અંધળો પ્રેમ - 2 P. Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધળો પ્રેમ - 2

( બે મિત્રો વચ્ચે ભાગીદારી ના ધંધામાં પત્ની ની ભાગીદારી કરવાનું પરિણામ કેટલું ભયંકર આવી જાય છે, આગળ વાંચો ભાગ - 2 )
---------
એક તરફ જમાયેલ ધંધા ની પરેશાની થી હેરાન તેજસ એક બપોરે કેટલાક કાગળો લેવા ઘરે જાય છે. ઘર નો દરવાજો ખોલી તેજસ અંદર પ્રવેશે છે અને પોતાના કાગળો લઈ બહાર જ નીકળે છે ત્યાં તેને ઉપરના બેડરૂમ માં પૂનમ ની સિસકીઓ નો અવાજ સંભળાય છે. તે દબાતા પગલે ઉપર જાય છે, બેડરૂમના ખુલ્લા દરવાજા માંથી તે જે દ્રશ્ય જુએ છે, એ જોઈ તેના પગ નીચે થી જમીન ખસી જાય છે. પૂનમ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ કલ્પીતના નિર્વસ્ત્ર શરીર ઉપર સિસકીઓ ભરી તૃપ્ત થઈ રહી હતી. તેજસ આ દ્રશ્ય જોઈ ઘડાઈ જાય છે. જેના સુખ માટે પોતે આટલું કરી છૂટ્યો એ પત્ની અને એના ભાઈ સમાન મિત્ર એ એની સાથે કરેલો વિશ્વાસઘાત નો ઘૂંટડો ભરી નીચે ઉતારે છે અને જે કાગળો લેવા આવ્યો હતો તે અને પોતાનો મોબાઈલ છોડી ત્યાંથી ચાલ્યો જાય છે... બસ ચાલ્યો જ જાય છે...

કલ્પીતની બાહો માં તૃપ્ત થયેલી પૂનમ વસ્ત્રો પહેરી નીચે આવે છે, અને ફટાફટ તૈયાર થઈ કલ્પિત માટે નાસ્તો બનાવી લંચ ની તૈયારી માં લાગી જાય છે. કલ્પિત પણ તૈયાર થઈ બહાર નીકળે છે. કાગળો લેવા ગયેલા શેઠ મોડી સાંજ સુધી પરત ન ફરતા નોકર શેઠ ના મોબાઈલ ઉપર ફોન લગાવે છે.....

શેઠ નો મોબાઈલ ફોન કોઈ રિસીવ ન કરતા થોડા સમય પછી નોકર ફરી કોલ લગાવે છે. ત્યારે મોબાઈલ ની રિંગ વાગતી હોવાનું પૂનમના ધ્યાને આવે છે. તે મોબાઈલ ઉપાડે છે.

હેલો...
હા ભાભીજી હું શોરૂમ થી સુભાષ બોલું છું, શેઠ ને ફોન આપો ને.

તારા શેઠ ત્યાં નથી ? એમનો મોબાઈલ એ ઘરે ભૂલી ગયા લાગે છે ...!!

ના ભાભીજી, શેઠ સવારે તો મોબાઈલ લઈ ને આવ્યા હતા, પણ બપોરે કોઈ જરૂરી કાગળો લેવા માટે  ઘરે જઈ ને આવું છું એમ કહી નીકળ્યા હતા, જે હજી સુધી આવ્યા નથી એટલે ફોન કર્યો. શેઠ ત્યાં નથી ?

પરિસ્થિતિ પામી ગયેલી પૂનમને ધ્રાસકો પડ્યો. તેનું મન વિચારોના ચકડોળે ચડ્યું..
શુ તેજસ તેને અને કલ્પિત ને જોઈ ગયો હશે...??
 
તે તુરંત કલ્પિત ને કોલ કરી તેજસ તેમના સબંધો અંગે જાણી ગયો હોવાની હકીકત એકી શ્વાસે જણાવી રડવા લાગે છે..!

કલ્પિત પણ પૂનમ સાથેના અવૈધ સંબંધોની દુનિયામાંથી બહાર આવી જાય છે. અને તુરંત શોરૂમ ઉપર પહોંચે છે, જ્યાં સુભાષ તમામ હકીકત જણાવે છે....

શેઠ ઘરે ગયા હતા ત્યારે તમે ઘરે ન હતા. ?? સુભાષ નો પ્રશ્ન કલ્પિતને અંદર થી હચમચાવી જાય છે. તે સુભાષ ને શોરૂમ બંધ કરી ઘરે જવાનું જણાવે છે.  અને વધુ કાંઈ બોલ્યા વિના નીકળી જાય છે.પોતાની કામલીલાનો ભાંડો ફૂટી ગયાની આશંકાએ ચોધાર આંશુએ રડી રહેલી પૂનમ ને શાંત રહેવા કહી કલ્પિત તેજસ ની શોધખોળ માં લાગી જાય છે. તેજસ જ્યાં જઇ શકે એમ હતો એ તમામ સ્થળે, મિત્રવર્તુળ માં ફોન લગાવી જુએ છે, પણ ક્યાંય તેજસ ની ભાળ મળતી નથી. આખરે થાકી કલ્પિત રૂમ માં આંટા મારી રહ્યો હોય છે, અને પૂનમ પણ બાળકો ને સુવડાવી બેડ ઉપર બેસી રહી આવનારી આંધીની કલ્પના થી ધ્રુજી ઉઠે છે.
 પૂનમ આંખો બંધ કરે છે અને આખું મકાન ગોળ ગોળ ફરતું દેખાય છે, ઊંઘમાં સરી પડેલી પૂનમ તેજસની માફી માંગે છે, પોતાની ભૂલનો પસ્તાવો કરે છે, ત્યારે પૂનમ નો હાથ છોડાવી દોડી રહેલો તેજસ નજીક ની કેનાલ માં જંપલાવે છે, એ જોઈ પૂનમ ના મોઢા માંથી ચીસ નીકળી જાય છે.

