"મૂક!!! નિશાંત... મૂક ને યાર... નિશાંત.... છોડ ને..."
"આજે નહિ... માંડ હાથ માં આવી છે... આવો મોકો થોડો મૂકું !!!"
"નીશું!!! છોડી દે યાર... "
"આજે મારો વારો છે તને હેરાન કરવા નો... આજે તો નહિ જ મૂકું... આજ ની આ ઉનાળા ની લાંબી રાત ને યાદગાર બનાવા માટે તો હું કેટલા ટાઈમ થયા રાહ જોતો હતો... આ યાદગાર રાત ને રાત નો તારો સાથ... "
પ્રેમી પંખીડા પોતાની મજા માં રાત ની ઠંડી પવન ની લહેર વચ્ચે એક આલીશાન રૂમ માં સાથ નિભાવી રહ્યા હતા... આલીશાન બેડ પર એક બીજા ની બાહોપાશ માં જોડાયેલા પ્રેમીપંખીડા આજે જાણે એક - બીજા માં તરબતર થઇ જવા માંગતા હોય એ રીતે...
"નિશાંત!! ચાલ ને આજે આપણી જૂની વાતો ને યાદ કરી એ... મને આજે તારી સાથે આખી રાત વાતો કરવા નું ખૂબ જ મન થયુ છે."
"અરે!! દીક્ષા શુ વાત કરવી છે કે ચાલ... તારા માટે તો આ રાત તો શુ આખી જિંદગી તારી સાથે વાતો કરવા માટે તૈયાર છું."
"વાહ!!! નિશાંત આટલો પ્રેમ કરે છે મને... તો પહેલા કેમ ડરતો હતો કહેવા થી...?"
"શુ! કહું દીકુ તારી દોસ્તી ને હું ખોવા નહતો માગતો... મને ડર હતો કે જો હું તને મારાં દિલ ની વાત કહી દઈશ તો કદાચ આપણી દોસ્તી પણ હું ખોઈ બેસું..."
"ના, નીશું એવુ ના હોય જો મેં તને મારાં દિલની વાત ના કહી હોત તો આજે આપણે સાથે ના હોત ને!!"
"હા, દીકુ તારી વાત સાચી છે પણ હું પણ ખોટો નથી ને કે જી..."
"હા, નીશું તારી વાત સાચી છે ચાલ મારી ભૂલ બસ... હવે એ વાત છોડી દે..."
"સારુ! ચાલ કે હવે શુ વાત કરવી છે મારી દીકુ ને મારાં જોડે?"
"નીશું! કેવા આપણે બંને પહેલી વાર કોલેજ માં મળ્યા ત્યારે જગડ્યા હતા ને..." (હાહાહા)
(હાહાહા) "હા, દીકુ સાચું કહું તો તે દિવસે નક્કી કરી લીધું હતું કે, આ છોકરી ને મારે ક્યારેય બોલાવવી નથી... એટલો ગુસ્સો હતો કે વાત ના પૂછ..."
"મને પણ એટલો જ ગુસ્સો હતો હા!! નીશું પણ આ તો પછી મેં સાંભળ્યું કે તું પ્રોજેક્ટ વર્ક માં સારો છે અને હું નહતી એટલે વિચાર્યું કે જેવો હોય તેવો મારે ક્યાં એની સાથે જીંદગી કાઢવી છે તો પછી તારા સાથે જગડી નહિ...."
"ઓહ! એવુ છે એમને મેડમ એટલે તમે મારાં સાથે પછી સરખી રીતે બોલવા લાગ્યા હતા... એ જ વિચારતો હતો કે આ નકચડી છોકરી કઇ રીતે મારી સાથે સામે થી બોલવા લાગી પણ એમાં પણ તારો જ સ્વાર્થ હતો! એમ ને"(હાહાહા)
"હા, સર સ્વાર્થ મારો જ હતો... તું પ્રેક્ટિકલ માં હોશિયાર હતો ને હું થિયરી માં એ ના ભૂલતો..." (હાહાહા)
"હા! મેડમ એમ પણ તમને ક્યાં ભૂલવા જેવા છે તમને ભૂલી જઈશ તો તો હવે તમારા પેરેન્ટ્સ પણ મને મારી નાખશે..." (હાહાહા)
"બસ!! હા નીશું મને હેરાન ના કર આ રીતે એવું કહી ને..."
"ઓહ!! મેડમ તો ગુસ્સે થઇ ગ્યા... (હાહાહા)
ચાલ હવે આવો ગુસ્સો નહિ કરું બસ?"
"હા, સારુ બાકી હવે તારા સાથે વાત નહિ કરું..."
"હા, મારી ડાર્લિંગ તું કહે એમ બસ?"
"હા, બસ..." (હાહાહા)
"નીશું! પછી એ યાદ છે જગડા નું કારણ? શુ કામ આપણો ઝગડો થયો હતો એ?"
"હા, દીકુ કઇ રીતે ભૂલી શકું એ વાત ને કારણ કે મારાં વાંક વગર તે મને એમ નેમ જ ઘણું બધું કહી દીધું હતું.. તારી બુક મેં નહતી લીધી છતાં તું મારાં પર બહુ જ ગુસ્સે થઇ ગઈ હતી...." (હાહાહા)
"અરે!!! એક વાત કહું ગુસ્સે ના થાજે તો જ કહું..."