misunder standing part 2 books and stories free download online pdf in Gujarati

મિસઅંડર સ્ટેન્ડિંગ ભાગ - 2

Misઅંડર સ્ટેન્ડિંગ 
Part 2
આજ કાલ કોઈ ની પાસે સમય જ નથી,બધા પોતાની રોજ ના રૂટિન માં એટલા બધા ખોવાઈ ગયા છે કે પોતાના નજીક નાં સંબધો ને સાચવી નથી શકતા.થોડો time કાઢી નથી શકતો,થોડા સમય થી અને થોડી શાંતિ રાખી જીવન ની બધી પરેશાની દૂર થઇ શકે છીએ.હવે જોવો કેટલાં લોકો પાસે સમય નાં હતો 1st part વાંચવા નો, કેટલાં લોકો એ મને કહીંયુ કે સ્ટોરી વાંચવા નો time નથી sort માં કહીદે ની.. બોલો આવા પણ નમૂના હોય છે દુનિયામાં ??
કંઈ ની છોડો આપણે કહાની ને આગળ વધારી એ... તમે મને ગારો દેતા હશો કે શું લવારો કર્યો time નો એનું પણ કારણ છે જે તમે સ્ટોરી ની એન્ડિંગ માં ખબર પડી જશે. ?☺
આગળ ની કહાની માં તમે જોયું કે ઇન્સ્પેક્ટર અર્જુન ramu ને નતાશા અને રાજ નાં મર્ડર કેશ માં ગુહ્નેગાર દર્શાવે છે અને પકડી લઈ છે.. હવે આગળ... 
Police સ્ટેશન માં એક છોકરો આવે છે, (જે લગભગ 20-21 વર્ષ નો છે, તેને બ્લેક જીન્સ, સફેદ ટી -શર્ટ, અને તેની ઉપર બ્લુ કલર નો ચેક્સ વાળો શર્ટ પહેરીયો હતો, કાન માં વાઈટ હન્ડસપ્રિ નાખ્યા હતાં, ખભે બેગ હતું, (એ બીજો કોઈ ની ડિટેકટિવે રોય રીયલ નામ રેયાનષ )(રોય એ ક્લાસ માં હોશિયાર તો ની પણ એક એવરેજ સ્ટુડન્ટ છે પણ એની પાસે કોમન સેન્સ અને થોડી સ્માર્ટનેસ  છે જે આજે ગણા લોકો માં જોવા ની મળે, એ આજુબાજુ ની થતી બધી ઘટના અને વાતો ધ્યાન થી સમજતો એની આજ ખૂબી નાં લીધે એને detective બની ગુન્હેગાર ને પકડવા માં પોલીસ ની મદદ કરતો હતો પણ અમુક પોલીસ વાલા તેના આ કામ બિલકુલ પસંદ ની હતું    જેમાં નો એક પોલીસ વાળો આપણો અર્જુન હતો )તે  અર્જુન સામે આવ્યો અને ખુરશી માં બેસી ગયો, અને બોલ્યો : sir,તમે ખોટા વ્યક્તિ ને પકડ્યો છે.(થોડા કટાક્ષ આવજે અને મોઢા પર સ્મિત સાથે બોલ્યો)
અર્જુન : રોય, તુ અહીં શું કરે છે?? અને તુ આ કેશ માં કેવી રીતે જોડાયો?? (ચોકી ને અંદરે અંદર ગુસ્સા માં સવાલ કર્યો ?)
રોય :મને તો અહીં સ્ટોરી નાં રાઈટરે મુક્યો છે કેમ કે હમણાં સુધી સ્ટોરી બોવ સિરિયસ ચાલતી હતી એટલે...(હસતા હસતા attitude માં જવાબ આપ્યો ??)
અર્જુન ગુસ્સા માં ને જોતો હતો?, ત્યાં રોય બોલ્યો :શાંત, મને આ કેશ મારા કલાયન્ટ mr.Raj khanna એ કહયું હતું.નતાશા ખન્ના ના મર્ડર માટે મને call કરી કેશ વિશે કહ્યું હતું. 
અર્જુન:પણ, mr.Raj નું તો મર્ડર થઇ ગયું છે અને આ કેશ હવે close.. 
રોય :મને ખબર છે કે mr.Raj નું મર્ડર થયું છે, પણ હું મારા કોઈ પણ કેશ અધૂરા રાખતો નથી, અને સત્ય સામે લાવી ને જ રહીશ.અને આ ramu ગુન્હેગાર નથી...
અર્જુન :તુ આ કેવી રીતે કહી શકે કે ramu એ ગુન્હેગાર નથી. 
