અડધો પ્રેમ Bhavin Jain દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અડધો પ્રેમ

અડધો પ્રેમ એવું નામ સાંભળીને તરત મનમાં એવો એહસાસ થશે કે આ તો દરેક પ્રેમીઓની વાતોની જેમ એકનું એક જ હશે પણ અહિયાં કઈક જુદું જ છે, તો વાત કરું આ અડધા પ્રેમની, વિવાનની કે જે મોટા મોટા સપ્નાઓમાં ખોવાયેલો રહેતો અને એ પણ ખૂલી આંખે જોયેલા સપ્નાઓ. કહેતો કે સપ્નાઓ ખૂલી આંખે જ જોવાના કારણ કે મનગમતું સપનું જોઈ શકાય.


વિવાનને હમેશા જીવનમાં કઈક નવા નવા પ્રયોગો કરવા ગમતા અને એમાથી જીવનના અમુક નિયમ બનાવતો. તેની એક ઈચ્છા કે જીવન એકવાર મળ્યું છે તો દરેક વ્યક્તિ તેને ઓળખે એવું કઈક બનીને જ રહીશ. દરેક વાતે દુનિયાને અલગ નજરથી જોવાનો અદભૂત શોખ જેમ કે કોઈ એના પર ગુસ્સો કરે તો પોતાને મનમાં કહેતો કે "આ વ્યક્તિ મને કઈક સારું કરવા કહે છે તેથી ગુસ્સો કર્યો."


જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે લોકો કહેતા કે હવે શરમાળ સ્વભાવનો વિવાન સરખો થઈ જશે પણ વિવાન તો એના નિયમોથી પૂરે પૂરો પાક્કો. ક્યારેય કોઈ છોકરી સામેથી વાત કરે કે નાનકડું સ્મિત કરે તો પણ કાઇ બોલ્યા વગર કે સ્મિત કર્યા વગર પોતાના કામમાં લાગી જતો. આ રીતે કોલેજમાં પહેલું વર્ષ પત્યુ અને વિવાનનું પરિણામ ઓછું આવ્યું તેથી તેણે વિચાર્યું કે કોપ્યુટર હાર્ડવેર અને સૉફ્ટવેર કોર્સ પણ કરી લવ. એ માટે નજીકના ક્લાસીસમાં જોડાયો.


હવે શરૂ થઈ વિવાનની પ્રેમની દુનિયા


જ્યારે કોમ્પ્યુટર ક્લાસીસનો પહેલો દિવસ હતો, એ દિવસે કોઈ છોકરી પણ આવીને બેસેલી અને વિવાનને પહેલી જ નજરે પસંદ આવી ગઈ. વિવાને ચોરી છૂપે સાહસ કરીને એ છોકરીનો ફોટો પાડી લીધો પણ તરત જ પસ્તાવો થયો કે કઈક ખોટું કાર્ય કર્યું એટ્લે ફોટો ડિલીટ પણ કરી દીધો. જ્યારે સાહેબ આવ્યા ત્યારે સમજાયું કે એ છોકરી પણ ત્યાં ભણવા આવે છે અને તેનું નામ જાન્વી છે. બસ પછી તો રોજ સમયસર કોલેજ જાય કે ના જાય પણ ક્લાસીસ પહોચી જતો અને જાન્વીને જોયા કરતો.


આમ બે - ત્રણ મહિના ચાલ્યું અને ચોમાસુ આવી ગયું. આ ચોમાસામાં વિવાનની લાગણી અતૂટ પ્રેમમાં ફેરવાઇ ગઈ અને એક દિવસ જાન્વી સાથે વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ વાત ના થઈ. થોડા દિવસ જતાં રહ્યા અને એક દિવસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ગાડીઓ અડધે સુધી ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું. દરેક વિધ્યાર્થીઓ ક્લાસ પર ફસાઈ ગયા. વિવાન પાસે બાઇક હતું જે જેમ તેમ ચાલે એમ હતું. ક્લાસ પર સાહેબની જવાબદારી વધી તેથી વિવાનનું બાઇક લઈ અમુક વિધ્યાર્થીઓને ઘેર પહોચાડવા ગયા. બસ એ સમયે વિવાન અને જાન્વી એકલા પડ્યા ક્લાસ પર અને વિવાને હિમ્મત કરી કે આજ કહી દવ એ માટે ઘણા પ્રયત્નો કર્યા પ્રેમનો એકરાર કરવા પણ એના સિવાય વરસાદની વાતો જ કરી શક્યો. પણ આ વાતોમાં જાન્વી સમજી ગઈ કે વિવાન કઈક કહેવા માગે છે તેથી જ્યારે સાહેબ આવ્યા ત્યારે જાન્વીએ સાહેબને કહ્યું કે "વિવાનના ઘરના રસ્તામાં જ મારુ ઘર આવે છે તો તમે હેરાન ના થતાં હું અને વિવાન સાથે જતાં રહીશું." આમ વિવાનને એક અનોખો અદભૂત મોકો મળ્યો ધોધમાર વરસદમાં પોતાની બાઇક પર બેસેલી જાન્વીને પ્રેમનો એકરાર કરીને પોતાના દિલની વાત કહેવા."

જાન્વીનું ઘર નજીક આવતા જ વિવાનના દિલના ધબકારા ધગ-ધગ ધગ-ધગ થવા લાગ્યા અને એટલું જ કહી શક્યો કે "જાન્વી, મને તું ગમે છે." એટલામાં જાન્વીનું ઘર આવી ગયું અને જાન્વી કોઈ જ જવાબ આપ્યા વગર ઘેર જતી રહી. એ દિવસ પછી બંને પંદર દિવસ પછી ક્લાસ પર મળ્યા કારણ કે વરસાદને લીધે દરેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા પણ ખરાબ થઈ ગયા હતા.