પ્રેમ ની અલગ પરિભાષા Riya Makadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની અલગ પરિભાષા

ભાગ -

                   આજે ઘરનું  વાતાવરણ કંઈ અલગ જ લાગતું  હતું, બધા ચિંતામાં   હતા , કે રચના પાસ થશે કે નહી? થશે તો ક્યાં પછી આગળ ભણવા જશે?  શું થાશે આ રચનાનું? રચના દેખાવે સુંદર, સ્વભાવે શાંત ,કોયલ થી પણ મધુર વાણી , ચંદ્રમાંની ચાંદની જેવી મોઢા પર ચમક, વાળ રેશમી મુલાયમ , પહેલી જ નજરે બધાનાં દિલ માં વસી જાય તેવી છે. તેના મમ્મી પપ્પા ના તો કાળજા નો કટકો છે. તેના મમ્મી તો તેને એટલી હદે પ્રેમ કરતાં કે હવે તેને બહાર ભણવા જાવાની જ ના પાડતા હતા. પરંતુ તેના પપ્પા ના કહેવાથી તે માની ગયા. પણ સમાજ નો ડર હતો, તેને કયારેય પોતાની વહાલસોયી ને પોતાનાથી દૂર કરી ન હતી.

             
              હવે સમય આવી ગયો હતો, તેને ખુલ્લા આકાશ માં ઉડવા દેવાનો, પંખીઓ સાથે હરીફાઈ કરવા દેવાનો, પોતાની આઝાદી ને દિલ થી જીવવાનો , આમ  પણ તેને કોઇ રોક ટોક ન હતી, પરંતુ એક બંધન તો હતું જ હવે એ બંધન માં થી રચના મુક્ત થશે એ એના પરિણામ પર આધાર રાખતું હતું અને આજ એ દિવસ આવી ગયો હતો કે રચના આઝાદીના પગલા તરફ એક કદમ આગળ મૂકશે કે પછી ધમધમતી વીજળી જેમ નીચે પટકાશે.


                  બસ ૨ જ કલાક ની વાર હતી પરિણામ આવવામાં રચના તો કંઈક અલગ જ મિજાજ માં હતી. પણ એના મમ્મી પપ્પા રિઝલ્ટ થી કંઈક બીજા જ ટેન્શન માં હોય એવું લાગતું હતું. બંને વચ્ચે કંઈક મતભેદ ચાલતો હતો રમેશભાઈ બોલતા હતા કે,            " સરલા, હવે તો આ સત્ય દુનિયા થી છુપૂં રહેશે નહિ, બધા ને ખબર પડી જશે,"            ને સરલા જોરથી બૂમો પાડીને બોલતી હતી કે,  " એટલે જ તો તમને હું ના પાડતી કે નથી ભણાવવી  આગળ એને પણ........     ત્યાં જ રચના   અંદર ઓરડામાં આવી  અનેે બોલી, " પાપા, પાપા જલ્દીથી સાઇટ ખોલો ને  મારું પરિણામ આવી  ગયુ હશે, "  એટલે તરત રમેશ ભાઈ એ પરિણામ જોયું, જોતાં ની  સાથે જ ખુશી નો કોઈ પાર ના રહ્યો,  રચના આખા પાટણ જિલામાં પ્રથમ આવી હતી. 

તેમનાં ચેહરા પર પણ અવણઁનીય આનંદ છવાઈ ગયો.  બોવ ખુશ હતા  તેઓ,          સાથે જ એક અસમજ ઘટના ઘટતી જતી. આજુબાજુ ના પાડોશી ઓ સ્વાભાવિક પણે પૂછવા અાવતા શું પરિણામ આવ્યું , પણ તેના મમ્મી તો પેંડા વેચવાને બદલેે બધાને તૂછકારીને ઝડપથી જ રવાના કરી દેતા,  રચના ને તો મળવા જ ન દેતાં,   રચનાને તો હળવું મળવું એ બોવ જ ગમતું પરંતુ તેના મમ્મી ના રોકટોક ના લીધે એ ન જવાનું ટાળતી. તેને તો મિત્રો પણ સાવ  ઓછા હતા,  સગાસંબધી પાસેય  ઓછી જવા દેતા.

ક્યાંક જો તેના વિષે બધાંને ખબર પડી જશે તો? જોકે રચના બહાદુર હતી,  તેને કંઈ ફરક ન પડતો કે દુનિયા સમાજ તેના વિશે શુ વિચારશે? આ તો મમ્મી પપ્પા ની મનાઈ હોવાથી તે પોતાના પગ પાછળ હટાવી લેતી.

       હવે તો તેની ઉંમર જ એવી હતી કે તેને ફરવાનું,  મોજ મસ્તી કરવાનું,  મન થાય. પરંતુ મજબુરી ના લીધે તે તેનાં મનને મનાવી લેતી.
          આમ જ દિવસો  પસાર થતા ગયા, હવે સમય હતો રચના ને બહાર અભ્યાસ માટે મોકલવાનો તેને ડોક્ટર બનવું હતું, અને સારા% હોવાથી અમદાવાદ ની બી. જે. મેડિકલ કોલેજ માં  એમ. બી. બી. એસ. માં એડમિશન પણ મળી ગયું.

            આખરે એ સમય પણ આવી ગયો કે તેને અમદાવાદ જવાનું થયું,  અને તેના મમ્મી પપ્પા તેને મૂકવા ગયા,  સમય રેતી ની જેમ સરકતો હતો. રચના ને તે શહેર માં મૂકી એટલે તેને તો જાણે પોતાના કાળજા ના કટકા ને અલગ કયાઁ એવું લાગતું હતું. બંનેની આંખો માં આંસુ હતા.
      
            ચિંતા તો બધા ને હોય પણ આતો હદ થી વધારે હતી.  શું હતું આટલી ચિંતા નું કારણ?
શું રહસ્ય હતું પળ પળ અસ્તિત્વ ટકાવવા નું?
   વધુ માં જોઈએ આવતાં અંક પર.
      ક્ષતિ અને પ્રતિભાવ આપવા વિનંતી
  
          riyamakadiya2506@gmail.com

         રિયા માકડિયા