Zhankvata rang books and stories free download online pdf in Gujarati

ઝંખવાતા રંગ

      




              "કૃતિકા, ચલો બેટા હવે તારો વારો." દિકરીનું  માથું ધોઈ ને નંદનાએ કૃતિકાને બોલાવી.

"ક્યાં મમ્મી?" કૃતિકા ગૂંચવાઈ. "શેનો વારો?" 

 નંદનાબહેન મીઠું હસ્યાં, "અરે દીકરા, શેમ્પુ નથી કરવાનું? વાળમાં તો ભરપૂર રંગ ભરાયો છે. કોઈ એ પાકો રંગ પણ નાંખી દીધો છે." નંદનાબહેને સમજાવતાં કહ્યું." સાફ કરતાં તારા હાથ દુખી જશે."

   "હા ભાભી ડિઅર, મૉમ ઇઝ રાઈટ," તમારા વાળ ધોવા એટલે..... બિગ ટાસ્ક". રચનાએ 
ટાપસી પૂરાવી.

            કૃતિકા એકદમ સંકોચાઇ ગઇ. "અરે મમ્મી તમે આઈ મીન, તમારી પાસે હું કેવી રીતે શેમ્પુ કરાવું?"

     " સિમ્પલ, જેવી રીતે લાસ્ટ હોળી સુધી તારા મમ્મી પાસે કરાવતી એવી રીતે." નંદનાબહેન સરળતાથી બોલ્યાં. 

પછી ઉમેર્યું," સોરી, કાલે રાત્રે ડાઈનીંગ ટેબલ પરની તમારા બંનેની ડિસ્કશન મારાથી ઑવરહર્ડ થઈ ગઈ હતી. તારા વાળ બહુ જ લાંબા છે, 
અને બહુ થિક પણ છે. અને તારે હોળી એટલા માટે ન'તી રમવી કે તને શેમ્પૂ કરતા નથી આવડતું!"

 નંદનાબેન હસતા હસતા બોલ્યા. "જો આજે કોઈ પાર્લર કોણ ખુલ્લા નહીં મળે. અને કોઈ પાર્લર સ્ટાફ ઘરે પણ નહિ આવે."

    " અરે, સોરી શું મમ્મી! મારાથી આટલા લાંબા વાળ હેન્ડલ થતા નથી. પણ મને લાંબા વાળ બહુ ગમે છે. રજત તો કહે છે કે શોર્ટ કરાવી લે." કૃતિકા બોલતા બોલતા રડમસ થઈ ગઈ.
       
     "ભાઈ! તમારે બીજુ ઓપ્શન પણ આપવા જેવું હતું, ભાભી ને કહેવું હતું ને કે શેમ્પુ હું કરી આપીશ." નટખટ નણંદબાએ મમરો મુક્યો." શું ભાઈ તમે પણ! સો હાર્ટલેસ!"

     "મેં તો કહ્યું જ હતું, કહ્યું હતું કે નહીં?કૃતિકા" 
રજત બોલ્યો, "કેમ ભૂલી ગઈ? સિકિકમમાં તો..." રજત બફાટ કરવાની તૈયારીમાં હતો.


       "રચના, તારા વાળ ડ્રાય કર. રજત તું ભૂલી ગયો, તારે શ્રીખંડ લાવવાનું હતું?" નંદનાએ હસવું રોકીને કહ્યું. ચાલ કૃતિકા.


       એ દિવસે કૃતિકા ના વાળ માંથી હોળીનો રંગ ધોવાઈ ગયો અને એ રંગ કૃતિકાના મન પર સદાને માટે ચડી ગયો. આ પરિવારના પ્રેમસ્વરૂપે. 


       એક મહિનો પણ નથી થયો લગ્નને. અઠવાડિયા પહેલા તો હનીમૂન ,પગ ફેરો વગેરે વિધિઓ પતાવીને નવા સાસરિયામાં સેટ થઈ રહી હતી. લગ્ન પછીની પહેલી હોળી ઉજવવાની એની હોંશ પણ કઈ ઓછી ન હતી.


      કમરથી પણ નીચે જતા ઘટાદાર વાળ માં ભરાયેલો ગુલાલ ધોવાની કલ્પના માત્ર થી  એ નર્વસ હતી. મમ્મીને ત્યાં તો અમસ્તા પણ તેલ વાળા વાળ મમ્મી જ ધોઈ આપતી.


       લગ્ન પછી ત્રણ-ચાર વર્ષ આ સિલસિલો ચાલુ રહ્યો. આ સિવાય પણ કેટલા બધા લાડ કૃતિકા પામતી.બન્નેને એક બીજા વગર ચાલતું નહીં.
 નંદનાબહેન અને કૃતિકાનું ઉદાહરણ આખી સોસાયટી , સગાંવહાલાંમાં અપાતું. 

  જયેશભાઇને થતું , "આ છોકરીમાં પીઢતા કયારે આવશે! નંદનાના તો લાડ પૂરા જ નથી થતાં!" એમણે નંદનાબહેનને કહ્યું," કૃતિકાને થોડી જવાબદારી અને દુનિયાદારી શીખવ, કેટલી છોકરમત છે એનામાં!"

     " એનામાં છોકરમત નથી બાળસહજતા છે, એકદમ નિખાલસ અને પારદર્શક." નંદનાબહેને કહ્યું. "રહી વાત જવાબદારી અને દુનિયાદારીની, તો તમે ધરપત રાખો. એ ક્યાંય પણ પાછળ પડે એમ નથી." 

      "તમે ઘરની ફિકર છોડો, એ તમારો સબ્જેક્ટ નથી. હું તમારી ફેક્ટરીની ફિકર કરું છું?" નંદના બહેન હસ્યાં. "બાય ધ વે, આપણે દાદા દાદી બનવાનાં છીએ!" 