ચીસ સાંભળી ઉપર બેડરૂમમાં જાગી રહેલો કલ્પિત નીચે દોડી આવે છે, બાળકો જાગી જાય છે. પૂનમ અર્ધનિંદ્રાવસ્થા મા જ તેજસ ને બચાવી લો....તે કેનાલમાં પડ્યો છે.. એવો બણબણાટ કરી રહી હોય છે, કલ્પિત તેને પાણી પીવડાવી શાંત કરે છે. સવારે કલ્પિત તેજસ ના માતાપિતા ને હકીકત જણાવે છે, અને કેનાલ તરફ શોધખોળ શરૂ કરે છે. સાંજ સુધી કોઈ પતો ન લાગતા આખરે તેજસ ના માતા પિતા કલ્પિત ને લઈ પોલીસ મથકે પહોંચે છે અને પોતાનો પુત્ર ઘુમ થયા હોવાની રજુઆત કરે છે.

પોલીસ હજી 24 કલાક રાહ જોવા સલાહ આપે છે. અચાનક રાત્રે તેજસના મોબાઈલ ઉપર ફોન આવે છે..

હેલો... પૂનમ ફોન રિસીવ કરે છે, ઘર માં બેઠેલા સૌ સ્થિર થઈ જાય છે.

સામે થી અવાજ સંભળાય છે.. હેલો..

હું શિરાજ મકરાની.

બોલો કોનું કામ છે..? પૂનમે સવાલ કર્યો.

જી મેડમ આ તેજસભાઈ પરીખ નો નંબર છે..?

હા, પણ તેઓ ઘરે નથી.
 
હા મેડમ હું જાણું છું, કહી શિરાજ મકરાની તમામ હકીકતો પૂનમ ને જણાવી, તેજસભાઈ સાજા સમાં તેમની પાસે હોવાનું પણ જણાવે છે.

પૂનમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. તેજસ નો મોબાઈલ ફોન કલ્પિત લઇ લે છે, અને શિરાજ સાથે વધુ વાતચીત કરી તેઓ ક્યાં છે, એની જાણકારી મેળવે છે.

અમે બે કલાક માં ત્યાં પહોંચી એ છીએ એમ જણાવી, તેજસનો સાચવી રાખવા વિનંતી કરી ફોન ડિસ્કનેક્ટ કરે છે.

થેન્ક ગોડ, તેજસ હેમ ખેમ હોવાના સમાચારે સૌ કોઈના માં જીવ લાવી દીધો હતો. પરંતુ તેજસે આવું પગલું ભર્યું કેમ ..? એ તરફ કોઈ વિચારતું નથી.

રાત્રે 10:30 કલાકે સડસડાટ કરતી કાર શિરાજ મકારણીએ બતાવેલા સ્થળે રવાના થાય છે, અને બીજી એક કાર અમદાવાદ તરફ...

તેજસ ને લેવા પહોચેલા કલ્પિત ના ડ્રાયવર પૂનમ અને તેજસ ના માતાપિતા તેજસ ને જોતા આનંદવિભોર બની જાય છે, બે દિવસ થી અચાનક ઘર છોડી ગયેલા પતિ અને પુત્ર ને મોત ના મુખ માંથી બચાવી લેનાર અશરફ, શિરાજ અને તમામ મુસ્લિમ યુવકો અને ગ્રામજનો નો પૂનમ અને તેજસના માતાપિતા બે હાથ જોડી આભાર માને છે, અને વિદાય લે છે.

તેજસ ઘરે આવે છે, પૂનમ તેને વળગી પડે છે. અને પોતાની ભૂલ અંગે પશ્ચાતાપ ના આંશુ સારતી હૈયાફાટ રુદન કરતી તે પોતાની જાત ને તેજસના પગ માં નાખી દે છે. ટીપાઈ ઉપર એક કવર પડેલું હોય છે, જેના ઉપર લખ્યું હતું  મિત્ર કહેવાનો અધિકાર ગુમાવી ચૂકેલ કલ્પિત.

તેજસ એ પરબીડિયું વાળીને ખિસ્સામાં મૂકી દે છે. તેજસને વળગી પડેલા તેના બંને બાળકો અને પૂનમ ની નતમસ્તક આંખો માં પણ દેખાતો પસ્તાવો તેને બધું ભૂલી રાબેતા મુજબ જીવન શરૂ કરવા પ્રેરણા આપે છે.

કલ્પીતે છોડેલા પરબીડીયા માં તે શોરૂમ ની ભાગીદારી નો હિસ્સો તેજસના નામે કરી દે છે એના કાગળો હોય છે, જે હજી તેજસે ખોલી ને જોયા નથી હોતા અને એ આ વાત થી અજાણ જ પોતાનો ધંધો ભાગીદારીમાં ચલાવ્યે જ જાય છે.

(સમાપ્ત)