ઈશિતા અત્યારે એની મમ્મી ના ઘરે રહેવા આવી છે મેરેજ ના પંદર દિવસ પછી. તેના મમ્મી તેને સાસરી નુ બધું પુછે છે એ ખુશ છે કે નહી તે જાણવા માટે.
ઈશિતા કહે છે હા ઘરમાં બધા બહુ સારા માણસો છે મને દીકરી ની જેમ જ રાખે છે. તે આકાશ વિશે પુછે છે તો કહે છે તે બહુ સારા છે મારી બહુ કેર કરે છે.
પણ તે પણ ઈશિતા ની મા હતી તે તેને બહુ સારી રીતે ઓળખતી હતી એટલે કહે છે તુ ભલે ગમે તે કહે પણ તારા ચહેરા અને વર્તન પરથી સાફ સમજાય છે કે તુ હજી તારા દામ્પત્યજીવન માં આગળ વધી શકી નથી.
બેટા જિંદગી માં વર્તમાન સાથે ચાલવું જરુરી છે.મને ખબર છે પણ આદિત્ય ને એક ખરાબ સપનું સમજીને ભુલી જા. તારા ભવિષ્ય નુ વિચાર અને આગળ વધ.
આકાશ બહુ સારો છે એ તો કદાચ હવે તને પણ સમજાયું હશે આટલા દિવસમાં. તો હવે ધીમે ધીમે તેની સાથ આપવાની અને અપનાવવાની કોશિશ કર.
હવે મારા શરીર નો પણ કોઈ ભરોસો નથી. પછી તુ એને પણ નહી અપનાવે તો તારૂ પોતાનુ કોઈ નહી રહે...
ઈશિતા પણ વિચારે છે કે મમ્મી ની વાત પણ સાચી છે હુ મારા લીધે આકાશ ની જિંદગી તો ના જ ખરાબ કરી શકુ ને.
એમાં એના બિચારા નો શો વાક ? એ તો મને સાચા દિલ થી ચાહે છે. એને તો મે આદિત્ય વિશે કંઈ કહ્યુ પણ નથી .એમાં
તેનો શો વાક ??
મારા કારણે હુ તેની જિંદગી ખરાબ નહી થવા દઉ.......હુ હવે મારો પુરેપુરો પ્રયત્ન કરીશ તેને ખુશી આપવા માટે....
પછી થોડા દિવસ માં આકાશ ના મમ્મી નો ફોન આવે છે બેટા હવે પાછી આવી જા આપણા ઘરે હવે તારા વિના આ ઘરમાં નથી ગમતું. અને તારા માટે એક સરપ્રાઈઝ છે તે તુ આવીશ ત્યારે મળશે.
પછી બીજા દિવસે આકાશ ઈશિતા ને લેવા આવે છે. પછી આખો દિવસ રહીને બંને જણા ઘરે જવા નીકળે છે. રસ્તા માં ગાડીમાં પણ બંને વચ્ચે એક મૌન છવાયેલુ હતુ.
પણ આજે આકાશ ને ઈશિતા માં થોડો બદલાવ આવેલો દેખાય છે . તે ખુશ દેખાતી હતી પણ જાણે આકાશ સાથે આગળ ના તેના વર્તન ની તે કંઈ બોલી શકતી નથી.
એટલે આકાશ સામેથી વાત શરૂ કરે છે મમ્મી ના ઘરેથી તો આવવાનું મન નહી થતું હોય ને? આટલા દિવસ ત્યાં શુ કર્યુ ?
આવા બધા પ્રશ્નોના તે શાંતિ થી જવાબ આપે છે.
પછી આકાશ ઈશિતા ને પુછીને તેને કે તેને કોઈ પ્રોબ્લેમ તો નથી ને પછી ગાડીમાં સોન્ગ ચાલુ કરે છે બંને જણા સાભળી રહ્યા છે. ત્યાં બીજું સોન્ગ ચાલુ થાય છે,
જબ કોઈ બાત બિગડ જાયે ,
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા..........!!
અનાયાસે બંને થી એકબીજા સામે જોવાઈ જાય છે. જાણે આકાશ આંખો થી કહી રહ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હુ તારી સાથ જ છુ....
