શું આ છે પ્રેમ? - ભાગ ૫
(આ પ્રેમની વાત ટીનુ અને ટિનીની છે ..તો એમાં જઈએ )
(ટીનુ એ ટીનીને કોલ જોડ્યો અને અહીંથી બીજે ક્યાંક જવાની વાત કરે છે)
ટીનુ : (કોલ લગતા )ટીની હું ટીનુ બોલું છું
ટીની : બોલ ..
ટીનુ : ચાલ આપડે ભાગી જઈએ
ટીની : કેમ ?
ટીનુ : જો તારો બાપ કે મારો બાપ આપડા આ પ્રેમને નહિ સમજે ..હું રેલવે સ્ટેશને રાહ જોવું છું ..તારો સમાન પેક કરીને આવી જા ..આપડે અહીંથી ક્યાંક દૂર જઈને આપડે આપડો પ્રેમ રૂપી અને સુખી સંસાર રૂપી માળો ગુંથસુ ...
ટીની : ઓકે ..હું આવું છું
(ને ટીનું અને ટીની એકબીજાને રેલવે સ્ટેશન મળે છે જ્યાં રિંકી અને રોહન પણ આવી પહોંચે છે ...અને રોહન થોડા પૈસા આપતા બંને ને મુંબઈ જવા રવાના કરી દે છે ...આશરે ૨- ૫ મહિના વીતી જાય છે ટીનુને સારી નોકરી મળી જાય છે અને ટીનુ ટીની પોતે આ સુંદર સુખરૂપી સંસાર વિતાવી રહ્યા છે ..પણ પ્રેમ ક્યાં સુધી ...એકલું મન ..પરિવાર વિનાનું જીવન પોતાને જ કાપવા દોડે છે ...ટીવી,મોબાઈલ,ઇન્ટરનેટ ક્યાં સુધી એકલાશ ને દૂર કરી શકે ....અને આવો પ્રેમ પણ ક્યાં સુધી રહે ....પહેલું પગથિયું તો ટીનુ અને ટીનીએ પાર કરી લીધું પણ ક્યાં સુધી આ પ્રેમ ....?,....નીકળ્યા તો હતા સુખી સંસારના સપના લઈ ...પણ ધીમે ધીમે જરૂરિયાતો વધવા લાગી ..જીવન નિર્વાહ ની ...અને ટિનીની પણ મોજશોખ વધવા લાગ્યા હતા અને ઉપરથી આ મોંઘવારી હવે કોમ્પ્રોમાઈઝ પણ કમ્પ્લેનમાં ફેરવાઈ ગયા હતા ..પ્રેમ પણ નફરત બની ચુક્યો હતો )
(અને આ સુખી સંસાર સુખરૂપી કકળાટમાં ..અરે સોરી દુઃખરૂપી કકળાટમાંફેરવાઈ ગયો હતો ..રોજના ઝઘડા ને ન પુરી થતી જરૂરિયાત ..ને એકદિવસ ટીની તે ટીનુ અને એના ઘરને મૂકી ચાલી જાય છે )
(પણ ટીનુ..ક્યાં જાય ?આજ આ બધી જ યાદો ..પ્રેમ કેમ થયો ..કઈ રીતે સારો સમય વિતાવ્યો ..ઘર છોડ્યું ..પોતે બંને સાથે રહ્યા ..અને અંતે ટીની તેને મૂકીને ચાલી ગયી ....આ બધું જ તેની નજર 'સમક્ષ આ દર્શ્ય ફરી વળ્યું હતું....જે આજે ટીનુ ટ્રેનના પાટે બેસીને આ સમયને ધિક્કારી રહ્યો હતો ..ત્યાં જ ટ્રેન આવી અને પોતે ઝંપલાવી દીધું ....
પણ કહેવાય છે જ્યા સુધી ભગવાન ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ પણ આપણું કઈ કરી શકતું નથી ..બસ જેવું ટીનુ ઝંપલાવે છે ત્યાં જ એક ભાઈ તેને બચાવી લે છે ...જેમનું નામ હતું મી. અજય કુમાર ....(અજયભાઈ એટલે એક અત્યંત ધની અને પ્રતિષ્ઠા વાળા એકે વેપારી હતા ..સવારના પહોરમાં જોગીંગ કરવા નીકળેલા ...પણ આ એક છોકરાં ને મરતા જોઈ તેને બચાવી લે છે )
ટીનુ : ચિલાવી રહ્યો છે મને મરી જવા દ્યો ..મરી જવા દ્યો ...
અજય : તેને ટ્રેન ચાલી જાય છે ત્યાં સુધી મુકતા નથી ...(એને શાંત પાડે છે ..અને ટીનુને પૂછતાં ) ભાઈ શા માટે તારે મરવું છે ? આ ભગવાને મરવા માટે નહિ જીવવા માટે જીવન આપ્યું છે
ટીનુ : પણ કોના માટે જીવું ? (રડતા રડતા )
(ત્યારબાદ અજયભાઈ ઝવેરી જ્યાં તેમની કાર પાર્ક કરેલી ત્યાં ટીનુને લઈ જાય છે અને તેને કારમાં બેસાડી ઘરે લઈ જાય છે અજય ભાઈ ઝવેરીનો ફ્લેટ એટલે 51 માળની આવેલી સૌથી ઉંચી ઇમારત એટલે silver hightના ટોપ માળ પર રહે પણ ઘરમાં પોતે એકલા ..ન કોઈ સંતાન કે n પત્ની ...અને આ ટીનુને પોતાના ઘરમાં લાવે છે ..પાણી આપતા બબધી હકીકત જાણે છે )
અજય : શું થયું બેટા ? બોલ શા માટે મરવું છે ?
