ધોરણ 12 મા પહેલો દિવસ....
હું અને સોનુ સાથે જ સ્કૂલ ગયા અને એક જ બેન્ચ પર બેઠા. પીડિયર આવતા ગયા એક પછી એક શિક્ષક આવતા ગયા અને વિષયો પણ એવા કે સર અને ટીચર એ પહેલેથીજ મન માં નાખી દીધું કે આ વિષય અઘરો છે અને આ વિષય સહેલો.
આ વાત મને સહુથી વાહિયાત અને તદ્દન ખોટ્ટી લાગે.. કે શિક્ષકો પેલેથી જ બાળક ના મનમા વાતો નાખી દે કે આ વિષય અઘરો કે સહેલો.. આવા શિક્ષકો નું લાઇસન્સ જ રદ કરી દેવાય..
કારણકે એમાં થાય એવું કે વિષય અઘરો એવી છાપ બાળક ના મન મા પડી જાય તો એ પરીક્ષા મા ચોરી કરવાનોજ. અને એની જિંદગી મા ચોરી કરવા ની ટેવ અહીથીજ પડે અને જો સફળ થઈ જાય તો એ ફરીવાર કરે અને આગળ જતા મોટી મુસીબત વોહરી લેય છે...
તો મારી અને સોનુ ની આગળ કહાની લઈ જાવ..
12 મુ ધોરણ જબરદસ્ત જતું હતું પરંતુ મારા શિક્ષક ના કારણે મારી અને સોનુ અને આખા વર્ગ ના મન મા ઘુસી ગયું હતું કે અર્થશાસ્ત્ર વિષય અઘરો. અને આમ આખું વર્ષ પૂરું થયું.
પરીક્ષા ની ઘડી. થોડી ગભરામણ થાય થોડું ટેન્શન શરૂ થયું. પણ તૈયારી ફૂલ કરી હતી. પહેલી પરીક્ષા ગુજરાતી અને પેપર જોઈ ને નીક્કી પણ ખુશ અને સોનુ પણ ખુશ કેમ કે પેપર એકદમ સહેલું નીકળ્યું હતું. અને એટલો બધો કોન્ફિડન્સ હતો કે આ પેપર એકદમ જકકાસ ગયું.
બીજું પેપર અર્થશાસ્ત્ર સોનુ ને થયું કે હું ફેઈલ થઈ જાવ તો ઘરે મને બધા ખિજાશે મારે શુ કરવું હવે, બધા ના ડર વચ્ચે એને એક પ્લાન બનાવ્યો જે પ્લાન ની એને નીક્કી ને પણ જાણ નોહતી કરી. અને બીજે દિવસે સવારમાં તૈયાર થઈને સોનુ અને નીક્કી સાથે જ સ્કૂલ એ પહોંચ્યા.
પરીક્ષા ખાંડ મા બેસ્યા અને ટીચર એ પુરવણી આપવા નું શરૂ કર્યું. અને પેપર હાથ મા આવ્યું એટલે બધાની આંખો પહોળી થઈ ગઈ હતી કેમ કે અર્થશાસ્ત્ર નું પેપર બોવજ અઘરું નીકળ્યું હતું. અને આ જોઈ બધા ગભરાયેલા હતા 20 મિનિટ થઈ પછી સોનુ એ એનો પ્લાન શરૂ કર્યો એ ઘરે થી કાપલી બનાવીને લાવી હતી એ એને બહાર કાઢી, ટીચર ને ખબર ના પડે એમ એને એમાંથી બધું લખી નાખ્યું. અને એને આગળવાળાને કહ્યું કે આ કાપલી નીક્કી ને આપે, એને કાપલી લઈ નીક્કી ને આપી પણ નીક્કી પેપર લખવા મા એટલી મશગુલ હતી કે એને કાપલી જોયાવગર આગળ જ પાસ કરી. અને આમ પેપર પૂરું થયું કોઈ ને કઈ વાત ની ખબર જ ના પડી. હાસ.... 12મુ પૂરું થયું.....
થોડા દિવસ પછી નીક્કી ના પપ્પા ના ફોન ની રિંગ વાગી ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન. નીક્કી ના પપ્પા એ ફોન ઉપાડ્યો હેલો..
સામેથી અવાજ આવ્યો તમે નીક્કી ના વાલી બોલો છો?
નીક્કી ના પપ્પા: હા હું એના પપ્પા બોલું છું.
ફોન: હું નીક્કી ના સ્કૂલ નો પ્રિન્સિપાલ બોલું છું થોડો ટાઈમ વાત થઈ શકે? નીક્કી બાબતે?..
