BINDAAS GIRL PART - 1 books and stories free download online pdf in Gujarati

બિન્દાસ ગર્લ - ભાગ - ૧

પ્રકરણ-૧:- કૉલેજનો પહેલો પ્રેમ અને બ્રેક - અપ


મિત્રો હું નિસર્ગ ઠાકર આપની સમક્ષ મારા જીવનની પહેલી અને નાનકડી વાર્તા લઈ ને આવ્યો છું. મારું દસમું ધોરણ પત્યું ત્યાર બાદ લાંબુ વેકેશન પડ્યું તો હું મારા મિત્ર ની એક પુસ્તક વાંચવા લઈ ને આવ્યો અને એ શોખ ધીરે ધીરે વધતો ગયો.

બધી પુસ્તકો મેં વાંચી એમાં મે ૨-૩ લવ સ્ટોરીની પણ વાંચી. પછી મને એવી પુસ્તકો વાંચવાનો આનંદ આવવા લાગ્યો. થોડાક વાંચ્યા પછી મને વિચા આવ્યો લખવાનો તો મને આશા છે કે તમને મારી આ પહેલી અને નાનકડી રચના ગમશે.


ચાલો બહું થઈ મારી વાતો હવે વાર્તા પર આવું છું.

મિત્રો તમે મારું આ આખી વાર્તાનું શીર્ષક જોયું હશે કે શીર્ષક અંગ્રેજીમાં અને આખી વાર્તા ગુજરાતી માં પણ આમ કેહવાય છે ને અમુક શબ્દો અંગ્રેજી માં જ સારા લાગે. તેમ મારી વાર્તા શરૂ કરીએ. Bindaas Girl ( મોજીલી છોકરી).

આ વાત છે મિત્રો જ્યારે મારું અગિયારમું ધોરણ પત્યું અને વેકેશન પડ્યું. ત્યારે મારા ઘર ની જોડે રહેતી પ્રિયાને મળ્યો. મસ્તી તો એની આંખો માં ઝળકતી. એના મોઢા પર થી કોઈ દિવસ સ્મિત જાય નહીં. આમ તો મારી એ બહુ સારી અને નજીક ની મિત્ર.એ કોમર્સ કૉલેજ માં બી.કોમ ના પેહલા વર્ષ માં ભણતી હતી. ત્યારે મારે મારી લવ સ્ટોરીમાં કઈ પણ તકલીફ હોય તો હું પહેલો એને કહું અને એ મને આ વાત ની સમજણ આપી તરત જ મારી તકલીફ દૂર કરી દેતી અને બધી વાતોને લીધે અમે બધી જ વાતો એક બીજાને કહેતા.

એ મારી લવ સ્ટોરી પર હમેશાં હસતી કે આ પ્રેમ જેવું કંઈ જ ના હોય અને હું હંમેશા એને એક જ જવાબ આપતો કે જ્યારે તને કોઈ ગમશે ત્યારે બધું જ ખબર પડી જશે અને હંમેશા એ બધું હસવામાં કાઢતી અને મે એને કીધું કે તને જ્યારે પ્રેમ થશે ત્યારે તું મને યાદ કરીશ.

એક દિવસ રાત્રે આમ તૈયાર થઈ ને જતી હતી મે એને પૂછ્યું આમ તૈયાર થઈ ને કઈ બાજુ?? તો એને કીધું કે કૉલેજ માં ફ્રેશર પાર્ટી છે. ત્યાં એને એનો કૉલેજ મિત્ર લેવા આવાનો હતો તો ત્યાં એણે મને એના બેસ્ટ ફ્રેન્ડ એટલે કે એનો પાક્કો મિત્ર સ્મિત જોડે મુલાકાત કરાવી. સ્મિત જેવું નામ એવા જ ગુણ એના મોઢે થી આમ સ્મિત ઝળકતું. ત્યાર બાદ એ લોકો નીકળી ગયા પાર્ટી માં.

બીજા દિવસે પ્રિયા મને મળી તો મે એને પૂછ્યું કે કેવી રહી પાર્ટી?? મિત્રો બનાવ્યા કે નઈ?? તો એણે કહ્યું સારી રહી અને મિત્રો પણ બનાવ્યા પણ પાર્ટી મા એક જબરો બનાવ બન્યો. મે કહ્યુ શું?? તો એને કહ્યું કે બધાં પાર્ટી ની ધૂન માં હતા અને હું બાજુમાં સ્મિત જોડે ઊભી હતી. ત્યારે એક છોકરાનો મારા કપડામાં પગ ભરાતા મને ઠોક્કર વાગી ત્યારે એણે મારી સામું જોયું અને મેં એની સામું જોયું પણ ખબર નઈ એ સમયે અમે એક બીજા ને કંઇ જ બોલી ન શક્યા?? ત્યાર બાદ એ ખાલી sorry એમ કહી જતો રહ્યો. પછી એણે સ્મિત ને પૂછ્યું કે આ કોણ હતો?? સ્મિતે કીધું કે આનું નામ અમિત છે આ કૉલેજનો પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ છે. ત્યારે મે કીધું કે પ્રિયા તને પ્રેમ તો નઈ થઈ ગયો ને કે તું અમિત ને કંઇ બોલી ન શકી?? ત્યારે એણે મને કીધું કે મને અને પ્રેમ એમ કહી હસીને વાત ટાળી દીધી. પણ ત્યારે મને થયું કે આને love at a first site તો નથી થઈ ગયો ને??

પછી એણે મને એના મિત્રો અને કૉલેજની વાતો કરી.
એમાંથી એનો એક મિત્ર જેનું નામ સિધ્ધાંત હતું. એ સિધ્ધાંત આ પ્રિયાને પસંદ કરતો હતો. એ વાત બધાને જાણ હોઈ કે ના હોય એ મને નઈ ખબર પણ જે હંમેશા સિધ્ધાંત ની જોડે રેહતું હશે એને તો અંદાજો હશે. કારણ કે, એ જ્યારે પણ વાત કરતો ત્યારે એની નજર વારંવાર પ્રિયા તરફ જતી રહેતી.
અને અમે પણ વાતો કરીએ ત્યારે એ વારંવાર પ્રિયા ને જોતો. મને ખબર નઈ કે પ્રિયાને આ વાત ની ખબર હશે?? પણ મે બે - ત્રણ વખત જોયું. પછી બધા અલગ પડ્યા ત્યારે ઘરે જતા જતા મે પ્રિયાને કીધું કે આ સિધ્ધાંત તને પસંદ કરે છે?? તો એને કીધું કે ના પણ પછી એ કરતો હોય તો ખબર નઈ. પણ કેમ તું આવું પૂછે છે?? એવું એણે મને પૂછ્યું. મે એને કીધું કઈ નઈ ખાલી પૂછ્યું એમ કહી ને વાત પતાવી દીધી.