આકાશ રસ્તા માં એક સારી રેસ્ટોરન્ટ પાસે ગાડી ઉભી રાખે છે ઈશિતા ને તે ડીનર કરવા જાય છે. આકાશ ને તો હજુ એ પણ ખબર નહોતી કે ઈશિતા ની પસંદ શુ છે. તેથી તે ઈશિતા ને પુછીને તેની ફેવરિટ પંજાબી ડીશ અને સ્ટાટર, સુપ વગેરે ઓર્ડર કરે છે.
પછી જમીને નીકળે છે ત્યારે ઈશિતા આકાશ ને કહે છે જમવાનું સરસ હતુ . થેન્ક યુ...
આકાશ જવાબ આપતા કહે છે , આ મારી ફેવરિટ રેસ્ટોરન્ટ છે . હુ અહી ઘણી વાર આવુ છુ જમવા માટે. ખાસ કરીને જ્યારે હુ બહુ ખુશ કે બહુ અપસેટ હોઉ ત્યારે. પણ હવે તો મેડમ તમને પણ પસંદ છે એટલે હવે જલ્દી આવતા રહીશુ.
હવે તો તમારો હુકમ સર આંખો પર......!! આવુ સાભળતા જ ઈશિતા થી હસી જવાયું કારણ કે આકાશ ને આવો મજાક કરતો પહેલી વાર જોયો હતો.
પછી બંને જણા ગાડીમાં ઘરે પહોંચે છે. તો ઘરે બધા તેમની રાહ જોતા હોય છે. બધા ઈશિતા ને જોઈને ખુશ થઇ જાય છે.
પછી ઈશિતા નો દિયર તેને સરપ્રાઇઝ આપવા ઉતાવળો થાય છે. જે ખરેખર આકાશ માટે પણ સરપ્રાઇઝ જ હોય છે. તે ઈશિતા ના હાથમાં કવર આપે છે તે ખોલીને જુએ છે તો તેમાં સિમલા મનાલી નુ હનીમુન પેકેજ હોય છે.
ઈશિતા તે આકાશ ને આપે છે અને તેની સામે જુએ છે. તો આકાશ ઈશારા માં કહે છે આની તેને પણ કંઈ જ ખબર નથી. પછી બંને કંઈ બોલતા નથી. બધા થોડી વાર વાતો કરી ને સુવા જાય છે.
બેડરૂમમાં આવીને આકાશ કહેછે મને આ વાત ની જરા પણ નથી ખબર નહી તો હુ ના જ પાડત. પણ હજુ પણ વાધો નથી હુ કાલે બિઝનેસ નુ કાઈ બહાનું કાઢીને ના પાડી દઈશ. તુ ચિંતા ના કરીશ.
ઈશિતા ને છેલ્લે નીકળતા તેની મમ્મી એ કહેલી વાત યાદ આવે છે " જો બેટા હવે તારી જીવન ની નૈયા તારા હાથમાં છે. તુ ક્યારેય આકાશ ને આદિત્ય ની સાથે સરખાવીશ નહી. આકાશ તારૂ વર્તમાન છે. હવે તુ જો તુ તેને પ્રેમ કરીશ તો તને બીજા કોઈ ના પ્રેમ ની જરૂર નહી પડે. તારૂ આજ તેને સમર્પિત કરી દે તુ આખી જિંદગી ખુશ રહીશ નહી તો આખી લાઈફ પસ્તાવવાના દિવસો આવશે તારા હાથમાં કંઈ નહી રહે. "
આ વાત યાદ કરીને ઈશિતા આકાશ ને કહેછે તેની કોઈ જરૂર નથી આપણે સીમલા જઈશુ.
આકાશ કહે છે કે તુ મને ખુશ રાખવા હા ના પાડ મને જરા પણ ખરાબ નહી લાગે ત્યારે ઈશિતા કહે છે હુ મારી ઈચ્છા થી કહુ છુ એટલે આકાશ મનમાં ખુશ થઈ જાય છે.
બંને ની હા પડતા બંને જણા બે દિવસ પછી સિમલા હનીમુન માટે નીકળી જાય છે.
શુ ઈશિતા પોતાની જાત ને આકાશ ને સમર્પિત કરી શકશે? શુ થશે આગળ જાણવા માટે વાચતા રહો...મહેકતી સુવાસ ભાગ -7
next part.............come soon ................