કોફી શોપ - ભાગ - ૧ મનીષ વાડદોરીયા કલાકાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બે ઘૂંટ પ્રેમના - 11

    થોડીવારમાં ત્રણ બરફના ગોલા અમારી સમક્ષ આવી ગયા. " અમમમ.... ગ...

  • ઝગડાનો જનાજો

    "થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયા...

  • શ્રાપિત પ્રેમ - 7

    ટન્ ટન્ ટન્ ટન્રાધા ની નીંદર ઘટ વાગવાના અવાજથી તૂટી ગઈ. તેણે...

  • પરચુરણ

    બરાબર વાંચજો, આ ચૂર્ણ નથી પરચૂરણ છે. પરચુરણ શબ્દથી કયો ગુજરા...

  • એક ષડયંત્ર.... - ભાગ 35

    (સિયાના દાદાએ તેને સમજાવી અને મમ્મી પપ્પાને સોરી કહેવાનું કહ...

શ્રેણી
શેયર કરો

કોફી શોપ - ભાગ - ૧

શિયાળાની મઝાની સવારના 8:30 વાગ્યા છે , કહેવાય છે કે મુંબઇ શહેર કોઈ દિવસ સૂતુ નથી , અને આવી જ એક અધૂરી ઊંઘ વાળી મુંબઇ શહેરની એક ગલી માં “સિલ્વર કેફે” ફરી ખુલી ગયું છે. બાકી બધા કેફે કરતા આ કેફે માં ભીડ સામાન્ય જોવા મળતી ,મુખ્ય રસ્તાથી થોડુંક અંદર ની તરફ હતું એટલે ,ગલીમાં બીજી ઘણી દુકાનો હતી પણ “સિલ્વર” અને ‘કેફે” આ બે શબ્દો ની વચ્ચે એક સહેજ ઢળતા કપથી બનાવેલા લાઇટિંગ વાળા પોસ્ટર પર તરત નજર પડતી ઓફીસ જનારા લોકો કાયમ અહીં ચા કોફી કરી ને નીકળતા ,સવાર સવાર માં એક ટેબલ પરથી ક્યારેક શેરબજાર નો અવાજ સંભળાતો હોય તો ક્યાંક બીજા ટેબલથી પોતાની અંગત ઝીંદગીના પ્રશ્નોની ચર્ચા થતી હોય , કોઈ સરકારની વાતોમાં મસ્ત હોતું તો કોઈ નવી આવનારી ફિલ્મ જોવાના પ્લાનિંગમાં.

સિલ્વર કેફે ના રેગ્યુલર ગ્રાહકોની જેમ સમર પણ ઓફીસ જતા પહેલા થોડો સમય અહીં વિતાવતો , ના માનવામાં આવે એવી વાત તો એ છે કે જ્યારે ઓફીસના જવાનું હોય ત્યારે પણ સમર એજ સમયે કેફમાં આવીને કોફી પીતો ,કદાચ એને સિલ્વર કેફે ની કોફીથી કૈક વધારે જ લગાવ હશે, સમર એટલે 27 વર્ષનો પ્રાઇવેટ કમ્પની માં જોબ કરતો યુવાન ,જે ખૂબ ઓછા મિત્રો બનાવવાનું પસંદ કરતો , કોફી શોપમાં પણ જ્યારે બધા અલગ અલગ ઓફીસના મિત્રો એક સાથે બેઠા હોય ત્યાં સમર હંમેશા , કેફે ની અંદરની બાજુ ડાબી તરફ વળતા છેક છેલ્લા ટેબલ પર બારીની બહાર જોઈ શકાય એ તરફ એકલો બેસતો.

ફોર્મલ કપડાંમાં એ હંમેશા શર્ટ ની બાંય વાળીને હાલ્ફ જ રાખતો , ડાબા હાથમાં એક નેવી બ્લ્યુ કલરની ઘડિયાળ અને જોડે એક ખભે લટકાવીને ફરી શકાય એવું લેપટોપથી ભરેલું બેગ ટેબલની એક તરફ મૂકી દેતો , સમરને હવે ક્યારેય ઓર્ડર આપવાની પણ જરૂર નહતી , ત્યાં ના સ્ટાફમાં દરેક જણ ઓળખતું હતું કે સમરના ટેબલ પર હંમેશા એક કોફી અને એક ચિપ્સના પેકેટનો જ ઓર્ડર હોય છે એટલે થોડીક જ વારમાં એ પોહચી જતું.