નીક્કી ના પપ્પા ને તો થયું કે એવું શુ થયું હશે..
નીક્કી ના પપ્પા: હા જરૂર બોલો ને..
ફોન: નીક્કી 12 મા ધોરણ ની પરીક્ષા મા ચોરી કરતા પકડાઈ છે. ગાંધીનગર CCTV કેમેરા ના ફુટેજમાં આ કેદ થયું છે અને ગાંધીનગરથી ફોન આવ્યો છે. તમે જેમ બને એમ જલ્દી નીક્કી ને લઈ ને સ્કૂલે આવી જાવ.
અને આ સાંભળી ને નીક્કી ના પપ્પા ને ફળ પડી. કેમ કે નીક્કી ના પપ્પા ને ખબર અને વિશ્વાસ હતો કે મારી છોકરી ચોરી કરેજ નહીં પણ CCTV કેમેરા મા પણ આવ્યું છે તો સાચું જ હશે કે ખોટું. એ ફટાફટ ઘરે પહોંચ્યા અને નીક્કી ને બધી વાત કરી કે આમ તારી સ્કૂલ પર થી તારા પ્રિનિસિપાલ નો ફોન આવ્યો. અને નીક્કી ને ધ્રાસકો પડ્યો .. મેં ચોરી કરી જ નથી તો આ શુ બોલે છે મારા સર. અને રડું આવી ગયું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
નીક્કી અને એના મમ્મી પપ્પા નીક્કીના સ્કૂલ પર પહોંચ્યા અને પ્રિન્સિપાલ ને મળ્યા.
પ્રિનિસિપાલ એ નીક્કી ને કહ્યું કે અર્થશાસ્ત્ર ના પેપર મા તે શુ કર્યું હતું સાચે સાચું કહી દે. નીક્કી રડતી હતી અને એને બંધુ જ કહી દીધું અને પ્રિન્સીપાલ એ ફૂટેજ પણ બતાવી અને એમાં પણ એમ જ થયું. કે નીક્કી એ ચોરી નોહતી કરી એને પાછળ થી આવેલું કાગળ આગળ પાસ કર્યું... પણ આ બધું કેમેરા મા ઝડપાઇ ગયું હતું તો હવે કઈ થઈ શકે એમ નોહતું.
નીક્કી ને એટલું ખોટું લાગ્યું કે એને 1 દિવસ કાઈ ખાધું જ નઇ અને પાણી પણ નોહતું પીધું એને ઘરે આવી ને સિદ્ધો સોનુ ને ફોન કર્યો કે સોનુ તું અર્થશાસ્ત્ર ના પેપરમાં કાપલી લાવી હતી? સોનુ કહે ના હું તો કઈ નોહતી લઈ ગઈ આ સાંભળી ને નિકકીને વધુ એક ઝટકો લાગ્યો. અને એને થયું કે મારી પાક્કી બેનપણી મારા સામે આટલું ખોટું બોલી.
અને આને આ વિચાર અને કેમેરા મા જે જોયું એ વિચારી ને સાવ એમનેમ સુનમુન બેસી રહેતી હતી. અને એમ ને એમ કરતા રિજલ્ટ આવ્યું. નીક્કી સવાર મા ઉભી થઈ ને તૈયાર થઈ ને ભગવાન ને પ્રાર્થના કરી ને રિજલ્ટ જોવા સાઈટ ખોલી, એને એનો સીટ નંબર નાખ્યો. પણ................
કઈ આવેજ નહિ અને નીક્કી વધુ ગભરાણી એને ના પપ્પા ને વાત કરી કે તમે તમારા ફોનમાં જુઓ. એના પપ્પા ના ફોન મા પણ કઈ નોહતું દેખાતું , નીક્કી એ બહારગામ રહેતા એના મામા ને વાત કરી. પણ એન મોબાઈલ માં પણ બના બતાવ્યું, અને નીક્કી તો હાફળી ફફળી થઈ ગઈ અને જોર જોર થી રડવા લાગી. એના મમ્મી પપ્પા શાંત રખાવે પણ એ શાંત જ ના થાય.. પછી શુ કરવું આ વાત સ્કૂલ મા કરી અને સ્કૂલ માંથી એવું કે તમારે ગાંધીનગર કોર્ટ માં હાજર થવું પડશે.
અને નીક્કી ના પગ નીચેથી જમીન ખસી ગઈ...........
અને પછી નીકકી હવે શુ કરશે. અને એને એક અગત્ય નો કદમ ઉઠાવ્યો. જેને એની લાઈફ બદલી નાખી અને એને એક નવો સબખ શીખવા મળ્યો જે હું આગળ ના ભાગ માં કહીશ...