કિડનેપ PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપ

              
              એક સુમસામ બ્રિજ પાસે એક ડાર્ક ગ્રે રંગની ઇકોસ્પોર્ટ્સ ગાડી આવી ઉભી રહી. થોડીવારમાં એક અજાણી છોકરી ત્યાંથી નીકળી ને એ ગાડીમાંથી મોં પર રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો બહાર આવ્યા  એકે છરી બતાવી એ છોકરીના હાથ પકડ્યા ને બીજાએ એના મોં પર સ્પ્રે છંટયો ને એ છોકરી બેભાન થઈ અને ગણતરીની સેકેન્ડમાં જ એને ઉઠાવી ગાડીમાં નાખી એ લોકોએ ગાડી આગળ મારી મૂકી.

           રાહુલ, વિષ્ણુ અને મુન્નો ત્રણેય પાકા ભાઈબંધ આમ તો એ લોકો અનાથ હતા હા અહીંના એક સ્લમએરિયામાં મુન્નાની એક વિધવા માસી લક્ષ્મી રહેતી હતી જેણે એ ત્રણેયને માં જેવો પ્રેમ આપેલો. 
          ત્રણેય ખાસ કંઈ ભણેલા તો નહીં રાહુલ બારમાં ધોરણમાં હતો અને વિષ્ણુ અને મુન્નો સાત સુધી ભણીને ઉઠી ગયેલા. રાહુલ બાર સુધી ભણ્યો એની પાછળ કારણ હતું એનો પ્રેમ.
        રિદ્ધિ એના ક્લાસની સૌથી સુંદર છોકરી આમ તો રાહુલને ભણવામાં જરાય રસ નોહતો પણ આ તો આઠમાં ધોરણમાં જ્યારે રિદ્ધિ એની સ્કૂલમાં ભણવા આવી ને રાહુલ ને એ સ્કૂલ ગમવા લાગી. ત્યાર થી લઈને આજ સુધી રાહુલ રોજ રિદ્ધિ ખાતર જ એ સ્કૂલ જતો. 
          હમેંશા લાસ્ટ બેન્ચ પર બેસતા રાહુલને આખા ક્લાસનો વ્યુ દેખાતો અને એમાં સેન્ટરમાં રિદ્ધિ દેખાતી. બેન્ચ પર માથું ઢાળી એ રિદ્ધિને જોયા કરતો. ક્યારેક રિદ્ધિને જોવામાં એ એટલો ખોવાઈ જતો ને કે ક્યારે એની હિન્દી ટીચર મિસ.મયુરી આવી જતી એનું પણ એને ભાન ના રહેતું.
          બે ચાર વાર તો મિસ.મયુરી એ રાહુલ પર છુટા ડસ્ટરનો ઘા પણ કરેલો એક બે વાર રાહુલને માથામાં વાગ્યું પણ હતું પણ શું કરે એ આશિક હતો, ઇશ્ક માં એ દરેક દર્દ દરેક તકલીફ સહેવા તૈયાર હતો. 
           એને મિસ. મયુરી પર ઘણો ગુસ્સો આવતો ને અને એ એનો ગુસ્સો પાર્કિંગમાં એની એક્ટિવા પર ઉતારી નાખતો. જ્યારે એ એક્ટિવા ના પાછલા ટાયરની હવા નીકળતી ત્યારે જાણે એના બદલાની આગ ઠંડી થતી. 
         