રોય : તમે વિચારો જે વ્યક્તિ આટલા વર્ષો થી ખન્ના house માં કામ કરે છે,જેનાં પર mr.ખન્ના (raj અને સંજય નાં પપ્પા ) ભરોસો તેમનાં પુત્રો કરતા પણ વધારે હતો  અને તેથી તેનું વસિયત માં ભાગ હતો એ મર્ડર કેવી રીતે કરે.... 
અર્જુન:વધારે પૈસા માટે મર્ડર કર્યું... 
રોય:ચાલો,માન્યું એને મર્ડર કર્યું નતાશા અને રાજ નું પણ મારો એક સવાલ કે તમે તમારી life નાં કોઈ પણ કેશ માં જોયું છે કે ગુન્હેગાર ગુનો કરી ક્રાઇમ વાળી જગ્યા પર ઉભો રહે??એ ત્યાં  આવું ત્યારે જ હોઈ કે જયારે એને પોતાના પર કોન્ફિડન્સ હોઈ અથવા તેને ગુન્હો કર્યો જ ન હોઈ.... બીજો સવાલ એ પણ છે કે વાઈન  તો 3 એ  લોકો એ પીધી હતી, તો raj અને સંજય કેવી રીતે બચી ગયા??? 
અર્જુન : hmm (વિચારતા?)
રોય :મને ખાલી 24કલાક આપો, કેશ સોલ્વ કરવા માટે, કેશ આટલી જલ્દી close ની કરો,આપણા બે ની લડાઈ માં કોઈ  બેગુન્હાને ને સજા ન મેળવી જોયે... તમે સમજી શકો છો... 
અર્જુન :ok, મેં તને 24 કલાક આપ્યા તારી વાત સાચી સાબિત કરી આપ... 
રોય ત્યાં થી જતો રહ્યો, અને પોતાનું કામ ચાલુ કર્યું... 
રોય એમ માનતો હતો કે દરેક crime ની શરૂઆત crime માટે નું મહત્વ નું કારણ આપી દેઇ છે, એટલે તે બધી વાતો ને ધ્યાન પૂર્વક વિચારવા લાગ્યો અને પછી એ એક પછી એક બધા સસ્પેક્ટ ને ધ્યાન માં લઇ પૂછપરછ કરવા લાગ્યો, ક્રાઇમ નાં લાગતી બધી કડી કડી જોડતા એને મર્ડર નું સાચું કારણ અને સાચો ગુન્હેગાર શોધિ કાઢ્યો...
થોડા સમય પછી તેને અર્જુન ને call કર્યો અને મર્ડર place પર બોલાવ્યા...
બધા ત્યાં ભેગા થયા જાય કોઈ સગા એ સગા નું ખૂન કર્યું હતું,  જ્યાં લોહી ની એ દર્દનાક દ્રશ્ય થયું હતું ત્યાં જ આજે એ દુર્ગટના નો ચુકાદો મળવા નો હતો.
સંજય : ઈન્સ્પેક્ટર અર્જુન, તમે અહીં એ પણ આ ગદાર રામુ સાથે??, અને આ બીજો વ્યક્તિ કોણ છે?? 
અર્જુન  : હમણાં આ ઉપયોગી નથી ઉપયોગી એ છે કે ભેગા થવા નું કારણ શું છે.???
રોય :તમે ને અહીં મેં ભેગા કર્યા છે કારણ કે રામુ એ ગુન્હેગાર નથી
સંજય : તો કોણ છે ગુન્હેગાર?? 
રોય :બીચ મેં નાં બોલ.. (અક્ષય કુમાર કે અંદાજ મેં )....
મેં કહું છું, એના માટે તમે મારી સાથે  મર્ડર વાળી રાત માં ચાલો, તમને ખબર છે કે તમે ત્રણેય એ સાથે વાઈન પીધી હતી, પણ મૃત્યુ ફક્ત નતાશા નું જ થયું હતું જે વાત મને થોડી ખટકી તેથી મેં પૂછપરછ કરી, અને મને ખબર પડી કે જે પોઇઝન દ્વારા નતાશા અને raj નું મર્ડર થયું તે બહાર  મળતું જ નથી, એને કોઈ એ બનાવ્યું છે, પછી ખબર પડી કે mr.સંજય તમે તો એક કેમિકલ engineer હતા, નોકરી માંથી કાઢી મુકતા તમે તમારા મોટા ભાઈ સાથે બિઝનેસસ માં જોડાયા, અને તમને નોકરી નું કારણ એ હતું કે તમે દવા નાં નામ પર ડ્રગસ બનાવતા હતા અને બહાર વેંચતા હતા, કંપની નું  નામ ખરાબ થાય તેથી આ વાત કંપની એ પોલીસ માં જાન ન કરી, એટલે મારા  ખ્યાલ થી આ પોઇઝન પણ તમે જ બનવું છે.
સંજય :તમને લાગે છે મેં મારી પત્નિ નું અને મારા ભાઈ નું મર્ડર કર્યું છે, પણ એ વાઈન તો મેં પણ પીધી હતી..
અર્જુન :હા  રોય, એ  પછી નાં બીજા દિવસે તેમનું કાર એક્સિડેન્ટ પણ થયું હતું.. (આશ્ચર્ય માં કહેતા? )
રોય : તેમણે જાતે જ પોતાનું એક્સસીડેન્ટ કર્યું કારણ કે જો એ ન કરતે તો raj અને નતાશા નાં મર્ડર ની શંકા રામુ સાથે સાથે એમની પર પણ થઇ શકતે, એમનું નામ ન આવે તેના માટે એમને પોતાનું એક્સસીડેન્ટ કર્યો, તેની ખ્યાલ મને ત્યારે આવ્યો જયારે એક્સસીડેન્ટ નાં દિવસે રમેશ (ડ્રાઈવર ) ન આવ્યો, અને રામુ એ કહ્યું એ પાંચ દિવસ માટે રજા પર છે ત્યારે તો મને રમેશ પર શંકા થઇ એટલે હું રમેશ નાં ઘરે ગયો.. 
રમેશ HOUSE 
મેં  રમેશ નાં ઘર નાં દરવાજે લટકતી લોખંડ ની સાંકળ ને ઠોકી.. રમેશ બહાર આવ્યો અને કહ્યું :કોનું કામ છે તમને?? અને તમે કોણ છો??
રોય :હું ઇન્સ્પેક્ટર રોય ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ, (જેથી કરી એ મને બધું કહે બધી વાત જે જાણતો હતો)(બીજી બાજુ આ સાંભળી ગુસ્સે થી રોય ને જોવા લાગ્યા ?)તમે ખન્ના house માં કામ કરો છો ને?? તેથી મારે કઈં પૂછપરછ કરવી છે.. (રમેશ એ  મને એ સાંભળી ઘર ની અંદર બોલાવ્યો, એના ઘર માં જતા મેં જોયું કે એ લોકો કોઈ સમાન, કપડાં, ખાલી કરતા હતા.. 
રમેશ :હા સાહેબ, હું ત્યાં જ કામ કરું છું, બોલો તમારે શું પૂછવું છે? (પછી મેં બધી વાત રમેશ ને કહી અને પૂછ્યું )
રોય :તમે મર્ડર નાં દિવસે ક્યાં હતા?? 
રમેશ :હું મારા પરીવાર સાથે ઇમેજિકા ગયો હતો, અમને ન્યૂઝપેપર માંથી pass મળ્યા હતા, અમે હમણાં જ ત્યાં થી આવ્યા છીએ..
મેં આ સાંભળીયું મને વાત થોડી અજીબ લાગી કે જે દિવસે મર્ડર થવાનું હતું અને એક્સસીડેંટ થવા નું હતું ત્યારે જ એને એ પણ કરોડો લોકો માંથી એના પરિવાર ને pass મળ્યા.. પછી મેં એની સાથે વાતો કરી અને મેં એને પૂછ્યું કે ખન્ના house માં તું last નાં દિવસો માં તું ગયો ત્યારે કંઈક અજીબ લાગ્યું કે કંઈક કોઈ વધારે ગુસ્સે માં લાગ્યું.. 
રમેશ :સર એ તો મને યાદ નથી કેમ કે આ વાત ને પણ ગણા દિવસો થઇ ગયા, (થોડું વિચારી ને ?)હાં સર, મેં જયારે last ગયો હતો તે દિવસે mr.Raj બોવ ખુશ હતા અને કંઈક party ની પ્લાનિંગ કરતા હતા અને તેમનાં મિત્રો ને ઇન્વાઇટ કરતા હતા, ખબર નથી પણ શું હતું એનું કારણ.. 
