રાહ વીજળીના કડાકાઓ સાથે ધડબડાટ મેહુલિયાની જોવાતી ને કોપાયમાન પ્રિયતમા વરસી પડી
કોલમ- પ્રેમની વસંત બારેમાસ
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર-9824856247
સૂર્યોદય થવાની તૈયારી છે અને ગામડામાં લોકો વહેલા ઉઠી ગયા છે. ગ્રામીણ જીવન શૈલીથી જીવન જીવતા એક પરિવારનુ ગામના છેવાડે એટલેકે ખેતરમાં ઘર આવેલું છે. ઘરના આંગણામાં ગાય ભેંસ સહિતના પશુઓની જોવા મળી રહ્યા છે. પરિવારની મહિલાઓ વહેલી સવારથી ગૌ સેવામાં લાગી ગયા છે અને પુરુષો ખેતીના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. ઘરના વડીલ દાદીમાં સવારના સમયે બાલ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે અને દાદીમા પ્રભાતિયા ગાઇ રહ્યા છે. ઘરનું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે આવો જ નિત્ય ક્રમ ધરાવતા સામાન્ય પરિવારમાં ભરત નામના બાળકનું બાળપણ વીતી રહ્યું છે. ભરત બાળપણથી થોડો જીદ્દી અને તોફાની છે .તેમ છતાં પણ તે પરિવારમાં સૌનો લાડકવાયો છે. નાનપણથી ભરત ગાયોની વચ્ચે રહે છે અને ક્યારેક પરિવારના લોકોની સાથે ખેતરમાં પહોંચી જાય છે. ખેતરમાં જઈને પણ ભરત ફળાવ વૃક્ષો ને પથ્થર મારી ફળ આરોગી રહ્યો છે. સાંજે ઘરે આવી પરિવાર સાથે સમૂહ ભોજન અને રાત્રી પ્રાર્થના પછી ભરત સુઈ જાય છે. ભરત પોતાના ગામમાં જ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે છે. ભરત અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થી હોવાથી ભણતરમાં તેનું બહુ મન લાગતું નથી પરંતુ પરિવારના આગ્રહ ના કારણે પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભરત નજીકમાં આવેલ શહેરમાં માધ્યમિક શાળામાં અભ્યાસ શરૂ કરે છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી ભરત જેમ તેમ કરીને માધ્યમિક શાળાનો શિક્ષણ પૂરું કરે છે અને હવે આગળનો અભ્યાસ નહીં કરવાનું મનમાં નિશ્ચય કરે છે. અભ્યાસ છોડી ને ભરત શહેરમાં નોકરીની શોધ માટે આમતેમ ફરી રહ્યો છે. કરિયાણાની દુકાન હોય કે પછી ખાનગી કંપની આવી દરેક જગ્યાઓ પર ભરત નોકરી ની શોધ કરી રહ્યો છે પરંતુ ભરતને ક્યાંય યોગ્ય નોકરી મળતી ન હોવાને કારણે આખરે નિરાશ થઈ જાય છે. ચારે બાજુથી ઘોર નિરાશાઓ માં ઘેરાયેલો ભરત જ્યારે એક ખાનગી પેઢીમાં નોકરીની શોધમાં જાય છે ત્યારે તેની આશા ફળીભૂત થાય છે અને ભરતને નોકરી મળી જાય છે. નોકરીની શરૂઆત સાથે ભરતના જીવનમાં આમૂલ પરિવર્તન આવવાની પણ શરૂઆત થાય છે. નોકરી દરમ્યાન ભરત સાથે કામ કરતી રાગિણી નામની સામાન્ય પરિવારની યુવતીના સંપર્કમાં આવે છે. બંનેનો સ્વભાવ એક સમાન હોવાના કારણે ભરત અને રાગણી નિયમિત મળતા રહે છે અને થોડી મુલાકાતો બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ જાય છે. ભરત રાગિણીને પોતાના અત્યાર સુધીના સંઘર્ષમય જીવનની બધી વાત કરે છે. ભરત પોતાની બધી જ સત્ય હકીકતથી રાગિણીને વાકેફ કરે છે અને પોતાના વિશેની બધી જ વાત કર્યા પછી ભરત જ્યારે રાગીણી ને પૂછે છે કે તારું બાળપણ કેવું વીત્યું છે ત્યારે રાગિણી કહે છે કે એક નાનકડા રૂમમાં માતા-પિતા દાદા-દાદી સહિત 10 પરિવારજનો એક સાથે રહીએ છીએ. રૂમ ભરે નાનકડો છે પરંતુ અમારા પરિવારના બધા લોકોનું મન મોટું છે. આમ તો મારો ઉછેર ગરીબ સામાન્ય પરિવારમાં થયો છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નથી. તેમ છતાં પણ પરિવાર દ્વારા મને ક્યારેય આર્થિક સ્થિતિ સારી ન હોવાનો અનુભવ થવા દેવામાં આવ્યો નથી. પરિવારના બધા જ લોકો પોતાની આવડત પ્રમાણે મજૂરી અને નોકરી કરી