મને યાદ છે આ વાત થઈ એના ૩-૪ દિવસ પછી પ્રિયાએ મને ફોન કર્યો અને મને એણે કીધું કે નીસું (નિસર્ગ) મને સિધ્ધાંતે purpose (પ્રપોઝ) માર્યો અને હું સાંજે આવી ને વાત કરું ચલ બાય. બસ આટલું કહી ફોન મૂકી દીધો. ખબર નઈ પ્રિયાએ સિધ્ધાંતને એ જ સમયે જવાબ આપી દીધો હશે કે નઈ પણ એના કરતાં વધારે મને આતુરતા વધુ હતી કે પ્રિયાએ એને જવાબ શું આપ્યો હશે?? મને તો લાગતું જ હતું કે પ્રિયાએ સો ટકા ના જ પડી હશે પણ એ જે રીતે ખુશ થઈ ને વાત કરી રહી હતી ફોન પર મારી જોડે ત્યારે હું ગૂંચવાય ગયો.

ત્યાર બાદ સાંજ પડી અને એ કૉલેજથી પાછી ઘરે આવી ત્યારે એ ફ્રેશ થઈ અને મને મેસેજ કરી છત પર બોલાવ્યો. છત એટલે કે અમારા ઘરનું ધાબુ અમારા ચાર પાંચ મિત્રો માટે એવી જગ્યા ને જેને અમે સ્વર્ગ કહેતા. અમારા બધાની જે પણ વાત કહેતા ને આની ઉપર જ કહેતા જ્યાં કોઈ ની બીક નઈ. અમારા બંને સિવાય અમારા બીજા બે ત્રણ મિત્રો પણ હોય આ વાત માં પણ એમને એટલી બધી ખબર નહોતી. ત્યાર બાદ અમે ધાબા પર આયા અને એ સમયે તો બોસ એવી હસતી હસતી અને ખુશ થતી થતી આવે ને કે એની આજુ બાજુના બધાનાં હસતા મોઢા ફીકા પડી જાય. એ સમયે love ni bhavaai પિક્ચરનો‌ ડાયલોગ યાદ આવી ગયો કે " જયારે તમને કોઈ ગમેને ત્યારે તમને બધું ગમવા માંડે છે "

મે પૂછ્યું કે પ્રિયા શું વાત છે આજે આટલી બધી ખુશ?? મે કીધું કે ભગવાન કરે તારી આ ખુશી આવી ને આવી રહે. તો એ હસવા લાગી અને કહ્યું થેંક યું. પછી મે પૂછ્યું હા બોલ ફોન માં શું કેહતી હતી?? ત્યારે એ થોડુંક શરમાઈ અને બોલી કે આજે મને સિધ્ધાંતે પ્રપોઝ માર્યો. આખી જિંદગી માં એને પહેલી વાર શરમાતા જોઈ અને મે કીધું કે પ્રિયા તું શરમાય તું શરમાય પ્રિયા?? ત્યારે મને કહે જાને નાલાયક અને જીણું હસવા લાગી. આ નાલાયક શબ્દ તો એના મોઢામાંથી કોઈ દિવસ નીકળ્યો ના હોઈ ને તો એનો એ દિવસ સારો ગયો એવું કેહવાય જ નઈ. કોણ જાણે કોઈ ગમ્મે તેટલો લાયક હોઈ ને અને 1 દિવસ આની જોડે રહે ને તો એને આ છોકરી લાયક રેહવાની ક્ષમતા જ ઘટાડી દે અને નાલાયક બનાવી દે.

પછી મે કીધું કે એણે રુબરુ પ્રપોઝ માર્યો એણે તને?? તો એણે કીધું કે ના આમ તો સામાન્ય અમારી ફોન પર વાત થતી હતી. તો એનો મારી પર ફોન આવ્યો અને અમે રોજ વાત કરીએ એમ કૉલેજ ની વાત એને ચાલુ કરી પછી અમારી ખાસી વાત ચાલી પછી મે એને જ્યારે કીધું કે ચલ બાય પછી વાત કરું ત્યારે એને કીધું કે હું તને એક વાત કહેવા માંગતો હતો પણ મારાથી કહેવાતું નહોતું. પછી પ્રિયાએ કીધું કે હા બોલ શું વાત છે?? તો એણે થોડું ગભરાતા ગભરાતા કીધું કે પ્રિયા, I LOVE YOU! એમ કહ્યું અને આ સાંભળતા જ થોડો ગુસ્સો આવ્યો પણ મને પણ એવી ભાવના હતી થોડી એવું પ્રિયા એ મને કહ્યું. હું શું જવાબ આપું એમ વિચાર માં પડી ગઈ. હા તો તે એને સામે જવાબ શું આપ્યો?? એવું મે એને કહ્યું. પછી એણે મને જે જવાબ આપ્યો. સંભાળતાવશ મારા પગ નીચેથી તો જમીન ખસી ગઈ. પ્રિયાએ મને કહ્યું કે મે પણ પછી સિધ્ધાંતને ગભરાતાં ગભરાતાં જવાબ હા માં આપ્યો.

મે એને ફરી પૂછ્યું કે તે એણે શું જવાબ આપ્યો પ્રિયા?? તો કહ્યું કે મે હા માં જવાબ આપ્યો. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે અત્યાર સુધી હું જે છોકરી જોડે મારી પ્રેમ બાબત ની તકલીફ દૂર કરવાં જતો અને જે પ્રિયા હસીને એમ કહેતી કે પ્રેમ જેવું કંઈ જ ના હોય અને હસવા લાગતી અને આજે તે પોતે કોઈના પ્રેમ માં પડી છે. એટલું જ નહીં પાછું મને કહે કે એકલા રહેવામાં જેવી મજા છે એવી ક્યાંય નથી. એ આ વાત કરે ત્યારે હું એને કેહતો કે શું થશે પ્રિયા તારું.

મે એને કહ્યું કે શું પ્રિયા હવે કેવી ભાવના આવે છે?? એણે હસતા હસતા મને કહ્યું ભાવના?? શું ભાવના શું કહું તને કે મારી ભાવનાઓ શબ્દોમાં આવે જ નઈ હાલ એવી ભાવના છે. પાછું મે એને કીધું કે જોયું પ્રિયા કીધું તું ને કે જ્યારે તને પ્રેમ થશે ત્યારે મને યાદ કરીશ. અને મેં એને કહ્યું કે બસ આમ જ તારી આટલી સરસ ભાવનાઓ જળવાય રહે અને તું આટલી ખુશ રહે. તો એણે કહ્યું થેંક યું કહ્યું અને એટલું કહી અમે છૂટા પડયા.

