સુખ - હેપ્પીનેસ (૯) ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખ - હેપ્પીનેસ (૯)

સુખ - હેપ્પીનેસ (૯)

(પ્રમાણિક પેઢી)

આજનું બાળક કે યુવાન ખૂબ પ્રમાણિક છે, નિષ્કપટ છે, ન્યાયી છે, સરળ છે, નિખાલસ છે. જે છે તે કહી દે છે (Straightforward) બહુ ખોટો દેખાડો નહી કરે કે. માસુમ છે વિચારોમાં પણ એકદમ ચોખ્ખા ! કેવી રીતે ? સામાન્ય વાત છે જે એ સતત જાહેરમાં કહેતો હોય છે કે પ્રસ્તુત કરતો હોય છે. દાખલા તરીકે ફેસ બુક જુઓ કે વોટ્સ અપ, જે ક્ષણે જે હોય તેને ફેસ બુક ઉપર મૂકી દે. અરે ! અત્યારે તે ક્યાં છે, શું કરે છે અને સાથે તેનું વિવરણ પણ આપી દે. ખોટાં જુનવાણી વિચારોને સાથ આપવાં એ તૈયાર નથી. કારણ એક વાત ચોક્કસ એ સમજી ગયો છે કે સમયના વહેણ સાથે આજ સુધી બધું બદલાતું આવ્યું છે અને વિજ્ઞાને એમાં પૂર્તિ કરી છે. જેમ્સ બોન્ડના પિકચરમાં, જેમ્સ બોન્ડ દરિયામાં પુરફાટ સ્પીડે પાણીમાં દોડતી બોટમાં ફોન ઉપર વાત કરતો જોયો હતો ત્યારે થયું આ ફોરેનવાળા આપણને કેટલાં ઉલ્લુ બનાવે છે. ત્યારે આપણે ત્યાં ભારત સંચાર નીગમના ટેલીફોનના કાળા ફોન હતાં અને અને આજે મોબાઇલથી એ વાત સાબિત થઇ કે આપણે પણ ગમે ત્યાંથી ગમે ત્યારે વગર વાયરના મોબાઇલ થી વાત કરી શકીએ છીએ.

બસ્સ ! કાલ અને આજમાં એક મોટો ફેર છે, પરિવર્તન છે. દરેક બાળક કે યુવાન બહુજ સહજતાથી એનાં મા-બાપનું નિરીક્ષણ કરતો હોય છે. ઘરનાં દરેક સભ્ય ઉપર, એમની વાતચીત ઉપર, એમની સાચી ખોટી હિલચાલ ઉપર, એની નજર અચૂક હોય છે. ખરું ખોટું હોય તો એ મનમાં હસી લે છે, જણાવતો નથી. એનાં મનમાં સતત તારવણી ચાલતી હોય છે અને એનાં આધારે એ પણ સાથે વાતચીત કે દલીલો કરે છે. એક વાત ચોક્કસ એ ખોટો છે જ નહી ! કારણ એ માટે આપણે આપણું કુટુંબ આપણાં ઘરનાં લોકો સાથેનો વ્યવહાર તેમજ બહારના લોકો સાથેનો વ્યવહાર જવાબદાર છે અને ખાસ આપણાં ચાલી આવેલાં સંસ્કાર !