                               * * *

           રિદ્ધિ, પૂનમના પૂર્ણ રૂપે ખીલેલા ચાંદ સમાન એનો સુંદર ચહેરો, વ્યવસ્થિત બાંધેલા એના કાળા વાળ, એની કાજળીયાળી ભૂરી ભૂરી આંખો, એનું નાનું નાક ને ગુલાબી હોઠ ને એ હોઠો પર રેલાતું એક ગઝબનું સ્મિત..અને જ્યારે એ હસતી ત્યારે એના બન્ને ગાલો પર પડતા ખંજનો, સ્કૂલડ્રેસમાં પણ એ કોઈ રાજકુમારી જેવી લાગતી.
            રાહુલ એના વિચારોમાં ખોવાયો હતો ને..ત્યાં જ મિસ.મયુરી કલાસમાં એન્ટર થઈ..એનો સ્ટ્રીક સ્વભાવ ને કારણે બધા વિદ્યાર્થીઓ એનાથી ખાસ ડરતા એને ક્લાસમાં આવેલી જોઈ બધા વિદ્યાર્થીઓ એક સામટા ઉભા થઇ ગયા.
          ''ગુડ મોર્નિંગ મેડમ..'' 
          બસ એક લાસ્ટ બેન્ચવાળા રાહુલ ને છોડીને એની બાજુમાં બેઠેલો એક છોકરો એને ઉભો થવા કહી રહ્યો હતો પણ એ જાણે સપનામાં થી બહાર આવવા જ નોહતો માંગતો. એને જાણે એ વાસ્તવિક દુનિયા કરતા સપનાની દુનિયા વધારે ગમતી કારણ કે ત્યાં.. 
          ત્યાં એની રિદ્ધિ જો એની સામે હતી..
           મિસ.મયુરી નું ધ્યાન રાહુલ પર ગયું..એણે બધાને બેસી જવા ઈશારો કર્યો..બધા બેસી ગયા. 
          મિસ. મયુરી ના ગુસ્સાનું એક માત્ર કારણ હતું રાહુલ જે અત્યારે રિદ્ધિના સપનામાં ખોવાયો હતો. 
          બિચારો કરે તો પણ શું કરે સપના જ એક માત્ર જરીયો હતો એની રિદ્ધિ ને મળવાનો..સપનામાં એ રિદ્ધિ ને મળતો, એની સાથે વાત કરતો..
          અચાનક જ ધનુષમાં થી તિર છૂટે એ રીતે મિસ. મયુરી ના હાથમાં થી ડસ્ટર છૂટ્યું અને એ લાગ્યું સીધું એના નિશાના પર
          રાહુલના કપાળની ડાબી સાઈડ ત્યારે એ સપનામાં થી બહાર આવ્યો. બધા જ વિદ્યાર્થીઓ એને જોઈ રહ્યા..
          ''તુજે કિતની બાર મના કિયા કી મેરે ક્લાસમે સોને કા નહીં ફિર ભી..''
          ''સોરી, મેડમ.. પર મેં..''
           ''મુજે કુછ નહીં સુનના..તું નિકલ જા મેરે કલાસ સે..''
           બધા ને રાહુલ પર  દયા આવતી હતી કે બિચારો આજે ફરી લેવાય ગયો..
            રાહુલ પોતાની જગ્યાએ થી ઉભો થયો અને ચૂપચાપ બાહર નીકળ્યો..દરવાજા પાસે જઈ એણે એક નજર ક્લાસમાં એની રિદ્ધિ પર નાખી..
          ''તું બાહર જાયેગા યા ફિર મેં બહાર ચલી જાવ..''
          એક નજર પેલી ખડુસ મયુરી પર નાખી એ થોડું હસી બહાર નીકળી જાય છે. 

