Santa Close The Real Story books and stories free download online pdf in Gujarati

સાન્તાક્લોઝ The Real story (saint Nicholas)

ક્રિસમસનો તહેવાર આવે એટલે જીસસ ક્રાઇસ્ટ અને સાન્તાક્લોઝ યાદ આવે! શ્વેત દાઢી ધરાવતા અને લાલ રંગના વસ્ત્રો પહેરીને બાળકોને ભેટ આપતા દયાળુ દેવદૂત જેવા સંત સાન્તાક્લોઝ ? એ કોઈ કાલ્પનિક પાત્ર નથી પણ હકીકત માં તુર્કસ્તાનમાં સંત નિકોલસ નામના એક પાદરી હતા જેમના પરોપકારી જીવન અને કાર્યો પરથી જ સાન્તાક્લોઝનુ પાત્ર ઉદભવ્યુ છે.
                  
                 સંત નિકોલસ એક બિશપ હતા.જે ચોથી સદીમાં એશિયા માઇનોર (હાલમાં તુર્કસ્તાન) માં રહેતા હતા.એ યુવાન હતા એ જ વખતે એમના ધનવાન માતા-પિતા મૃત્યુ પામ્યા હતા.જેમની પુષ્કળ સંપત્તિ એમને વારસામાં મળી હતી.બાળપણથી જ નિકોલસ દયાળુ, ઉદાર હૃદયી અને નિરાભિમાની હતા એને કારણે એ જરૂરીયાતવાળા લોકોને છૂપી રીતે ધન કે વસ્તુઓની ભેટ આપી મદદ કરતા.તે જેને મદદ‌ કરતા એને ખબર પણ ન પડતી કે એને કોણે મદદ કરી છે ! 

                રોમન સામ્રાજ્યને આધીન એ વખતના તુર્કસ્તાનના પતારા ગામમાં જ્યાં એમનો જન્મ બાળપણ અને યુવાની‌ વીત્યા હતા ત્યાં એક ગરીબ વ્યક્તિ રહેતો હતો.જેને ત્રણ દિકરીઓ હતી એ દિકરીઓને દહેજમાં આપવા જેટલું ધન એની પાસે નહોતું એટલે તે એમના લગ્ન કરી શકતો નહોતો.
               સંત નિકોલસને આ વાતની ખબર પડી.પરગજુ સ્વભાવના તે એમને મદદ કર્યા વિના રહે એવું બને ખરુ! એક રાત્રે સંત નિકોલસે એમના ઘરની ચીમનીમાંથી ઘરની અંદર એક થેલી પધરાવી જેમાં સોનાના સિક્કા ભરેલા હતા. આ થેલી એક મોજામાં પડી જે અગ્નિની? ગરમીથી ગરમ કરવા લટકાવ્યું હતું.મોજામાં પડેલી એ બટવા જેવી નાની થેલી અને એમાં મૂકેલા સોનાના સિક્કાઓને જોઇને એના વિસ્મયનો પાર ન રહ્યો.એ ધનથી એની મોટી દીકરીના‌ લગ્ન થઈ ગયા અને દહેજ પણ અપાઈ ગયું.થોડા વખત બાદ આવુ ફરી થયું.એનાથી એની બીજી દિકરીના પણ લગ્ન થઈ ગયા.આનાથી વિસ્મયની પરંપરા સર્જાઈ.ત્રીજી દિકરીના લગ્ન પૂર્વે આ ધન કોણ આવી રીતે આપી જાય છે તે જોવા તેણે પ્રયત્ન કર્યો.તે રાત્રે ઘરની બહાર ચીમની હતી તેનાથી દૂર ઉભા રહીને જોયા કરતો કે કોણ એ મૂકવા આવે છે. એક રાત્રે સંત નિકોલસ આવ્યાં અને એ મૂકીને જતાં હતા તે વખતે તે વ્યક્તિએ એમને જોઇ લીધાં અને પકડી લીધા.નિકોલસે આ બાબત કોઈને ન જણાવવા વિનંતી કરી કેમકે, સાલસ અને નિરાભિમાની નિકોલસને પોતાની પ્રસિદ્ધિનો જરાય મોહ નહોતો.પણ એ વ્યક્તિએ આવી ભલમનસાઈ કરનાર નિકોલસ છે એવી જાણ ગામના લોકોને કરી દીધી.ત્યાર પછી લોકો આવી રીતે ક્રિસમસ વખતે સાન્તાક્લોઝ જેવા વસ્ત્રો પહેરીને એકબીજાને ભેટ આપવા લાગ્યા.
              સંત નિકોલસ બાળકો પ્રત્યે સર્વાધિક માયાળુ હતા.એમની તકલીફ એક પળવાર માટે પણ સહન કરી શકતા નહોતા.એમને દુનિયાભરના નાના ભૂલકાઓના સંરક્ષક સંત કહેવામાં આવે છે.દંતકથાઓ એવું કહે છે કે નાતાલની? રાત્રે ઉત્તર ધ્રુવથી સલેજ ગાડી પર બેસીને તે દરેક ઘરે જાય છે અને ચીમની વાટેથી નીચે ઉતરીને ઘરની બહાર લટકાવેલી ખાલી થેલી કે મોજામાં બાળકો માટે સુંદર ભેટ મૂકી જાય છે. આ દંતકથાઓને જીવંત રાખવા માટે આજે પણ સાન્તાક્લોઝ બનેલી વ્યક્તિ બાળકોને ભેટ આપે છે.
                  સંત નિકોલસ જ્ઞાનીપ્રાપ્તિ કરવા પતારાથી પવિત્ર નગર જેરૂસલેમ પણ ગયા હતા.જ્ઞાનપ્રાપ્તિ પછી પતારા પાછા જવાને બદલે તે માયરામાં રોકાઈ ગયા હતા.એમપરર ડિઓક્લેટિયને એમને નાયરાથી દેશવટો આપ્યો હતો અને એમને જેલમાં પણ પૂર્યા હતા.૬ ડિસેમ્બર ૩૪૫ (કે ૩૫૨)માં તે મરણ પામ્યા હતા.૧૦૮૭માં તેમના હાડકાં તુર્કસ્તાનમાંથી ઇટાલિયન નાવિકો દ્વારા ચોરી લેવાયા હતા.એ હાડકાં એમના નામથી જ બનેલા ચચૅમા ⛪ અત્યારે રખાયેલા છે અને એ ચચૅ બારીના ઇટાલિયન પોર્ટમાં આવેલું છે. જો કે ઉતાવળમાં કેટલાક અવશેષો ત્યાં જ રહી ગયા.અત્યારે તે અવશેષો તુર્કસ્તાનના અંતાલય મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે.
