સંબંધોની બારાક્ષરી - ૨૯

(૨૯)

અર્થકારણ

        કોઇપણ પ્રાણીને પોતાનું જીવન ટકાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડેછે. હવા, પાણી અને ખોરાક. જીવવા માટે આ ત્રણ બેઝીક જરૂરિયાતો છે. બીજાં પ્રાણીઓ માટે હજુયે આ ત્રણ જરૂરિયાતો જ મહત્વની રહીછે. પરંતુ સમય પ્રમાણે માણસની જરૂરિયાતો બદલાઈ છે. હવે માણસને હવા, પાણી અને ખોરાક સિવા બીજી પણ જરૂરિયાતો મહત્વની લાગેછે. જેમ જેમ માણસ વિકાસ કરતો ગયો તેમ તેમ તેની ભોઉતિક જરૂરિયાતો વધવા લાગીછે. પહેલાં દીવાના અજવાળે માણસ જીવતો હતો, હવે વીજળીનો આવિષ્કાર થયાં પછી તે થોડુક પણ અંધારું સહન કરી શકતો નથી. વીજળી અને તેનાથી ચાલતાં ઉપકરણો આજની પાયાની જરૂરિયાત થઇ ગઈ છે. પહેલાં લોકો બળદગાડી, ઘોડાગાડી કે ચાલીને મુસાફરી કરતાં હતાં. હવે દરેકને પોતાનું પર્સનલ વાહન હોવું તે પાયાની જરૂરિયાત ગણાયછે.

        આ એકવીસમી સદીછે. આ સદીમાં અનેક ક્ષેત્રે ઘણાં બધાં સંશોધનો થાયછે. જેના કારણે દરેક માણસનું જીવન સરળ થઇ ગયુંછે. હવે નાનામાં નાનો માણસ પણ આ વૈજ્ઞાનિક શોધોનો ઉપયોઉંગ કરી શકેછે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો જેવાં કે ફ્રીઝ. ટીવી, માઇક્રોવેવ ઓવન, ઈસ્ત્રી, ગીઝર, વોશિંગમશીન, ફેન, એસી, મિક્ષ્ચર, ગ્રાઈન્ડર, કોમ્પ્યુટર, મોબાઈલ, આઈપોડ, ટેબ્લેટ, આઈપેડ, પ્રિન્ટર, સ્કેનર વગેરે ગણ્યાંગણાય નહિ તેટલાં ઉપકરણો લીકોના રોજીંદા જીવન સાથે વણાઈ ગયાછે. આ બધી નિર્જીવ વસ્તુઓએ સજીવ માણસપર પોતાનો કબજો જમાવી દીધો છે. માણસને તેના વિના એક પળ પણ ચાલતું નથી.

        માણસ આ બધાં ઉપકરણોથી એટલો એડીકટ થઇ ગયોછે કે તેના માટે અમુક લોકો તો કઈ પણ કરવા તૈયાર થઇ જાયછે. મોંઘા મોબાઈલ ખરીદવા માટે કેટલાંક યુવાનો ચોરીના રવાડે ચઢી જાયછે. હમણાં એક સમાચાર વાંચેલા. ચીનમાં એક સ્ત્રીએ મોંઘો મોબાઈલ ખરીદવા માટે પોતાનાં નાનકડા સંતાનને વેચી દીધું હતું. રસ્તામાં કોઈ મોબાઈલપર વાત કરતું જતું હોય ત્યારે કોઈ ગઠીયો મોબાઈલ ઝુંટવીને ભાગી જાય. આ પ્રકારના કિસ્સા દિવસે દિવસે વધવા લાગ્યાછે. યુકે અને અમેરિકામાં તો આવા ચોરેલા ઉપકરણો સસ્તામાં વેચવાનો ધંધો વ્યવસ્થિત રીતે ચાલેછે. એકબાજુ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાયછે અને બીજીબાજું રોજેરોજ માર્કેટમાં યુવાનોને લલચાવનારા ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સ ખડકાતાં જાયછે.

        દિવસે દિવસે નવાં નવાં શોધતાં ઉપકરણો માણસની રોજબરોજની જિંદગી સરળ બનાવવા માટે હોયછે. તેનો ઉપયોગ કરવો તેમાં કશું ખોટું નથી. તેના વિના હવેની પેઢીને ચાલવાનું પણ નથી. સવાલ તેના ઉપયોગ કરવા નાકરવા અંગેનો નથી. માણસની ઉત્પત્તિ થઇ ત્યારથીજ તે પોતાનું જીવન કેવી રીતે સરળ બનાવવું તેની મથામણ કરતો આવ્યોછે. આ મથામણ આ સંઘર્ષના કારણેજ તે આટલી પ્રગતિ કરી શક્યોછે અને કરતો રહેશે તેમાં બેમત નથી. પરંતુ દરેક વ્યક્તિએ જો સારી લાઈફ જીવવી હશે તો તેણે તેનું વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડશે. દરેક વ્યક્તિ જયારે પુખ્તવયની થાયછે ત્યારે તેના માથે કેટલીક જવાબદારીઓ આવેછે. જેમાં મુખ્ય જવાબદારી આર્થિક ઉપાર્જનની હોયછે. પુખ્તવયની દરેક વ્યક્તિએ પોતાનું જીવન સારી રીતે જીવવા માટે અર્નિંગ કરવું પડેછે. દરેક વ્યક્તિ પોતાને ગમતા મનગમતાં ક્ષેત્રમાં નોકરી કે ધંધો કરીને કમાણી કરેછે.

        આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે દરેક વ્યક્તિ પોતાનાં જીવનનો મોટાભાગનો સમય (લગભગ પચાસ ટકા જેટલો) પૈસા કમાવા પાછળ ખર્ચી નાખેછે. પચીસ વર્ષથી લઈને છેક સાઈઠ પાંસઠ વર્ષ સુધી તે નાણા કમાવા માટે નોકરી કે ધંધો કરતો હોયછે. ઘણાં સરકારી નોકરિયાતો રીટાયર્ડ થયાં પછી પણ બીજી જગાએ નોકરી કરતાં હોયછે. રીટાયર્ડ થયાં પછી પણ ઘણાં લોકો સારી રીતે રીટાયર્ડ લાઈફ જીવી શકતાં નથી. તેમાંયે બીમારી આવી ગઈ તો ખલાસ. આખી જિંદગી નોકરી ધંધો કર્યાં પછી પણ કેટલાંકની આર્થિક હાલત કફોડી હોયછે. આવું કેમ થાયછે ? કેમકે તેમણે શરૂઆતથીજ રીટાયર્ડ લાઈફનું પ્લાનિંગ કર્યું હોતું નથી. દરેક વ્યક્તિએ તે જ્યારથી કમાતી થાય ત્યારથીજ તેના ગોલ નક્કી કરી દેવાં જોઈએ.

        માણસના જીવનના મુખ્ય ચાર ગોલ હોયછે. એક બાળકોનું શિક્ષણ, બીજું બાળકોનાં લગ્ન, ત્રીજું વેલ્થ ક્રિએશન અને ચોથું રીટાયર્ડમેન્ટ પ્લાનિંગ. દરેક વ્યક્તિ આ ચાર ગોલ ધ્યાનમાં રાખીને તે મુજબનું પ્લાનિંગ કરે તો તેને જીવનમાં કોઈજ મુશ્કેલી પડતી નથી. જેના માટે તેણે નિયમિત બચત કરવી પડશે. દુઃખની વાત તો એછે, કે આજની જનરેશન બચતમાં માનતી નથી. જેટલાં કમાયા તેટલાં વાપરી નાખવા, યુવાનીમાં લહેર નહિ કરીએ તો ક્યારે કરીશું, કાલ કોણે જોઈછે, જેવી માનસિકતા ધરાવતી આ યુવા પેઢીને બચતનો મહિમા સમજવાની જરૂર છે. બચત એ આપણા જીવનનું અવિભાજ્ય અંગછે. દરેક યુવાને પોતાની કમાણીમાંથી પચીસ ટકા જેટલો રકમ બચાવવી જોઈએ અને આ બચાવેલી રકમને ફાઈનાન્સિયલ એડવાઇઝરની સલાહ મુજબ ઇન્વેસ્ટ કરવી જોઈએ.

        દરેક વ્યક્તિએ પોતાનો લાઈફ ઇન્સ્યુરન્સ કરાવીને સૌથી પહેલાં તો પોતાની જાતને સિક્યોર કરી દેવી જોઈએ. કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ હવે તો મેડીકલ પણ બહુ એક્સ્પેન્સીવ થઇ ગયું છે. નાનીમોટી બીમારીના ખર્ચથી બચવા માટે દરેક વ્યક્તિએ હેલ્થ ઇન્સ્યુરન્સ કરાવવો જરૂરીછે. આપણે કોઈ વાહન ખરીદીએ ત્યારે તેનો વીમો લઈએ છીએ, તેજ પ્રમાણે આપણો અને આપણા ફેમીલી મેમ્બરનો હેલ્થ ઇન્સ્યુરન્સ લેવો જરૂરીછે. તે આપણને આકસ્મિક મોટા ખર્ચથી બચાવેછે. વિચારો કે હેલ્થ ઇન્સ્યુરન્સ ન હોય અને તમારાં ફેમિલીમાંથી કોઈકને મોટી બીમારી આવી તો શું કરશો ? આજના જમાનામાં કોઈ તમને આર્થિક મદદ કરવા તૈયાર નહી થાય.

        દરેક વ્યક્તિએ સારી રીતે પોતાનું જીવન જીવવા માટે અર્થકારણ સમજવું જરૂરીછે. માણસના જીવન સાથેજ આર્થિક સંબધ જોડાયેલો છે. જો વ્યક્તિ આર્થિક રીતે પગભર હશે તો તે તેના જીવનમાં આવનારી બધીજ મુસીબતોનો સામનો સરળતાથી કરી શકશે. કેમકે પૈસામાં દરેક મુસીબત સામે લડવાની તાકાત છે. ‘મની ઈઝ ધ પાવર.’

&&&

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Manhar Oza Verified icon 7 માસ પહેલા

Verified icon

Sunhera Noorani 8 માસ પહેલા

Verified icon

Janki 8 માસ પહેલા

or any examples

Verified icon

Manjula 8 માસ પહેલા

i