                                 * * *

          રિસેસમાં એ મયુરીના એક્ટિવાની હવા કાઢતો હોય છે ત્યારે એને લાગે છે કે કોઈ પાછળ આવ્યું એ ડરતા ડરતા પાછળ ફરે છે તો.. 
          રિદ્ધિ એની સહેલી રેશ્મા સાથે ઉભી હોય છે..
          ''રિદ્ધિ, આ ન્યુઝ તો મયુરીમેમ ને બતાવવા જેવી છે કે વારેવારે એના એક્ટિવા ની હવા કોણ કાઢી જાય છે.''
           રિદ્ધિએ હસતા હસતા કહ્યું 
          ''હા, ચાલ જઈને બતાવીએ..''
           એ બને ફરિયાદ કરવા આગળ વધે છે ત્યાં રાહુલ એમની આગળ આવી દંડવત એના પગમાં પડી જાય છે. અને એની સામે આજીજી કરવા લાગે છે.
          ''રિદ્ધિ, પ્લીઝ આ વાત એમને ના કહેતી પ્લીઝ.. આગળ થી હું આવું નહીં કરું.. પ્લીઝ''
           એ બને એ એકબીજાની સામે જોયું અને હસવા લાગી. 
           ''તું આટલી રિકવેસ્ટ કરે છે તો અમે મયુરીમેમ ને આ વિશે નહીં કહીએ પણ..''
           આ પણ શબ્દ સાંભળી રાહુલ ને લાગ્યું કે નક્કી ફસાયો. 
           ''પણ શું..?''
           રેશ્મા એ કહ્યું 
           ''તારે અમને બન્ને ને સતત એક મહિના સુધી રોજે પાણીપુરી ખવડાવવી પડશે. બોલ મંજુર છે..?''
          એને થયું, રોજે પાણીપુરી અને એ પણ એક મહિના સુધી..આ તો પૂરેપૂરો ખર્ચાઈ જઈશ..પણ એની વાત માન્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો પણ નોહતો કેમ કે જો એ બન્ને મયુરીમેમ ને આ વિશે બતાવી દેશે તો વાત સીધી પ્રિન્સિપલ સુધી જશે અને એ લક્ષ્મીમાસી ને બોલાવશે.. અને જો લક્ષ્મીમાસી ને જાણ થશે કે હું ભણવા ને બદલે સ્કૂલમાં આવા કામ કરૂં છું તો..તો એ મારું ભણવાનું બંધ કરી દેશે..શુ કરવું એને કઈ જ ખબર નોહતી પડતી..
          આખરે એણે એમની આ પાણીપુરીવાળી શરત સ્વીકારી જ લીધી. 

       પછી તો રોજે રિદ્ધિ અને રેશ્મા સાંજે ટ્યુશને થી પાછી ફરતી ત્યારે રસ્તામાં એક પાણીપુરીવાળા ને ત્યાં રાહુલ બેઠો હોય..
       શરત મુતબીક એ બન્ને ત્યાં ફ્રીમાં પાણીપુરી ખાવા લાગી આમ તો આ પાણીપુરી એમના માટે ફ્રી હતી રાહુલ માટે નહીં..

        વિષ્ણુ મુન્નો અને રાહુલ આ શરત પુરી કરવા ચોરીઓ પર ચોરી કરતા ગયા. 
         અને આ એક મહિનામાં રાહુલ રિદ્ધિની ઘણી જ નજીક પોહચી ગયો..બન્ને ની વાતો વધી, થોડી મુલાકાતો વધી.. ને જાણે રાહુલ ને લાગ્યું એને એનો પ્રેમ મળી ગયો..

        એ શરત નો એક મહિનો ક્યારે પૂરો થઈ ગયો એની પણ રાહુલ ને ખબર ના રહી.. જ્યારે રાહુલે છેલ્લે દિવસે રિદ્ધિ ને પૂછ્યું કે 
          ''કાલે પણ હું તમાર બન્નેની રાહ જોઇશ..કાલે પણ આવશો ને પાણીપુરી ખાવા..''
         ત્યારે રિદ્ધિ કઈ બોલે એ પહેલાં જ રેશ્મા એ કહી દીધું...
          ''અમને મફતમાં ખાવાની જરાય આદત નથી..''
          એનો આ કટાક્ષ રિદ્ધિ ને ના ગમ્યો. 
          એણે કહ્યું 
          ''સોરી રાહુલ, પણ અમે નહીં આવી શકીએ..''
           અને એ બનેં જવા લાગી.

         આ તરફ છત પર વિષ્ણુ રાહુલ ને સમજાવી રહ્યો હતો..
         ''જો રાહુલ્યા તું ભાભી ને પ્રેમ કરે છે તો સીધો જ જઈને એને પ્રપોઝ કરી દે..આમ પણ હવે એ તને ઓળખવા લાગી છે.''
        ''યાર, એ ના પાડશે તો..?''
         મુન્નાએ એના ખભા પર હાથ મુકતા કહ્યું 
          ''રાહુલ એવું શું કામ વિચારે છે કે એ ના જ પાડશે.., એ હા પણ પાડી શકે ને..''
           ''પણ યાર મને ડર લાગે છે એનો બાપ પોલીસમાં છે કઈક લોચા થઈ ગયા તો..?''
            ''એવું કંઈ નહીં થાય એને જો એવું થાય તો પણ..અમે લોકો છીએ ને તારી સાથે..'' વિષ્ણુએ કહ્યું

