અતૃપ્ત સ્ત્રી - ભાગ - 1 P. Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૃપ્ત સ્ત્રી - ભાગ - 1

સેજલ.....
સવારે 6 વાગ્યે બાથરૂમ માં નહાતા નહાતા સૂરજે સાદ પાડ્યો.

ટિફિન માં શુ ભર્યું છે ?
એ આવી....!!! કેમ બુમો પાડો છો.
ભીંડા નું શાક અને રોટલી ભર્યા છે, બપોરે જમી લેજો.
ભીંડા નું નામ સાંભળતા જ સુરજે મોઢું બગાડ્યું. પણ કોઈ વિકલ્પ ન હતો.

સુરજ અને સેજલ ના લવ મેરેજ હતા, સુરજ ના પહેલા લગ્ન અને સેજલ ના બીજા લગ્ન હતા. સેજલ ને પહેલા લગ્ન થકી એક પુત્રી હતી. એ સિવાય બીજા લગ્નજીવન ના દશકો વિતવા છતાં એની કુખે કોઈ સંતાન જન્મ્યું ન હતું. સુરજ એક પ્રાઇવેટ કંપની માં સુપરવાઈઝર ની નોકરી કરતો, જ્યારે સેજલ એક શાળા માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.

દસ વર્ષ પહેલાં સેજલ નો આકાશ સાથે સુખી સંસાર હતો. સેજલ ને નવી નવી નોકરી મળી હતી, એટલે એ એના ગામ કાલોલ થી બસ માં અપ ડાઉન કરતી. આ દરમ્યાન તેની મુલાકાત તેની નજીક ની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા આકાશ સાથે થાય છે. આકાશ પણ વડોદરા થી બસ માં અપડાઉન કરતો શરૂઆત માં ડાયરેકટ ની બસ માં આવતો પરંતુ જ્યારે થી સેજલ સાથે મિત્રતા કેળવાઈ ત્યાર થી તેને બસ નો રૂટ બદલી નાખ્યો હતો, હાલોલ સુધી આવી ત્યાં થી આગળ ની મુસાફરી સેજલ આવતી એ બસ માં કરતો સેજલ હંમેશા તેની બાજુ ની જગ્યા આકાશ માટે રોકી રાખતી. બંને ની મિત્રતા  થોડાજ સમય માં પ્રેમ માં પરિણમી અને બંને લગ્ન પણ કરી લે છે. અને નોકરી ના સ્થળ નજીક મકાન લઈ ત્યાંજ સ્થાયી થઈ જાય છે.

લગ્ન ની પહેલી રાત્રે આકાશ અને સેજલ ભરપૂર પ્રેમ કરે છે. સવારે ઉઠી લાલ કલરના નાઈટ ગાઉનમાં બાથરૂમ માં ગયેલી ભરાવદાર આકર્ષક દેહ ની સ્વામીની સેજલ બાથરૂમ ના આઇનમાં પોતાના આકર્ષક દેહ ને નિહાળી તેના જીવનની કોઈ પુરુષ તરીકે આકાશ સાથે વીતેલી પહેલી રાત યાદ કરી ગાઉન ઉતારી આઈના માં પોતાની નિર્વસ્ત્ર કાયા ને એકી ટશે નિહાળે છે, પોતાના ભરાવદાર વક્ષસ્થળો ના ઉભાર ને બંને હાથે મસડી શારીરિક અંગો ઊપાંગો ઉપર હાથ ફેરવતા ફેરવતા રાત્રે પોતે કેટલી અતૃપ્ત રહી હોવાનો અહેસાસ કરી રહી હોય છે ત્યારે જ આકાશ ની બુમે તે પોતાના વિચારો માંથી બહાર આવે છે. અને સ્નાન કરી ફટાફટ તૈયાર થવા માં લાગી જાય છે.

આકાશ સાથેના ચાર વર્ષ ના લગ્ન જીવન માં હંમેશા સેજલ શારીરિક સુખ પ્રાપ્ત કરવામાં અતૃપ્ત રહેતી, ચરમસીમા ની અનુભૂતિ હાજી તેને થઈ જ ન હતી. પરંતુ નોકરી અને ઘર પરિવાર ની જવાબદારી વચ્ચે પોતાની અતૃપ્તતા ને મારી સેજલ  જીવતી, સુખી સંસારમાં પારણું બંધાયું ત્યારે ઘરમાં આવેલી દીકરી ને ઉછેરવામાં સેજલ તમામ ઈચ્છાઓ અને સુખ દુઃખ ભૂલી ગઈ.

પણ કુદરત ને કાંઈ બીજું જ મંજુર હતું. સેજલ અને આકાશ ના સુખી લગ્નજીવન ને ગ્રહણ લાગે છે. આકાશ ની કાર ને અકસ્માત નડે છે. સેજલ અને છ માસ ની એની દીકરી નો આબાદ બચાવ થાય છે. પણ આકાશ બંને ને નિરાધાર કરી ચાલ્યો જાય છે. સેજલ આ સદમાં માંથી માંડ માંડ બહાર આવી પોતાની દીકરી અને નોકરી સાથે પોતાના જીવનરથ ને જોડી લે છે.

આ વિકટ પરિસ્થિતિ નો સામનો કરવામાં સેજલની પડખે રહેનાર સુરજ હંમેશા સેજલ ને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. જ્યારે નોકરીમાં છુટ્ટી હોય ત્યારે તે સેજલ ની દીકરી ને લઈ ફરવા નીકળી જતો. સુરજ ને સેજલ પસંદ હતી , મનોમન તેને ચાહવા લાગ્યો હતો. પણ આકાશ ના મોત પછી સદામ માંથી માંડ બહાર આવેલી સેજલ ને એ વધુ હર્ટ કરવા ન હતો માંગતો, એતો બસ એને ખુશ જોવા માંગતો હતો.

બે વર્ષ રીંકી ને મોટી કરવામાં ક્યાં નીકળી ગયા એનો ખ્યાલ સેજન ને ન રહ્યો. આકાશ ની હયાતી દરમ્યાન પણ અનુભવાતી પોતાની અતૃપ્તતા અકાસના ગયા પછી વધુ ઉગ્ર બની હતી. સેજલ નો ખાલીપો દિન બ દિન વધી રહ્યો હતો. બીજી તરફ રીંકી સુરજ સાથે હળી ભળી ગઈ હતી. સેજલ ની છાતી ના અકબંધ રહેલા ઉભાર ઉપર સ્થિર થતી સુરજ ની નજર સેજલ થી છુપી ન હતી. આગ બંને તરફ હતી પણ પહેલ કોણ કરે એ સ્થિતિ એ વાત અટકી હતી.