એક વાત કેમ ભૂલી જવાય છે ? કે આપને સર્ટિફાઇડ પેરેન્ટ્સ નથી. સમજ અને સમાજ દ્વારા જે જ્ઞાન મળ્યું તે જીવનમાં ઉતારી વિવાહિત જીન્દગી જીવીએ છીએ અને એમાં જ સુખ માણીએ છીએ. એક દિકરો, એક દીકરી અને આપણે બે – ચારનો પરિવાર. આપણી જિંદગી બનાવવામાં સમાજનો બહુ મોટો હાથ છે. કારણ આપણે હંમેશ લોકો શું કહેશે ? એ ડરમાં જીવીએ છીએ. નવી પેઢી કે આજનો યુવાન પોતાની રીતે જીવવાં માંગે છે કેમ ? એને ખોટું કરવું નથી. ખોટું ગમતું નથી. દેખાડો કરવો નથી. વર્તમાનમાં રહેવું છે. જે છે તેનો આનંદ લેવો છે. એને બીજાં પરિબળોનો ડર નથી. પોતાની છાપ પોતે તૈયાર કરે છે. પોતાનાં કેરીઅર વિશે એ સજાક છે. ખોટો દેખાડો કરવો એને ગમતો નથી. અમુક પ્રસંગમાં કે અમુક જગ્યાએ કેવો પહેરવેશ પહેરવો કે કેવી રીતે જવું એ પોતે નક્કી કરે છે પહેલાંની જેમ નહી કે આ જ પહેરાય અને આ નહી. વાંકા વળીને નમસ્કાર કરવા કરતાં એને હાય, હલો કે શેક હેન્ડ (હસ્ત ધનુન) કરવો એ એને માફક આવે છે. એનો અર્થ એ નથી કે એ સંસ્કારી નથી. એ સંસ્કારી જ છે પરંતું ખોટો દેખાવ કે આડંબર એનામાં નથી. પાત્રતાનું એનાલીસીસ એ તે ઘડીએ જ કરી લે છે. જે ગમતું ના હોય એ ઉપર એ દલીલ કરવા તૈયાર છે ? કેમ ? સહજ રીતે પ્રશ્ન કરી પોતાનાં જ્ઞાનમાં વધારો કરવાનું એને ગમે છે. દલીલબાજીમાં એને હારવાનો કે જીતવાનો શોક નથી પરંતું કોશિષ કરે છે કે જે કઈ ચાલી આવ્યું છે તે જરૂરી છે ? શું એ યોગ્ય છે ? બદલાવ કે પરિવર્તન જરૂરી છે ? અને સાથે સાથે એ જૂની પેઢીને થયેલ પરિવર્તન સમજાવે છે કે અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહે છે.

વરસો પહેલાં આપને દાતણ નો ઉપયોગ કરતા હતાં પરતુ આજે ટૂથ-બ્રુશ ને ટૂથ-પેસ્ટનો ઉપયોગ કરીએ જ છીએ. ઘણી બધી જરૂરિયાતની ચીજો આપણે બદલી છે. જો કોઈ ચીજ વસ્તુઓ સિદ્ધાંતના જોરે ના વાપરતાં હોય તો કોઈકવાર મનમાં એ અજમાવી જોવાનો વિચાર કરીએ છીએ કે ચુપચાપ વાપરી જોઈએ છીએ. એ ખોટું પણ નથી ! વરસો પહેલાં કોલગેટ કોલસાનું મંજન વાપરવાં ઉપર કટાક્ષ કરતી હતી પરતું આજે એ જ કોલસો અને મીઠું વાપરીને પેસ્ટ બનાવે છે. બધું ગોળ છે. ફરીને પાછું ત્યાંજ આવે છે અને આવશે જ, કારણ માનવ શરીર અને માનવી દિવસે દિવસ પોતાની આદતો બદલવા તૈયાર છે. એને જીવવાની ખૂબ ઉમંગ છે, એને ખૂબ આનંદ કરવો છે, ખૂબ ફરવું છે, ખૂબ ભેગું કરી પાછલી જીન્દગી શાંતિથી વિતાવવી છે. પોતાના વડીલોની દોડધામ અને હાલાકી જોઈ છે. આપણે જીન્દગી જીવવાં કરતાં મોતના ડર સામે જીવતાં હોયીએ એવું ક્યારેક લાગે છે. નવી પેઢીમાં એ નથી. બિન્દાસ્ત જીન્દગી જીવવી એને ગમે છે. તંદુરસ્તી માટે પણ એ જાગ્રત છે પણ સહજતાથી. બહુ જક્કી વલણ નહી. ફેમીલી માટે એ ખૂબ જ ઉદાર છે અને પ્રથમ એ એનો મેડીકર જેવો વીમો કરાવી લે છે. એને પરિવારના બધાં સભ્યોની ચિન્તા છે કારણ એને ભૂતકાળ સંભાળ્યો છે અને વર્તમાનમાં રહી ભવિષ્ય વિશે વિચારી શકે છે.

