Featured Books
શ્રેણી
શેયર કરો

પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 4

વાંચકમિત્રો!! આપણે ત્રીજા ભાગમાં જોયેલું રાજેશની માતૃભારતીમાં લખેલી લઘુકથા રાતોરાત વાઇરલ થઈ જાય છે અને રાજેશ ની જીંદગી સાવ બદલાઈ જાય છે.રાજકુમાર રાવ રાજેશને કરીને અભિનંદન આપે છે હવે આગળ શું થાય છે રાજસશ સાથે એ જોવા આ ભાગ વાંચો..આશા રાખું છું એ વાર્તાનો અંતિમ ભાગ તમને પસંદ આવશે...

        હવે રાજેશને એક ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે અને ત્યાં તેને એમ પૂછવામાં આવે છે કે,"સાહેબ તમને તો રાતોરાત સફળતા મળી ગઈ હો!" ત્યારે આ રાજેશ જવાબ આપે છે કે,"હા વાત તમારી સાચી મને તો રાતોરાત સફળતા મળી ગઈ,પણ આ રાત ખૂબ લાંબી હતી હો!" આવા જોરદાર શબ્દો સાથે ઠેર ઠેર રાજેશ ઇન્ટરવ્યૂ આપવા લાગે છે.રાજેશ પછી તો તેની લખેલી પુસ્તકોમાંથી એક મહિનાની અંદર તો આશરે લાખો રૂપિયા કમાઈ લે છે અને પોતાના મમ્મી પપ્પા ને સાથે લઈને પોતાના નવા બંગલા માં રહેવા જાય છે અને ખુશીથી રહેવા લાગે છે.
       એકવાર સવારે જ્યારે રાજેશ બહાર ફરવા નીકળે છે ત્યારે તેને રસ્તામાં સુરેશ મળે છે અને સુરેશ કહે છે કે,"કેમ છો રાજેશ મજામાં!" રાજેશ કહે છે કે,"ભાઈ અમે તો ફેઈલ થયેલા માણસ તમે બોલો કેમ ચાલે છે ધંધા પાણી?"
 "ભાઈ આપણે તો વર્ષનું 24 લાખનું પેકેજ છે,હું એક  R.R પુસ્તક પબ્લિકેશન ની કંપનીમાં કામ કરું છુ,તું શું કરે છે બોલ પૂસ્તક લખ્યા સિવાય" સુરેશે રાજેશને પૂછ્યું.
 ત્યારે રાજેશ કહે છે કે "R.R પબ્લિકેશન કંપની નો માલિક છું હું અને મારું વર્ષનું ટર્નઓવર 100 કરોડથી પણ વધારે નું છે."
        હવે રાજેશ નો એક ગોલ્ડન ટાઈમ આવ્યો હોય છે એક સમયે જે રાજેશ નો સ્કુલની પરીક્ષામાં 100 માંથી 1 માર્ક હતો એ રાજેશ આ જીંદગીની પરીક્ષામાં 100 માંથી 100 લાવ્યો હતો.
         રાજેશ ને પછી તેની કંપનીમાં એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે અને એકવાર...
   "સુરભી હું તને ખૂબ જ પ્રેમ કરું છું,શું તું મારા સફર ની હમસફર બનીશ?"પૂરી ઓફિસની વરચે રાજેશ સુરભીને પ્રપોઝ કરે છે. 
સુરભી હસતી હસતી ત્યાંથી જતી રહે છે અને 2 મહિનામાં તો રાજેશ અને સુરભી લગ્ન કરે છે.અને 2 વર્ષમાં તો રાજેશને 1 છોકરો પણ થઈ જાય છે.સમય નું ચક્ર ચાલ્યા કરે છે એક સમયે 10 માંની પરીક્ષા આપતો ગભરાયેલો રાજેશ આજે એક મોટો પ્રખ્યાત સાહિત્યકાર બની જાય છે.હવે રાજેશ ને ઠેર ઠેર લોકો સ્પીચ બોલવા માટે આમંત્રણો આપવા લાગે છે.અને રાજેશ ઠેર ઠેર પ્રેરણાદાયક સ્પીચો આપવા લાગે છે.
         રાજશે સફળતાની ઘણી ઊંચાઈઓ હાંસલ કરી લીધી હોય છે અને હવે એકવાર તેને સુરતના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ માં વક્તવ્ય આપવાનો મોકો મળે છે" અને લાખોની સંખ્યામાં રાજેશને સાંભળવા લોકો આવ્યા હોય છે લાખો લોકો રાજેશ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે રાજેશ અને રાજકુમાર રાવ સ્ટેજ પાછળ સંવાદ કરી રહ્યા હોય છે. 
"બેટા આટલું બધું ના રડાય" રાજકુમાર રાવ હસતા હસતા રાજેશને કહે છે. 
