ટ્વીન્કલ ની સામે માહી અને ઝોયા એક સાથે ઉભા હતા. ટ્વીન્કલ ઝોયા ને ઓળખતી હોવા છતાં તેણે અજાણ્યા બનવાનું દેખાવ કરતાં તેણે માહી ને પૂછ્યું કે દીદી આ કોણ છે?
ત્યારે માહી એ ટ્વીન્કલ ને જવાબ આપતાં કહ્યું કે આ જ સરપ્રાઈઝ છે તારા માટે. આ મારી બહેન ઝોયા છે. જે તને ગઈ કાલે સવારે મળી હતી.
ટ્વીન્કલે ફરી થી સવાલ કર્યો કે દીદી હું તમને નાનપણમાં થી ઓળખું છું પણ મેં તમને ક્યારેય ઝોયા ની સાથે જોયા નથી અને તમે કહ્યું હતું કે તમારો પરિવાર અહીં થી ખૂબ દૂર રહે છે.
ટ્વીન્કલ ને આગળ બોલતાં અટકાવી ને માહી એ કહ્યું કે મેં તને એમ પણ કહ્યું હતું કે મારી બે બહેનો પણ છે. જે માં થી એક બહેન મારા પરિવાર સાથે રહે છે અને બીજી બહેન મારી સાથે રહે છે.
ટ્વીન્કલે કહ્યું કે હા. મને યાદ છે પણ મેં તમારી એ બહેન ને ક્યારેય પણ જોઈ નથી. માહી એ કહ્યું તું એને દરરોજ જોવે છે અને તું એની સાથે જ જીવે છે.
ટ્વીન્કલે માહી ને પૂછ્યું કે કોણ છે તે ? માહી બોલી કે તે તું જ છે ટ્વીન્કલ મારી બહેન સેરાહ.
પછી માહી ટ્વીન્કલ પાસે આવી ને બોલી કે ઝોયા સેરાહ ને કહી દે એ કોણ છે. માહી ની વાત સાંભળી ટ્વીન્કલ ગુસ્સે થઇ ગઇ. તે બોલી કે મેં તમને પહેલાં થી કહી દીધું છે મારૂં નામ ટ્વીન્કલ છે. સેરાહ નહીં.
ટ્વીન્કલ ની વાત સાંભળી ને ઝોયા બોલી કે હમણાં જ એ વાત ની ખબર પડી જશે. આટલું કહીને ઝોયા એ તેના ગમ બુટ માં થી એક નાનકડી કટાર કાઢી ને તેને આકાશ તરફ ફેંકી. તરત આકાશ માં એક વિસ્ફોટ થયો એવી રીતે એક રંગબેરંગી વર્તુળ રચાયું.
અને બીજી જ ક્ષણે તે નાનું થવા લાગ્યું. અચાનક તે માંથી ખૂબ જ નાનું સફેદ બિંદુ બની નીચે આવ્યું. ઝોયા એ તેનો હાથ ફેલાવી ને તે બિંદુ હથેળી માં લીધું એટલે એ બિંદુ મોટું થઈ ઝોયા, માહી અને ટ્વીન્કલ ને પોતાના માં સમાવી ને ગાયબ થઇ ગયું.
આકાશ માં જયારે રંગબેરંગી વર્તુળ રચાયું એં વખતે બગીચા માં ટ્વીન્કલ ની આસપાસ અને લેક ની નજીક રહેલા લોકો એ વર્તુળ ને જોઈ રહ્યા હતા એટલે જયારે માહી અને ઝોયા ટ્વીન્કલ ને સાથે લઈ ને ગાયબ થઇ ગયા તો પણ કોઈને ખબર પડી નહીં.
ટ્વીન્કલ ક્યાં જાય નહીં તે માટે માહી એ તેનો હાથ પકડી રાખ્યો હતો. અત્યારે ટ્વીન્કલ ને તેની આસપાસ સફેદ રંગ ના વાદળ સિવાય બીજું કંઈ પણ દેખાતું નહોતું.
થોડી વાર પછી વાદળ હટી જતાં આસપાસ ની જગ્યા દેખાવા લાગી. ટ્વીન્કલ આ જગ્યા જોઈ ને આવાક જ થઈ ગઈ. આ જગ્યા સપનાં દુનિયા જેવી હતી. અહીં ચારે તરફ જુદા જુદા રંગ ના ગુલાબ ના ફૂલો ખીલેલા હતા.