આપણાં જેમ એમને જલ્દી સુવાની કે સવારે વહેલાં ઉઠવાની આદત નથી કારણ દરેક પરિસ્થિતીમાં એ પોતાને એડજસ્ટ કરી લે છે. ઇન શોર્ટ બહુ નિયમો કે દેખાવ નહી. ધાર્મિક તહેવારો એમને યાદ કરવા પડતાં નથી અરે વાઈફ ખખડાવે ત્યારે એને ખબર પડે છે કે એનો આજે બર્થડે છે. વિશેષ પ્રસંગો અને બીજું બધું એનાં લેપટોપમાં કે મોબાઈલમાં ફીડ કરી રાખે છે પરંતું કામમાં એ ભુલાઈ જાય છે. એલાર્મ પણ બે ત્રણ વાર સ્નુંઝ કરે પછી એ ઉઠે છે, દોડે છે અને છેવટે કામને અંજામ આપી દે છે.

ખરેખર તો આપણે પણ ઘણું એમની પાસે શીખવા જેવું છે. એક તો ચિન્તાને એ પ્રાધાન્ય નથી આપતાં, એને એ પ્રાયોરિટીમાં મૂકી દે છે. આમ જોઈએ તો કેટલી રોજબરોજમાં બનતી ઘટનાઓ માટે એને બહુ દરકાર નથી. સમય આવ્યે પહોંચી વળીશું કે પહોંચી વળાશે એવો એ તૈયાર છે. આપણે અમથું લોહી બાળ્યું !

ઘર, સમાજ અને દેશ માટે પણ એ જાગરુક છે જ ! શિક્ષિત છે એટલે બધું સમજે છે. થોડો સમય કદાચ જશે, પરંતું મોટા ફેરફાર આવશે. ક્યારે ? જયારે જુનાં વિચારો અને અભિપ્રાયો પેઢી સાથે લુપ્ત થશે કદાચ હજુ ૧૫ થી ૨૦ વરસ જશે. નવી સમજ, નવી ટેકનોલોજી સાથે ઉત્થાન પામશે. ત્યાં મારું તમારું નહી હશે. દરેક વ્યકિત પોતાની રીતે પોતાની જવાબદારી સમજશે, ફરજ સમજશે. હક મેળવવા માટે ફરજનું ભાન હોવું જરૂરી છે કારણ ફરજ અને હક એક સિક્કાની બે બાજુઓ છે. હરામનું મેળવવા માટે એ વલખાં નહી મારશે કારણ હવે એ સમજી ગયો હશે કે આમ ને આમ ગુલામી ભોગવવી પડે છે. આશ્રિત બની જઈએ છીએ. નવા વિચારો, નવી ટેકનીક અને પરિવર્તન એક ઉત્તમ સમાજ અને દેશ બનાવશે. એ જાણી ગયો છે કે આ ભૂમિમાં કંઇક અલોકિક શક્તિ કામ કરી રહે છે. કોઈના આશીર્વાદ છે. એટલે જ તો દુનિયામાં એની ઓળખ છે, એનું એક આકર્ષણ છે.

બહુ મોટી જવાબદારી હવે દરેક યુવાન અને યુવતીઓને સંભાળવી પડશે. કુટુંબથી એની શરૂઆત થશે.

“જેને સમયનો સદુપયોગ કરતાં આવડી ગયો એ સફળતના રહસ્યો સમજી લે છે”.

બદલ જાઓ વક્ત કે સાથ યા ફિર વક્ત બદલના સિખો

મજબુરીયો કો મત કોસો, હર હાલ મેં ચલના શીખો.

ફરી મળીશું નવા વિષય સાથે ......