Farebi - 1 - Ajnabi books and stories free download online pdf in Gujarati

ફરેબી - ૧ - અજનબી

સવારે સાડા સાત નું અલાર્મ વાગ્યુ. સંજના એ અલાર્મ બંધ કર્યું . હજુ ઊંઘવા ની તો ઘણી ઈચ્છા હતી, પરંતુ લેક્ચર ચૂકાય એવું નહોતું અને તેથી ઊઠી ને ફટાફટ તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળતી જ હતી કે એની મમ્મી એ કહ્યું , " નાસ્તો કરી ને જા ! તૈયાર જ છે. "

" ના !! મમ્મી !! સાડા નવ ની બસ પકડવાની છે. મોડું થઈ જાશે !!! " કહી બસ પકડવા ભાગી ને સ્ટોપ પર પહોંચી. સ્ટોપ પર પ્રિયા એની રાહ જ જોતી હતી. એટલા માં સંજના ને યાદ આવ્યું કે એનું રિચાર્જ ખતમ થઈ ગયું છે. ત્યાં નજીક માં જ એક મોબાઈલ રિચાર્જ શૉપ હતી. ઘડિયાળ માં જોયું બસ આવવા માં હજી દસ મિનિટ ની વાર હતી.

" પ્રિયા ! હું ફટાફટ રિચાર્જ કરાવી ને આવું. " કહી
એ દોડી ને ગઈ અને શૉપકીપર ને કહ્યું ,

" પેલા અંકલ નથી આજે ? મારે ક્રેડિટ પર રિચાર્જ કરાવવા નું હતું. "
" ના! એ જરા બહાર ગયા છે. થોડા દિવસ હું જ દુકાન સંભાળવા નો છું. બોલો કેટલા નું રિચાર્જ કરવા નું છે? " કાઉન્ટર પર ઊભેલા ૨૦-૨૨ વર્ષ નાં ખડતલ યુવાને કહ્યું.

" પચાસ રૂપિયા નું ! " કહી સંજના એ મોબાઈલ નંબર આપ્યો.

" અત્યારે સર્વર ડાઉન છે. થોડી વાર રહી ને કરી દઈશ રીચાર્જ . " શૉપ કીપરે કહ્યું.

" પણ મારી કૉલેજ માટે બસ આવી જશે !! " સંજના એ કહ્યું .

" થોડીવાર રહીને રિચાર્જ કરી દઈશ. તમે ચિંતા ના કરશો " શૉપકીપરે સાંત્વના આપતા કહ્યું .

સંજના ની બસ આવી અને એ કૉલેજ માટે રવાના થઈ. થોડીવાર પછી સંજનાને મોબાઇલમાં રીચાર્જ નો મેસેજ આવ્યો . પાંચસો રૂપિયા નો . સંજના ગભરાઈ ગઈ. એની પાસે પાંચસો રૂપિયા નહોતા . એણે પ્રિયા ને વાત કરી ,
" પ્રિયા ! જો ને !!! મેં પચાસ નું મોબાઈલ રિચાર્જ કહ્યું હતું . પરંતુ મેસેજ તો પાંચસો નો આવ્યો. હવે શું કરીશ ?"

" ફાયદો થયો છે ! એમાં ટેન્શન શું લે છે ? " પ્રિયા એ એને મજાક કરતાં કહ્યું.

" ક્રેડિટ પર છે. પૈસા તો મારે જ ભરવા પડશે ને ? " સંજના એ કહ્યું. અને આખો દિવસ ચિંતા માં ‌કાઢયો.

કોલેજ થી ઘરે જતી વખતે એ ફરીએ શોપ પર ગઈ , રિચાર્જ બાબતે સ્પષ્ટતા કરવા . દુકાનદારે કહ્યું , " કંઇ નહીં તમે શું કરવા ચિંતા કરો છો ? આપણે ફરી કોઈ વાર સમજી લઈશું !!! "

" પરંતુ પછી પણ મારી પાસે પૈસા નહીં ‌હોય !!! " સંજના એ કહ્યું.

". મેં ક્યાં તમારી પાસે પૈસા માગ્યા છે ? ભૂલ મારા થી થઈ છે , હું ભોગવી લઈશ બસ ! હવે ? ટેન્શન ના લો તમે !!! " દુકાનદારે કહ્યું .