                                  * * *
           
          બીજે દિવસે સાંજે રાહુલ સરસ તૈયાર થઈ ને હાથમાં એક ગુલાબનું ફૂલ લઈ એમના ટ્યુશન કલાસ ની સામે એક બાઈક પર બેસી ગયો. 
         આજે ગમે તે થાય મારે જઈને રિદ્ધિ ને પ્રપોઝ કરી જ દેવું છે..
         ટ્યુશનક્લાસમાં થી કેટલાક વિદ્યાર્થીઓ બહાર આવવા લાગ્યા. રાહુલ ઉભો થયો..અને બાઈકના ફ્રન્ટ મિરરમાં માં જોઈ વાળ સરખા કરવા લાગ્યો.
         આ તરફ રિદ્ધિ અને રેશ્મા બહાર આવી. એને જોઈ રાહુલ તૈયાર થઈ ગયો. પણ ત્યાં જ એણે દૂર થી જોયું કે રિદ્ધિ ની આંખો પર પાછળથી એક અજાણ્યા છોકરાએ આવી એની આંખો પર પોતાના હાથ મૂકી દીધા..રિદ્ધિએ એ હાથ પકડી.. કઈક બોલી ને પાછળથી એ છકરો એની સામે આવ્યો. રિદ્ધિ હસી અને એને ગળે લાગી. 
           એ દ્રશ્ય જોય..રાહુલ ના હાથમાં થી ગુલાબ સરકી ગયું..

          શુ કરે બિચારો..દિલ જો તૂટી ગયું હતું..એ ત્યાં થી ચાલવા લાગ્યો.
          એ રાત્રે એ વિષ્ણુ અને મુન્ના સામે ખૂબ રડ્યો.. 

       
        આ વાતને બે મહિના વીતી ગયા છતાં રાહુલ એ રિદ્ધિ ને ભુલ્યો નોહતો એની યાદમાં એ જાણે દિવસો કાપતો હતો, ક્યારેક એકલામાં રડી લેતો ને દોસ્તો સામે પોતે ખુશ છે એવું જતાવવા બનાવટી હસી પણ લેતો. 
          
         એક સાંજે રાહુલે આવી ને વિષ્ણુ અને મુન્ના ને કહ્યું કે
         ''કાલે સાંજે આપણે રિદ્ધિ ને ઉઠાવીશું..?''
          ઉઠાવીશું..મતલબ.. અપહરણ વિષ્ણુ અને મુન્નો જાણતા હતા કે પોતાનો દોસ્ત આ હદે તો ના જ જઈ શકે કે કોઈનું અપહરણ કરે..
         મુન્નાએ સીધો સવાલ કર્યો 
         ''પણ કેમ, આપણે એને કિડનેપ શા માટે કરીએ..?'' 
         વિષ્ણુએ પણ કહ્યું
        ''યાર, તારું દિલ તૂટ્યું એમાં એ બિચારીનો શુ વાંક..?''
        રાહુલે ગુસ્સામાં મોટેથી કહ્યું 
        ''બસ, મારે કઈ નથી સાંભળવું.. હું એને ઉઠાવવાનો છું અને એમાં તમે મારી મદદ કરવાના છો બસ..''
          વિષ્ણુએ મુન્ના સામે જોયું..અને બને એકસાથે બોલ્યા
           ''ના..''
           મુન્નાએ કહ્યું
           ''અમે તારી મદદ નહીં કરીએ..''
          ''દોસ્તી રાખવી હોય તો કાલે તૈયાર રહેજો..''
          એટલું બોલી એ જતો રહ્યો. પોતાનો બાળપણનો ભાઈ જેવો ભાઈબંધ પોતાની સાથે આવું વર્તન કરશે એની એ બન્નેએ ક્યારેય કલ્પનાના પણ નોહતી કરેલી.

