સાંજ થવાની તૈયારી છે. રણવીર પહાડી પર એકલો ઉદાસ બેઠેલો હોય છે. મીલી પ્રત્યેના જે પ્રેમને તેણે હૃદયના ઊંડાણમાં દફનાવી દીધો હતો તે આજે વારંવાર બહાર આવવા મથી રહ્યો હતો. તે આંખો બંધ કરીને મીલીના હસતાં ચેહરાને માણી રહ્યો હોય છે. અચાનક પવનની એક લહેરખી સાથે એક મીઠો એહસાસ તેની આસપાસ ફરી વળે છે.
તો તમે મારી સાથે જૂઠું બોલ્યા. જાણે કોયલ ટહૂકી હોય એવો મીઠો રણકાર તેના કાનને અડે છે. આંખો ખોલીને જૂએ છે તો બાજુમા મીલી મંદ મંદ મુસ્કુરાતી તેની તરફ જોઈ રહી હોય છે.
મે તારી સાથે વળી શું જૂઠું બોલ્યો !! રણવીર આશ્ચર્ય થી તેની તરફ જુએ છે.
કેમ મે તમને ટ્રેનમાં પૂછ્યું હતું ને કે મે તમને કયાંક જોયા છે. તો તમે ત્યારે જૂઠું કેમ બોલેલા ? મીલી ગુસ્સો કરીને પૂછે છે.
પણ આપણે તો ટ્રેનમાં પહેલી વાર જ મળ્યા હતા ને. અને આ આજે તમે તમે કેમ કહે છે. રણવીરને મીલીના વર્તનમાં આજે કંઈક અલગ લાગે છે.
તમે મારા કરતા બે વર્ષ સિનિયર છો તો મારે તમને તમે જ કહેવું પડે ને !!! અને હવે તો lifelong તમને તમે જ કહેવાનું છે મીલી મનમાં જ કહે છે.
રણવીરનુ દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. પોતાના દિલની ધડકન મીલીને સંભળાય નહીં જાય માટે એ છાતી પર હાથ મૂકી દે છે. તેને થોડો શક પડે છે અને તે મીલીને પૂછે છે કે, કાવેરીભાભીએ તને કંઈ કહ્યુ છે ?
ના, મને કોઈએ કઈ કહ્યુ નથી. actually તમે જ્યારે ભાભી સાથે વાત કરતા હતા ત્યારે મે ત્યાં આવી હતી. તમારી વાતોમાં મારુ નામ આવવાથી હું તમે લોકો મારી શું વાત કરો છો એ સાંભળવા માટે મે ત્યાં જ ઊભી રહી ગઈ. તમને નથી લાગતું કે તમારે atlist એકવાર મારી સાથે વાત કરવી જોઈતી હતી.
હવે જયારે તને ખબર પડી જ ગઈ છે તો હું તારાથી કંઈ નહી છૂપાવુ. તારી વાત સાંભળીને હું એટલો નિરાશ થઈ ગયો હતો કે બીજુ કંઈ સોચવા સમજવાની શક્તિ જ નહિ રહી. તારા સપનાઓ સાંભળીને હું મારી ફીલીંગ્સ તને કહીને વધુ દુ:ખી થવા ન માંગતો હતો. અને પછી મારા પપ્પાના સપનાને પૂરાં કરવામાં એટલો મંડી પડ્યો હતો કે બીજુ કંઈ વિચારવાનો અવકાશ જ નહીં રહ્યો.
કાશ એકવાર વાત કરી લેતે તો misunderstanding તો નહી થતે. અરે બુધ્ધુરામ તમે તો કૉલેજમાં એસાઇનમેન્ટ સબમીટ કરવા સિવાય આવતા જ નહી અને પછી આવતા થયા તો મને જોઈને ખુશ થઈને ચાલ્યા જતા. કૉલેજમાં બીજુ શું ચાલે છે તેની તમે કયાં ખબર રાખતા.
મતલબ ? રણવીર આંખો ફાડીને મીલી તરફ જૂએ છે.
મતલબ એ કે કૉલેજના એન્યુઅલ ફંક્શનમા મે ડ્રામામાં પાર્ટ લીધો હતો. અને અમે ગાર્ડનમાં એની જ રિહર્સલ કરતા હતા. અને તમે એના જ ડાયલોગ સાંભળ્યા હતા.
રણવીરને એના કાનો પર વિશ્વાસ નથી આવતો. તે મીલીને બન્ને ખભાથી પકડીને હચમચાવી મૂકે છે. તુ સાચુ કહે છે મીલી !!! સાચે તમે રિહર્સલ કરતા હતા ? તને મારા કસમ તુ ખરેખર સાચુ બોલે છે ને ? તુ મારું મન રાખવા માટે તો નથી કેહતી ને ? રણવીરે હજુ પણ મીલીને મજબૂતીથી પકડી રાખી હતી.
પહેલા તમે મને છોડો. મારા હાથ દુ:ખે છે. અને હા હુ એકદમ સાચુ કહુ છુ.
રણવીર મીલીનો હાથ એકદમ છોડી દે છે. sorry, I am verry sorry હું એટલો ખુશ થઈ ગયો હતો કે મને ખબર જ ના પડી કે હું તને hurt કરી રહ્યો છું. પણ એનાથી શું ફર્ક પડે. ભલે તારી એ ઈચ્છા ન હોય,પણ તને દુનિયાની દરેક ખુશી મળવી જોઇએ. દુનિયાની બધી સુખ સાહ્યબી તને મળવી જોઈએ... હું તને ખુશ નહી રાખી શકું. હું તારા લાયક નથી.
મારા લાયક કોણ છે અને કોણ નહી એ મારે નકકી કરવાનુ છે. મીલી જરા ગુસ્સામાં બોલે છે. અને મારી ખુશી કોની સાથે રેહવામા છે એ મને ખબર કે તમને. મીલીની આંખોમાં આંસુ આવી જાય છે.
રણવીર બન્ને હથેળીમાં મીલીનુ મુખ લે છે. અને તેના આંસુ લૂછે છે. please મીલી આમ રડ નહીં. હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો. મીલી તુ મારી દુનિયા છે. તારા દુ:ખી થવાનું કારણ હું હોઈશ તો હું મારી જાતને કદી માફ નહી કરી શકું.
તો તમે આંખમા આંસુ આવે એવી વાત કેમ કરો છો. સાચું કહું તો હું છૂટા પડતી વખતે તમને મારા દિલની વાત કહેવાની જ હતી. જ્યારથી હુ તમારા સંપર્કમાં આવી છું ત્યારથી મને એહસાસ થયો છે કે પ્રેમ શું છે. તમારી સાથે હું પોતાની જાતને એકદમ સલામત મેહસુસ કરું છું. મને વિશ્વાસ છે કે જ્યાં સુધી તમે મારી સાથે છો દુનિયાનુ કોઈ દુ:ખ મારી આસપાસ પણ નહી ફરકશે. તારી બાહોમા હું મેહફૂઝ રહું છું. બોલો મને હર તકલીફોથી બચાવશો ને ? જીવનભર મારો સાથ આપશો ને ?
હા મીલી હું હંમેશા તારો સાથ આપીશ. દુનિયાની હર તકલીફોથી તને બચાવીશ. i promise u મારા કારણે તારી આંખોમાં કોઈ દિવસ આંસુ નહી આવશે. પણ તુ મને આ તમે તમે કહેવાનું બંધ કર. જાણે હું તારા કરતાં ઘણો મોટો હોવ, વૃદ્ધ હોવ એવો એહસાસ થાય છે. તારા મુખમાંથી તમે શબ્દ જાણે મને તારાથી દૂર લઈ જતાં હોય એવી લાગણી થાય છે.
ઓહો.... આટલી બધી વાત કરે છે પણ જે કહેવાનું છે તે તો કહેતા જ નથી.
શું ? રણવીર જાણે કંઈ સમજતો જ નથી એમ અચરજથી પૂછે છે.
અરે....ભગવાન !!!!! મીલી માથા પર હાથ મૂકી કહે છે,કેવા બેવકૂફથી પનારો પડ્યો છે. ભગવાન તમે મારા નસીબમાં આને જ લખ્યો છે !!!! એને એ પણ ખબર નથી કે જેને પ્યાર કરતાં હોઈએ તેને શું કહેવુ જોઈએ. મીલી નાટક કરે છે.
રણવીર એના આ નખરા જોઈને ખડખડાટ હસે છે.
મીલી હજુ પણ બોલ્યા જ કરે છે. અને હા હુ કંઈ તને તમે નથી કહેવાની આ તો જરાઆ...... અને રણવીર અચાનક એના હોઠો પર પોતાના હોઠ મૂકી દે છે. અને એના અધરોથી ઝરતા સોમરસનુ ધીરે ધીરે રસપાન કરે છે. મીલી પહેલા તેની આ ચેષ્ટાથી હેબતાઈ જાય છે. પણ પછી એ પણ રણવીરના પ્રેમના નશામાં તરબોળ થઈ પોતાના પહેલા ચૂંબનને માણે છે. બન્ને જણાં પોતાની આ તૃષાને એકબીજા મારફત તૃપ્ત કરી છૂટા પડે છે. મીલી રણવીર તરફ જૂએ છે,અને શરમાઈને નીચુ જોઈ જાય છે.
રણવીર ગોઠણભેર બેસીને મીલીનો હાથ પોતાના હાથમાં લે છે અને કહે છે. I love you Mili will u marry me ? મીલી હા કહે છે. રણવીર બન્ને હાથ ફેલાવે છે, અને મીલી એની મજબૂત બાહોમા સમાય જાય છે. ઘણીવાર સુધી બન્ને એકબીજાના સાનિધ્યને માણે છે. પછી એકબીજાના હાથોમાં હાથ નાખીને એના ભાઈ ભાભી ને આ ખુશખબરી આપવા જાય છે.
❤ and they are live happily forever ❤