બ્યુટીફૂલ હાર્ટ Rizzu patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

બ્યુટીફૂલ હાર્ટ

ચોમાસા ના દિવસો હતા.સાંજ ના છ વાગ્યા નો સમય હતો.મેઘરાજા ત્રણ દિવસ થી વધારે જ મહેરબાન થયા હતા.ત્રણ દિવસ થી વરસાદ અટકવાનું નામ લેતો ના હતો.ચારે તરફ શહેર માં પાણી ફરી વર્યા હતા.રસ્તા ઓ જામ થઈ ગયા હતા.ધરતી સાથે જાણે વરસો જૂનું વેર લેતા હોય એમ મેઘરાજા તો જાણે રણમેદાન માં એકલે હાથે જજુમતા સૈનિક ની માફક ગુસ્સા માં વરસતા જતા હતા.ધરતી તો જાણે મેઘ નો ગુસ્સો ઝીલવાની આવડત પેહલા થી જ હોય એમ બસ પલર્યે જ જતી હતી.ઉપર થી પાછા વીજળી ના ચમકારા,અને વાદળો ના કડાકા.આ બધા વચ્ચે મિતાલી ના મન માં પણ તુફાન ઉઠ્યું હતું.એને આજે કેમેય કદી ચેન પડતું ન હતું.એ પણ ત્રણ દિવસ થી કૉલેજ પણ જઇ શકી ન હતી.બહાર પણ નીકળી શકાય એમ ન હતું.અને આજે તો એને નક્કી જ કર્યું હતું કે ગેમેં તે કરી એ કોલેજ જશે જ.એનું મન કેમેય કરી શાંત થતું ન હતું.વારે ઘડીએ હદય ના ધબકારા પણ વધી જતાં હતાં.ના કોઈ જોડે બોલવાનું મન થતું હતું.ન ખાવા પીવાનું.પોતાની જાત પર ગુસ્સો આવતો હતો.શા માટે તે દિવસે પોતે લાગણી ના આવેશ માં આવી ગઈ?શા માટે પોતે રોહિત ને સાચું કહી દીધું?અને એનું નસીબ પણ જાણે બે ડગ દૂર જ રહેતું હોય એમ જેવો રોહિત ને એ સાચી વાત જણાવતો મેસેજ કર્યો તેજ વખતે ખરાબ વાતાવરણ ના લીધે નેટ પણ બંધ થઈ ગયું.ખબર નહિ રોહિતે મેસેજ વાંચ્યો હશે કે કેમ?જો વાંચ્યો હશે તો એ પોતાના વિશે શું વિચારતો હશે ?તે દિવસ થી લગાતાર વરસાદ ના લીધે ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ હતી.નેટવર્ક પણ ઠપ થઈ ગયા હતા.કોલેજ પણ જઇ શકાય એમ ન હતું.મિતાલી નું મન આજે ચકડોરે ચઢયું હતું.

મિતાલી કોલેજ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી.મિતાલી દેખાવ ખૂબ સાધારણ હતી.એનો શ્યામ ચેહરો હમેશા એના માટે મજાક નું પાત્ર બનતો.સ્કૂલ માં પણ છોકરાઓ તેને 'શ્યામલી'કહી ચીડવતા. મિતાલી ના પિતાજી બચપણ માં જ દેવલોક પામ્યા હતા.માતા એ જ મિતાલી ને મોટી કરી હતી.પરંતુ મિતાલી ના શ્યામ રંગ માં લીધે એની માતા પણ કોઈવાર મિતાલી પર બરાપો કાઢતી.પરંતુ મિતાલી કશું પણ મન પર લેતી નહિ.એ અભ્યાસ માં તેજસ્વી હતી.કોલેજ માં દરેક પ્રવૃત્તિ માં આગળ રહેતી.જોકે એના દેખાવ ના લઈ ને છોકરા ઓ એના થી દુર જ ભાગતા અને છોકરીઓ પણ પીઠ પાછળ હાંસી ઉડાવતી.આજ કારણે ત્રણ વર્ષ પુરા થવા આવ્યા છતાં હજુ સુધી એની કોઈ પણ ફ્રેંન્ડ હતું નહીં.એ હમેશા એકલી જ રહેતી.કોલેજ લાયબ્રેરી એજ એની દુનિયા હતી.
રોહિત એની જ કૉલેજ માં હતો.રોહિત સ્માર્ટ અને હેન્ડસમ યુવાન હતો.એ એક પૈસાદાર કુટુંબ માંથી આવતો હતો.એની પર્સનાલિટી કોઈ ફિલ્મી હીરો ને પણ ઝાંખો પાડી દે તેવી હતી.કોલેજ ની બધી જ છોકરીઓ રોહિત ની આજુબાજુ ભમતી રહેતી.પરંતુ રોહિત કોઈ ને ભાવ આપતો નહિ.મિતાલી અને રોહિત એક જ ક્લાસ માં હોવા છતાં કદી એક બીજા સાથે વાત કરી ન હતી.આમ તો મિતાલી રોહિત ને જોતા જ એના થી પ્રભાવિત થઈ ગઈ હતી.પરંતુ એને કદી રોહિત સાથે વાત કરવા પ્રયત્ન કર્યો ન હતો..એ જાણતી હતી કે રોહિત જેવો હેન્ડસમ યુવાન કદી પણ પોતાના જેવી કદરૂપી છોકરી ને પસંદ નહિ કરે એટલે એ દૂર જ રહેતી છતાં મન માં એ રોહિત ને પસંદ કરતી હતી.