પણ અફસોસ ખુશી એની જિંદગી માં બહુ ના ચાલી.
જે છોકરી હંમેશા મારી સાથે વાત કરતી એનો મેસેજ બંધ નઈ ફોન કંઈ જ નઈ. પછી વાત જાણવા મે એને ફોન કર્યો અને માટે કંઇક પ્રોબ્લેમ છે અને તું આય મને કંઇક સમજાય આગળ શું કરું?? એવું બહાનું કાઢ્યું. પેહલા તો એણે હાનાકાની કરી પણ પછી બહુ સમજાવવાથી વાત માની ગઈ. પછી હું પહોંચ્યો ધાબે અને પછી એ આવી ધાબા ઉપર ત્યાં એક વસ્તુ જોઈને હું દંગ રહી ગયો કે જે છોકરીના મોઢા પર હમેશાં ખુશી છલકાતી હતી તેના મોઢા પર ઉદાસીના વાદળો છવાઈ ગયા હતા. મારી જોડે આવી ને ઉભી રહી ગઈ. અને ધીમા અવાજે કહ્યું, બોલ શું કામ હતું?? બસ એટલું કહી આગળ કંઇક બોલ્યા વગર એ નીચું મોઢું નાખી ગુમસૂમ ઉભી રહી. પછી મે એને પૂછ્યું કે પિયુ( હું એને હુલામણા નામ થી પિયુ કહેતો ) શું થયું કેમ આટલા દિવસ થી બહું ઉદાસ ફરે છે?? તો એ કંઈ નઈ એમ કહી ને રડતા રડતા નીચે જતી રહી. મે એને બૂમ પણ પાડી પણ એ જાય રે જાય.

મને એમ કે હશે હવે એની કોઈ ફ્રેન્ડ જોડે એનો ઝગડો થયો હશે તો મૂડ નઈ હોઈ થોડાક દિવસ માં બધું સારું થઈ જશે પરંતુ આ બધું તો વધતું જ ગયું. જે છોકરી એના સોસાયટીના મિત્રો જોડે વાત કર્યા વગર રહી નહોતી શકતી તે આજે ૫ મિનિટ પણ સાથે ઉભા રહેવા તૈયાર નહોતી.

પછી એક રાત્રે મને વિચાર આવ્યો કે આ વાત હવે મારે જાણવી તો જાણવી કંઈ રીતે?? ત્યારે આ વિચારતાં વિચારતાં મારી સામે એક ચેહરો આવ્યો જે એના બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સ્મિતનો હતો. મેં ગમે તેમ કરી વાયા વાયા સ્મિતનો નંબર લીધો અને બીજા દિવસે મે એને ફોન કર્યો. ફોન પર અમારે શરૂઆત માં સામાન્ય વાતો થઈ પછી મે એને પૂછ્યું કે પિયુ ને શું થયું છે?? આટલા દિવસ થી ઉદાસ છે કોઈ જોડે વાત નઈ, નઈ મળવા આવતી?? અને સ્મિતે જે વાત મને જણાવી છે એ સાંભળીને તો હું હચમચી ઉઠ્યો એણે મને કહ્યું કે પ્રિયા અને સિધ્ધાંત વચ્ચે ઝગડો થયો તો અને એ બંને વચ્ચે બ્રેક - અપ થઈ ગયું. અને એનું કારણ પૂછવા ગયો એટલા માં તો એને ફોન કાપી નાખ્યો. કૉલેજ માં હતો એટલે મે પાછો ફોન ના કર્યો.

ત્યાર પછી સાંજે કૉલેજ થી પ્રિયા ઘરે આવી અને મે એને ફોન કર્યો કે તું ઉપર આય મારે તારી સાથે જરુરી વાત કરવી છે. એણે મને ના પાડી પણ પછી મે એને એના અને સિધ્ધાંત વાળી વાત ની જાણ કરી ત્યારે તે માની ગઈ. પછી એ ઉપર આવી અને આવી તરત જ મે એને કહ્યું કે પિયુ આટલી મોટી વાત તે અમારાથી છુપાવી. તો એ રડવા માંડી અને કહ્યું કે હું તને આવું ટેન્શન નહોતું આપવું એટલે. પછી એને મે શાંત કરી.

પછી પૂછ્યું કે આ બધું કંઈ રીતે બન્યું?? તો એને મને કહ્યું કે મને સખ્ખત ટોર્ચર એટલે કે હેરાન કરતો અને અમારી મિત્રતા તોડાવા માંગતો. કેવી રીતે?? મેં એને પૂછ્યું. તો એને કહ્યું કે મને બંધન માં રાખવા માંગતો હતો જેવું કે એવું મારે કરવાનું?? પ્રિયા તરે આમ નઈ કરવાનું, આની જોડે નઈ બોલવાનું, ત્યાં નઈ જવાનું એવું બધું કીધા કરે અને વધારે ગુસ્સો મને ત્યારે આયો જ્યારે અમારું આખું ૪-૫ મિત્રો નું ગ્રૂપ એટલે કે હું, સ્મિત, માનસી વગેરે. અમે આટલા લોકોએ પિકચર જોવા જવાનો પ્લાન બનાવ્યો. પણ સિધ્ધાંતે મને લોકો સાથે જવાની ના પાડી કે આપડે એ લોકો સાથે નથી જવું. એ બાબત પર અમારે ઝગડો થઇ ગયો અને પછી બ્રેક - અપ થઈ ગયું. કીધા બાદ એ રડવા માંડી એને શાંત કરાવ્યા બાદ એને સમજાવી અને પછી અમે છુટા પડ્યા.

થોડાક દિવસો પછી એ જ પિયુ પાછી આવી ગઈ. એ જ હાસ્ય સાથે એ જ મસ્તી સાથે હું તો એને જોઈને જોતો જ રહી ગયો. મને તો હજુ પણ સ્વપ્ન લાગે. કારણ કે પ્રેમ માં એક વખત તુટ્યા બાદ. એ ભાંગેલા માણસ માં આટલી જલ્દી પેલા જેવું જીવન કરી દેવું એ જેવી તેવી વાત થોડી છે. પછી રવિવાર આવ્યો તો અમે બધા સોસાયટીના મિત્રોએ હોટલ માં જવાનો પ્લાન બનાવ્યો. અમે રાત્રે અમે હોટેલ માં જમવા ગયા ત્યાર બાદ એને પૂછ્યું કે આટલી જલ્દી પાછું પેહલા જેવું કેવી રીતે?? એણે કહ્યું કે હું આ બાબત લઈને ઉદાસ રહેતી પછી મને કૉલેજમાં સ્મિતે સંભાળી કે ભૂલી જા પોતાનો ભૂતકાળ જે થઈ ગયું એ થઈ ગયું. એટલું જ નઈ મારા બીજા મિત્રો હતા તેમણે પણ મને કહ્યું અને સમજાવી અને મને પણ લાગ્યું કે આવું ક્યા સુધી ચાલશે?? તો ગમે તેમ કરી મારા ભૂતકાળને ભુલાવી દીધું.