સંજના ને મન માં હાશ થઈ અને એ નિરાંતે ઘરે ગઈ. બીજે દિવસે સંજના એ મોબાઇલ શોપ પર પચાસ રૂપિયા આપવા ગઈ. એ દિવસે પણ એજ છોકરો કાઉન્ટર પર હતો . સંજના એ ફરી ચોખવટ કરી ને કહ્યું , " સોરી ! પણ મારી પાસે વધારે પૈસા નથી . "
શૉપકીપરે કહ્યું , " કાંઈ નહીં ! તમે ચિંતા ના કરો. એ હું જોઈ લઈશ.
સંજના ની બસ આવી ગઈ અને એ બસ માં ચઢી ગઈ. સહેજ આગળ ગયા પછી એના મોબાઈલ પર મેસેજ આવ્યો .

' Hi '

અજાણ્યા વ્યક્તિ નો મેસેજ આવ્યો હતો તેથી તેણે જવાબ આપવા નું ટાળ્યું. થોડી વાર માં ફરી મેસેજ આવ્યો.
' Hi
How are you '
સંજના એ મેસેજ નો રીપ્લાય ના આપ્યો. પરંતુ જ્યારે કોલેજ થી પાછી આવતાં બસ માં થી ઉતરી , ત્યારે બસ સ્ટોપ પર એ છોકરો ઉભો હતો . એણે પાસે આવી ને કહ્યું , " હાય ! "
સંજના એ જોયું તો એ મોબાઈલ શૉપ માં હતો એ જ છોકરો.
સંજના એ સ્મિત આપી ને કહ્યું ' હલો '

" તમે મારા ‌મેસેજ નો જવાબ કેમ નથી આપતા ? મને કહેવા દો ! કદાચ એટલે કે મેં મારી ઓળખાણ નથી આપી તમને !!! એટલે જ ને ? ચાલો ! આપી દઉં મારી ઓળખાણ ! ' પ્રીતમ ' નામ‌ તો સુના હોગા ! " હાથ લંબાવી ને પ્રીતમે કહ્યું.

સંજના ને હસવું આવી ગયું . " ઓહ ! તો એ તમે છો ? નંબર અજાણ્યો હતો એટલે ! " કહી સંજના ઘર તરફ ચાલતી થઈ . પ્રીતમ એની પાછળ ગયો અને બોલ્યો , " હવે તો જવાબ આપશો ને ? "

સંજના સહેજ શરમાઈ અને પોતાના ઘર તરફ ચાલવા લાગી. પ્રિયા એ સંજના ને પૂછ્યું , " આ કોણ છે ? "
" અરે ! મોબાઈલ રિચાર્જ કરાવવા ગઈ હતી ને એ જ !" સંજના એ કહ્યું.
" એવું તો નથી ને કે તું એને એટલી ગમી ગઈ કે એડવાન્સ માં રિચાર્જ ની ગીફ્ટ આપી દીધી ? દેખાય છે ય તો મસ્ત હો ! " પ્રિયા એ મસ્તી કરતા કહ્યું .
" આ દુનિયામાં હું એકલી છોકરી છું કે તેને હું ગમી જવું અને મને આમ ગિફ્ટ આપી દે? તુ પણ શું પ્રિયા ?" સંજના એ સહેજ મોઢું મચકોડતા કહ્યું.
પ્રિયા નું ઘર આવી ગયું .સંજના નું ઘર પ્રિયાના ઘર થી થોડેક જ આગળ હતું. સહેજ વાર માં એ પણ ઘરે પહોંચી ગઈ . ઘરે જઈને ફ્રેશ થઈ , એની મમ્મીને રસોઈમાં થોડી મદદ કરાવી .રાત નું જમણ લીધું અને સ્ટડી કરવા માટે બેઠી. મોબાઈલ માં મેસેજ આવ્યો .
' Hi '
હવે સંજના ને ખબર હતી કે આ પ્રિતમ નો મેસેજ છે તેથી તેણે નંબર સ્ટોર કરી દીધો. અને રિપ્લાય આપ્યો, અને સ્ટડી કરવા લાગી. ફરી મેસેજ આવ્યો.
પ્રીતમ :
' શું કરું છું ? '
સંજના :
'સ્ટડી કરું છું .'
પ્રીતમ :
' ઓહ ! જમી લીધું ?'
સંજના :
' હા '
પ્રીતમ :
' આજે તે જે ડ્રેસ પહેર્યો હતો ને એમાં તો ખૂબ જ સુંદર લાગતી હતી . તારા પર ગ્રીન કલર બહુ સરસ લાગે છે.'
સંજના :
' થેન્ક્યુ ' લખતાં એના ચહેરા પર સ્મિત ફરકી આવ્યુ.
પ્રીતમ :
' તને હું ક્યાં નામે બોલાવું ? '
સંજના :
' એટલે હું સમજી નહીં.'
પ્રીતમ :
' તમારું નામ ? '
સંજના :
' બાય ' કહી ફોન ને મૂકી દીધો.