         બીજે દિવસે વિષ્ણુ અને મુન્નો માત્ર ભાઈબંધી ખાતર જ રાહુલનો સાથ આપવા તૈયાર થયા.
         ત્રણેયે રૂમાલથી મોં સંતાડયા અને એક ડાર્ક ગ્રે રંગની ઇકોસ્પોર્ટ્સ ગાડી લઈ નીકળી પડ્યા રિદ્ધિ ને કિડનેપ કરવા.

         રાહુલના પ્લાન મુજબ એક સુમસામ બ્રિજ પાસે એણે વિષ્ણુ ને ગાડી ઉભી રાખવા કહ્યું.
         ''વિષ્ણુ, અહીંયા ગાડી ઉભી રાખી દે..''
         ''રાહુલ્યા અહીંયા કેમ ઉભા રહ્યા..અહીંયા થોડી રિદ્ધિ..
        રાહુલે કહ્યું 
        ''તને કહ્યું એટલું કર..ગાડી ઉભી રાખ..''
         વિષ્ણુએ ગાડી ઉભી રાખી..
         રાહુલ પહેલેથી જ જાણતો હતો કે રિદ્ધિ અહીંયા જ આવશે. એટલે એ એની રાહ જોતો ગાડીમાં બેસી રહ્યો. 
        થોડીવારમાં જ રાહુલ ને ગાડીના ફ્રન્ટ મીરરમાં પાછળથી આવતી રિદ્ધિ દેખાય..
        એણે મુન્ના અને વિષ્ણુ ને તૈયાર રહેવા ઈશારો કર્યો. જેવી રિદ્ધિ ગાડીની પાસે થી પસાર થઈ રાહુલે ગાડીનો સાઈડ સ્લાઈડ ડોર ખોલ્યો, હાથમાં રહેલી છરી બતાવતા મુન્નાએ એના હાથ પકડ્યા ને રાહુલે એના મોં પર બેહોશીનો સ્પ્રે છંટયો. રિદ્ધિ બેભાન બની ને ગણતરીની સેકેન્ડમાં જ એ બન્નેએ રિદ્ધિ ને ઉઠાવી ગાડીમાં નાખી.
         વિષ્ણુએ હાઇવે પર ગાડી મારી મૂકી..

                                  * * *
 
         રિદ્ધિ ને જ્યારે હોશ આવ્યો..ત્યારે એ કોઈ જુના ગોડાઉનમાં એક ખુરશી પર બંધાયેલી હતી. એની સામે જ એક ખુરશી પર રાહુલ બેઠો હતો. અને એની બાજુમાં વિષ્ણુ અને મુન્નો અદબભેર ઉભા હતા. એ બન્ને ને એ જ નોહતું સમજાતું કે રાહુલ જેવો સારો છોકરો કોઈનું અપહરણ કઈ રીતે કરી શકે..
          ''રાહુલ..તું..?તે મને કિડનેપ કરી..?''
          રાહુલ હસ્યો..
          ''મારે તારું કિડનેપ કરવું પડ્યું રિદ્ધિ.. તને મરવાનો શોખ જો હતો..''
          વિષ્ણુ એ સવાલભરી નજરે એની સામે જોયું
         રાહુલે કહ્યું, 
        ''તમને છોકરીઓ ને મરવાનો બહુ જ શોખ હોય છે ને..? બી.એફ. મૂકીને જતો રહે.., પરીક્ષામાં માર્ક ઓછા આવે.. તો નીકળી પડે મરવા..''

         આટલું સાંભળતા જ રિદ્ધિ રડવા લાગી. 
         રાહુલ એની પાસે ગયો અને એની ખુરશી પાસે બેસી એનો હાથ પકડતા બોલ્યો.