મેં આટલું સાંભળી ને ત્યાં થી જતો રહ્યો અને મેં મારા ફ્રેન્ડ નિખિલ ને call કર્યો ને એજ ન્યૂઝ પેપર માં કામ કરતો હતો જે રમેશ નાં ઘરે આવતું હતું, મને પછી ખબર પડી કે આવા કોઈ ડ્રોવ નાં હતા જેમાં ઇમેજિકા નાં pass હતા, ત્યાર પછી હું ન્યૂઝપેપરવાળા પાસે ગયો અનેતેને  કોઈ એ કહ્યું આટલું આ સ્પેશ્યિલ ન્યૂઝ પેપર રમેશ નાં ઘરે આપવા માટે, ત્યાર થી મને mr. સંજય પર શંકા વધવા માંડી કેમ કે એટલા પૈસા આપી રમેશ નાં પરિવાર ને પ્રવાસ નાં મોકલી શકે રામુ, 
પછી હું જ્યાં mr.સંજય તમારું એક્સીડેન્ટ થયું ત્યાં ગયો સાબૂત માટે અને ત્યાં મને સબૂત તો ન મળ્યો પણ તે એક્સીડેન્ટ જોવાવાળો પાન નાં ગલ્લાવાળો જે ત્યારે પાન વહેંચતો હતો તે મળ્યો એને મને કહ્યું 
પાનવાળો:હાં સાહેબ, એ એક્સીડેંટ મેં ની ભૂલી શકું.. 
રોય :કેમ એવું તો શું થયું હતું?? 
પાનવાળો:સાહેબ,તે પાગલ ડ્રાઈવર હતો, તે દિવસે ડ્રાઈવર નું કઇ વાગ્યું ન હોવા છતાં તે પોતાનું માથું ડ્રાઇવિંગ વ્હીલ થી ઠૉકી પોતાનું માથું ફોડી નાખિયું, બોલો આવા પાગલ નું એક્સિડેન્ટ કેવી રીતે ભૂલાય.. 
મને  આ બધી વાતો સાંભળી ને બધું clear થવા લાગ્યું કે mr.સંજય તમે જાણી જોય ને પોતાનું એક્સીડેન્ટ કરાવ્યું જેથી બધી શંકા રામુ પર જઈ અને પોતાનું એક્સીડેન્ટ કરવાં માટે તમે રમેશ ને રજા લેવા પર મજબુર કર્યો. 
Mr.સંજય તમારો પ્લાન ખુબ સારો હતો પણ આપણે જાણીએ છીએ તેમ ખૂની પોતાને બચાવવાં માં કોઈ ને કોઈ ભૂલ કરી જ નાખે જેમ તમે પાનવાળા ને ભૂલી ને કરી અને મને ignore કરી ને કરી.. 
ત્યાં અર્જુન બોલ્યો ok, માન્યું કે mr.સંજય એ મર્ડર કર્યું તેની પત્ની નું અને તેના ભાઈ નું પણ સવાલ નો જવાબ ક્યાં મળ્યો કે નતાશા ને છોડી raj અને સંજય બચ્યાં કેવીરીતે?? (?જનતા જવાબ ચાહતી હૈ !)
રોય :બોવ  સહેલો છે આનો જવાબ કારણ કે પોઇઝન વાઈન માં ન હતું  પણ  બરફ (ice ) માં હતું, તમને ખબર હશે કે raj અને સંજયે race લગાવી હતી કે કોણ વધારે જલ્દી વધારે ગ્લાસ પીય,જયારે નતાશા શાંતિ થી પીતી હતી જેથી બરફ તેના ગ્લાસ માં વધારે time રહેવા થી પીગળી ગયો અને તેનું પીવા થી મૃત્યુ થઇ ગયું, અને બીજી તરફ raj અને સંજય ની race નાં કારણે બરફ ન પિગળીયો  અને તેમને પોઇઝન ની અસર ન થઇ. અને તેમને પોતાના ભાઈ નાં પંપ ને પણ બદલી કાઢ્યું હતું જે થી mr.Raj ની મોત થઇ.. 
સંજય (ગભરાતા બોલ્યો ??):શું સબૂત છે તમારી પાસે કે મેં મર્ડર કર્યું મારી wife અને ભાઈ નું?? 
રોય હસી ને જવાબ આપ્યો :હાં, એતો છે કાનૂન સબૂત વગર માને નહિ, સબૂત છે મારી પાસે.. 
mr.સંજય તમારા હાથ માં જ છે સબૂત.. 
ઇન્સ્પેક્ટ અર્જુન, mr.સંજય નાં હાથ માં જે નાની બેગ છે જે mr.સંજય ગણા સમય થી જકડી ને ઉભા છે તેમાં તમને બીજું કંઈ નહિ પણ એ જ સમાન મળશે જે તમને ઘર માં ન મળ્યો, જેમાં mr.સંજયે પાતાનું પોઇઝન બનાવ્યું હતું.. ત્યાં mr.સંજય ભાગવા નો પ્રયત્ન કરતા હતા, અને પોલીસે તેને પકડ્યો અને તમાચો માર્યો જેનો આવાજ આખા ખન્ના હોઉસ માં ગુંજ્યો.. ?
