ છે . ત્યાં ઘરથી તરછોડાયેલી મહિલાઓ , નાના બાળકો અને ઘણા બેસહારા લોકોને આશરો આપે છે . તારૂ બાળક આવે ત્યાં સુધી આપણે ત્યાં રહેશું . અને પછી તું ત્યાંથી સીધી તારા શહેર જવા નીકળી જજે અને તારા બાળકને પણ આપણે ત્યાં જ સાર-સંભાળ માટે રાખી દેસુ . ત્યાં દરેક બાળકની પરવરીશ ખૂબ સારી રીતે થાય છે .

પણ હા , આપણે એ આશ્રમમાં હમણાં નહીં જઈએ થોડો સમય જવા દઈએ પછી નિકળીશું .

શૈલી પણ મામીને અવાક બની જોતી રહી , આટલું ફૂલ પ્લાનિંગ ? મામીએ તો શૈલીના મનનો અડધો ભાર હળવો કરી દીધો .
પણ , મારુ બાળક ?
મારા પ્રેમની નિશાની ?
એને તો છોડવી જ પડશે ને ?

મનમાં આ બધું વિચારતી જ હતી ત્યાં ફરી પપ્પાનો ચહેરો દેખાયો . પણ એને મામીના કહેવા ઉપર પૂરો ભરોસો હતો . આશ્રમમાં મારા બાળકની પરવરીશ સારી રીતે જ થશે .
શૈલી પણ વિચારતી રહી ....
શુ સપનાઓ લઈને આવી હતી એ આ શહેરમાં અને એક ખામોશ ઉદાસી સાથે પાછી ફરશે....
" ઘૂંટયું હતું ઘણું
હૃદયમાં તારું નામ
પણ ખબર નો ' તી કે
એક ક્ષણમાં ફંગોળાઈ જશે '
પરિચય પણ તારો
એવો કોઈ ઓછો નો ' તો
છતાં કોને ખબર
કદાચ મને મારી જ
લાગણીઓ અંધ લાગે છે ....

★ શૈલી અને મામીનો આશ્રમમાં લાગણીસભર સત્કાર
★આશ્રમમાંથી નીકળ્યા બાદ શૈલીને કોનો ભેટો થયો .

આવો જાણીશું પાર્ટ -3 માં.....