કહાની નું બીજું પાત્ર છે સારીકા ,જે મુંબઇ શિફ્ટ થયાને લગભગ 1 જ વર્ષ થયુ હતું , સારીકા મૂળ બરોડાની વતની , પણ એના મામા મુંબઈ માં રહેતા હોવાથી એ મુંબઈની લાઈફ સટાઇલથી બિલકુલ વાકેફ હતી અને નાનપણથી જ અહીં વસવાના સપના જોયા હતા , મુંબઈની “એડેલીન મેનેજમેન્ટ” કમ્પની માટે એને ઘણા પ્રયત્નો કર્યા હતા અને વર્ષ પહેલાં તક મળતાં એ મુંબઈ રહેવા માટે આવી ગઈ ,જ્યાં એને પોતાની નવી ઝીંદગી શરૂ કરી હતી. સારીકાને સપનાઓ જોવા બઉ ગમતા , અમુક ઉંમરની સાથે સાથે ભવિષ્યની અમુક ચેકલીસ્ટ પણ બનાવી રાખી હતી. સ્વભાવમાં થોડીક ગરમ ખરી પણ મુંબઈ જેવા શહેર માં એક સ્ત્રી ને રહેવા માટે આ સ્વભાવ વ્યાજબી હતો , નવી જગ્યાએ નવા ફ્રેન્ડ્સ બનાવા એને ખૂબ ગમતા , એ કોઈની પણ સાથે વાતચીતમાં જલ્દી ભળી જતી ,હંમેશા કૈક કર્યા કરતી ક્યારેય પણ બોર થવાનો પ્રશ્ન સારીકા માટે નહતો ઉભો થતો કારણકે એ ઓફીસ સિવાયના સમયે પણ બ્લોગ લખવું , નેટ પર નવી ઇવેન્ટ્સ વિશે જાણવું ,એવા ઘણા કામ કર્યા જ કરતી.

સમયની સાથે બધું જ એક લય માં ચાલી રહ્યું હતું , જેમાં સિલ્વર કેફે હવે છેલ્લા 3-4 દિવસથી સારીકા માટે પણ મોર્નિંગ કોફી માટે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હતો.એ દિવસે સારીકા રોજ ની જેમ એના યુનિફોર્મમાં સજ થઈ ને આવી હતી ,ગળામાં શર્ટ ને મેચિંગ સ્કાર્ફ ,આંખમાં ફ્રેમ વગર ખાલી ગ્લાસ દેખાય એવા નંબર વાળા ચશ્મા ,ડાબા હાથ ની હથેળી થી થોડુંક નીચે સહેજ બહાર ની તરફ “freedom” લખેલું tattoo , કેફે ની આગળ કાર પાર્ક કરીને કેફેની અંદર પ્રવેશે છે , એના હિલ વાળા ચપ્પલના ચાલવાનો અવાજ આટલી ભીડ માં પણ અલગ તરી આવતો હતો , કેફેની અંદર પ્રવેશી ને વાળની લટ કાન પાછળ સરકાવીને બંને બાજુ નજર ફેરવી ખાલી ટેબલ શોધી રહી હતી પણ આજ ભીડ કૈક વધારે જ હતી , સારીકાના મોઢા પર 2 સેકન્ડ માટે નિરાશાના ભાવ આવી જ જાય છે કે તરત left side છેક છેલ્લે એક યુવાન એકલો બેઠો હતો અને એ છે સમર જેની સામેની સીટ ખાલી હતી.

“અંકલ એક કોફી pls” આટલું કાઉન્ટર પર કહી ને એ તરત ખાલી સીટ તરફ જાય છે. “Excuse me ,may i take this seat ?” સારીકાનું આટલું પૂછતાં સમર એ જવાબ આપ્યો. “Am sorry, its reserved” એટલા માં જ બાજુના ટેબલ પરથી ગ્રુપ ખાલી થઈ રહ્યું હતું, અને ત્યાં ટેબલ ખાલી થતા જ સારીકા બેસી ગઈ, ચશ્મા કાઢી એને પર્સ માં મુક્યાં અને કોફી આવે એની રાહ જોતા જોતા ફોન કાઢીને સમય પસાર કરવા લાગી. 5-10 મિનિટનો સમય થાય છે અને કોફી આવે છે, સારીકા તરત ફોન લોક કરી બાજુમાં મૂકી પેહલી સિપ મારીને કપ નીચે મૂકે છે અને એની નજર એક ક્ષણ માટે સમર તરફ પડે છે, જ્યાં એની સામેની સીટ પર કોઈ આવાનું હતું પણ હજુ કોઈ આવ્યું નથી, સમર એક નાના પેડ પર પેજમાં કૈક લખી રહ્યો હતો , અને થોડાક સમય પછી એ અચાનક બધું સમેટીને ઉભો થઇ કાઉન્ટર પર બિલ ચૂકવી રવાના થાય છે ,જતી વખતે એ આસ પાસ ક્યાંય જોતો નથી કયા ટેબલ પર કોણ બેઠું હતું શું હતું , એ એના અંગત ખયાલોમાં જ ફરતો હતો ,પણ અહીં સારીકા ને એક વાત ખટકી , એ મનોમન વિચારવા લાગી કે “આ કેવો માણસ હતો જે સીટ ખાલી હોવા છત્તા પણ ના પાડી……..

CONTINUE........