સંજય :હાં, મેં જ ખૂન કર્યું મારી wife અને મારા ભાઈ નું કારણ કે 
6 દિવસ પહેલાં, હું મારા રૂમ તરફ જતો હતો, ત્યાં મને મોટા ભાઈ નાં રૂમ માં નતાશા અને raj વાતો કરતા હતા, 
નતાશા :આ વાત ની ખબર સંજય ને નથી ખબર, કે હું પ્રેગ્નેન્ટ છું.. 
Raj :ok, તું એને કહેતી પણ ની.., 
આ સાંભળી મને ગુસ્સો આવ્યો કે મારી wife પ્રેગ્નેન્ટ છે અને મારો મોટો ભાઈ તે  બાળક નો બાપ છે, એટલે મને બોવ ગુસ્સો આવ્યો અને ત્યારે જ મેં એ બંને ને મારવા નું વિચારી દીધું અને છેલ્લે મારો પ્લેને કામયાબ પણ થઈ ગયો.. મરી ગયા બંને (સંજય પાગલ ની જેમ હસવા લાગ્યો )
ત્યાં રોય બોલ્યો :હસવા  નું બંધ કર હવે તું રડશે, તારી wife પ્રેગ્નેન્ટ હતી પણ બાળક તારા ભાઈ નું ની હતું પણ તારુઁ હતું એ બાળક.. તું એ ફક્ત અધૂરું સાંભળીયું, એ તારા બાપ બનવાં ની ખુશી માં Surprise party પ્લેન કરી હતી અને બધાને ઇન્વાઇટ કરતા હતા જે રમેશ raj ને વાત કરતા સાંભળીયું, લે આ હતો તેનો સબૂત ઇન્વિટેશન કાર્ડ... 
આ જોય નીચે બેસી રડવા લાગ્યો... 
ઈન્સ્પેક્ટર અર્જુન :રામુ ને બલી કર્યો અને mr.સંજય ને પકડી લીધો, mr.સંજય ને લઈ જવા લાગ્યા.. જતા જતા રોય પાસે આવ્યા.. 
અર્જુન :આ કેશ નાં સોલ્વ કર્યો તો એમ નાં સમજ તો કે આપણી દુશ્મની ખતમ.. ગુસ્સા માં બોલ્યો.. ?
રોય :નાં.. ની સમજુ કેમ કે life માં તારા દુશ્મન ન હોઈ, તો life માં મુશ્કેલી ન હોઈ,અને મુશ્કેલી ન હોઈ તો life બોરીંગ લાગે.. ?? 
અર્જુન :બીજી વાર દેખાતો ની... કોઈ જરૂર નથી તારી.. 
રોય :તારા આનો જવાબ સારુખ ખાન નો ૐ શાંતિ ૐ નો વૉલ્ડ ફૅમૉસ ડાયલોગ આપશે.. જે વાંચવાવાળા સમજી ગયા ??

જોયું મિત્રો એક નાની misઅંડર સ્ટેન્ડિંગ નાં લીધે સંજય એ તેના ભાઈ નું, તેની પત્ની સાથે સાથે તેનું જન્મ લેનારા બાળક નું પણ ખૂન કરી દીધું.. એટલે કહું છું અધૂરી વાતો નાં સાંભળોઅને પ્રોબ્લેમ ક્રિએટ ન કરો , વાત કરી પ્રોબ્લેમ દૂર કરો, એક નાની misઅંડર સ્ટેન્ડિંગ નાં કારણે તમારી life સાથે સાથે તમારા સામે વાળા વ્યક્તિ ની પણ life ખરાબ થઇ શકે છે, આગળ કહયું તેમ time કાઢો અને વાત કરી પ્રોબ્લેમ દૂર કરો, સંજય આ અપરાધ કરવા કરતા પહેલાં સમય કાઢી તેના પત્ની અને ભાઈ સાથે વાત કરી લીધી હતે તો આજે તેના માથા પર ખૂની નો લાલ દગો ની હતે... 

આશા કરું તમને 2nd part પણ પહેલા part જેવો ગમ્યો હશે.... 
વાંચવા માટે અને કહાની વાંચવા time કાઢવા thank you... 
Written by 
Nikunj patel 

બીજા રસપ્રદ વિકલ્પો