( દિવ્યા એના મામાના છોકરા પવનના મેરેજમાં જાય છે જયાં એની મુલાકાત રાહુલ સાથે થાય છે. રાહુલ પવનની માસીનો છોકરો છે. પહેલી જ મુલાકાતમાં બન્ને એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પવનની બહેન સપના સમક્ષ રાહુલ દિવ્યા પ્રત્યેના પ્રેમનો એકરાર કરે છે. હવે આગળ વાંચો શું થાય છે. )
રાત્રે જમી પરવારીને બધા ગપ્પાં મારવા બેસે છે. સપના રાહુલને પોતાના દિલની વાત દિવ્યાને કરવાનું કહે છે. રાહુલ તેમા સપનાની મદદ માંગે છે. સપના બધાને આઈસ્ક્રીમ ખાવાં માટે કહે છે. અને રાહુલ અને દિવ્યાને પોતાની સાથે આઈસ્ક્રીમ લાવવા માટે લઈ જાય છે. ત્રણે જણા ગાડી પાસે જાય છે ત્યારે સપનાના ફોનની રીંગ વાગે છે. સપના વાત કરતી થોડી દૂર જાય છે. બે મીનિટ પછી પાછી આવે છે અને કહે છે, sorry yaar.... હું તમારી સાથે નહીં આવી શકુ. થોડીવારમાં મારી freind નો ભાઈ આવે છે. નોટબુક લેવા માટે. તમે લોકો જ જઈને આઈસ્ક્રીમ લઈ આવો.
દિવ્યા: તો તુ આવે પછી જઈશું.
સપના: ના પછી ઘણુ મોડુ થઈ જશે. પછી આઈસ્ક્રીમ ખાવાની મજા નહીં આવે. તો તમે જ જઈ આવો. તે રાહુલ તરફ જોઈને આંખ મારે છે. રાહુલ સમજી જાય છે અને દિવ્યાને સાથે આવવા માટે રાજી કરે છે. બન્ને જણા ગાડીમાં બેસે છે. સપના અને રાહુલ એકબીજાને થમ્સઅપનો ઈશારો કરે છે.
* * * * * * *
રાહુલ: તો દિવ્યા, તમે અમદાવાદમાં રહો છો.
દિવ્યા: હા, અને તમે ?
રાહુલ: એમ તો હું મૂળ ભાવનગરનો છું પણ નોકરીના કારણે છેલ્લા બે વર્ષથી દિલ્હીમાં રહું છું. પપ્પા પણ ગયા વરસે રિટાયર્ડ થઈ ગયા છે. મમ્મી પપ્પા પણ હવે મારી સાથે જ રહે છે.
દિવ્યા: wow delhi, ઘણું સારું શહેર છે દિલ્હી.
રાહુલ : હા સારું તો છે, પણ ગુજરાત જેવી મજા નહીં ત્યા.
દિવ્યા: હા,વાત તો સાચી, ગુજરાત જેવી મજા બીજે ક્યાંય નહીં આવે.
રાહુલ: so,what are you doing in Ahmedabad?
study or job ?
દિવ્યા: આ વરસે જ study પૂરું કરીને એક international company મા જોબ કરું છું.
બન્ને જણા આઈસ્ક્રીમ પાર્લર મા જાય છે.
રાહુલ: દિવ્યા તને કયો ફ્લેવર ભાવે છે? આપણે બધા માટે એ જ ફ્લેવર લઈશું.
દિવ્યા: મને તો બધાં જ ફ્લેવરની આઈસ્ક્રીમ ભાવે છે. પણ કાજુદ્રાક્ષ અને બદામ કેડબરી મને બહુ જ ભાવે છે.
રાહુલ: મને પણ ચોકલેટ ફ્લેવરની બધી જ આઈસ્ક્રીમ બહુ ભાવે છે
દિવ્યા: સારું તો આપણે બધા માટે બદામ કેડબરી ફ્લેવરની આઈસ્ક્રીમ લઈએ.
રાહુલ: હા ચોકક્સ.
બન્ને જણા આઈસ્ક્રીમ લઈને ઘરે આવે છે.
