મહેકતી સુવાસ ભાગ 13 (સંપૂર્ણ ) Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેકતી સુવાસ ભાગ 13 (સંપૂર્ણ )

વાતાવરણ અત્યારે ખરેખર અત્યારે બહુ કરૂણ હતુ. ઈશિતા આકાશ ને સંભાળે છે તે તેની પાસે બેસી ને કહે છે તમે મને તમારી  જિંદગીમાથી તમે મને મુક્ત કેવી રીતે કરી શકો?? આપણે અગ્નિ ની સાક્ષી એ સાથ ફેરા ફર્યા છે. તમારી પર મારો પણ એટલો જ હક છે આકાશ...

આપણા સંતાનો અને આપણો પરિવાર છે. લગ્ન ના આટલા વર્ષો પછી આ મોડ પર હુ કેવી રીતે તમને છોડી શકું??

હા હુ એ વાત સ્વીકારૂ છુ કે આદિત્ય ને હુ પ્રેમ કરતી હતી અત્યારે પણ દિલના એક ખુણામાં તેને માટે સોફ્ટ કોર્નર છે .અને એ કદાચ મારા આખરી ક્ષણ સુધી રહેશે .

પણ આકાશ હવે તમે મારો પ્રાણ છો. હવે મને તમારી આદત પડી ગઈ છે દરેક કામમાં, જીવનના દરેક રાહ પર . હુ તમારા વિના હવે નહી રહી શકુ. હવે આ ઈશિતા હંમેશા માટે આકાશ ની જ રહેશે.

તમે જે આટલી નિસ્વાર્થ ભાવે મારી માટે વિચારી શકો છો એનાથી મને તમારા પર વધારે માન થાય છે. હુ ખરેખર નસીબદાર છુ કે મારા જીવનમાં આકાશ અને આદિત્ય જેવા હમસફર અને દોસ્ત મળ્યા.

બંને એ હંમેશા મારી ખુશી માટે જ વિચાર્યું છે ખરેખર આવો ઉમદા પ્રેમ કરવાવાળા નસીબદાર ને જ મળે છે.

ઈશિતા આદિત્ય ને કહે છે આદિ મને માફ કરજે હુ હવે તારો સાથ નહી આપી શકું. કદાચ આદિ અને ઈશુનો મિલાપ એ આપણા નસીબ માં લખાયું જ નહી હોય!!!

આદિત્ય કહે છે મારો પ્રેમ એટલો તુચ્છ નથી.એવુ હોત તો હુ તને વર્ષો પહેલાં જ મેળવવા ની કોશિષ કરત ને??  સાચો પ્રેમ સામેવાળાની ખુશીમાં હોય છે. માટે તમે લોકો તમારી ખુશાલ જિંદગી જીવો અને પહેલા ની જેમ જ એકબીજા ને હંમેશાં સાથ આપજો.

હા પણ ને વાધો ના હોય તો તમે બંને મારા દોસ્ત તો રહેશો ને હંમેશાં માટે??

પછી આકાશ અને ઈશિતા બંને હસીને હા પાડે છે....એટલે વાતાવરણ માં થોડી નરમાશ આવી જાય છે એટલે હાસ્ય છવાઈ જાય છે. જાણે બધાના દિલનો ભાર હવે ઓછો થઈ ગયો છે એવુ લાગી રહ્યું છે.

પછી અચાનક આદિત્ય ના મોબાઈલ માં ફોન આવે છે જેની ત સાથે પાર્ટનર શીપમા હોસ્પિટલ ખોલી છે....ડૉ. અક્ષિતા...હાર્ટ સ્પેશિયાલિસ્ટ.

હા અક્ષિતા એવુ નામ સાભળતા આકાશ ને આદિત્ય એ કહેલી એક વાત યાદ આવે છે.... કે તે આદિત્ય ના પ્રેમ માં પાગલ છે. અમેરિકામાં પણ તે લોકો સાથે હતા. તેમના ડિવોર્સ થઈ ગયા છે અને તેમની તેમના પહેલા હસબન્ડ થી એક દિકરી પણ છે .તેમને આદિત્ય સાથે મેરેજ કરવા હતા પણ આદિ ઈશુના પ્રેમ ને ભુલી શકતો નહોતો એટલે તેણે આ લગ્ન માટે ક્યારેય  હા નહોતી પાડી.

એટલે ફોન પુરો થતાં આકાશ  ઈશિતા ને સાઈડમાં લઈ જઈને અક્ષિતા ની બધી વાત કરે છે એટલે ઈશિતા સામેથી જઈને કહે છે આદિ તુ પણ મેરેજ કરી લે ને?? ક્યાં સુધી આમ એકલો જીવીશ??

આદિત્ય કહે છે ના હવે આટલા વર્ષો તો ગયા બાકીના પણ જતા રહેશે. અને હવે તો તુ અને આકાશ પણ છો જ ને.

તો ઈશિતા કહે છે દોસ્ત અને હમસફર બંને અલગ વસ્તુઓ છે અમે તો હંમેશા તારી સાથે જ છીએ. પણ આ બાકી ના વર્ષો કાઢવા જ કદાચ સારા હમસફર ની જરૂર હોય છે.

તારી ઈશુ આટલા વર્ષો માં પહેલી વાર તારી પાસે કંઈક માગે છે એ પણ નહી આપે??

ઈશિતા કહે અને આદિ ના માને તો સુર્ય ઉલટી દિશામાં ઉગે. એટલે આદિ  થોડી આનાકાની પછી આદિ અક્ષિતા સાથે મેરેજ માટે હા પાડી દે છે....

પછી આદિ અક્ષિતા ને વાત કરે છે એટલે એ ત્યાં ઈશિતા ના ઘરે આવે છે પછી તેને ઈશિતા અને આકાશ નો પરિચય કરાવી બધી જ વાત કરે છે જે જે તેને ખબર નહોતી.

પછી આદિત્ય તેને પુછે છે જો હવે તુ મેરેજ કરવા માટે તૈયાર હોય તો કહે.....એટલે અક્ષિતા હા પાડે છે અને આદિત્ય પણ અક્ષિતા ને તેની દિકરી સાથે સ્વીકારે છે.

થોડા દિવસ પછી બંને ના સાદાઈ થી મેરેજ થાય છે. આકાશ અને ઈશિતા બંને ને અભિનંદન આપે છે. અને ઈશિતા અક્ષિતા ને હંમેશા ખુશ રાખવાનુ આદિત્ય પાસે વચન માગે છે. અને ઈશિતા પણ આજે આદિત્ય ને પણ તેની જીવનસાથી મળવાથી તે પણ ખુશ છે અને એટલે જ આજે વર્ષો પછી આદિ અને ઈશુ એકબીજાને લાગણી અને ખુશીના આસું સાથે એકબીજાને ભેટી રહ્યા છે.

સાથે જ આકાશ અને અક્ષિતા પણ સામે જ રહીને આ પવિત્ર અને નિસ્વાર્થ પ્રેમ ના સાક્ષી બની રહ્યા છે !!! એટલે જ આજે પ્રણયની મહેકતી સુવાસ જે ચારેય ના દિલોમા પ્રસરી રહી છે......!!!

                            "    સંપૂર્ણ.   "

             *       *        *        *        *        *