એક નવી શરૂઆત. Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નવી શરૂઆત.

એક નવી શરૂઆત ભાગ ૧

શિયાળા ની એ સવારની ફુલગુલાબી ઠંડી અને સૂર્ય નો ધરતી પર ફેલાતો આછો આછો તાપ જાણે સુર્ય અને ધરતી નું મિલન થયી રહ્યું હોય એમ લાગતું હતું. નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજર છું આપણી સમક્ષ એક નવી પ્રેમ કહાની લઈને આ કહાની છે પ્રિયા અને સંજયની તો આવો જોઈએ શું છે આ કહાની.

"પ્રિયા ઉઠ ચાલ જલ્દી તૈયાર થઇ જા દિપાલી હમણાં આવી જશે અને પછી બુમો પાડશે" સરોજબેન. સરોજબેન પ્રિયા ના મમ્મી સ્વભાવે ખુબજ સરળ અને શાંત કોઈ દિવસ કોઈની કોઈ મગજમારી નહિ બસ એ તો એમના કામમાં મસ્ત રહે આખો દિવસ. "હા મમ્મી બસ પાંચ મિનીટ ઉઠું છું યાર" પ્રિયા. પ્રિયા અને સરોજબેન ના વચ્ચે માં બેટી કરતા બહેનપણી નો સંબંધ વધારે હતો. પ્રિયા એના જીવનની કોઈ પણ વાત સરોજ્બેનથી કોઈ દિવસ છુપાવતી નહોતી જે કંઈપણ વાત હોય એ બેજીજક કહી નાખતી.પ્રિયા ઉઠીને ઘડિયાળ માં જુએ છે "ઓહ સાડા સાત થઇ ગયા બહુજ મોડું થઇ ગયું છે પ્રીયાડી જલ્દી કર નહીં તો પેલી આવશે ને તો તારી ધૂળ કાઢી નાખશે" પોતાની સાથે જ વાત કરતી કરતી બાથરૂમ માં જાય છે.બીજી બાજુ દિપાલી પ્રિયા ના ઘરે તેને લેવા માટે આવી પહોંચે છે. સરોજબેન ખુબજ હેતાળ સ્વભાવના હતા દિપાલીને પણ એ પોતાની દીકરી જેવું જ રાખતા."હજુ હાલ જ ઉઠી છે તું અંદર આવ એનું તો આ રોજનું છે બેટા"સરોજબેન. "હા પણ માસી આવું રોજ થોડું ચાલે, રોજ એને કહું છું કે જલ્દી સુઈ જા પણ નથી સુતી, કહે છે મારે વાંચવું પડે છે એ વગર મને ઊંઘ નથી આવતી, આવું તો કઈ હોતું હશે માસી" દિપાલી. "હા હવે ચાલને હવે મોડું નથી થતું તને" પ્રિયા ભાગતી ભાગતી આવે છે અને દિપાલીને માથે ટપલી મારતાં કહે છે. પછી બંને નાસ્તો કરે છે અને દિપાલીની એકટીવા પર ઓફિસે જવા રવાના થાય છે.

પ્રિયા અમદાવાદની એક જાણીતી સોફ્ટવેર કંપની માં કામ કરતી હતી. હજુ આંઠ મહિના તો થયા હતા નોકરી ચાલુ કર્યે. દિપાલી પણ છેલ્લા એક વર્ષથી આ જ ઓફીસમાં કામ કરતી હતી. પ્રિયાએ ત્યાં ઇન્ટરવ્યુ જરૂર દિપાલીની ઓળખાણથી આપ્યું હતું પણ તેને ત્યાં કામ તો એની આવડત અને એની કબીલીયાત ના આધાર પર જ મળ્યું હતું. દિપાલી પણ ઘણીવાર પ્રિયાને ચિડાવવા માટે કહેતી "પ્રિયા તને આ નોકરી તો મારા કહેવાથી જ મળી છે, નહીં તો તને કોઈ ના રાખે નોકરી પર" અને પ્રિયા પણ એને એ વાત પર મારવા દોડી આવતી, આવી હતી બે બહેનપણીઓ જેમને એકબીજા વગર એક મિનિટ પણ નોહોતુ ચાલતું.

