દોસ્તી થી જીવનસાથી સુધી - 2 Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તી થી જીવનસાથી સુધી - 2

જો તમે આ સ્ટોરી નો આગળ નો ભાગ ના વાચ્યો હોય તો જરૂર થી વાંચજો જેથી તમને આ સ્ટોરી ને વાંચવા માં રસ પડે.

હવે વાત આગળ વધારીએ.

એક બીજા ને ખોટી સ્માઈલ આપી ને બંને અંદર જતા રહ્યા.

બંને ટ્યુશન જવા નીકળે છે.

હવે આવે છે આખા ગ્રૂપ ની વાત.

[ પ્રેમ , જિયા , સિયા , નૂર , રુદ્ર, અઝાન , જનલ ].

[ સિયા એકદમ શાંત અને મ્યુઝીક ની શોખીન. ભણવામાં ઓછો રસ. આ ગ્રુપ નુ હેલ્થી ટેડી બિયર.

અઝાન એક સ્ટાઇલિશ મુંડા. હમેશાં બીજા ની વાતો મા ટપકા મૂકી ને વાતાવરણ શાંત કરવા વાળો. મતલબ કે ગ્રુપ નો કોમેડિયન. એને હમેશા સ્ટાઈલ માં રહેવું પસંદ. ભણવા માં નોર્મલ.

નૂર સ્ટાઇલિશ , માથાભારે અને સ્કોલર. ભણવા માં હોશિયાર એટલે ગ્રુપ ની ટોપર કહેતા.

રુદ્ર કહેવાય ને કે ગ્રુપ મા એક એવું હોય જ. જે બધા ને હમેશા એક સાથે રાખે. સ્વભાવે એક દમ શાંત. ગ્રુપ નો કુલ
ડુડ.

જનલ આમ શાંત પરંતુ કાઈ ખોટું થતું હોય તો સહન ન કરે. ગુસ્સો બહુ જલદી આવી જાય. બાઈક લવર , રેસિંગ માં ફર્સ્ટ, અને લખવાનો શોખ, હમેશાં ટીપ - ટોપ રહેવા જોઈએ. ગ્રુપ નો હીરો.]

આ આખું ગ્રુપ છે. કહેવાય છે ને કે ગ્રુપ મા એક થી એક માથા ભારે ભર્યા જ હોય છે. આ ગ્રુપ માં પણ એક થી એક ચડિયાતા છે.

અઝાન : અરે, આ બંને નોટ હમેશાં લેટ કરે છે. અને પછી ક્લાસ માં પહેલા બેસવું પડે છે. હદ છે.

નૂર : લે, તો એમાં શું થઈ ગયું? એતો સારું જ કહેવાય ને. ક્લાસ માં આગળ બેસવા થી સ્ટડી માં ધ્યાન વધુ રહે છે. સમજ્યો લલ્લું રામ.

અઝાન : આ જો બોલી ભણેસરી ની દુકાન. મને ખબર જ હતી આ બધા માંથી તું એક જ છે. જે વચ્ચે બોલીશ, નવાઈ ની રેન્કર. હમમ.....

સિયા : અરે બસ કરો તમે બંને જ્યાં પણ હોય ત્યાં એક બીજા ને બોલવાનો એક પણ ચાન્સ નથી છોડતા .

રુદ્ર : એ હટેલા હવે બંધ કર તારું આ વાજુ નહિતર .......

અઝાન : નહિતર , નહિતર શું? હે, બોલતો ( એમ બોલતાં બોલતાં એક બીજા સાથે મસ્તી કરવા લાગ્યા).

જનલ : જોવો આ બંને આવી ગયા. હેલ્લો પ્રેમ અને જિયા.

પ્રેમ : હેલ્લો.

જિયા : હાય.

જનલ : આજે પાછું યુદ્ધ કરી ને આવ્યા છો કે શું?

આ સાતેય ની મિત્રતા એટલે કહેવું પડે. એકબીજા વગર ક્યાંય ચાલે નહિ.

પ્રેમ : જવાદે ને રોજ કટ - કટ - કટ.

જિયા : અચ્છા, હું કટ - કટ - કટ કરું છું કે તું ટર - ટર - ટર કર્યા કરે છે.

સિયા : આ તો રોજ નુ છે. નવાઈ શું છે એમા.

નૂર : હા સાચી વાત છે. પણ હવે ક્લાસ માં પધરામણી કરી શું કે નહિ?

બધા એ હા પાડી ને ક્લાસ માં ગયા.

આજે લેક્ચર હતો સાયન્સ નો અને એમાં પણ લેટ થઈ ગયા.

સાતેય માંથી હમેશા જનલ ને ક્લાસ માં જવા માટે આગળ રાખતા બધા. કારણકે, બાકી છ ને ખબર છે કે આ બધું સંભાળી લેશે.

જનલ : મેય આઈ કમ ઈન સર.

સર : યેસ, પ્લીઝ કમ ઈન.

પહેલા જનલ એની પાછળ નૂર, અઝાન, રુદ્ર, જિયા, પ્રેમ અને સિયા અંદર જાય છે.

સર : ઓહો, આજે આ સાત ની ટુકડી ક્યું યુદ્ધ લડી ને આવી છે. જરા જણાવશો?

છ એ જણા એક સાથે જનલ ની સામે જોયું. એટલે એ પણ સમજી ગયો આજે પણ મારે જ સાંભળવાનું છે.

જનલ : સર, એમા થયું એવું ને કે મારા એકટીવા મા પંચર થઈ ગયું હતું એટલે મોડું થયુ.

સર : સાતેય જણાં ને એક સાથે જ વાહન માં પંચર પડ્યું હતું?

જનલ : ના, સર આતો શું છે કે અમે સાતેય એક બીજા વગર ક્યાંય જતાં નથી. એટલે આ બધા મારી સાથે આવ્યા હતા.

આ સાંભળી ને આખો ક્લાસ હસવા લાગ્યો.

શું થશે આગળ આ લોકો ની લાઇફ માં ?

કેટલી ધમાલ મસ્તી આવે જાણો આગળ ના ભાગ માં.

જય શ્રીકૃષ્ણ

Thank you so much