પહેલો પ્રેમ - 3 - છેલ્લો ભાગ MR.PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો પ્રેમ - 3 - છેલ્લો ભાગ

હેલો મિત્રો આ મારી પહેલી લવ સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવ કમેંટ box અથવા મેસેજ box માં જણાવી શકો છો.
આગળ ના ભાગ માં આપણે જોયું કે કોલેજ માં ફ્રેશર પાર્ટી યોજવામાં આવી હોય છે અને શ્વેતા અને એનું ગ્રૂપ પાર્ટી એન્જોય કરીને ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહ્યા હોય છે અને ત્યાં જ શ્વેતા ને યાદ આવે છે કે એનું પર્સ તો અંદર જ રહી ગયું છે તો એ અંદર પર્સ લેવા જાય છે અને ત્યાં જ કોઈક તેને બળજબરી થી પકડીને અંદર ક્લાસ તરફ લઈ જાય છે અંધારા ના લીધે શ્વેતા એ માણસ નો ચેહરો નથી જોઈ શકતી. હવે આગળ
અચાનક ક્યાયથી એક વ્યક્તિ આવીને શ્વેતા ને બચાવવાનો પ્રયાસ કરે છે અને પેલા નકાબપોશ માણસ નો ચહેરો જોવાનો પ્રયાસ કરે છે પણ તે નકાબપોશ અંધારા નો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહે છે.તે તરત જ જઈને ક્લાસ ની લાઇટ ચાલુ કરે છે અને શ્વેતા જોડે પોહચે છે. શ્વેતા ખૂબજ ગભરાઈ ગઈ હોય છે અને તે તે અજાણ્યા માણસ ને વળગી પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. થોડીવાર બાદ શાંત થયા પછી શ્વેતા તે માણસ નો ચહેરો જોવે છે અને જાણે કે 440 વોલ્ટ કરંટ લાગ્યો હોય તેમ ઉછળી પડે છે અને કહે છે કે રાહુલ તું. તું અહીંયા ક્યાથી. ત્યારે રાહુલ જવાબ આપે છે કે તું જ્યારે અંદર ગયેલી ત્યારે હું ત્યાં જ હતો પણ તું ઘણા ટાઇમ પછી પાછી નાં આવતા મૈં અંદર જવાનું નક્કી કર્યું અને પછી જોયું કે કોઈ તને ક્લાસરૂમ તરફ ખેંચીને લઈ જઈ રહ્યું છે એટલે હું ફટાફટ અહીંયા પોહચી ગયો. રાહુલ ની કેફિયત સાંભળીને શ્વેતા ની આંખો ભરાઈ જાય છે અને કહે છે કે થેન્ક યૂ સો મચ રાહુલ આજે તુ ના હોત તો મારુ શું થાત. અને આમ કહીને શ્વેતા રાહુલ સામે દોસ્તી માટે હાથ લંબાવે છે અને રાહુલ પણ જેમ રાહ જ જોઈ રહ્યો હોય તેમ તે પણ હાથ લંબાવીને દોસ્તીનો સ્વીકાર કરી લે છે.
આ બાજુ પેલો નકાબપોશ થોડે દૂર સલામત અંતરે આવ્યા પછી તે પોતાનો નકાબ દૂર કરે છે. તે નકાબપોશ બીજું કોઈ નહીં પરંતુ રોનક હોય છે જેને શ્વેતા એ અપમાન કરીને ફ્રેન્ડશીપ માટે ના પાડી હોય છે તે. રોનક મનમાં ને મનમાં વિચારતા કે હાશ આજે બચી ગયો.
પણ રોનક ના કારણ એ રાહુલ અને શ્વેતા વચ્ચે એક સોફ્ટ કોર્નર રચાય છે જેને લઇને હાલ બંને માંથી કોઈ પહેલ નથી કરતું કારણકે બન્ને ના મનમાં ડર હોય છે કે ક્યાંક તેમની દોસ્તી તુટી ના જાય.
થોડા ટાઇમ પછી બધા ડે ચાલુ થાય છે અને વેલેન્ટાઈન ડે નજીક આવતો જાય છે તેમ રાહુલ શ્વેતા ને પોતાના દિલ ની વાત કહેવાનું નક્કી કરે છે અને આખરે વેલેન્ટાઈન ડે ના દિવસે રાહુલ શ્વેતા ને પોતાના મનની વાત કહે છે અને શ્વેતા પણ તેના પ્રેમ નો સ્વીકાર કરે છે.
બીજી બાજુ રાહુલ ને અને શ્વેતા ને એક જ વસ્તુ ની વધારે ચિંતા હોય છે કે મમ્મી પપ્પા ને કેમ મનાવવા. પણ કોલેજ ના છેલ્લા વરસ માં કેમ્પસ ઇન્ટરવ્યૂ માં રાહુલ ને મલ્ટીનેશનલ કંપની માંથી સારા પેકેજ ની જોબ ઓફર થાય છે. અને બીજી બાજુ શ્વેતા પણ તેના મમ્મી પપ્પા ને રાહુલ અને તેના વિશે જણાવી દે છે અને કહે છે કે હું તેના સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું અને છેવટએ શ્વેતા ના મમ્મી પપ્પા પોતાના વિરોધ છતાં પણ રાહુલ ને મળીને તેમને રાહુલ સારો છોકરો લાગતા શ્વેતા લગ્ન માટે લીલી ઝંડી આપી દે છે. અને છેવટે રાહુલ અને શ્વેતા પણ ધામધૂમથી લગ્ન કરી લે છે.
તો મિત્રો પહેલો પ્રેમ હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. સ્વભાવિક રીતે જ આ સ્ટોરી માં ઘણી બધી ભૂલો હશે પણ વાંચીને મને રિવ્યૂ આપશો જેથી ખબર પડે મને કે કઈ જગ્યાએ ભૂલ છે એટલા માટે મને વાંચીને ચોક્કસ આપ મને મારા Whatsapp નંબર 8511493260 પર આપ આપના અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો.