કાશ, મોબાઈલ ન હોત! ૨ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ, મોબાઈલ ન હોત! ૨

             કાશ, મોબાઈલ ન હોત!-૨

    અવિનાશ ગુજરાતના ગરીબ ગામડાના ગરીબ ખેડૂત પરિવારનો એકનો એક દીકરો હતો. મા-બાપે કાળી મજૂરીના કાળા પટ્ટાઓને કેડે બાંધીને એને બી.એડ. ના અભ્યાસ લગી પહોંચાડ્યો હતો. માવતરની  સાથે સાથે પોતે પણ અથાક મહેનત કરીને બી.એડ કોલેજમા પ્રવેશ મેળવવાને લાયક ગુણ મેળવ્યા હતા.  બી.એડ્. ની તાલીમ દરમિયાન એની કોલેજમાંથી ઉત્તર ભારતના પ્રવાસનું આયોજન થયું હતું. કોલેજનો વણલખ્યો નિયમ હતો કે ગમે તે કારણ હોય, મા-બાપ કે તાલીમાર્થી ભલે વેચાઈ જાય કિન્તું પ્રવાસનો નકાર તો ન જ કરી શકે!  અને જે તાલીમાર્થી આનો ઈન્કાર કરે તેના માટે સદાયને કાજે કોલેજના દરવાજા બંધ થઇ જાય. એવો આ કોલેજનો આખરી નિયમ હતો. આવો બેરહેમી નિયમ તો કદાચ શેતાનના દરબારમાં પણ નહી હોય!
           એ આખી કોલેજમાં એક માત્ર અવિનાશની જ પરિસ્થિતિ એવી હતી કે જે પ્રવાસ તો શું પણ પુસ્તકો ખરીદવાનેય એને બાધક બને! આજ લગી તો માવતરની 
કાળી મજૂરીના  સોનેરી રૂપિયાથી એ કારમી જિંદગીમાં કરકસર કરીને ભણતો રહ્યો. પરંતુ હવે એનાથી માવતરનો કમરતોડ પરિશ્રમ જોયો નહોતો જતો. એ કેમ કરીને પ્રવાસે જવાનું વિચારી શકે? અને એ વિચારને ટાળે તો પણ કેમ કરીને ટાળી શકે? પોતાના સપના સાથે માવતરનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન રગદોળી દેવાનુ્ એને મન થઈ આવ્યું. વળી એને વિચાર આવ્યો કે બી એડ  કરીને નોકરી ક્યાં રસ્તામાં પડી છે તે સહેજે મળી જશે? એ નોકરી મેળવવા માટે ડોનેશન આપવા માટે કંઈક જિંદગીનો પૈસો ભેગો કરવો પડે! એ વિચારે તેના અરમાનોને એણે હવામાં ઉડાડવા માંડ્યા. માવતરની કાળી મજૂરી પર નિર્ભર રહેવા કરતા તો હવે માવતરને મજૂરી છોડાવી પોતે મજૂરીએ લાગી જાય એ વિચારથી એક સાંજે એણે પોતાના બિસ્તરા-પોટલા બાંધી લીધા. વળી પાછો વિચાર આવ્યો કે પોતે ગામમાં જશે તો ભણેલો બેકાર કહીને ગામ લોકો અને સમાજ તેની હાંસી ઉડાવશે. આ વિચારે એના મનને ભારે ગડમથલમાં નાખી દીધો. છતાંય કોલેજ છોડી જવાનો અફર નિયમ એણે કરી જ લીધો!
 બીજા દિવસે ઘરે -ગામ જવાના સમયે છેલ્લી વાર કોલેજમાં જવાનું એને મન થઈ આવ્યું. એ કોલેજમાં ગયો કિન્તુ એનું મન તો ગામ ભણી જવા રવાના થઈ ગયું હતું. એનું મન તો અસંખ્ય વિચારો લઇને માળવા ને ખોળવા ઊપડ્યું હતું અને આંખો ગરીબીના ગહન દરિયાને ખાલી કરી રહી હતી. પણ એ કેમ કરીને ખાલી થાય! એતો અખૂટતાથી ભરેલી છે. વિમાસણની આવી વેળાએ પ્રથમવાર અંજલીની આંખોએ અવિનાશની અદ્રશ્ય વ્યથાને વાંચી. એણે છોકરાઓને પટાવવાની પોતાની જૂની અને જાણીતી અદાઓથી અવિનાશને પટાવી લીધો.  અવિનાશના અભાવોની દશાને તેણે પોતાના માથે ઓઢી લીધાં અને અવિનાશે એની બી.એડની તાલીમ પૂરી કરી લીધી. એ સાથે જ અવિનાશે કોલેજ છોડી જવાના વિચારને બુરી હાલત કરીને રસ્તે રઝળતો કરી લીધો.
 અંજલી અગ્રવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતાના ડોક્ટરની બે સંતાનોમાની એકની એક દીકરી હતી. ખાધેપીધે સર્વે વાતે સુખી હતી. પોતાના જીવનમાં તેણીએ ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસુસ નહોતી કરી. છતાય બારમું ધોરણ પૂરું કરીને જ્યારે કોલેજના દેદીપ્યમાન પટાંગણમાં પગ મૂક્યો ને એ જ વેળાએ એક ભયંકર વ્યસનને એના ભરડામાં ભેળવી દીધી. એ વ્યસન એટલે પૈસા કમાવાનું ભૂત! આ આંધળા અને બાબરી ભૂત જેવા વ્યસને કંઈ કેટલીયેવાર એને પાયમાલ કરી નાખી હતી છતાંય તે આ ભયંકર વાવાઝોડાથી છુટકારો મેળવી શકી નહીં.
  અવિનાશ અને અંજલીની જોડીને વિધિએ એવી તો જોડી હતી કે એ બંને પહેલા ધોરણથી લઈને આજ લગી સાથે ને સાથે જ અભ્યાસ કરતા રહ્યાં. કિન્તું લુચ્ચી અંજલી અત્યાર સુધી ક્યારેય અવિનાના કોઈ જ કામ નહોતી આવી. પરંતું એ દિવસે એને શું સૂજ્યું કે  એણે અવિનાશને કોલેજમાં રહીને બી.એડ. પૂરું કરવા માટે મજબૂર કરી લીધો!