        ''આ તો સારું થયું કે રેશ્મા એ મને કહી દીધું..કે તું મરવા જઈ રહી છે અને અમે લોકો તને અહીં લઈ આવ્યા..
        થોડું રોકાઈ આગળ બોલ્યો. 
        ''રિદ્ધિ આ જિંદગી છે ને, બહુ ઓછા લોકો ને મળે છે. એને પુરી કરવાને બદલે એને માણવાની હોય.. અમને લોકોને જ જોઈ લે અમારી આગળ પાછળ કોઈ નથી તો પણ અમે જીવીએ જ છીએ ને.. તને એક છોકરો મૂકી ને શુ ગયો તું તો મરવા નીકળી ગઈ..''
         રિદ્ધિ એ રડતા રડતા કહ્યું..
         ''હું પ્રેમ કરું છું એને..અને જો એ નહીં તો જીવીને શુ કરવું..''
         રાહુલ હસ્યો ''પ્રેમ.., પ્રેમ તો મેં પણ તને કર્યો છે..પણ એનો મતલબ એ નથી કે હું પોતાનો જીવ આપી દવ..
        
         રાહુલના એ શબ્દો સાંભળી જાણે રિદ્ધિ ને જિંદગીની કિંમત સમજાણી, એને સમજાણુ કે અમુક બેકાર લોકો પાછળ પોતાની કિંમતી જિંદગી લૂંટાવી ના દેવાય.

         રાહુલે રિદ્ધિ ના હાથ ખોલ્યા ને રિદ્ધિ રાહુલ ને ગળે વળગી પડી.
        ''થેન્ક્સ, રાહુલ આજે તે મને જિંદગી નો સાચો મતલબ સમજાવ્યો છે.. હું જ પાગલ હતી કે એ મતલબી છોકરા માટે પોતાનો જીવ લેવા ચાલી હતી.''
         ત્યાં જ એ ગોડાઉન નો દરવાજો ખોલી રેશ્મા અંદર આવી અને અંદરનું એ ફિલ્મી દ્રશ્ય જોઈ એણે મસ્તીભર્યા ટોનમાં કહ્યું. 
        ''અરે વાહ, રાહુલ આખરે તને તારી રિદ્ધિ મળી જ ગઈ..''
        રિદ્ધિ એ સવાલભરી નજરે રેશ્મા સામે જોયું..
         રેશ્માએ ફોડ પાડતા કહ્યું 
         ''ઓહ હિરોઇન આ રાહુલ તને પ્રેમ કરે છે..''
          રિદ્ધિએ રેશ્મા ને ઉદેશી ને પૂછ્યું 
          ''તો એ વાતની તને પહેલેથી જ ખબર હતી..એમ ને ?''
          ''હા, યાદ છે તને પેલી પાણીપુરીવાળી શરત.. એક મહીના સુધી, રોજની બે પ્લેટ પાણીપુરી.. અને એનો બધો જ ખર્ચો રાહુલે આપવાનો છતાં રાહુલ એ માટે રાહુલ તૈયાર થઈ ગયો. 
          મને ત્યારે જ લાગ્યું નક્કી દાળમાં કઈક કાળું છે. પછી જ્યારે હું મુન્ના ને મળી ત્યારે મુન્નાએ મને કહ્યું કે રાહુલ તને પ્રેમ કરે છે. મને ત્યારે લાગ્યું કે તારા પ્રેમને જ લીધે રાહુલે એ પાણીપુરીવાળી શરત સ્વીકારી હશે.

          એ પછી તને અને રોહન ને સાથે જોઈ રાહુલ પાછો હટી ગયો પણ જ્યારે રોહન તને છોડીને જતો રહ્યો ને તે મરવાનો વિચાર કર્યો એટલે મેં અને રાહુલે તને ઉઠાવવાનો પ્લાન બનાવ્યો.''
           રેશ્મા ની આખી વાત સાંભળી રાહુલે કહ્યું
          ''હા, રિદ્ધિ હું તને પ્રેમ કરું છું..આઈ લવ યુ..''
          ત્યારે રિદ્ધિ હસી 
          આઈ લવ યુ ટુ.. ત્યારે જ બોલીશ જ્યારે તું મને રોજ પાણીપુરી ખવડાવાનું પ્રોમિસ કરીશ..
        વિષ્ણુ એ કહ્યું પાણીપુરી.., અને રોજે..અરે આ પ્રેમતો બહુ ખર્ચાળ નીકળ્યો. અને એ સાથે જ એ બધા જ હસી પડ્યા.
             
                       સમાપ્ત

Email id, pnmakwana321@gmail.com
Mo. 7383155936