એ દિવસે પહેલીવાર સંજના ને કોઈએ નામ પૂછ્યું તેમાં એ દિલ ના ધબકારા ચૂકી ગયી. એ મનમાં વિચારતી રહી 'ડર કેમ લાગ્યો મને ? નામ જ પૂછ્યું છે. ' છતાં મન ને વાળી ને સ્ટડી કરવા લાગી. પરંતુ સ્ટડી માં મન નહોતું લાગી રહ્યું. ઊંઘ નો પ્રયત્ન કર્યો . થોડીવાર માં ઊંઘ આવી ગઈ.
સાત વાગ્યા નું અલાર્મ વાગ્યુ અને ફરી એજ રોજ નાં નિત્યક્રમ મુજબ એ બસ સ્ટોપ પર પહોંચી. બસ સ્ટોપ પર પ્રીતમ પહેલે થી જ ઉભો હતો, કદાચ સંજના ની રાહ જોઇને જ.
પ્રિતમ : ગુડ મોર્નિંગ !
સંજના : ગુડ મોર્નિંગ!
પ્રિતમ : તમારા પર યલો કલર મસ્ત લાગે છે .
સંજના : કાલે તો કહેતા હતા ગ્રીન સરસ લાગે છે ?
પ્રિતમ : બન્ને સરસ લાગે છે તારા પર સેનોરીટા !
સંજના : મારું નામ સેનોરીટા નથી ?
પ્રિતમ : તમે તમારુ નામ બતાવ્યું જ નહીં તો મેં જ નામ રાખી લીધું . ગમ્યું નામ ?
સંજના : ના ! એના કરતાં મારું નામ સંજના નામ જ સરસ છે. !
પ્રિતમ : ઓહ ! સંજના સરસ નામ છે !
એટલા માં પ્રિયા દોડતી દોડતી આવી. " હું મોડી તો નથી પડી ને ?"
" ના ! સહેજેય નહીં ! બરાબર સમયે આવ્યા . મતલબ ! હજુ બસ નથી આવી એમ ?" પ્રિતમે કહ્યું.
પ્રિયા પ્રિતમ ને અચરજ થી જોતી જ રહી. બસ દૂર થી દેખાઈ એટલે પ્રિતમે સંજના સાથે હાથ મિલાવ્યો અને કહ્યું , " nice to meet you sanjana ! સાંજે ફરી મળીએ. " સંજના બસ માં ચઢી , પરંતુ જાણે અડધી સંજના તો ત્યાં બસ સ્ટોપ પર જ રહી ગઈ હતી. પ્રિયા એની સાથે વાત કરી રહી હતી પરંતુ એનું ધ્યાન તો ક્યાંય હતું જ નહીં.

સાંજે જ્યારે એ કોલેજ થી પાછી આવી ત્યારે પ્રીતમ બસ સ્ટોપ પર એની રાહ જોઈને ઉભો હતો. હવે આ રોજનો ક્રમ થઈ ગયો હતો. બંને ખૂબ જ ગાઢ મિત્રો અને ધીરે ધીરે એમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ . એ વાતને હવે છ મહિના વીતી ગયા હતા.
એક દિવસ સંજના નાં બર્થ ડે હતો. પ્રિતમ સંજના ને ફૂલો નાં ગુચ્છા સાથે મળવા આવ્યો , સાથે સાથે કેક પણ લઈ આવ્યો. સંજના ની ખુશી નો પાર નહોતો.

થોડા દિવસ રહી ને પ્રિતમે સંજના ને એકલા માં મળવા મનાવી જ લીધી. એક દિવસ કૉલેજ નાં બદલે સંજના પ્રિતમ ની જીદ આગળ ઝુકી ને એક હોટલ ની રુમ માં ગયી . કૉલેજ ‌ છુટવા ના સમયે સંજના બરાબર ઘરે પણ પહોંચી ગઈ. જમી ને રાત્રે પ્રિતમ ને મેસેજ કરવા લાગી. પરંતુ મેસેજ અનરીચડ આવતા હતા. સંજના ને કાંઈ જ ખબર નહોતી પડી રહી કે એ શું થઈ રહ્યું હતું. એણે કૉલ કરવા નો પ્રયત્ન કર્યો પરંતુ એનો નંબર બ્લોક થઈ ગયો હતો.