ટીનુ : (રડતા રડતા ) પણ કોના માટે જીવવું મારે ?જેના માટે ઘર છોડયુ , મા બાપ છોડ્યા ...એના માટે શું ન કર્યુ અને એ મને મૂકીને ચાલી ગઈ ...
અજય : ઓ પ્રેમની વાત છે ? જો બેટા ! આ પ્રેમ તો ખાલી સાંભળવાની વાત છે...અને જો
(કહેવાય છે ને નાના બાળકને જો નવું રમકડું આપવામાં આવે તો એને જરાય પોતાનાથી દૂર ન જવા દે ...પણ જેમ સમય વીતતો જાય તેમ તે જ બાળકને તે જ રમકડાં વિશેની પ્રીતિ ઓછી થઈ જાય છે પછી તે જ વસ્તુ તેને ગમતી બંધ થઈ જાય છે ....
આવું જ આ પ્રેમનું છે ..શરૂઆતમાં ઘણું સમય સાથે આપીશું ..એકબીજાને ક્યારેય નહીં ભૂલીએ ..એકબીજાને હંમેશા પ્રેમ કરીશું ...ત્યાં સુધી જ્યાં સુધી નવો નવો પ્રેમ હોય ત્યાં સુધી ...પછી આ જ પ્રેમ ઝઘડામાં પરિવર્તન થતા વાર નથી લાગતી ...આ જ પ્રેમ મારપીટ ,તલાક ,આત્મહત્યા સુધી પહોંચી જાય છે ..દરેક વ્યક્તિ જાણે છે પરિણામ છતાં આપડે આવું નહિ બને તે વિચારથી પ્રેમમાં પડે છે ...એક એનાલિસિસ એવું કે છે ૧૦૦% માંથી ૯૭ %લવ નિષ્ફળ જાય છે જીવનની દોરી પકડવામાં ..જીવન એક સાથે જીવવામાં ...જે વસ્તુ શરૂઆતના દિવસોમાં સારી લાગતી હતી...૧ વર્ષ ૨ વર્ષ માં ગમતી બંધ થઈ જાય છે )
ટીનુ : વાત સાચી છે ...પણ હવે હું પાછો કેમ જાવ ?
(અજય ભાઈ પોતે એક આલ્બમ દેખાડતા ...જેમાં એની ૨૧ વર્ષની છોકરીના એમના પરિવાર સાથેના સુંદર સુંદર ફોટોસ હતા અને વાત કરતા અજય કહે છે આ મારી દીકરી ખુશી...અને પછી ત્યાંથી ટીનુને બારી પાસે લઈ જતા નીચે રહેલી ઝુપડપટ્ટી દેખાડે છે અને ત્યાં એક ઓરડી પર આંગળી ચીંધતા તે કહે છે મારી દીકરી ....)
ટીનુ : વાત ન સમજાતા ? પૂછે છે તમારી દીકરી ?
અજય : હા ૨ વર્ષ પહેલા તેને કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા છોકરા હિરેન સાથે પ્રેમ થઈ ગયો ..અને નાનપણથી લાડકોડમાં પળેલી હોવાથી જિદ્દી પણ હતી ...એકવાર તે છોકરા ને મળવા માટે મમને લાવેલી ..મેં ઘણી સમજાવી તેની સાસાથે લગ્ન ન કર ..પન્ન એકની બે ન થઈ અને ત્યાં જઈને પરણી ..મેં ઘણી સમજાવી પણ તેને ૧૮ વર્ષની ઉમર નું જોશ અને આ અંધ પ્રેમ સામે તેને મારી પર કેસ કરી મને જેલમાં નંખાવ્યો ...પછી ૧ વીત્યું ..મેં ઘણું કરીને સમજાવી ...એકવખત મારે ત્યાં જવાનું થયેલું ઝૂંપડપટ્ટીમાં ત્યાં એ ઠામડાં ઉતકતી હતી. .મારાથી ન રહેવાયું ..ત્યાં સમજાવી પણ ન સમજી ...તેનો પતિ બુરી સંગત દારૂ પીવો ,વ્યભવિચાર કરવા ...અને આને લીધે તે જુગારમાં મારી દીકરી ને હાર્યો અને દસ દસ જણાએ તેના પર બળાત્કાર ગુઝારયો ....શું વાંક હતો ? એક આ પ્રેમ ...શું આ પ્રેમ હતો કે વાસના ?
