હા બસ આજ પ્રેમ... Jay Rangoliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હા બસ આજ પ્રેમ...

ડિપ્લોમા પૂરું કરી ને જય હજુ જૂનાગઢ આવ્યો જ હતો. ત્રણ વરસ રાજકોટ રહ્યા પછી હવે આજ ઘર આવ્યો હતો.જૂના મિત્રો સાથે પહેલેથી જ પ્લાન કરી રાખ્યું હતું કે આજે આવશે એટલે આ દિવસે આને મળવાનુ આ દિવસે આને મળવાનુ..લગભગ બપોર ના ત્રણ ક વાગ્યા ની આજુબાજુ આવી પહોંચ્યો...તેનો પાકો મિત્ર એવો મનોજ એને તેડવા માટે બસ્ટેન્ડમાં જ એની રાહ જોય રહ્યો હતો..બને મળ્યા પછી નીકળી પડ્યા ઘર તરફ....જય ઘરે આવી ને બેગ મૂકી ને પોતાનું બાઈક લય કોઈ ને કહ્યા વગર નીકળી પડ્યો ...એની જૂની જગ્યા તરફ...બાઈક નું સ્ટેન્ડ લગાવી ને એ તડકા માં એ જગ્યા એ આવી ગયો..જ્યાં તે અને રૂહી મળ્યા કરતા...બને રોજ સવારે ૮ વાગ્યા ના ટકોરે ત્યાં પહોંચી જતા...સવાર ના પહોર માં ત્યાં  થતો પંખી ઓ ના ખિલખિલાટ વચ્ચે જય બસ એને જ જોયાં કરતો... કોણ જાણે શું જાદુ હસે તેની આંખો માં કે એ એમાં જો ખોવાય જાય તો કેટલાય દિવસો ના દિવસો નીકળી જાય એમ હતા...બને ને સાથે જોતા એમ જ લાગતું કે આ કોઈ દિવસ અલગ થઈ જ ન સકે...પણ સાહેબ સમય જે કરાવે ને એવું કોઈ ના કરાવે...ક્યાંય જનમો જનમ સુધી કોઈ ને ઓળખતા ન હોય એની સાથે જીવન વિતાવી નખવે અને જેના વગર એક પળ પણ ન રહી સકતા હોય એના વગર આખી જિંદગી કઢાવી નાખે...એવો તો શું જાદુ હસે આ પ્રેમ નામ ના અઢી અક્ષર માં કે જે સારા માણસ ને દુનિયા નો સવ થી વધુ લાચાર માણસ બનાવી દે...અને ખરાબ માણસ ને સારો બનાવી દે..

એક રસ્તા પર મળ્યા હતા એ બને અને આજે એજ રસ્તા પર જય જ્યારે પસાર થાય ત્યારે હચમચી ઉઠે છે..એવું તે શું થઈ ગયું કે ક્યારેય ન નોખા પડવા માંગતો જય આજે એના વગર એક એક પળ જોવા મટે ત્તરસે છે..જીદગી આનું તો નામ છે...પ્રેમ મ પડેલો માણસ કા તો શાયર થી જાય કા તો દુનિયાદારી થી દુર થી જાય...રોજ એક સવાર પડતી અને રોજ એના મગજ પર એક જ વસ્તુ આવતી...વિચાર પણ બસ એના...બધી જગ્યાએ એની યાદો ની વચ્ચે આખી દુનિયા માં પોતે એકલો છે એવો ભાસ એને થતો...૨૪ કલાક હસતો હસાવતો અને બધા સાથે હળી મળી ને ર હેતો માણસ આજ કોઈ ની સાથે બોલવા જ નથી માગતો...કોઈ એને બોલાવે તો ખોટું હાસ્ય આપી વાત ટૂંક માં પૂરી કરી નાખતો...એટલો અંદર થી દુઃખી પણ બહાર કોઈ ને એક પણ વાત ની ખબર ન પડવા દીધી...કોઈ એમ ન કહી જાય કે કેમ આજ દુઃખી લાગે છે....સાચું હસવું તો એ હવે લગભગ ભૂલી જ ગયો હતો ..ખોટા હસમુખા ચહેરા સાથે એને જાણે કેટલીય સદીઓ જૂનો નાતો હોય એવું લાગતું હતું...૧ વરસ વીતી ગયું હતું એ દુર થઈ એને છ તા આજે પણ એ એની યાદો માંથી બહાર નથી આવી સ્ક્યો... જય એ જેટલી રુહી ને ભૂળવાના પ્રયત્ન કર્યા રુહી એટલી જ એની અંદર વસ્તી ગઈ...જેના કોલ વગર એની નીંદર ન ઊડતી આજે એનું નામ એના ફોન ની સ્ક્રીન પર જોવા માટે આંખો દિવસ મોબાઈલ હાથ માં રાખી ફર્યા કરે છે...કોણ જાણે ક્યાં દિવસે એનો કોલ આવી જાય...આવું છેલ્લા એક વરસ થી હાલ્યા કરે છે....

જય અને રુહી એક ટ્યુશન ક્લાસિસ ની બહાર મળ્યા હતા...રોજ સાંજે નાસ્તો કરવા જવાના નિયમિત ક્રમ મુજબ આજે પણ જય પોતાની બાઈક લઈ એના મીત્ર મનોજ સાથે નાસ્તો કરવા પહોંચી ગયો હતો....