     ભવ્યનો જન્મ થયો. દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થતા રહ્યાં. આમ પણ સુખના દિવસો ઝડપથી પસાર થાય છે. 

  અચાનક એક દિવસ નંદનાબેનનો હાથ, ખભો જકડાઈ ગયાં. દુખાવો અસહ્ય હતો. બધાં ડરી ગયાં. રજત અને જયેશભાઇ એમને હોસ્પિટલમાં લઇ ગયા.

        "ફ્રોઝન શોલ્ડર,"રીપોર્ટ આવ્યો. નંદનાબેન થી હાથ પણ ઊંચો ના થતો." ટ્રીટમેન્ટ છે, મેડિસિન, ફીઝીઑથેરેપી વગેરેથી ફરક પડશે અને ધીરે ધીરે મુવમેન્ટ પણ થશે. નથિન્ગ ટુ વરી અબાઉટ. એકાદ-બે મહિનામાં તમને ઘણો આરામ થઈ જશે.

       "કૃતિકા, નંદના ના પર્સનલ કામ માટે કોઈ આયામાસી રાખી લઈએ તો કેમ રહેશે?" જયેશભાઈએ પુત્રવધુ ને પૂછ્યું. 
"શા માટે ડેડી?" આપણે બધાં જ છીએને, " 
મમ્મીને કમ્ફર્ટેબલ નહીં લાગે.
કૃતિકા જસ્ટ હોળી રમવા જવા માટે તૈયાર થતી હતી.


 રચના અને રાહુલ ,રચનાનો મંગેતર , બધા જ જમવાના હતા. મહારાજની પણ રજા હતી. કૃતિકા સવારથી દોડાદોડીમાં હતી.

        "મમ્મીના એક શોલ્ડરમાં જ  પ્રોબ્લેમ છે. બધુ મેનેજ થઇ જશે. ડેડી,તમે ચિંતા ના કરો." અત્યારે બધાં હોળી રમવા ચાલો. રાહુલ કુમારની આપણે  ત્યાં ફર્સ્ટ હોળી છે. પછી આરામથી વાત થશે." કૃતિકા બારીમાંથી બહાર જોતા જોતાં બોલી.

      "અરે જુઓ! બધા આવી ગયા છે! જલદી ચાલો. બધા રંગાઇ જય પછી  રંગવાનો શું ફાયદો?"

      "તમે નીકળો બધા હું આવું છું પાંચ મિનિટમાં." નંદનાએ કહ્યું. "હું પણ મમ્મી સાથે જ આવીશ. ડેડી તમે પણ જાવ તમારા બધા જ ફ્રેન્ડ આવી ગયા છે." 


જયેશભાઈ મનમાં ને મનમાં બબડતા નીકળ્યા.
"કોણ જાણે નંદના આ છોકરીને મોટીજ નથી થવા દેતી. આજકાલ કરતા આઠ વર્ષ થશે લગ્નને. એક દીકરાની મા થઈ ગઈ પણ પતંગિયાની જેમ ઉડતી જ હોય છે. 

"એટલું તો માનવું જ પડે કે આ પતંગિયા જેવી છોકરી મારું ઘર કેટલું હસતું રાખે છે!" એમનું મુખ મલક્યું માંડ અડધી સેકન્ડ માટે.

       નંદના અને કૃતિકા ગ્રાઉન્ડમાંઆવ્યા. નંદના આનાકાની કરતી રહી પણ બધાએ એને બરાબર હોળી રમાડી. બે અઢી કલાક પછી બધા ઘરે આવ્યા. 

       "રચના, તું ભવ્યને નવડાવીને નાહી લે. રજત તું રાહુલ કુમાર અને પપ્પા આપણા રૂમમાં વારાફરતી નાહી લો."

     " મમ્મી, ચાલો તમારા રૂમમાં પહેલા તમારું શેમ્પુ કરી ને હું નાહી લઈશ."
      "અરે ભાભી તમે ક્યાં તકલીફ લો છો? હું કરી આપું છું." રચના  બોલી.

      કૃતિકા હસી પડી," મને પણ મોકો આપો મમ્મી!" ચાલ ને બેટા હું ક્યાં ના પાડું છું. નંદનાબેને કહ્યું.

      રૂમમાં જઈને ખુરશી પર બેઠા. "દીકરા તું થાકી તો નથી ને? સવારથી તને આરામ નથી મળ્યો."
     "બેટા દવાઓ લીધી ને? સવારથી બીઝી છો ભૂલી તો નથી ગઈ ને?" તને વિકનેસ જેવું લાગતું હોય તો રચનાને મોકલ. હજી તારે પણ નાહવાનું બાકી છે." નંદનાબહેને બહુ જ ચિંતાપૂર્વક પૂછ્યું.

            કૃતિકા નંદના બહેનના ખોળામાં માથું રાખીને બેસી ગઈ,"મમ્મી, ખાલી તમારું જ શેમ્પુ છે ને મારે તો ક્યાં...."

       નંદના નો હાથ ફરતો રહ્યો કૃતિકાના માથા પર બાંધેલા સ્કાર્ફ પર.

       કિમોથેરૅપી પછી કૃતિકા માથા પર સ્કાર્ફ બાંધી રાખતી.

        રજત ના લગ્ન વખતે કરાવેલો દીવાલો પરનો રંગ નંદનાને આટલા વર્ષો પછી અચાનક ઝાંખો પડતો દેખાયો.



DinaaZZ

   
      
    
    

બીજા રસપ્રદ વિકલ્પો