પ્રિયા અને દિપાલી બંને સ્કૂલ સમય થી જ સાથે હતા અને બંને ઘર વચ્ચેનો સંબધ પણ સારો હતો.બંને ખૂબ સારી બહેનપણી ના કદાચ બે સગી બહેનો હોય એવું લાગતું હતું. બંને એકબીજાથી કઈ પણ ના છુપાવતા એક સમયે પ્રિયા સરોજબેનથી કોઈ વાત છુપાવી શકે પણ દિપાલી થી તો નઇ જ. અને કઈક બન્યું પણ એવું જ હતું અને કદાચ પ્રિયા એ વાત એ સમય ક્યારે પણ હવે યાદ કરવા નહોતી માંગતી. સરોજબેન અને રમણીકભાઈ પ્રિયા ના પપ્પા, ક્યારે પણ કોઈ વાતે પ્રિયાને ઓછું નથી આવવા દીધું. એનું કારણ એ હતું કે રમણીકભાઈ અને સરોજબેન ની:સંતાન હતા એમને કોઈ બાળક નહોતું. પ્રિયા એ લોકોને રસતામાંથી મળી હૉય છે જ્યારે પ્રિયા કદાચ ફક્ત ૧૫ થી ૨૦ દિવસની હશે ત્યારે સરોજબેનને એ કૂડાદાનમાંથી મળી આવી હતી. પણ ક્યારેય એ બંને જણે પ્રિયાને આ વાતની જાણ પણ નહોતી થવા દીધી. એમને ડર હતો કે કદાચ આ વાતણી જાણ પ્રિયાને થશે તો એ કદાચ એનું ભારણ નહીં ઉઠાવી શકે કે એ લોકો એના માતપિતા નથી પણ કોઈ બીજું છે જેમને એણે કૂડાદાનમાં ફેંકી દીધી હતી.

પ્રિયાને ખુબજ લાડકોડથી ઉછેરી હતી રમણીકભાઇ અને સરોજબેને અને એટલે જ કદાચ પ્રિયા માટે ઘરમાં કોઈ રોકટોક નહોતી અમૂકવાર સરોજબેન જરૂર બોલતા રામણીકભાઈને “ તમે જ આને માથે ચડાવીને રાખી છે એટલે જ કહયું માનતી જ નથી અને એનું ધાર્યું જ કરે જાય છે આ છોકરી” પણ રામણીકભાઈ સામે ખૂબ સરસ જવાબ પણ આપતા એ કહેતા “જો સરુ” એ પ્રેમથી સરોજબેનને “સરુ” કહીને બોલાવતા હતા, “ભગવાને આપણને તો કોઈ સંતાન નથી આપ્યું પણ ભગવાને આ છોકરીને મોકલીને એની કમી જરૂર પૂરી કરી છે, તો તું વધારે ચિંતા ના કરીશ એની.” રમણીકભાઇ.

કાપડના ખૂબ મોટા વેપારી હતા રામણીકભઇ. એટલે પૈસેટકે એમને કોઈ જ પરેશાની નહોતી, અને સમાજમાં ખૂબ નામ પણ હતું એમનું. એ પ્રિયા પર ખૂબજ ભરોસો કરતાં હતા પણ કદાચ પ્રિયા એ ભરોસો બનાવી રાખવામાં નિષ્ફળ રહી હતી. એક સમયે એક એવું વાવાઝોડું આવી ગયું અને એની સાથે બધુજ ખતમ કરી ગયું. કદાચ એ સમય કોઈ હવે યાદ કરવા નથી માંગતો. બધુજ હવે ધીરે ધીરે પહેલાની માફક સામાન્ય થતું જાય છે એટલે કદાચ એ ખરાબ સામને કોઈ યાદ કરવા નહોતું માંગતુ.

*********ક્રમશ: