ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૯ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૯

ટ્વીન્કલ માહી ના ગયા પછી વિચારતી હતી કે માહી એ તેને ક્યાં જવા માટે ની તૈયારી કરવા માટે કહ્યું હશે? આમ વિચારતા વિચારતા તે સુઈ જાય છે. સાંજે ટ્વીન્કલ ની મમ્મી તેને જગાડી ને તૈયાર થઇ માટે કહે છે.

ટ્વીન્કલ ફ્રેશ થઈ ગયા બાદ તેના પપ્પા એ ગિફ્ટ આપેલ ડાર્ક બ્લુ ડ્રેસ પહેર્યો પછી હોલ માં આવી ત્યાં માહી તૈયાર થઈ ને તેની રાહ જોતી હતી. માહી એ પણ આજે બ્લેક વન પીસ ડ્રેસ પહેર્યો હતો.

માહી આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્વીન્કલ માહી ની પાસે આવી ને બેઠી. તે માહી ને કઈ પૂછવા જાય તે પહેલાં ટ્વીન્કલ ના પપ્પા એ ટ્વીન્કલ અને માહી ને કાર માં બેસવા માટે કહ્યું.

ટ્વીન્કલ અને માહી કાર ની પાછળ ની સીટ પર બેસી ગયા. ટ્વીન્કલ ની મમ્મી આગળ ની સીટ માં ટ્વીન્કલ ના પપ્પા સાથે બેઠા. પછી ટ્વીન્કલ ના પપ્પા એ ટ્વીન્કલ ને પૂછ્યું કે તે કઈ જગ્યાએ જવા માટે ની ઈચ્છા છે ?

ટ્વીન્કલે કહ્યું કે એ હું નહીં પણ માહીદીદી કહેશે. પછી તેણે માહી તરફ જોયું. માહી એ તેને એક સ્માઈલ આપી અને કહ્યું કે અંકલ હું તમને રસ્તો બતાવું એ પ્રમાણે તમે કાર ચલાવો.

સુરેશભાઈ એ માહી ના કહ્યા પ્રમાણે કાર ચલાવી. અડધા કલાક પછી તેઓ એક મકાન પાસે ઉભા રહ્યા. ટ્વીન્કલે મકાન પર લખેલું નામ વાંચ્યું "શિવાય અનાથાશ્રમ". 

બધા કાર માં થી એકસાથે નીચે ઉતર્યા. સુરેશભાઈ એ માહી ને પૂછ્યું કે આપણે અહીં કેમ આવ્યા છીએ ? માહી એ કહ્યું કે અહીં આપણે ટ્વીન્કલ નો જન્મદિવસ ઊજવવા માટે આવ્યા છીએ.

આમ કહીને માહી એ મકાન ના ગેટ માં પ્રવેશ કર્યો ત્યારે એ મકાન ની આગળ ના મેદાન માં રમી રહેલા નાના બાળકો માહી ને જોઈને દોડી આવ્યા. અને દીદી કહીને માહી ને ભેટી પડયા.

પછી માહી એ તે બાળકો ને કહ્યું કે હું જેમ તમારી રમવા માટે આવું છું તેમ તમારી રમવા માટે હું કોઈને લઈને આવી છું. આમ કહીને માહી એ ટ્વીન્કલ ને બોલાવી.

ટ્વીન્કલ અને માહી બંને બાળકો ની સાથે રમત રમવા લાગ્યા. થોડી વાર પછી માહી પોતાની સાથે લાવેલી મીઠાઈ બાળકો ને આપી. રાત નો થવાનો હોવાથી તે બધા બાળકો ની સાથે બેસી ને જમ્યા પછી રાતે ઘરે પાછા આવ્યા.

ટ્વીન્કલ આજે આખા દિવસ દરમિયાન ફરી ને થાકી ગઈ હતી એટલે ઘરે આવીને તે તરત જ સુઈ ગઈ. બીજા દિવસે ટ્વીન્કલ ના માસી જાનકીબેન તેના ઘરે આવ્યા. તેમને આવેલા જોઈને ટ્વીન્કલ ખૂબ જ ખુશ થઈ ગઈ. ટ્વીન્કલે આખો દિવસ તેના માસી સાથે પસાર કર્યો.