પ્રકરણ-૨:- બ્રેક-અપ પછીનું પ્રિયાનું જીવન


આપડે પહેલાં પ્રકરણ માં જોયું એમ બધું પતી ગયું. બધું પહેલાં જેવું થઈ ગયું. પાછું પીયુની મસ્તી કોઈ પ્રેમ બાબતે રડતું હોઈ તો એની પર હસવું અને પાછો એનો જીવનમંત્ર "એકલાં રહેવામાં જેવી મજા છે એવી કયાંય નાંથી" પણ પાછો એના મોઢા પર દેખાવા માંડ્યા. પછી અમે જ્યારે પણ મળતાં ત્યારે મારું એની એક વાત પર હંમેશા ધ્યાન જતું એ વાત અમિતની હતી. હાં, એ જ અમિત જેની કોલેજની ફ્રેશર પાર્ટીમાં પ્રિયા સાથે ટક્કર થઈ હતી અને જે કૉલેજનો પ્રેસિડેન્ટ હતો. અમે જ્યારે પણ મળતાં અને વાત કરતા ત્યારે પિયુનાં મોઢામાંથી એનું વધારે પડતું જ નામ નીકળતું હોય. મને થયું કે લાય હું એને પૂછી લઉં પણ એ સમયે મને એનો ભૂતકાળ યાદ આવી જતો અને હું એને એના ભૂતકાળ માં લઇ જવા નહોતો માંગતો.

પછી પીયુના બધા કૉલેજના મિત્રો ભેગા થઈ ફરવા જાય અને કૉલેજ માં જે કંઈ પણ થયું હોય એ બધું પિયુ મને ઘરે આવીને કહેતી. હું મોટેભાગે એના બધા મિત્રોને ઓળખું. એમાં માનસી , સ્મિત અને સિધ્ધાંત ને તો તમે ઓળખો જ છો. આ બધું આમ જ ચાલતું રહેતું.

પછી મારું વેકેશન ચાલતું હોવાથી મે કમ્પ્યુટર ક્લાસ ચાલું કર્યા. તો મારો મોટાભાગનો સમય એમાં જ જતો રહેતો. એક દિવસ ની વાત છે જ્યારે હું ક્લાસિસ માં હતો ત્યારે પિયુનો મારી પર ફોન આવ્યો. ક્યાં છે તું?? મારે તને મળવું છે હું એને શ્વેતા ધાબા પર છે આય જલ્દી. શ્વેતા અમારી સાથે અમારી સોસયટીમાં રહેતી હતી. એ મારી અને ખાસ કરીને તો પિયૂની ખૂબ જ સારી ફ્રેન્ડ. પણ એ સમયે હું ક્લાસિસ માં હતો એટલે હું એમને મળવા કેમનો જવ તો એ સમયે મે એને કીધુ કે હું હમણાં નઈ આવી શકું ક્લાસમાં છું. તો પિયુએ કહ્યું કે સારું પણ જેમ બને એમ વહેલા આવવાની કોશિશ કરજે. તો મે ચોક્કસ કહી ફોન મૂકી દીધો. પછી કલાક ની આસપાસ હું ક્લાસિસમાંથી રાજા લઈ ઘરે પહોંચ્યો. ત્યાં મે પિયુ ને ફોન કર્યો ક્યાં છે તું?? તો એણે કીધુ કે હું અને શ્વેતા ધાબા પર બેઠા છે. તો હું ડાયરેક્ટ ધાબા પર ગયો. ત્યાં જઈ ને મે પૂછ્યું બોલ પિયુ શું કામ હતું?? તો અમને કહે કે કેવી રીતે કહું હું કહીશ ને તો તમે હસસો. ત્યારે શ્વેતા ગુસ્સે થઈ ને બોલી બોલ ને યાર. પછી મારી સામે જોઇને મને કહે કે મને અહીંયા ક્યારની બેસાડીને રાખી છે. પછી એણે અમને કહ્યું છે બોસ એ સાંભળીને હું અને વિશ્વા ક્યાંય સુધી એની સામે જોયા જ કરીએ.

એણે એમને કહ્યું કે અમિતે મને પ્રપોઝ માર્યો. અમે એની સામું જોયા જ કર્યું તો અમને કહે શું જોયા કરો છો?? ખરેખર સાચું કહું છું. આ સાંભળી હું અને શ્વેતા હસવા લાગ્યા. ત્યારે પિયુ કે જોયું મે તમને કહ્યું તું ને કે તમે હસવા માંડશો જાવ તમારી સાથે તો વાત જ કરવી બેકાર છે એટલું કહી એ નીચે જવા લાગી. ત્યારે અમે એને રોકી અને કહ્યું સોરી, મેં કીધુ તો... તે.... જવાબ.... શું આપ્યો? તો એણે કહ્યું કે એ સમયે મેં એને કંઇજ જવાબ ના આપ્યો. તો એટલા માં શ્વેતા બોલી કે એ બધું છોડ આ બધું ચાલુ કેવી રીતે થયું?? આ બધું સાંભળી પિયુ એ કહ્યું કે મને ખબર છે કે તમારા મનમાં ઘણા બધા સવાલો છે. તો મને માફ કરજો હું અત્યારે એના જવાબ નઈ આપી શકું. મારે થોડુક કામ છે. તો હું અત્યારે જાઉ છું આપળે મોડા મળીયે ત્યારે વાત કરીશ. આટલું કહી અમે છૂટાં પડ્યાં. પછી મે એને રાત્રે જમ્યા પછી ફોન કર્યો તો એણે કહ્યું કે હમણાં આપડે આંટો મારવા જઈએ છે ત્યારે વાત કરીશ. પછી હું, શ્વેતા અને પિયુ અમે ત્રણ આંટો મારવા નીકળ્યા. અમે થોડાક આગળ ગયા અને ત્યાં બકડાં ઉપર બેઠા. ત્યાં મેં એને પૂછ્યું કે હવે બોલ આ બધું ક્યારથી ચાલતું હતું??

એણે એમને કીધુ કે આ બધું ક્યારનું નહોતું ચાલતું. તો?? અમે પૂછ્યું. પિયુએ કહ્યું કે જ્યારે મારું અને સિદ્ધાંતનું બ્રેક - અપ થયું હતું ત્યારે કૉલેજ કેંટીનમાં હું ઉદાસ બેઠી હતી અને થોડુંક રડતી પણ હતી ત્યાં અમિત આવ્યો. ઉફ્ફ કૉલેજ કેંટીન જે પણ કોલેજીયન હશે એમને તો ખબર જ હશે. કૉલેજ કેંટીન એટલે કેહવા જઈએ ને તો કૉલેજ ની જન્નત. એ એવી જગ્યા છે ને કે જ્યાં લોકોના બ્રેક - અપ, પેચ - અપ, પ્રેમમાં કોઈની હા તો કોઈ ની ના, એ ત્યાં લોકો સાથે ઝગડવું અને પાછા ગળે પણ મળવું, નવા મિત્રો બનાવવા, મિત્રો સાથેની કેંટીન મસ્તી અને બીજું ઘણું બધું.

ચાલો હું પ્રિયાની વાત પર આવું છું. એ મારી પાસે આયો અને મને ચૂપ કરાવી અને મને પૂછ્યું કેમ રડે છે?? કૉલેજમાં કોઈએ કશું કીધુ કે હેરાન કરી?? કોઈ સાથે ઝગડો થયો?? આમ પૂછતો હતો તો મેં ના પાડી અને કહ્યું કશું જ નથી થયું. તો એણે વારે ઘડીએ પુછવા પર મે કિધુ કે સિધ્ધાંત જોડે બ્રેક - અપ થઈ ગયું. પછી એણે મને શાંત કરાવી અને અમે એક બીજાને નંબર આપ્યા. ત્યારથી અમે સારા મિત્રો બન્યા અને અમારી વાતો ચાલુ થઈ. કોલેજની બહાર પહેલી વખત જો અમારી મુલાકાત થઈ તો એ માનસીના ઘરે. પહેલે થી જ એને સારી રીતે ઓળખતી હતી. અમે લોકો બેઠા હતા અને ત્યાં અમિત આવ્યો.