                 સંત નિકોલસ ઉર્ફે સાન્તાક્લોઝ બાળકોના જ રક્ષણકાર છે એવું નથી. સમુદ્રના નાવિકો પણ એમને પોતાના રક્ષક માને છે.એવા અનેક પ્રસંગો બન્યા છે જ્યારે આ નાવિકોને સમુદ્રની મુસાફરી દરમિયાન આવેલા વાવાઝોડા કે અન્ય મુસીબતો દરમિયાન સંત નિકોલસની સહાય પ્રાપ્ત થઈ છે.એમના દિવંગત થયા પછી પણ અત્યારેય એમણે અનેક નાવિકોને સંકટમાંથી ઉગાર્યાના અનેક પ્રસંગો બન્યા છે.એકવાર તુર્કસ્તાનના સમુદ્ર કિનારે ભયાનક વાવાઝોડું આવ્યું એક વહાણ તુર્કસ્તાન તરફ આવી રહ્યું હતું.તે એ વાવાઝોડાનો ભોગ બન્યું વહાણના નાવિકો અને મુસાફરો ભયભીત થઈ ગયા કે એના મોજાઓ વહાણને ડૂબાડી દેશે.એ વખતે તેમણે સંત નિકોલસને મદદ કરવા પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થઈ તે જ વખતે તે સર્વેને વહાણના તૂતક પર સંત નિકોલસ સદેહે પ્રગટ થયેલા જોવા મળ્યા.સંત નિકોલસે વાવાઝોડાને અટકી જવા અને સમુદ્રને શાંત થઈ જવા આદેશ કર્યો.એ જ પળે વાવાઝોડું સૂર્યના તડકામાં ? ઝાકળબિંદુ અદ્રશ્ય થઈ જાય તેમ અદ્રશ્ય થઈ ગયું અને સમુદ્ર શાંત થઈ ગયો ! નાવિકોએ એ વહાણ સલામત રીતે કિનારે લઈ ગયા. આ એ રીતે ઇ.સ.૧૦૬૬માં વિલિયમ-ધ કવોનકરર ઇંગ્લેન્ડ જવા નીકળ્યો તે પહેલાં તેમણે સંત નિકોલસની પ્રાર્થના કરી હતી જેથી એમની મુસાફરી સલામત રહે અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય.એમણે પણ સંત નિકોલસ તરફથી સહાય પ્રાપ્ત થઈ હતી.
                  ૬ ડિસેમ્બર - 'સેન્ટ નિકોલસ ફિસ્ટ ડે' ના રોજ અત્યારે પણ બારીના નાવિકો કેથેડ્રલથી એમની મૂર્તિ લઈને સમુદ્ર સુધી જાય છે જેથી એમના પર આખા વર્ષ દરમિયાન સંત નિકોલસના આશિર્વાદ વરસતા રહે અને સમુદ્રની મુસાફરી દરમિયાન કોઈ સંકટ રૂપ વાવાઝોડાનો ભોગ ન બનવું પડે. બારી બંદર પર એમના અસ્થિઓની સમાધિ પર એક અખંડ જ્યોતિ પ્રજ્વલિત રાખવામાં આવી છે.એને સતત સળગતી રાખવા ઇટાલી અને એશિયાથી તેલ મંગાવવામાં આવે છે. એ સ્થળે દૂર દૂરથી લોકો આવે છે.માત્ર નાવિકો જ નહીં પરંતુ, તમામ પ્રકારના લોકો એમની તકલીફોના નિવારણ માટે ત્યાં આવીને માનતા રાખે છે જે હંમેશા ફળે છે.સંત ઝેવિયરની જેમ સંત નિકોલસ પણ એક ચમત્કારિક સંત મનાય છે અને એમના પર શ્રદ્ધા રાખનારના અનેક કાર્યો એમની અલૌકિક શક્તિથી પૂરા થયા છે.
                  દુનિયાના મોટા ભાગના લોકો જેમને કાલ્પનિક પાત્ર માને છે તે સાન્તાક્લોઝ કાલ્પનિક વ્યક્તિ નથી. યુ.કે. માં 'ફાધર ક્રિસમસ ', ફ્રાન્સમાં 'પેરે નોએલ', હોલેન્ડમાં 'સિન્ટર કલોસ' અને યુ.એસ.એ.માં  આરંભમાં 'ક્રિસ  કિનગલ' તરીકે ઓળખાતું, પણ પાછળથી 'સિન્ટર ક્લાસ' પરથી 'સાન્તાક્લોઝ'(જીચહાચ ભજનેજ) તરીકે ઓળખાતું પાત્ર ફાધર નિકોલસ છે એવી જાણ બહુ ઓછા લોકોને છે.તુર્કસ્તાનમાં આજે પણ મા-બાપ એમના બાળકોને કહે છે: 'ઇવેત , વરજીનિયા, નોએલ બાવા વારડિર-હા,  વરજીનિયા, સાન્તાક્લોઝ વાસ્તવમાં છે જ.'
      
 
                   
              

બીજા રસપ્રદ વિકલ્પો