એ આખો દિવસ દરમિયાન ટ્વીન્કલ ને માહી જોવા મળી નહીં એટલે તેને લાગ્યું કે તે કોઈ કામ માં વ્યસ્ત હશે એટલે એ કામ માં થી ફ્રી થશે ત્યારે વાત કરશે. ટ્વીન્કલ ના માસી જાનકીબેન રાત્રે રોકાયા ત્યારે તેમણે ટ્વીન્કલ ને પૂછયું કે શું તે તેમની સાથે અમદાવાદ આવવું  છે ?

ટ્વીન્કલ અમદાવાદ જવાની વાત સાંભળી ને ખુશ થઈ ગઈ અને તેણે હા પાડી દીધી. બીજા દિવસે ટ્વીન્કલ અને જાનકીબેન ને ટ્વીન્કલ ના પપ્પા સુરેશભાઈ પોતાની કાર માં અમદાવાદ મૂકી ગયા.

અમદાવાદ પહોંચી ગયા બાદ ટ્વીન્કલ સાંજે જાનકીબેન સાથે મોલ માં શોપીંગ કરવા માટે ગઈ. ટ્વીન્કલ જ્યારે ફેશનવર્લ્ડ શોપ માં પોતાના માટે ડ્રેસ પસંદ કરી રહી હતી ત્યારે તેને પાછળ થી કોઈ નો અવાજ સાંભળાયો કે મારા ગિફ્ટ આપેલ ડ્રેસ કરતાં વધારે સારો ડ્રેસ અહીં નહીં મળે.

આ સાંભળી ને ટ્વીન્કલ ચોંકી ગઈ. તેણે પાછળ જોયું તો ઝોયા તેની પાછળ ઉભી રહી હતી. ટ્વીન્કલે ઝોયા ને પૂછ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો ? ઝોયા એ હસી ને જવાબ આપ્યો કે હું અહીં જ રહું છું.

ટ્વીન્કલ બોલી કે ભલે તમે રહેતા હોય પણ અત્યારે અહીં થી જાવ. જો મારા માસી મને તમારી સાથે વાત કરતાં જોઈ જશે તો મને તમારા વિશે સવાલ કરશે અને હું એમના સવાલ નો જવાબ નહીં આપી શકું.

ઝોયા એ ટ્વીન્કલ નો પરેશાન ચહેરો જોઈ એક આછું સ્મિત આપ્યું અને કહ્યું કે એવી કોઈ મુશ્કેલી નહીં થાય. આમ કહીને ઝોયા ત્યાં થી જતી રહી. પણ હવે ટ્વીન્કલ ઝડપથી એક જોડી જીન્સ - ટીશર્ટ અને એક પ્લાઝો પસંદ કરી ને જાનકીબેન પાસે ગઈ.

જાનકીબેન ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરી રહ્યા હતા. તેમણે ટ્વીન્કલ જોઈ એટલે પૂછ્યું કે તેણે કપડાં પસંદ કરી લીધાં ? ટ્વીન્કલે હા પાડી.  એટલે તે બંને મોલ માં થી ખરીદેલી વસ્તુઓ નું બિલ ચૂકવી ને બહાર નીકળી ને રીક્ષા ની રહ્યા હતા.

ત્યારે તેમની પાસે એક કાર આવી ને ઉભી રહી. એટલે જાનકીબેન તેમની બેગ ટ્વીન્કલ ને પકડવા માટે આપી નો ડાબી બાજુ નો વિન્ડો ગ્લાસ ખુલ્યો. જાનકીબેને જોયું તો કાર માં એક યુવતી બેઠેલી હતી.

જાનકીબેન તે યુવતી ને ઓળખતા હતા. તે યુવતી ઝોયા હતી. ઝોયા એ જાનકીબેન ને પુછ્યું કે આંટી રીક્ષા ની રાહ જોયા વગર કાર માં બેસી જાઓ. ઝોયા ની વાત સાંભળી ને જાનકીબેને ટ્વીન્કલ ને કાર પાસે બોલાવી ને કાર માં પાછળ ની સીટ પર બેસવા માટે કહ્યું. 

જાનકીબેન આગળ ની સીટ માં ઝોયા સાથે બેસી ગયા. ઝોયા એ કાર ડ્રાઇવ કરતાં કરતાં જાનકીબેન ને પૂછ્યું કે તમારી સાથે આ સ્વીટ ગર્લ કોણ છે ?  જાનકીબેને કહ્યું કે આ ટ્વીન્કલ છે. મારી સિસ્ટર ની દીકરી.