મારી પત્ની રિના આ સદમો બર્દાશ ન કરી શકી અને એ ધામમાં ગયી. ..મારી દીકરી ખુશી મરવા જતી હતી આ બધાના ચૂંગલોમાંથી છોડાવી ..આજે એ માનસિક રીતે અસ્થિર છે અને ઈલાજ માટે એ અમેરિકા છે આછું લૂછતાં )
(જેને ૨૧ વર્ષની કરી આ હાથમાં રમાડી ..મોટી કરી પણ શું ? આ 21 દિવસના પ્રેમ માટે એણે અમારો ૨૧ વર્ષનો પ્રેમ છોડ્યો ...શું હતું આ પ્રેમ કે વાસના ?
ટીનુ : ખભા પર હાથ મુકતા (આશ્વાસન આપતા )
અજય : અને તમે આજકાલના જુવાનિયાઓ આ ફિલ્મો જોઈને આંધળું અનુકરણ કરો છો ...એક ફિલ્મમાં ૨૪ સેકેન્ડમાં હીરો જન્મતાની સાથે ૨૪ વર્ષનો થઈ જાય ...૧ મિનિટમાં તો ગરીબ મટીને કરોડપતિ ...અને લવ ને ભાગવું ને પ્રેમ ...આ લોકો આખી જિન્દગીને ૩ કલાક માં દેખાડી દે છે ....એક લેખ પ્રમાણે વિદેશી બે સાયન્ટિસ્ટ એ એવું કહેલું છે કે તમે જેવું જોવો છો , જેવું સાંભળો છો તેવું જ વિચારો છો અને તેવું જ કરો છો ....અને આ ફિલ્મ ..આ સિરિયલો ..વેબસીરીઝ શું લવ ,સેક્સ ને આટલું જ દેખાડે છે અને તેતેની અસર તમારા મગજ પર થાય અને મિત્રો તો હોય જ ચઢાવનાર ....
અને તમે પણ એ દોડમાં લાગી જાવ છો અમે પણ આમ થાશું ..ને ન કરવાનું કરો છો ..પછી આ જ પ્રેમમાં ઓછો થતો જાય ને પછી પુરુષ સ્ત્રીને મૂકીને ચાલ્યો જાય અને કકા સ્ત્રી પુરુષને મૂકીને ચાલ્યા જાય ...અને ઘરે તો જઈ શકે નહી ...ને જો સ્ત્રી હોય તે અવડે રસ્તે ચઢી જાય ..કા વેશ્યા બની જાય ..કોઈ પુરુષ સ્ત્રીને વેચી ખાય ..કા પછી આત્મહત્યા કરે ...આ જ તમારો પ્રેમ ?
આજનો યુવા ભારતના ભવિષ્યનો તારણહાર બને એ સપનું જ રહ્યું ..કારણકે આજે માણસ સ્વતંત્રતાના ચક્કરમાં સ્વચ્છન્દી બનતો જાય છે ટીવી ફિલ્મો ને જોઈ જોઈ ને નગ્ન થતો જાય છે ...મોબાઈલમાં,પબમાં ,દારૂમાં ,હુક્કા પીવામાં ,ક્લબ ..ચેટિંગ ને પછી ડેટિંગ ને લવ ને સેક્સ માં જ પડ્યો રહ્યો છે ....આજે સ્ત્રી અને પુરુષ love in relationship માં તો જ્યાં સુધી ફાવે ત્યાં સુધી સાથે રહો અને ન ફાવે તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે ..હવે તમારા અને વેશ્યા માં ફેર જ શું ?
અને આ ફિલ્મ જોઈને તો લોકો ૨૦ વર્ષે છુટા થાય એ કેવું ?૨૦ વર્ષ વિતાવ્યા પણ હજુ ન ફાવ્યું એટલે છુટા ને પછી બીજા લગ્ન ...)
શું આ જ પ્રેમ ? ૨૧મી સદીનો .........
(મિત્રો સમજો ..૨૧ વર્ષનો પ્રેમ ૨૧ દિવસના પ્રેમ સામે ભુલાઈ શકે તો ૨૧ દિવસનો પ્રેમ કોઈ બીજાં ૨૧ સેકેન્ડના પ્રેમ સામે પણ ભુલાઈ શકે )મધર ડે ..ફાધર ડે ઉજવો છો ..પણ ક્યાં સુધી જ્યાં સુધી તમને બીજું કોઈ i love you કેનારું ન મળે ત્યાં સુધી પછી જે માં બાપ સાથે ૨૧ વર્ષ કાઢ્યા હોય માતા પિતાનો આ પ્રેમ બીજા સાથે 21 દિવસનો પ્રેમ થતા ક્યાં ઉડી જાય છે ખબર જ નથી રહેતી ...)
આ નાટક કેવું લાગ્યું તેનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ
મને ઇસ્ટાગ્રામ : styloholic_007 અને મારી ગ્રાફિક design માટે ઇંસ્ટાગ્રામ : gunatitsolutions પર ફોલો કરી શકો છો ..whatsapp no : +919904795771....
ફરી મળીશું એક નવી વાર્તા સાથે જ્યાં આંનદ સાથે સમજણ પણ મળે ત્યાં સુધી વાંચતા રહો અને આ વાર્તા શેર કરો ......