અને ટ્વીન્કલ જ્યાં ઊભી રહી હતી તેની પાસે જ એક નાનું તળાવ હતું. જેમાં રંગબેરંગી કમળ ખીલેલા હતા અને તેમાં હંસ તરી રહ્યા હતા. આ બધું જોઈ ને ટ્વીન્કલ લાગ્યું કે તે સપનું જોઈ રહી છે.
પણ ત્યારે માહી તેની પાસે આવી ને તેનો હાથ પકડી ને કહ્યું કે આ સપનું નથી સત્ય છે. માહી વાત સાંભળી ને ટ્વીન્કલ ને વિશ્વાસ થઈ ગયો તે જે કંઈ જોઈ રહી છે આ બધું સાચું છે.
પણ અત્યાર જે કઈ બન્યું તેનાથી ટ્વીન્કલ ને ડર લાગતો હતો પણ માહી તેની સાથે હતી એટલે તેનો ડર ઘણો ઓછો થઈ ગયો હતો. આ ડર ના કારણે ટ્વીન્કલ એ પણ ભૂલી ગઈ હતી કે આજે તેનો 16 મો જન્મદિવસ હતો.
થોડી વાર પછી ઝોયા બોલી કે માહી હવે આપણે આગળ જઈએ ? એટલે માહી એ ફક્ત હકાર માં માથું નમાવી ને મુક સંમતિ આપી. એટલે ઝોયા એ એક ચપટી વગાડી.
એટલે તે ત્રણેય તે બગીચા માં થી એક મહેલ માં આવી ગયા. એ મહેલ નો પ્રવેશદ્વાર જોઈને ટ્વીન્કલ ને યાદ આવ્યું કે આ જ મહેલ તેણે સપના માં જોયો હતો. હવે તેને ડર લાગતો નહોતો એટલે તે માહી કે ઝોયા સાથે ચાલવા ને બદલે આગળ ચાલતી હતી.
એ મહેલ એક કિલ્લા જેવો હતો. તેમાં પ્રવેશદ્વાર પછી થોડા અંતરે ખુલ્લી ગોળાકાર જગ્યા હતી. ટ્વીન્કલ આ ખુલ્લી જગ્યા દોડી ને પાર કરવા ગઈ પણ પાછળ થી માહી એ તેને ઉભા રહેવા માટે કહ્યું.
એટલે ટ્વીન્કલ ઉભી રહી. પછી માહી અને ઝોયા એ ગોળાકાર જગ્યા ની વચ્ચે એક વિશાળ મૂર્તિ હતી તેની પાસે ગયા. પછી તે બંને પોતાનો જમણો હાથ મુઠ્ઠી બંધ કરી ને છાતી પર ડાબી બાજુ મુકીને તે મૂર્તિ ને નમન કર્યા.
ઝોયા અને માહી ને આ રીતે નમન કરતાં જોઈ ને ટ્વીન્કલે એ મૂર્તિ ને ધ્યાન થી જોઈ ત્યારે તેને ખબર પડી કે એ મૂર્તિ એક ઘોડા પર સવાર સ્ત્રી વિરાગનાં ની હતી.
ટ્વીન્કલ માહી પાસે ગઈ અને તેના ખભા પર હાથ મૂકી ને ધીરેથી પૂછ્યું કે દીદી આ કોની મૂર્તિ છે ? ટ્વીન્કલ ની વાત સાંભળીને માહી ની આંખ માં થી એક આંસુ નીકળી ગયું એટલે તેણે આંખ સાફ કરતાં કહ્યું આ મૂર્તિ વરુણવન ની રાજકુમારી, વીરગતિ પામેલી રક્ષક એવી મારી બહેન એવી સેરાહ ની છે.
આ વાત સાંભળી ને ટ્વીન્કલે મૂર્તિ ના મુખ તરફ જોયું. એ ચહેરો ખૂબ તેજસ્વીતા ધરાવતો હતો. પણ મૂર્તિ ની મુખ્ય વાત પર ટ્વીન્કલ ને હજી વિશ્વાસ નહોતો આવતો. એ મૂર્તિ નો ચહેરો ટ્વીન્કલ નો ચહેરો હતો.
આખરે કોણ હતી સેરાહ ? સેરાહ સાથે શું બન્યું જેથી મૃત્યુ થયું ? તેનો ચહેરો ટ્વીન્કલ ના ચહેરા જેવો કેમ હતો?
જાણવા માટે વાંચતા રહો ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