"પણ સર આતો મારી ખુશીના આંસુ છે" રાજેશે રાજકુમાર રાવને કહ્યુ. ત્યારે રાજકુમાર રાવે રાજેશને કહ્યું કે,"ચાલ બેટા હવે રેડી થઈ જા સ્ટેજની પેલી પાર લોકો રાજેશની નહિ પણ એક સફળ સાહિત્યકાર રાજેશની રાહ જોઈ રહ્યા છે,બેટા હવે તારો આ આકાશના ચાંદા ને અડવાનો સમય આવી ગયો છે આ લાખો લોકો ખાલી વ્યક્તિઓ જ નથી પણ તારા ચાહકો છે.અને આ બધું તારી મહેનતનું પરિણામ છે.."
રાજેશ પોતાના કોટના બટન મારે છે પોતાની રોલેક્સ ની ગોલ્ડન ઘડિયાળ પહેરે છે અને જાય છે સ્ટેજ ઉપર!!!જેવો રાજેશ સ્ટેજ ઉપર આવે છે લોકો તાળીઓ અને ચીસો પાડી પાડી ને રાજેશનું મનોબળ વધારે છે..રાજેશના આંખમાંથી ખુશીના આંસુ જતા હોય છે અને ત્યારે તે માઇક હાથમાં લે છે અને પોતાનું એકદમ પ્રભાવશાળી વક્તવ્ય આપે છે અને છેલ્લે રાજેશ ખાલી લોકોને એટલું જ કહે છે કે,"આ જીંદગીમાં આપણે કોઈ પણ કામ કરીએ તેનું સારું કે ખરાબ પરિણામ આવતું હોય છે,પરિણામ સારું આવે કે ખરાબ આવે એ મહત્વનું નથી પણ પરિણામ લાવવા તમે મહેનત તો કરી એ મહત્વનું છે.દરેક વ્યક્તિ જીંદગીની અંદર દરેક ક્ષણે પરીક્ષા આપતો જ હોય છે અને તેનું પરિણામ પણ આવતું જ હોય છે જો સારું પરિણામ આવે તો ખુશ થવાનું અને ખરાબ પરિણામ આવે તો તે કડવા અનુભવ થી કંઈક નવું કરવા પ્રયત્ન કરવો કે પછી એ ખરાબ પરિણામ ને જીંદગીનું અંતિમ પરિણામ સમજીને દુઃખી થવું એ તે વ્યક્તિના હાથમાં છે.કોઈ વ્યક્તિ આ દુનિયામાં હોંશિયાર કે ઠોઠ નથી હોતો બસ બધાના કૌશલ્ય અલગ અલગ હોય છે અને જરૂર છે તો આપણાં આ કૌશલને શોધવાની જે કદાચ ગૂગલ માં સર્ચ કરવાથી નહિ મળે.તમે કેટલું ભણ્યા એ મહત્વનું નથી પણ તમે કેટલું સમજ્યા એ મહત્વનું છે તમે સ્કુલ માં ના ભણી શકયા હોવ તો કોઈ વાંધો નથી,તમે આ જીંદગી પાસેથી પણ ઘણા પાઠ ભણી શકો છો,હવે જ્યારે ત્યારે તમને બોર્ડની પરીક્ષામાં કે જીંદગીની પરીક્ષામાં ખરાબ પરિણામ મળે ત્યારે પોતાની જાતને જ એક સવાલ પૂછજો કે,"શું આ પરીક્ષાનું પરિણામ મારી જીંદગીનું અંતિમ પરિણામ છે!!"
           આટલું બોલીને રાજેશ ત્યાંથી જતો રહે છે અને બધા લોકોને તે હકીકતમાં વિચારવા પર મજબૂર કરી દે છે.અને તેજ સાંજે રાજેશ પોતાના ઘરે જાય છે અને પોતાનો કબાટ ખોલીને પોતાનું 30 વર્ષ જૂનું પોતાનું બોર્ડનું પરિણામ જોવે છે અને પોતાની જાતને એક જ પ્રશ્ન કરે છે કે આ પરિણામ સાલું પરીક્ષાનું હતું કે મારી જીંદગીનું!!!

【વાર્તા પૂર્ણ】

        મિત્રો એકદમ રોમાંચ અને પ્રેરણા થી ભરપૂર આ પૂરી વાર્તા ",પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું" વાંચવાની તમને મજા આવી હશે તેવી આશા રાખું છું..મિત્રો આ ભાગ આ વાર્તાનો અંતિમ ભાગ હતો અને આ પૂરી વાર્તા જો તમને ગમી હોય ને તો તમે મને અભિપ્રાય આપજો.. જેનાથી મને પણ આવી જ નવી વાર્તાઓ બનાવવા ઉત્સાહ મળતો રહે..મિત્રો મળીયે હવે કોઈ આવી જ નવી પ્રેરક કથા સાથે ત્યાં સુધી મોજ માં રહેજો,ધ્યાન રાખજો અને બધાની કદર કરજો....તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો તમે મને માતૃભારતીમાં પણ ફોલો કરી શકશો....