ગોસ્ટ પરેન્ક - 3 Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોસ્ટ પરેન્ક - 3



રવિન ફક્ત સપર્સ મેહશુસ કરી રહ્યો હતો.  સ્પર્શ થયા  જ જાણે પોતાની આંખો મીંચી દીધી,કેટલા દિવસોથી તે તે સંજના પાછળ પડ્યો હતો. આજે સંજનાએ આવી જગ્યાએ એકાંતમાં બોલાવ્યો! તે મનોમન હરખાઈ રહ્યો હતો. તેનો સંપર્સ રોમ-રોમ રોમાંચિત કરી રહ્યો હતો. સંજના એ તેને પાછળથી જકળ્યો હતો. તેના બને હાથ રવિનના ચેસ્ટ પર ફેરવી રહી હતી. તે રવિનની ગર્દન પાસે આવી, ચૂમી રહી હતી. તેને ચુંબન હજુ માણ્યું ન માણ્યું, એક માસનો ટુકટો તેના ગર્દનના ભાગેથી અલગ થઈ ગયો. દર્દની કમકમાટી આખા શરીરમાં પ્રસરી ગઈ. પુરી તાકતાથી તે બરાડયો...
ફરીને જોયુ તો ત્યાં કોઈ નોહતું. લોહીથી આખું સર્ટ લાલ થઈ ગયું હતું. વધારે લોહી વહી જવાથી તે ત્યાં જ મૂર્છિત થઈ ગયો. 

સંજના, પૂજા , મનું અલગ અલગ ઓરડાઓમાં લોકોને શોધી રહ્યા હતા. 
એક ઓરડામાં સફેદ વસ્ત્રોમાં એક મહિલા કૃ મેમ્બરની છાતી ચીરી તેને અંદરથી હદયને બહાર કાઢી એક બચકું ભર્યું, દ્રશ્ય ભયાનક હતો. સફેદ વસ્ત્ર વાળી મહિલાએ તેંની તરફ જોયું, તે પોતાની જાતને સંભાળતો, સાંચવતો, નીકળવા માટે દરવાજા તરફ વધ્યો, ત્યાં જ દરવાજો જાદુઈ રીતે બંધ થઈ ગયો.


તેના હોઠ થરથરી રહ્યા હતા. "પ્લીઝ...પ્લીઝ... મને જવા દો..."

રહેમ કરે તે શેતાન શાના?
તેણે પણ મનું સાથે રમત શરૂ કરી છુપમછુપાઈ.. તે એક ઓરડામાં બીજા ઓરડામાં જાય, ભાગે, પડે, રડે પણ ચૂટેલને તો આ રમત ગમતી હતી.
કોઈ અજાણી ભાષામાં તે કઈ ગાઈ રહી હતી. જે સાંભળનારના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જતું. મનું અંતે કંટાળી બંગલાની ઉપરથી કુદી ગયો. તેનું માથું જમીનથી અથડાતા, ત્યાંજ તેનું પ્રાણ પખીડું ઉડી ગયું.


રવિને આંખ ખુલી હજુ પાછળના ભાગે દર્દ થઈ રહ્યો હતો. આસપાસ મેશ જેવું આધારું હતું. કઈ જ દેખાતું નોહતું. તેના બને પગ રસી વળે બાંધ્યા હતા. જેનાથી નીકળવા રવિ મિથ્યા પ્રયત્ન કરી રહ્યો હતો.


"કોઈ છે?"

"હું છું ને..."
"તું , તું કોણ?"

"તારી પ્રિયસી... મને ભૂલી ગયો?"

"તું જ મને અહીં લાવ્યો હતો ને રવિ?"

"હું રવિ નહિ, રવિન છું. તમારી ભૂલ થાય છે. આ જગ્યાએ જ હું પહેલી વખત આવ્યો છું.મને જવા દો પ્લીઝ...પ્લીઝ.."

"
તે રાત્રે મેં પણ તમેં બધાને બહુ પ્લીઝ...પ્લીઝ કીધું હતું.
અહી ફક્ત એન્ટ્રી છે. એગઝીટ નહિ!" તેણે અટહાસ્ય શરૂ કર્યું.