ઝોયા એ ટ્વીન્કલ ને કહ્યું કે hi ટ્વીન્કલ. ટ્વીન્કલ ને અત્યારે એ સમજાતું નહોતું કે ઝોયા અત્યારે અજાણી હોય તેમ કેમ વર્તી રહી હતી. ઝોયા ને જવાબ આપતાં  તેણે પણ hi કહ્યું.

પછી જાનકીબેન અને ઝોયા બીજી વાતો કરવા લાગ્યા જ્યારે ટ્વીન્કલ કાર માં થી બહાર ના દ્રશ્યો જોતી હતી. 30 મિનિટ પછી જાનકીબેન ના ઘરે પહોંચી ગયા બાદ ઝોયા જાનકીબેન અને ટ્વીન્કલ ને ડ્રોપ કરી ને તેના ઘરે ચાલી ગઈ. રાત્રે જમતી વખતે ટ્વીન્કલે જાનકીબેન ને પૂછ્યું કે જે ગર્લ તેમને ઘરે મુકવા માટે આવી હતી તે કોણ હતી ?

જાનકીબેને જવાબ આપ્યો કે તે આપણી નેબર છે. આ ઘર ની બાજુ ના જ ઘરમાં રહે છે. તેનું નામ ઝોયા છે. તારે કોઈ વાર તેની સાથે ફરવા જવું હોય તો કહેજે. એ તને બધી જગ્યાએ ફરવા માટે લઈ જશે. 

જાનકીબેન ની વાત સાંભળી ને ટ્વીન્કલે કઈ કહ્યું નહીં એટલે જાનકીબેન જમ્યા ના વાસણ લઇને કિચન માં ગયા અને ટ્વીન્કલ ગેસ્ટરૂમ માં જઇ ને સુઈ ગઈ. 

બીજા દિવસે ટ્વીન્કલ ટીવી જોતી હતી ત્યારે કોઇએ ઘર ના ડોરબેલ વગાડ્યો. ટ્વીન્કલ દરવાજો ખોલવા માટે ઊભી થઇ પણ જાનકીબેને તેને બેસી રહેવા માટે કહ્યું અને જાતે દરવાજો ખોલ્યો.

દરવાજા પર ઝોયા ઉભી હતી એટલે જાનકીબેને તેને અંદર આવવા માટે કહ્યું. ઝોયા એ ઘરમાં આવી ને જાનકીબેન ને કહ્યું કે તેની નાની કઝીન ને બહાર ફરવા માટે જવું છે પણ તે એકલી છે તો જો તે ટ્વીન્કલ ને ઝોયા સાથે મોકલશો તો તેની કઝીન ને ફાવશે.

ઝોયા ની વાત સાંભળી ને જાણકીબેને ટ્વીન્કલ તરફ જોયું. તેમને ટ્વીન્કલ ની એકલી મોકલવામાં થોડો દર લાગતો હતો પણ બીજી તરફ તેઓ ઝોયા ને તેના બાળપણ થી ઓળખતા હતા એટલે ચિંતા કરવા નું કોઈ કારણ ન હતું.

છતાં પણ તેમણે એકવાર ટ્વીન્કલ ને પૂછવા નું યોગ્ય લાગ્યું તેથી તેમણે ટ્વીન્કલ ને પૂછયું કે શું તે એકલી ઝોયા સાથે ફરવા માટે જશે ?  તો ટ્વીન્કલે ઝોયા સાથે જવાની હા પાડી એટલે જાણકીબેને તેને તૈયાર થઈ જવા માટે કહ્યું.

થોડી વાર પછી ટ્વીન્કલ તૈયાર થઈ ગઈ અને ઝોયા પણ તેની કાર લઈને આવી ગઈ. ટ્વીન્કલ કાર ની પાછળ ની સીટ માં બેસવા જતી હતી પણ ઝોયા એ તેને આગળની સીટ પર બેસવા માટે કહ્યું એટલે ટ્વીન્કલ ઝોયા પાસે બેસી ગઈ.