મિતાલી ઘરે નવરાશ ના સમય માં પોતાના ફોન માં સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ માં પોતાની જાત ને વ્યસ્ત રાખતી.નવા નવા મિત્રો બનાવી વાત કરતી,આ તેની અલગ દુનિયા હતી.એક દિવસ એને એફ.બી પર રોહિત ની પ્રોફાઈલ જોઈ.એણે પેહલા તો વિચાર્યું કે રોહિત ને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે પરંતુ પછી તરત જ એને લાગ્યું કે રોહિત કદી એની સાથે વાત નહિ કરે.તે દિવસ તો એને પોતાના મન ને વારી લીધું પરંતુ જ્યારે પણ રોહિત ની પ્રોફાઈલ જોતી તો એના થી રહેવાતું નહિ અને એક દિવસ તો એને નક્કી જ કરી નાખ્યું ક આજે એ વાત કરશે જ.મિતાલી એ પોતાનું એક અલગ નામ નું આઈડી બનાવ્યું.. જેમાં પોતાનું નામ પ્રિયા રાખ્યું.એણે પ્રિયા આઈડી પર થી રોહિત ને મેસેજ કર્યો.એના આશ્ચર્ય વચ્ચે તરત જ રોહિત નો રીપ્લાય આવ્યો.,,,:hi,who r u?...મિતાલી એ તરત જ સામે મેસેજ કર્યો કે પોતે પ્રિયા છે.,ત્યાર પછી તો બન્ને વચ્ચે વાતચીત રોજ થવા લાગી.વાતો માં ને વાતો માં બન્ને મિત્રો બની ગયા.હવે તો રોજ રાત ના મોડે સુધી બન્ને વચ્ચે કલાકો સુધી વાત થતી.પોતાના ખાવા પીવા,કપડાં,સ્ટાઇલ થઈ લઈ બધી જ વાત થતી.એકબીજા ની ઓનલાઈન આવવા માટે રાહ જોવાવા લાગી.હજુ સુધી રોહિત ને જાણ ન હતી કે મિતાલી જ પ્રિયા છે. રોહિત ઘણી વાર પ્રિયા પાસે ફોટો ની માંગણી કરતો પરંતુ મિતાલી કોઈ ને કોઈ બહાને એની વાત ઉડાય દેતી.મિતાલી તો રોહિત ને પસન્દ કરતી જ હતી પરંતુ હવે તો રોહિત ને પણ પ્રિયા એટલે કે મિતાલી ની આદત પડી ગઈ હતી.મિતાલી જોડે વાત ન થાય તો એ બેચેન બની જતો.પોતાના બધા જ પ્રોબ્લેમ એ પ્રિયા બનેલી મિતાલી સાથે શેર કરતો.એ જાતે એ વાત થી અજાણ હતો કે એ પ્રિયા ને પસન્દ કરવા લાગ્યો છે.(ક્રમશ:)






(શુ રોહિત ને સાચી વાત ની જાણ થશે.રોહિત સચ્ચાઈ જાણશે તો શું થશે?મિતાલી અને રોહિત ની પ્રેમ કહાની નો શુ અંત આવશે?જાણવા માટે બીજો ભાગ વાંચવાનું ભૂલશો નહિ.)


(મિત્રો જો આપને મારી વાર્તા પસન્દ આવી હોય તો પ્રતિભાવ જરૂર થી આપશો)