રસી ટાઈટ થવા લાગી, અંધરા ઓરડામાં લાઈટો જબકવા લાગી, કોઈ આકૃતિ તેની સામે ઉભી હતી. જે અંધારામાં દેખાતી અજવાળાંમાં અદ્રશ્ય થઈ જતી હતી. ઓરડામાં સંપૂર્ણ અંજવાળું ફરી વળ્યું! તેની આસપાસ કોઈ નોહતું. તેણે રાહત ની સાંસ લીધી... બીજી જ ક્ષણે પાછળથી  તે હવામાં જાદુઈ રીતે ઉડવા લાગ્યો.. તે આસપાસ જોવે કઈ સમજે, ત્યાં ફરી એક વખત હવામાં એક ખોફનાક ચેહરો સામે આવી ગયો. જેના અટહાસ્ય અને રવિનની ચીખોથી ઓરડો ભરાઈ ગયો હતો. રવિને હવામાંથી જ ફંગોળી દિવાર તરફ ફેંક્યો, જાણે તે કોઈ માનવ નહી પણ ક્રિકેટ બોલ હોય! દિવાર સાથે અથડાતા જ તે ફરી રડવા લાગ્યો, ચીંખવા લાગ્યો.. તેના શરીર પર ઠેરઠેર જગ્યાએથી લોહી વહી રહ્યું હતું. 
હજુ તે પોતાની જાતને સંભાળે ત્યાં જ કઇ તૂટવાનો અવાજ આવી રહ્યો હતો. તેણે ઉપર જોયું, તો કાંચનો જુમર તેની ઉપર પડતા જ આખો ઓરડો, કાંચના ટુકતાથી ફરી વડ્યો, તેના શરીરમાં કાંચ પેસી ગયો.. ફરીથી તે હવામાં  ઉચકાયો, છેક છત સુધી ઉપર સુધી આવી, ઉલ્કાની જેમ પુરપોટા ઝડપે નીચે આવ્યો, કાંચના ટુકતા તેના શરીરની આરપાર થઈ ગયા. એક ટુકટો તેની ખોપરી આરપાર થઇ ગયો. તે ત્યાં જ મરી ગયો.

સંજના એક ઓરડામાં પ્રવેશી...
એક ભયાનક રોદ્ર રૂપની આ ચુડેલ હવે પોતના હાથ પગને વીંછીની મુદ્રામાં લઈને હવામાં લટકી રહી હતી. 

"પૂજા તું આ શું કરી રહી છે?"


"હું તો તને જ શોધી રહી છું." પાછળથી જવાબ આવ્યો..


સંજનાએ આગળ જોયું તો ત્યાં કોઈ નોહતું.

"બાકી બધા ક્યાં ગયા? કોઈ મળતું નથી!"


તુફાન જાણે સમી ગયું હતું. વાતાવરણ પલટાઈ ગયો હતો. અહીંની નેગેટિવ એનર્જી હવે ફિલ નોહતી થતી.

સંજના, પૂજાએ એક એક કરી, તમામ લાશોને જોઈ રહી હતી. તેના તમામ પુરુષ મિત્રોનું મૃત્યુ થયું હતું. 




                    ****


"સંજના ,જલ્દીથી અહીં આવ...."

"શુ થયું?"

"તું અહીં તો આવ..."


"આટલી બધી ચિખો કેમ પાડે છે. જો આવી ગઈ...."


" આ જો..."


કેમરમાં કઈ રેકોર્ડ થયું હતું. અથવા જાણી જોઈને તેને રેકોર્ડ કર્યું હતું. 

"મને એ તમામ પુરુષ જાતથી નફરત થઈ ગઈ છે. જેણે મારી આ હાલત કરી હતી. અહીં આવનાર દરેક પુરુષની હું આજ હાલત કરીશ.."

ચુડેલના ચેહરમાંથી ક્ષણેક માટે એક સુંદર યુવતીનો ચેહરો સામે આવી વીડિયોમાં બે ત્રણ વખત ઝબકારા મારી બંધ થઈ ગયો...




                   
                                *સમાપ્ત*