આ બધી વાતો ચાલતી જ હતી કે ત્યાં મારા ફોને એમાં ભંગ પાડ્યો. એક વાર ફોન આવ્યો તો મે ફોન કાપી નાખ્યો અને પાછો બીજી વાર આવ્યો ત્યારે પિયુએ કીધુ કે વાત કરી લે પછી આપડે વાત કરીએ. મારી ફોન માં વાત બઉ ચાલી અને મોડું થઈ ગયું હતું એટલે અમારી વાત અધૂરી રહી અને અમે ત્રણ પાછા ઘરે આવી ગયા. પછી અમારા ત્રણ ની કોઈ પણ વાત ના થઇ કારણ કે મારે કમ્પ્યુટર ક્લાસિસ, પિયુ ને એનું ટ્યુશન અને શ્વેતા એણે કામમાં વ્યસ્ત થઈ ગઈ. પછી હું એક દિવસ હું ક્લાસીસમાં થી હું વહેલો ઘરે આવી ગયો. અમે લોકો મળીયે પણ લાંબા સમય માટે નહી તો અમારે એ બાબતે કોઈ વાત ના થઇ. તો માટે વાત જાણ્યા વગર રહેવાયું નઈ તો હો એના ટ્યુશન ગયો અને નીચે બેઠો રહ્યો. ત્યાં એ છૂટી અને એણે મને જોયો. એટલે એ અને એની ફ્રેન્ડ મારી પાસે આયા. ત્યાં એણે મને એની બાળપણની મિત્ર હેલી સાથે મુલાકાત કરાવી. હેલી પિયુ ના ઘરે આવતાં ઘણી વાર જોતી પણ ઓળખતો નહોતો.

પછી અમે સામાન્ય વાતો કરી. હેલી હરખની ઘેલી. આ બાબત એણે બરાબર શોભતી. કોઈ પણ વાત કરીએ તો એ વાતનો એણે એટલો હરખ આવી જતો કે ના પૂછો વાત. પછી મને પિયૂએ કહ્યું કેમ આજે અહીંયા બેઠો છું?? મે કિધુ કે પેલી વાત આપડી અધૂરી રહી ગઈ તી ને મારાથી વાત જાણ્યા વગર રહેવાયું નહીં તો હું આયો ગયો. એણે કીધુ કે એ વાત અત્યારે થોડી કહું યાર. તું એક કામ કર હું અને હેલી રાત્રે બહાર જવાના છે તો તું પણ અમારી સાથે આવજે ત્યારે આપણે વાત કરીશું. આટલી વાત પછી ત્યાંથી હેલી એના ઘરે ગઈ અને હું ને પિયુ ઘરે આવી ગયા. રાત્રે એનો મારી પર ફોન આવ્યો કે ચલ આપડે જવાનું છે તો હું બહાર આવ્યો. એની સાથે શ્વેતા પણ ઊભી હતી તો અમે ત્રણ ચાલતા નીકળી ગયા. જતા જતા મે પૂછ્યું જવાનું છે ક્યાં?? તો કે નવું પિઝ્ઝા પોઇન્ટ ખુલ્યું છે ત્યાં. એક વાત કહી દઉં કે અમે ત્રણ ખાવાના બહું શોખીન. ગમ્મે તેવી રેસ્ટોરન્ટ કેમ ના હોય પણ એક વાર તો જવાનું જ અને હોય કેમ નઈ અમદાવાદી ખરા ને. પછી ત્યાં અમે અડધે રસ્તે પહોંચ્યા અને ત્યાં હેલી મળી. પછી અમે ચારેય જણા પિઝ્ઝા પોઇન્ટ માં પહોચ્યા.

ત્યાં જઈને અમે ઓર્ડર આપ્યો. પછી અમારી સામાન્ય વાતો ચાલી અને મેં પિયુને કહ્યું કે આપડી અધૂરી વાત તો કે. એણે પછી કહેવાનું ચાલું કર્યું કે, માનસી અમિતને ઓળખતી જ હતી તો અમારી જ્યારે પણ મુલાકાત થાય તો માનસીના ઘરે જ થાય. પછી અમે સામાન્ય રીતે જેમ મળતાં હું, માનસી, સિધ્ધાંત અને ત્યાં અમિત પણ હોય. મને માનસીના ઘરે તરસ લાગી તો હું ઊભી થઈને રસોડામાં ગઈ ત્યાં મારી પાછળ અમિત પણ આવતો હતો પણ પછી અડધેથી પાછો વળી ગયો. એ વાત પર મારું ધ્યાન ગયું પણ મેં ત્યારે કંઈ વધારે વિચાર્યું નહીં. એટલામાં અમારો પિઝ્ઝા નો ઓર્ડર પણ આવી ગયો અને અમે ખાતા ખાતા વાત ચાલું કરી. પિયુએ કહ્યું પછી અમે બહાર આંટો મારવા ગયા ત્યારે અમિત મારી એકટીવા પાછળ બેઠો હતો. અમે જતા હતાં ત્યાં ધીરે રહીને એણે મારા કાન પાસે આવીને મને " I LOVE YOU " કહ્યું. એ સમયે મારા એક્ટિવા ની બ્રેક વાગી ગઈ અને મેં એક્ટિવા સાઈડ માં ઉભું રાખ્યું. અરે એની એક્ટિવા ની બ્રેક શું વાગી ગઈ અહીંયા અમારા મોઢા ખુલ્લા રહી ગયા જાણે અંદરથી ખાધેલો પિઝ્ઝા બહાર ના પાડી જાય. પીયુએ
કહ્યું કે અરે એ સમયે તો નહિ હું કશું બોલવા તૈયાર કે નહીં એ કશું બોલવા તૈયાર બસ અમે એકબીજાના સમે જોયા જ કર્યું.

એ સમયે તો મારા મનમાં સવાલોનું તો જાણે પૂર આવી ગયું. કૉલેજ પ્રેસિડેન્ટે મને પ્રપોઝ માર્યો?? જે છોકરા પર મોટાભાગની કૉલેજ ની છોકરીઓ મરતી હતી એણે મને પ્રપોઝ માર્યો?? એણે મારામાં એવું તો શું જોયું?? શું એણે ખરેખર મને પ્રપોઝ માર્યો છે કે મસ્તીમાં?? વગેરે ને વગેરે. મે એને પાછું પૂછ્યું પણ ખરા કે અમિત તું મસ્તી તો નથી કરી રહ્યો ને?? ના પ્રિયા હું મસ્તી નથી કરી રહ્યો " I REALLY LOVE YOU " શું તું મારા જીવનનો એક ભાગ બનવા માંગીશ?? એ સમયે મને થયું કે હું હા કહી દઉં પરંતુ ભૂતકાળમાં બનેલ બનાવને લીધે મારું મન નહોતું માનતું. તો મે એને કહ્યું કે હમણાં હું તને કંઈ જ કહી શકુ તેવી હાલત માં નથી તો સારું રહેશે આપનો કાલે વાત કરીએ. પછી અમે માનસીના ઘરે ગયા એને ઉતારીને હું પાછી ઘરે આવી ગઈ. હું રાત્રે ઘરે આવી ત્યારે મને ઊંઘ જ ના આવે વારંવાર એ જ વિચાર આયા કરે. પછી મે સ્મિતને ફોન કર્યો. મેં એને આ બધી વાત કરી. એણે એવું કહ્યું કે જો બકા હવે ભૂતકાળને ભૂલી જવાનું જે થઈ ગયું એ થઈ ગયું બહું વિચાર્યા નઈ કરવાનું પણ પછી તારી મરઝી. પછી મે કિધુ સારું ચલ સવારે કૉલેજમાં મડુ. તો એને કહ્યું હા ચલ બાય આટલું કહી ફોન મૂક્યો. મારી આખી રાત બસ આજ વિચારમાં નીકળી ગઈ કે હું એને હા કહું કે ના??

સવારે હું કૉલેજ ગઈ તો એ ત્યાં ગેટ આગળ જ ઉભો હતો. પણ હું એની સામે જોયા વગર ક્લાસમાં જતી રહી. ખબર નઈ કેમ પણ હું એની નજરમાં નજર ના પરોવી શકી. પછી હું સ્મિત જોડે ગઈ તો એણે એવું કીધુ કે શું વિચાર કર્યો પછી?? તો મેં કહ્યું કે યાર ઈચ્છાતો છે હા કહેવાની પણ મારું મન નથી માનતું. તો એને કહ્યું કે કઈ નઈ હજું ચાર દિવસ છે જ તારી જોડે કારણકે કૉલેજ માં ચાર દિવસ ની રજા છે તો વિચારજે અને પછી કૉલેજ થી અમે છુટા પડ્યા. હું ઘરે આવી ગઈ અને પછી અમિતના ફોન આવે ટેક્સ્ટ મેસેજ આવે. પછી મે ફોન ઉપાડ્યો અને મેં એને કહ્યું તું મને કૉલેજમાં રુબરુ મળજે ત્યારે આપડે વાત કરીશું.

રજાઓ પત્યા પછી પાછી કૉલેજ ચાલુ થઈ. કૉલેજમાં અમિતનો ફોન આવ્યો કે હું તારી કેંટીનમાં રાહ જાઉ છું ત્યાં આય. તો હું કેંટીનમાં ગઈ ત્યાં એ બેઠો હતો અને હું એની પાસે જઈને હું બેસી ગઈ. પછી એણે મને પૂછ્યું કઈ મંગાવું?? મે કિધુ કે ના. પછી એણે પૂછ્યું કે હવે બોલ તારો જવાબ શુ છે?? હું એને શું કહું હજી વિચારમાં હતી કારણકે હજી મારું મન નહોતું માનતું. પણ છેવટે અચકાતા અચકાતા હા પાડી. અને એ ખુશ થઈ ગયો અને એણે મારો હાથ પકડી લીધો અને કહ્યું " THANK YOU " મારી જિંદગીનો એક ભાગ બનવા માટે. પછી હું ત્યાંથી નીકળી અને ડાયરેક્ટ સ્મિત પાસે ગઈ અને એને આ વાત કરી તો એ પણ ખુશ થઈ ગયો અને એણે મને " CONGRATULATIONS " કહ્યું તારી નવી જિંદગીની શરઆત થઈ એટલે. ઘરે આવીને મે ડાયરેક્ટ તને ફોન કર્યો.

આમ આ બધી વાત કરી અમે રેસ્ટોરન્ટમાંથી છુટા પડ્યા. હેલી ત્યાંથી એના ઘરે ગઈ અને અમે ત્રણ પાછા ઘરે આયા. પછી પાછું હતું એમ અમે વ્યસ્ત રહેવા માંડ્યા. હા અમે રાત્રે અડધો કલાક તો અડધો કલાક મળતાં જરૂર. અમે મળતાં ત્યારે સ્મિત કાં તો માનસી અથવા હેલી જોડે મુલાકાત જરૂર થઈ જતી. બસ પછી અને જ્યારે પણ મળતાં ત્યારે એની અને અમિત ની જ વાતો હોઈ અને એ આ બધી વાતો કરતા એટલી ખુશ થઈ ને બોસ શું કહું તમને?? એમાં હું અને શ્વેતા અમિતના નામ પર એની બહુ મજાક ઉડાવતાં અને એ એવી અકળાય જતી ને. અને એના મોઢામાં બસ એક જ શબ્દ હોય જાને નાલાયક અને આ શબ્દ બોલ્યા વગર કોણ જાણે એનો ગુસ્સો શાંત જ ના થાય.

પછી રવિવાર આવ્યો એટલે હું ધાબા પર બેઠો હતો અને ત્યાં પિયુ અને હેલી આયી અને થોડીક વાર રહીને શ્વેતા પણ આવી. પછી અમારે સામાન્ય વાતો ચાલતી હતી. ત્યાં મે પિયુને પૂછ્યુ કેવું ચાલે?? તો કહ્યું કે મસ્ત ચાલે છે. પછી મને કહ્યું કે અમે સામાન્ય રીતે ગ્રુપમાં જ મળીયે અને એક દિવસ મળ્યા તો અમે થોડાક બધા થી દૂર બેઠા આમ તો બધાને ખબર જ હતી તો પણ. તો મેં એને પૂછ્યું કે તે કોલેજની આટલી બધી છોકરીઓમાંથી મને જ કેમ પસંદ કરી?? અને એવું તો શું ગમ્યું મારામાં?? તું જ્યારથી કૉલેજમાં આવી છે અને મે તને જ્યારથી જોઈ છે ને ત્યારથી મારા બિઝનેસ માં પ્રોફીટ પણ વધી ગયો છે અને હું કૉલેજનો પ્રેસિડેન્ટ પણ બન્યો છું અને આ બધી છોકરીઓમાં તું અલગ જ તારી આવે ને એનું કારણ આ તારું હાસ્ય છે અને આ હાસ્ય જ તું બધી છોકરીઓમાં તું વધુ ગમે છે એનું કારણ છે. તું જે નાની નાની વાતો માં પણ હાસ્ય શોધી લે છે ને એ મને વધુ ગમે છે.

કાશ આ બધું આમ જ ચાલતું રહેતું પણ કોણ જાણે ઈશ્વરને આ મંજૂર નઈ હોય. એક દિવસ હું ઘરે હતો અને મારા પર પિયુનો ફોન આવ્યો અને મે ઉપાડ્યો તો હેલીનો અવાજ સંભળાયો મને કહે કે, " હેલ્લો, હું હેલી બોલું. " મે કિધુ કે બોલ. તો હેલી મને કહે કે તું જલ્દી ધાબા ઉપર આય હું અને પ્રિયા બેઠા છે અને પ્રિયા રડે છે તો આય જલ્દી. તો મે કિધુ કે હા હું આવું છું. હું ઉપર જતો હતો ત્યાં મને શ્વેતા મળી તો મેં એને આ બધી વાત કરી. તો એ પણ મારી સાથે આવી. અમે ઉપર ગયા તો ત્યાં પિયુ રડતી હતી અને હેલી એને ચૂપ કરાવતી હતી. અમે ગયા અને પિયુ પાસે મેં જઈને કીધુ કે શું થયું પિયુ કેમ તું આટલું રડે છે?? તો કંઇજ કીધુ નઈ અને બસ રડ્યા જ કરે. પછી હેલીએ અમને કહ્યું કે, એ આજે ટ્યુશનમાંથી છૂટી અને મને મળી ત્યારથી ઉદાસ થઈ ને રડવા લાગી અને હું પણ એની જોડે અહીંયા આવી અને ક્યારની એને પૂછું છું પણ એ કંશું જ કહેવા તૈયાર નથી. એટલે પછી તને મેં ફોન કર્યો. પછી મેં એને કહ્યું પિયુ બોલને શું થયું?? તો પણ કંઈ જ ના બોલે તો મેં સ્વેતા જોડે પાણી મંગાવ્યું અને આપ્યું પછી એણે ચૂપ કરાવી અને કીધુ બોલ ને પિયુ નહીં તો તને આપડી મિત્રતાના સોગંધ. તો એણે મને કહ્યું કે મે ખોટા માણસને મારી જિંદગીનો ભાગ બનાવ્યો. હું સમજી ગયો કે પિયુ અને અમિત વચ્ચે કંઇક બન્યું છે. મને વિચાર આવ્યો કે શું પ્રિયા સાથે એનો ભૂતકાળ પાછો તો નઈ બન્યો ને?? ભગવાન કરે કે આવું ના બન્યું હોય.

આવા વિચાર આવતા હતાં. ત્યાં શ્વેતા બોલી પિયુ આખી વાત કરને. તો પિયુએ આખી વાત કરતા કહ્યું કે, એક દિવસ અમે બધાં કૉલેજ માં બેઠા હતા અને ત્યાં અમિત પણ અમારી જોડે બેઠો હતો. અમે બધા વાતો કરતાં હતાં અને ત્યાં શીફા આવી. તમે શિફાને નઈ ઓળખતા હોય તો એ અમિતના જીવન માં મારા કરતાં પણ પહેલા આવેલી છોકરી. અમિત જેને પ્રેમ કરતો હતો. અમારી પાસે આવી અને એ સમયે એ નશાની હાલત માં હતી અને એ અમિતનો હાથ પકડી એને એની જોડે લઈને ગઈ. થોડી વાર પછી અમિત મારી પાસે પાછો આવ્યો અને એ પણ નશાની હાલતમાં સમયે મને એવો ગુસ્સો આવ્યો કે આને બે લાફા મારી દઉં બધા હતા અને પણ નશાની હાલત માં હતો એટલે મેં મારો ગુસ્સો કાબૂમાં રાખ્યો. પછી મે એને વધારે કજ ના કહ્યું બસ એટલું કીધુ કે તું શીફાથી દૂર રહેજે અને નશો પણ કરવાનું બંધ કરી દેજે. એણે કહ્યું sorry હવે આવું નહીં થાય.

પછી એક દિવસ તો હદ્દ જ થઈ ગઈ. અમે બધાએ હોટેલમાં જમવા જવનો પ્લાન બનાવ્યો. તો અમે ગયા ત્યાં હોટેલમાં ત્યાં શીફા પણ આવેલી હતી તો અમિત મારી જોડે બેસવાને બદલે ની જોડે બેસી ગયો અને એને જઈને કહે બોલ શું ઓર્ડર કરવો છે?? આ જોઈને હું ઉભી થઈને જતી હતી ત્યાં સ્મિતે મને રોકી કે છોડને એને એના લીધે આપડે પોતાનો મૂડ શું કરવા ખરાબ કરીએ. અને અમે બધા જમીને જતા હતા ત્યાં અમિત અમારી જોડે આવ્યો અને મેં એને જતા જતા એને પૂછ્યુ કે તું આવું કેમ કરે છે?? તો એણે મને એમ કીધુ કે હું પ્રેમ તમને બંને ને કરું છું પણ ફરક એટલો છે કે હું તારી સાથે લગ્ન કરી તને મારા જીવન ની એક ભાગ બનાવવા માંગુ છું. એવું શક્ય જ નથી એવું પ્રિયા એ કીધું કાં તો એ કાં તો હું.

આટલું કીધુ પછી એની આંખો પાછી ભરાઈ ગઈ. પછી મે એને કીધુ કે સ્મિતને ફોન કર પછી એણે ફોન કર્યો. પછી મે સ્મિત જોડે વાત કરી અને મેં કીધું કે આજે કૉલેજ માં શું થયું એ તો તને ખબર જ હશે?? તો એણે કીધુ કે હા કેમ?? અને પ્રિયા ક્યાં છે?? તો મેં એને કીધુ કે આ વાત ને લીધે ટ્યુશન થી આયી ત્યારથી રડે છે અને એણે હમણાં અમને વાત કરી. એટલે હવે શું કરવાનું છે?? તો એણે કહ્યું કે હું આવું છું પછી વાત કરીએ. થોડી વાર રહીને સ્મિત આવ્યો પછી એણે પિયુને સમજાવી અને એ શાંત થઈ. પછી સ્મિતે કહ્યું કે હવે એની જોડે એના જેવા જ થવું પડશે. એટલે હું સમજી નઈ?? એવું પિયુ કહ્યું. તો સ્મિતે કહ્યું કે તને વિશ્વાસ છે ને મારી પર?? તો પિયુએ કહ્યું કે હા યાર કેમ નઈ આંખો બંધ કરીને પણ તારી પર વિશ્વાસ મૂકી શકું છું. thank you એમ સ્મિતે કહ્યું. પછી કહ્યું કે હવે પ્રિયા કૉલેજમાં આપડા બંનેનું ચક્કર ચાલતું હોઈ એવું નાટક કરીશું. એને આપડે જલન મહેસૂસ કરાવીશું. તો પ્રિયા એ કહ્યું આનાથી બધું સરખું થઈ જશે?? સ્મિતે કહ્યું વિશ્વાસ રાખ પ્રિયા બધું જ સરખું થઈ જશે. પ્રિયાએ કહ્યું સારું.

પછી બીજા દિવસે પ્રિયા કૉલેજ ગઈ. પછી સાંજે અમે ભેગા થઇએ ત્યારે પિયુ અમને બધું જ કહે. એણે એમને કહ્યું કે આજે અમે કૉલેજ માં ગયા તો હું અને સ્મિત બંને બેઠા હતા અને ત્યાંથી અમિત જતો હતો અને અને ત્યાં નાટક ચાલુ કર્યું. તો ત્યાંથી અમિત પાછી જતો રહ્યો. બસ આવું બે ત્રણ દિવસ એ લોકોનું નાટક ચાલ્યું. પછી એક દિવસ પ્રિયાએ મને અને શ્વેતાને ધાબા ઉપર મળવા બોલાવી. અને અમે પહોંચ્યા ત્યાં તો પ્રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. અને અમે શાંત કરાવી તો પણ શાંત ના થાય. પછી મેં એના ફોનમાંથી હેલીને ફોન કર્યો. એને બધી વાત કરી અને બોલાવી તો તરત આવું છું કહી ફોન મૂક્યો. પછી એ વિહિકલ લઈને આવી ગઈ. પછી એ ઉપર આવી અને પ્રિયાને ચૂપ કરાવી અને પૂછવા માંડી કે પ્રિયા શું થયું?? કેમ આટલી બધી રડે છે?? કોઈને કશું જ કહેવા તૈયાર નહોતી. પછી મે કિધુ કે પિયુ તું કઈ કે તો અમને કંઇક ખબર પડે અને કંઇક કરીએ. પછી એણે રડતા રડતાં કહ્યું કે શું મારાં જ કંઈ ખાની છે કે બધા મારી જોડે આવું કરે છે અને બધા મારાથી દૂર થઈ જાય છે?? અને પાછી એ રડવા લાગી. પછી શ્વેતાએ અને હેલીએ કહ્યું. કે તું કેમ આવી વાત કરે છે?? અમે છે ને ચૂપ થઈ જા. મને ખ્યાલ તો આવ્યો કે આને કૉલેજ માં પાકું કંઈ થયું.

તો એને વારંવાર પૂછ્યા બાદ કહ્યું કે, આજે કૉલેજમાં અમે બધા મળ્યા હતાં. ત્યાં સ્મિત મારા ફોનમાંથી
ફોટા લેતો હતો ત્યાં અમિત નશામાં હતો અને મારી પાસે આવતો હતો એટલે અમે નાટક કરતા હતા એટલે મે સ્મિતને કહ્યું કે રહેવા દે જાન તને નઈ મળે. ત્યાં અમિત નશાની હાલતમાં હતો એટલે એણે સ્મિતનો કોલર પકડ્યો અને મનફાવે તેમ બોલવા માંડ્યો. હું એ ને સમજાવતી હતી તો પણ મારી કંઈ પણ વાત સાંભળવા તૈયાર નઈ. પછી સ્મિત થી રેજવાયું નઈ એટલે એણે મારી સામું જોયું અને અમિત ને લાફો માર્યો પછી બંને વચ્ચે મારામારી ચાલુ થઈ ગઈ. પછી મે ગમ્મે તેમ કરી ને છુટા કરાવ્યા અને સ્મિતને મારા સોગંધ આપી જવા કહ્યું એટલે સ્મિત જતો રહ્યો.

આટલી વાત પતી પછી સ્મિત આવ્યો અને પ્રિયા ને રડતા જોઈને બોલ્યો કે મને ખબર જ હતી. એટલે જ હું આવ્યો. પછી એણે પ્રિયાને ચૂપ કરાવી પછી એને પૂછ્યું કે હું ગયો પછી અમિતે કઈ કીધુ કે કંઈ કર્યું નહોતું ને?? તો પ્રિયાએ કહ્યું કે ના એવું કંઈ જ કર્યું નહોતું તો મે એને તર ગયા પછી પૂછ્યું કે તારે શું કરવું છે બોલ?? કાં તો શીફા કાં તો હું?? તો એણે કહ્યું કે મને બંને જોઈએ છે. પણ મે એને કહ્યું કે બંને નઈ કોઈ પણ એક અને આટલા સમયથી તને કહું છું તો તને મારી અસર થતી નથી. પછી અમારે આ બાબત પર ઝગડો થઈ ગયો. અને મેં એની જોડે બ્રેક - અપ થઈ ગયું.

આટલું કહી એ રડવા માંડી. પછી સ્મિતે એણે ચૂપ કરાવી અને કહ્યું કે હશે પ્રિયા જે થયું એને ભૂલી જા. પછી એને સમજાવી ને અમે બધા છુટા પડ્યા. પછી ૮-૧૦ દિવસ સુધી એને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ એને ફોન જ ના લાગ્યો અને મેં સ્મિતને ફોન કર્યો તો એમે પણ કહ્યું કે મારે પણ એનો ફોન નથી લાગ્યો. કૉલેજ પણ નઈ આવતી હું તમે ફોન કરવાનો જ હતો અને તારો ફોન આવ્યો. કંઈ નઈ હું સાંજે આવું છું પછી વાત કરીએ. પછી સાંજે આવ્યો તો અમે બંને ધાબા પર ગયા ત્યાં પહેલેથી જ હેલી બેઠેલી હતી. પછી એમે બધાએ વાત કરી એને તો એણે કહ્યું કે મે બધાના નંબર બ્લેકલિસ્ટ માં નાખી દીધા હતા. અને બધી સાઈટ પર બ્લોક કરી દીધા હતા. પછી અમે બધાએ કહ્યું કે એમાં અમારો શું વાંક?? અમારી સાથે કેમ આવું કરે છે?? તો એણે કહ્યું કે એ સમયે મને ખબર જ નહોતી પડતી કે હું શું કરું અને શું નઈ?? પછી બધાને એણે સોરી કીધુ.

પછી ધીરે ધીરે બધું જ પેહલા જેવું થવા લાગ્યું. એ મસ્તી વાળી અને આખો દિવસ હસતાં મોઢા વાળી છોકરી પ્રિયા પાછી આવવા માંડી. ધીરે ધીરે એ એના ભૂતકાળને પણ ભૂલવાનો પણ પ્રયત્ન કરતી રહી.

હવે આગળ પ્રિયાનું શું થયું એ ભૂતકાળ ભૂલવા સક્ષમ થઈ?? હજી સુધી એકલી જ છે?? શું ફરીથી એના જીવનમાં બીજી વ્યક્તિને મહત્વ મળશે?? આ બધું જ બીજા ભાગમાં.

મને આશા છે કે તમને આ મારી વાર્તા પસંદ આવી હશે. પ્રતિભાવ આપવાનું ના ભૂલતા.. આભાર.

આ બધી વાત માં જે એના મિત્રોનો સાથ અને સંગાથ મળ્યો હતો બોસ એ તો કહેવા લાયક છે સલામ છે એની મિત્રતાને અને એના મિત્રોને.

એક વાત કહું છું દિલથી મિત્રો પ્રેમના લીધે પોતાની મિત્રતા ના તોડતાં. આપણા મિત્રો આપણને જેવો સાથ આપે છે એવો કોઈ સાથ નથી આપતા.

આભાર, પ્રિયા તારો કે આ બધી વાત મને જણાવવા.

જેનું પણ બ્રેક અપ થયું હોય એની માટે નો એક મંત્ર :-

"વ્યસ્ત રહો અને મસ્ત રહો".

- નિસર્ગ ઠાકર



બીજા રસપ્રદ વિકલ્પો