સંજના ને તમ્મર આવી ગયા. આ શું થઈ ગયું? એ કેવીરીતે શક્ય હતું ? કેટલો પ્રેમ કરતો હતો પ્રિતમ ? બની શકે એના ફોન ને કશું થયું હોય ? એમ કહી મન ને મનાવતી રહી. પરંતુ આખી રાત સૂઈ ના શકી. રાત જેમ તેમ પસાર કરી. સવારે ઉઠીને તૈયાર થઈ કૉલેજ જવા નીકળી. મોબાઈલ શૉપ પર ગઈ તો પહેલાં હતા એજ દુકાનદાર હતા. સંજના એ એમને પૂછ્યું , " અંકલ ! અહીં જે પ્રિતમ જોબ કરતો હતો એ ક્યાં છે ? "
દુકાનદાર થોડી વાર તો સંજના સામે જોઈ રહ્યા અને પછી કહ્યું , " અહીં કોઈ પ્રિતમ કામ નથી કરતો. " અને પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા. " અંકલ તમે નહોતા ત્યારે જે છોકરો હતો ને એ ?" સંજના એ કહ્યું. " ઓહ ! એ ! એનું નામ તો સ્વામી છે. "
" એ જોબ પર કેટલા વાગે આવશે ?" સંજના એ પૂછ્યું .
" એ છુટ્ટી પર છે. પંદર દિવસ પછી આવશે. " કહી દુકાનદાર બીજા ગ્રાહકો ને તરફ વળી ગયા.
" પંદર દિવસ ??? " સંજના મન માં બોલી. પ્રિયા ને ફોન લગાવ્યો.
" પ્રિયા ! ક્યાં છે તુ?" સંજના એ રડમસ અવાજે પૂછ્યું.
" બસ સ્ટોપ પર પહોંચવા જ આવી છું . શું થયું ? " પ્રિયા એ કહ્યું.
" જલ્દી આવ ને પ્લીઝ !" સંજના બોલતા જ સંજના ની આંખો માં થી આંસુ સરી પડ્યા.
" શું થયું ?" પ્રિયા દોડતી આવી અને સંજના નાં આંસુ અટકી જ નહોતા રહ્યા. મહા જહેમત થી પ્રિયા એ સંજના ને ચૂપ કરાવી. અને એને વિગતસર વાત કહેવા કહ્યું. સંજના એ પ્રિયા ને સઘળી વાત કરી.
પ્રિયા એ પોતાના નંબર થી ફોન લગાવ્યો તો પ્રિતમ ઉર્ફ સ્વામી એ ફોન ઉપાડ્યો.
સંજના એ ફોન ખેંચી લીધો અને બોલી , પ્રિતમ ! મારો નંબર કેમ બ્લોક બતાવે છે? "
" સંજના ! આપણા વચ્ચે જે કાંઈ પણ થયું ભૂલી જા. અને જો કોઈ ને વાત કરી તો તારું વિડિયો રેકોર્ડિંગ છે મારી પાસે. લીક કરી નાખીશ. " ધમકી આપી, ફોન કટ કરી નાખ્યો. સંજના ને બહુ જ મોટો શૉક લાગ્યો. ડર નાં લીધે એણે એ વાત કોઈ ને ના કહી , પ્રિયા સિવાય. એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવા ની ભૂલ એને બહુ ભારે પડી.

સંજના પાસે વાત મનમાં દબાવી રાખ્યા સિવાય બીજો કોઈ ‌ વિકલ્પ નહોતો. પરંતુ આવા સંજોગો માં થોડી અગમચેતી થી વર્તીએ તો એવું કદાચ ના થાત. પ્રિતમ ની જીદ સામે ઝુકી , તો પછી મોબાઈલ માં વિડિયો રેકોર્ડિંગ થાય છે કે નહીં એનું ધ્યાન રાખવુ જોઈતું હતું. ઘણી ખરી જગ્યા એ હોટલ માં પણ છુપા કેમેરા હોય છે. નાની અને સામાન્ય વાતો નું ધ્યાન રાખવા થી મોટી મુસીબત માં થી બચી શકાય છે.

સાયબર ગુના ની ઘટનાઓ આખા વિશ્વમાં થઈ રહી છે એકલતાનો લાભ ઉઠાવી છોકરીઓ અને સ્ત્રીઓને સૌથી વધુ નિશાન બનાવવામાં આવે છે. ગમે તે રીતે નંબર મેળવીને મેસેજ કે ફોન કરી કોન્ટેક્ટ કરીને ચાલાકીથી તેમની ભાવનાઓ જોડે રમી ને તેમનું શોષણ કરી , ગેરલાભ ઉઠાવવામાં આવે છે. આવા કિસ્સાઓ રોજ ના રોજ કેટલાય બને છે અને તેથી આ વાર્તાઓ દ્વારા જાગૃતતા લાવવાની ફક્ત એક નાની કોશિશ છે. આવી બીજી ઘણી વાર્તા ઓ હું તમારી સમક્ષ રજૂ કરતી રહીશ.





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED