દોસ્તી થી જીવનસાથી સુધી - 4 Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

દોસ્તી થી જીવનસાથી સુધી - 4

જો તમે આ વાર્તા ના ભાગ ના વાંચ્યા હોય તો જરૂરથી વાંચજો જેથી તમને આ વાર્તામાં રસ પડે.

હવે આગળ,

અઝાન : ચલો હવે જઈશું?

પ્રેમ : હા ચાલો,

આ સાત મિત્રો એકસાથે પોતાના વિહિકલ એકસાથે ચાલુ કરીને કોલેજ તરફ જવા નીકળ્યા.

પરંતુ, એ નજારો જ કાઈ અદભુત હતો સાત જણા મા પ્રેમ અને જીયા પ્રેમની બાઈક ઉપર અને અઝાન , સિયા આ ત્રણ જણા આગળ અને જનલ , નૂર અને રુદ્ર પાછળ પોતાના વિહિકલ ની સાથે કોલેજમાં એન્ટ્રી મારે છે.

હવે ચાલુ થાય છે આ સાત જણાની દોસ્તી થી જીવનસાથી સુધીની સફર.

સિયા : વાહ યાર કોલેજ નું કેમ્પસ તો બહુ મસ્ત છે. ચાલો હવે આપણે જઈએ.

રુદ્ર : હા યાર કોલેજનું કેમ્પસ અને કોલે‌જ બંને બહુ મસ્ત છે.

પ્રેમ: હા તો ચલો હવે આજે પહેલો દિવસ છે. કોલેજમાં લેક્ચર ભરવા નો કે નહીં?

નૂર: હા હા કેમ નહીં, બધા જ લેક્ચર ભરવાના છે આમ પણ આજે પહેલો દિવસ છે એટલે કોલેજના પ્રોફેસરનો ઇન્ટ્રોડક્શન હશે.

જનલ: હા સાચી વાત છે નુર ની.

અઝાન: હા આજે તો કોલેજની હરિયાળી જોવા મળશે. એટલે લેક્ચર્સ તો ભરવાના જ છે.

પ્રેમ: ઓહો આમ પણ એ વાત તો સાચી જ છે.

આ વાત સાંભળીને જીયાની થોડો ગુસ્સો આવ્યો પરંતુ તમે કાંઈ કહ્યું નહીં.

બધા જ મિત્રો કોલેજ ની તરફ આગળ વધે છે ત્યાં જ,

સિયા: ચાલો સામે બહુ ભીડ દેખાય છે મતલબ કે ત્યાં નોટિસ બોર્ડ લગાવેલું છે.

નૂર: હા ચાલો આપણો ક્લાસ કયો છે તે જોઈ લઈએ.

પ્રેમ: ક્લાસમાં ચાલો આપણા ક્લાસ ઉપરના ફ્લોર પર છે.

જીયા: તને કઇ રીતે ખબર?

જનલ: આ ભાઈ કાન ખજુરા ની જેમ ભીડમાંથી નોટીસ બોર્ડ જોઇને આવ્યા છે.

અઝાન: વાહ મારા મદનીયા બહુ સરસ.

આ સાંભળીને બધા હસવા લાગે છે.

પ્રેમ: અરે ઓ, આ શું છે? બધા જ પ્રાણીઓ તમને બધાને મારામાં જ દેખાય છે?

જનલ: ચાલો ત્યારે ક્લાસમાં.

બધા જ ક્લાસમાં જાય છે અને સૌથી છેલ્લી બેંચ પર જઈને બેસી જાય છે.

ધીમે ધીમે ક્લાસમાં બીજા સ્ટુડન્ટ્સ પણ એન્ટર થાય છે. કોઈ ફ્રેન્ડ ની સાથે હોય છે તો કોઈ પોતાના મિત્રોથી અલગ થઈને આવ્યા હોય છે જે તેમના ફેસ ઉપર દેખાઈ આવે છે સાથે સાથે કોલેજ નો પહેલો દિવસ હોવાની ખુશી પણ હોય છે અને નવા મિત્રો મળશે તેની ખુશી પણ હોય છે.

અઝાન: જુઓ કોઈ રસગુલ્લા જેમ હર્યાભર્યા છે ખૂશીથી. તો કોઈ ઊતરેલી કડી જેવા ચહેરા બનાવેલા છે.

સિયા: હા, સાચી વાત છે.

ત્યાં જ ક્લાસમાં પ્રોફેસરની એન્ટ્રી થાય છે. જે પહેલા પોતાનો અને પછી વારા-ફરથી બધા જ સ્ટુડન્ટ નો પરિચય લે છે.

આજે ખાલી કોલેજમાં બધાનો ઇન્ટ્રોડક્શન હોય છે. જેથી બધા જ ટાઈમ કરતા વહેલા ફ્રી થઈ જાય છે.

જનલ: ચાલો આજે આમ પણ પહેલો દિવસ હતો એટલે વહેલા ફ્રી થઈ ગયા છીએ તો બહાર ફરવા જઇએ.

પ્રેમ: હા ચાલો જઈએ.

નૂર: હા પણ જઈશું ક્યાં?

બધા જ વિચારવા લાગે છે.

જીયા: ચાલો રિવરફ્રન્ટ જઈએ.

પ્રેમ: આ જો પછી બોલી ઉંદરડી. હંમેશા ઉંધુ બોલશે.

જીયા: (ગુસ્સામાં) આમાં તને શું ઉંધુ લાગ્યું?

પ્રેમ: વરસાદ નો ટાઈમ છે. તો લોંગ ડ્રાઈવ ઉપર જવાની મજા આવે. આમ એક જગ્યાએ ભરાઈ ન રહેવાનું હોય.

અઝાન: હા સાચી વાત.

નૂર: તો ચાલો ગાંધીનગર જઈએ. લોંગ ડ્રાઈવ પણ થઈ જશે અને ફોટોગ્રાફી પણ થઈ જશે.

જનલ: હા ચાલો સરસ વાતાવરણ છે મજા આવશે.

સિયા: હા, તને તો મજા આવશે. કારણકે આ તારો ફેવરિટ સબ્જેક્ટ છે ને લોંગ ડ્રાઈવ અને બાઇક રેસિંગ.

જનલ: હા તો વળી આ મારી નવી ડાર્લિંગ ની પહેલી લોંગ ડ્રાઇવ છે મારી સાથે.

અહીંયા જનલ તેની નવી સ્પોર્ટ્સ બાઈક ને ડાર્લિંગ કહે છે.

આ વાત સાંભળીને બધા ખડખડાટ હસી પડે છે.

હવે બધા એકસાથે કોલેજ કેમ્પસમાંથી ગાંધીનગર જવા માટે બહાર નીકળે છે.

હવે શું થશે આ બધાની લાઈફમાં આગળ?

કેવી રહેશે તેમની આ ગાંધીનગરની લોંગ ડ્રાઈવ?

કેવી રહેશે તેમની આ મિત્રતા?

તે જોઇશું આપણે આગળના ભાગમાં.

જો તમને મારી આ વાર્તા પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો અને તમારા કીમતી અભિપ્રાયો જરૂરથી આપશો તેવી આશા છે. અને સાથે જ કાંઈ ભૂલ થઈ હોય તો તે સુધારવા માટે પણ કહેશો.

જય શ્રી કૃષ્ણ.

Thank you so much.