સપના: રાહુલભાઈ, પવનભાઈ દિવ્યાદીદી ચાલો આપણે ઉપર ટેરેસ પર જઇને આઈસ્ક્રીમ ખાઈએ. ( સપનાએ પવનને રાહુલના પ્રેમ વિશે બધી વાત કરી દીધી હોય છે. તે પણ રાહુલ ને દિવ્યા ને પોતાના દિલની વાત કહેવામાં મદદ કરવા તૈયાર થાય છે. )
પવન: હા ચાલો ઉપર ટેરેસ પર મજા આવશે.
ચારેય જણ ટેરેસ પર જાય છે. થોડીવાર પછી પવન સપના ને કહે છે કે મને કાલની હલ્દી રસમમા પહેરવાના કપડા નકકી કરવામાં મદદ કરવા મારી સાથે નીચે આવ.
સપના: તમે અહીંયા બેસો હું પવનભાઈની મદદ કરીને હમણાં જ આવુ છુ.
રાહુલ સમજી જાય છે કે, આ સપનાનો પ્લાન છે. તે આજે દિવ્યાને પોતાની દિલની વાત કહીં દેવાનુ નકકી કરે છે.
રાહુલ: તો દિવ્યા કેટલા દિવસની રજા લીધી છે ?
દિવ્યા: પાંચ દિવસની રજા લીધી છે.
રાહુલ: બસ પાંચ જ દિવસની રજા લીધી!!!
દિવ્યા: હા,વધારે રજા લઈને કરવાનું પણ શું છે.
રાહુલ: મે તો બે વર્ષથી કયાંય નિકળ્યો નહોતો એટલે તો મેં પૂરાં પંદર દિવસની રજા લીધી છે. તુ પણ તારી રજા લંબાવી દે છે. આપણે બધા ખૂબ મજા કરીશું.
દિવ્યા: હા....હવે તો મને પણ મજા આવે છે. હું પણ રજા લંબાવાનુ વિચારું છું.
રાહુલ: વિચારવાનું નહીં,લંબાવી જ દે.
દિવ્યા: હા બાબાઆઆઆ કાલે જ મેઈલ દ્વારા લીવ એપ્લિકેશન આપી દઈશ.
રાહુલ: દિવ્યા તને શું ગમે છે?
દિવ્યા: શું?
રાહુલ: i mean what your hobbies
દિવ્યા: my hobbies ? i like reading and traveling.
infect i'll loved it.
રાહુલ: what a coincidence!!!! l olso like reading and traveling. તને કયા પ્રકારનુ વાંચન ગમે?
દિવ્યા: મને નવલકથા ઘણી ગમે છે. તેમાં પણ પ્રેમકથા વાંચવી મને ખૂબ જ ગમે છે.
રાહુલ: મને પણ નવલકથા ઘણી ગમે છે પણ મને રહસ્યકથા વાંચવી ખૂબ ગમે છે.પવનના મેરેજ પછી આપણે બધા કયાંક ફરવા માટે જઈશું.
દિવ્યા: yaa sure.
ટેરેસ પર આવતી હવાના કારણે દિવ્યાના વાળની એક લટ વારંવાર એના ચેહરા પર આવતી હોય છે. અને દિવ્યા વારંવાર તેને પાછળ રાખવાની કોશિશ કરતી હોય છે. દિવ્યાની આ ચેષ્ટાથી રાહુલની નજર એના પરથી ખસતી જ નહોતી. અને એનાથી અજાણતા જ એક ભૂલ થઈ જાય છે.
રાહુલ,દિવ્યાની વાળની લટને કાનની પાછળ નાખે છે
ત્યારે જ તેની નજર દિવ્યાના હોઠો પર લાગેલ આઈસ્ક્રીમ પર જાય છે. અને તે એને સાફ કરવાનો પ્રયત્ન કરે છે. અને લાગણીના આવેશમાં આવીને એ દિવ્યાના હોઠોને ચૂમી લે છે. અને આ બધાથી અચંબિત થયેલ દિવ્યા રાહુલને ઘકકો મારીને નીચે ભાગે છે.અને અચાનક રાહુલને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. અને એ દિવ્યાની માફી માંગવા નીચે દોડે છે.પણ દિવ્યા રૂમનો દરવાજો બંધ કરી દે છે.