રહ્યા છે અને સાથે મળીને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. મેં પ્રાથમિક શાળા સુધી અભ્યાસ કર્યો છે અને માતા ને મદદરૂપ થવા અને ઘરે કામ કરવા માટે માધ્યમિક અભ્યાસ અધૂરો છોડી દીધો છે. મારી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ થતાં મે જાતે જ નિર્ણય કરીને પરિવારને આર્થિક મદદરૂપ બનવા માટે ખાનગી પેઢીમાં નોકરી ની શરૂઆત કરી છે અને નોકરી દરમ્યાન ભરત તું મને મળી ગયો અને મારું આખું જીવન બદલાઈ ગયું છે. અત્યાર સુધી હું એકલતા અનુભવતી અને આ જગતમાં મારું કોઈ નથી તેમ માનતી હતી પરંતુ હવે મારે તારા સિવાય કોઈની જરૂર નથી કેમકે મારો ભરત મારો પ્રેમ મારી સાથે છે. ભરત આ સાંભળીને ખુબ જ ખુશ થાય છે અને રાગીણીને કહે છે કે હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભરત તારી સાથે છે. નોકરી દરમ્યાન ભરત અને રાગીણીનો પ્રેમ આગળ વધી રહ્યો છે ને ચારે બાજુ તેમના પ્રેમની ચર્ચા પણ થઈ રહી છે. રાગિણી નાનપણથી પ્રકૃતિપ્રેમી અને સાથે સ્વાભિમાની હોવાના કારણે નોકરીમાં મન લાગતું નથી પરંતુ ભરત સાથેના પ્રેમના કારણે જ રાગિણી નોકરી કરી રહી છે. એક દિવસ રાગિણી ભરત ને કહે છે કે આપણે બંને નોકરી છોડી દેવી જોઈએ અને તું ગામડે છે ખેતી અને પશુપાલન કર અને હું શહેરમાં રહી શીવણ શીખી લઇશ. પછી લગ્ન કરીને આપણે સુખેથી જીવન જીવીશું. થોડા દિવસોમાં જ બંને નોકરી છોડી દે છે અને ભરત પોતાના ઘરે પરત આવી ખેતીના કામમાં લાગી જાય છે અને રાગીણી સીવણ શીખવા લાગે છે. બંને સાથે મળીને પોતાના પરિવારમાં પ્રેમ સંબંધની જાણ કરે છે અને બન્ને લગ્ન કરવાની અનુમતિ માંગે છે. બંને પરિવારની અનુમતિ મળતા લગ્ન નિશ્ચિત કરવામાં આવે છે. લગ્ન નિશ્ચિત થયા પછી થોડા દિવસો પછી રાગિણી ભરત ના ઘરે આવે છે અને સાથે ખેતરમાં પણ જાય છે. આ સમયે ભરત ખેતરમાં રહેલ એક ઘટાદાર વૃક્ષ ને આપવા માટે કુહાડીનો ઘા કરે છે ત્યાં તો આ જોઈને પ્રકૃતિપ્રેમી રાગિણી ગુસ્સે થઈ જાય છે અને ભરતને વૃક્ષ ન કાપવા માટે સ્પષ્ટ જણાવે છે. રાગીની ના આગ્રહને કારણે ભારત વૃક્ષ આપતો નથી અને ખેતીના કામમાં વ્યસ્ત બની જાય છે. બપોરના સમયે ભરત ઝાડ નીચે બેસીને લાગણી સાથે ભોજન કરી રહ્યો છે ત્યારે કહે છે કે આ કાળઝાળ ગરમી એ તો ભારે કરી, કુદરત પણ કેવી છે કે એને ખબર પડતી નથી કે ગરમીના કારણે કોઈનો જીવ જઈ શકે છે. આ સાંભળીને રાગીણી ગુસ્સાથી કહે છે કે આપણે બધાએ સાથે મળીને પ્રકૃતિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. આપણે પ્રકૃતિ ને નુકસાન કરી રહ્યા છે જેના કારણે પ્રકૃતિ કોપાયમાન થઈ છે અને ગરમી વધી રહી છે. આ તો હજી શરૂઆત છે અને આપણે નહીં સુધરીએ તો હજુ આનાથી પણ આકરી ગરમી સહન કરવી પડશે. ગરમીની વાત કરતો ભરત રાગિણી નું કોપાયમાન સ્વરૂપ જોઈને સ્તબ્ધ બની જાય છે. જાણે કે રાહ વીજળીના કડાકા સાથે ખડખડાટ મેહુલિયાની જોવાતી ને કોપાયમાન પ્રિયતમા વરસી પડે એવી ભારતની હાલત થઈ ગઈ છે. ભરત રાગીણીને શાંત પાડતા કહે છે કે હવે હું ક્યારેય પ્રકૃતિને નુકશાન થાય તેવુ કોઇ કૃત્ય નહિ કરૂ. રાગીણી કહે છે કો ભરત કોઇ પણ વ્યક્તિ પ્રકૃતિને નુકશાન કરે તો મને તરત જ ગુસ્સો આવી જાય છે. આ મારી કમજોરી છે પરંતુ જો તું મને કોપાયમાન જોવા ન માંગતો હોય અને સાથે પ્રેમથી જીવન જીવવા માંગતો હોય તો પ્રકૃતિને પણ મારી જેમ જ પ્રેમ કરતો રહેજે. પછી તો ભરત પણ પ્રકૃતિ પ્રેમી બની જાય છે અને રાગીણીની સાથે પ્રકૃતિને પણ અનહદ પ્રેમ કરી રહ્યો છે અને સામે રાગીણી પણ ખુશીથી ભરતને ભરપુર પ્રેમ આપી રહી છે.