ટ્વીન્કલે ઝોયા ને તેની કઝિન વિશે પૂછ્યું તો ઝોયા એ કહ્યું કે તેની કઝિન બીજી સોસાયટીમાં રહે છે એટલે તે અહીં થી તેના ઘરે જવાનું છે. આમ કહી ને ઝોયા એ કાર સ્ટાર્ટ કરી. 10 મિનિટ પછી અલગ સોસાયટી ઓ પસાર કર્યા પછી તેઓ એક સોસાયટી ના ગેટ આગળ કાર ઉભી કરી.

થોડી વાર પછી એક 13 વર્ષ ની માથે હેટ પહેરેલી છોકરી એ કાર નો પાછળ નો દરવાજો ખોલી ને કાર માં બેસી ગઈ. તે છોકરી એ ઝોયા ને કહ્યું ઘણી રાહ જોઇ તારા આવવા ની. એટલે ઝોયા એ હસી ને કહ્યું કે એ વાત મને નહીં પણ મારા બાજુ ની સીટ પર છે તેને કહે. 

ઝોયા ની વાત સાંભળી ને ટ્વીન્કલે પાછળ જોયું તો તે છોકરી નો ચહેરો તેને પરિચિત લાગ્યો એટલું જ નહીં પણ તે આ છોકરી ને ઓળખતી પણ તેને એ છોકરી નું નામ યાદ આવતું ન હતું.

એટલે ટ્વીન્કલે ઝોયા ને પૂછ્યું કે હવે આપણે ક્યાં ફરવા માટે જવાનું છે. તો ઝોયા એ કહ્યું એક જ જગ્યાએ જવાનું છે જ્યાં તને જવાનું માહીએ કહ્યું હતું. 

આમ કહી ને ઝોયા કાર સ્ટાર્ટ કરી એટલે તરત જ કાર ની ચારે તરફ અંધારું થઈ ગયું અને અચાનક જ તીવ્ર પ્રકાશ ફેલાઈ ગયો. તેથી ટ્વીન્કલે તરત તેની આંખો બંધ કરી દીધી અને ફરી થી ખોલી. 

ત્યારે પ્રકાશ ધીરેધીરે ઓછો થઈ ગયો. પછી ઝોયા અને તેની કઝીન કાર માં થી બહાર નીકળ્યા એટલે ટ્વીન્કલ પણ કાર માં બહાર આવી એટલે તરત કાર ત્યાં થી ગાયબ થઇ ગઇ. કાર ગાયબ થઇ ગઇ એટલે ટ્વીન્કલ થોડી ગભરાઈ ગઈ અને તેણે ઝોયા ને પૂછ્યું કે કાર ગાયબ થઇ ગઇ છે તો આપણે ઘરે પાછા કેવી રીતે જઈશું.

પાછળ રાજકુમારીજી એવો અવાજ સાંભળી ને ટ્વીન્કલ પાછળ ફરી ને જોયું તો ઝોયા ની કઝીન બોલી રહી હતી. ઝોયા ની કઝીન એ કહ્યું કે રાજકુમારી મારૂં નામ દેવિકા છે. હું તમારી અંગરક્ષક અને મિત્ર હતી. આજે તમને ફરી થી જોઈ ને હું ખૂબ ખુશ છું.

બીજી એક વાત તમને કહેવા માગું છું કે આજ તમારું ઘર છે રાજકુમારીજી તમારૂં વરુણવન. ટ્વીન્કલે સામે ની બાજુ એ જોયું તો એક અત્યંત સુંદર કલાત્મક દરવાજો હતો. 

અચાનક ટ્વીન્કલે આકાશ તરફ જોયું પણ તેને આકાશ કે સૂર્ય દેખાયા નહીં પરંતુ તેની જગ્યાએ પાણી અને તેમાં માછલી ઓ તરતી દેખાઈ. ઝોયા એ પણ ઉપર ની બાજુએ જોતાં  ટ્વીન્કલ ને કહ્યું આ જગ્યા, આપણું નગર વરુણવન સમુદ્ર ના તળિયે વસેલું છે.

આ નગર આપણું જન્મસ્થાન છે સેરાહ. તને વીરગતિ પ્રાપ્ત થઈ હતી તે સ્થાન પણ આ જ છે. અને આજે તું ફરી થી તારા જીવન શરૂઆત કરીશ.

આ ભાગ તમને પસંદ આવ્યો હશે એવી આશા રાખું છું. આગળ ના ભાગ થી સેરાહ ની વાર્તા શરૂ થશે. આ વાર્તા અંગે આપના પ્રતિભાવ આપ મને જરૂર જણાવશો.