* * * * * *
સવારે રાહુલ કોઈપણ રીતે દિવ્યાની માફી માંગવાનુ વિચારે છે. સવારે પીઠી ચોળવાની રસમના સમયે પણ દિવ્યા રાહુલની સામે નજર પણ મેળવતી નથી. તે રાહુલથી દૂર રહેવાની કોશિશ કરે છે. બપોરે પણ કોઈને કોઈ બહાને રૂમમાં જ પુરાઈ રહે છે. સાંજે જયારે બધાં પોતાના કામોમાં વ્યસ્ત હોય છે ત્યારે રાહુલ દિવ્યા ને મનાવવા એના રૂમમાં જાય છે.
રાહુલ: દિવ્યા please હું તારી સાથે વાત કરવા માંગુ છું.
દિવ્યા: રાહુલ please તું અત્યારે અહીંથી ચાલ્યો જા. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી.
રાહુલ: દિવ્યા,હું જાણું છું,કાલે મે ઘણું ખોટુ કર્યુ છે. પણ મારો એવો ઈરાદો નહોતો. મારે દિલમા તારા પ્રત્યે કોઈ ખોટી feeling નથી. કાલે રાત્રે જે પણ થયુ એમા મારો તારા પ્રત્યેનો પ્રેમ જ હતો.
દિવ્યા: શું ????
રાહુલ: yes I love you I, love you lot. મે જ્યારથી તને પહેલી વાર જોઈ ત્યારથી તારા પ્રત્યે એક ખેચાવ મેહસુસ કર્યો હતો. મને તારા તરફ કંઈ અજબનું આકર્ષણ થાય છે. જયારે જયારે તુ મારી સાથે હોય ત્યારે હું પોતાને એકદમ રિલેક્સ મેહસુસ કરુ છુ. તારી સાથે હું જેવો છું તેવો રહુ છુ,તારી સામે મારે કોઈ એટીકેટ્સ કે કોઈ ઓફિસ મેનર્સ બતાવવાની જરૂર નથી રહેતી. જયારે તુ મારી સાથે નથી હોતી ત્યારે દુનિયા મા કંઈ જ નથી રહેતુ.જાણે મારા જીવનમાં કંઈ જ મહત્વનું નથી રહ્યું. જાણે કે મારા જીવન નો કોઈ અર્થ જ નથી રહેતો. please દિવ્યા મને તારા જીવનમાં સામેલ કરી લે.હુ મારી જીંદગીની હરેક ક્ષણ તારી સાથે વિતાવવા માંગુ છું.તારો હાથ પકડીને દુનિયા જોવાં માંગુ છું.તારી સાથે એક દોસ્ત, એક પતિ તરીકે જીવન વિતાવતા વૃદ્ધ થવા માગુ છુ. છેલ્લે એક જ વાત કહેવા માંગુ છું.
" તારી આંખનુ હું આસુ થવા માંગુ છુ, જેથી જન્મ તારા નયનોમા થાય,
જીવન તારા ગાલો પર વિતે,
અને મૃત્યુ તારા હોઠો પર થાય. "
રાહુલ દિવ્યાના હાથ માં એક કંદોરો આપે છે. અને કહે
છે. જ્યારે આપણે શોપિંગ કરવા ગયેલા ત્યારે મારી નજર આની પર પડી ત્યારે મને થયુ કે આ કંદોરો તારા માટે જ બન્યો છે. અને મે અનાયાસે જ એ લઈ લીધો હતો. દિવ્યા, જો તુ પણ મારા માટે કંઈક અલગ ફીલ કરતી હોય,મારા પ્રેમનો સ્વીકાર કરવા માગતી હોય તો કાલે મેરેજમાં આ કંદોરો પહેરીને આવજે. જો તું આ કંદોરો નહી પહેરીને આવે તો હું સમજી જઈશ કે તું મને પ્રેમ નથી કરતી. દિવ્યા તુ મને પ્રેમ કરે કે નહી કરે, પરંતુ આપણે હંમેશા દોસ્ત રહીશું. આટલુ કહી રાહુલ ત્યાંથી ચાલ્યો જાય છે.