રેડિફ લવ ભાગ - ૧ A friend દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડિફ લવ ભાગ - ૧

રેડિફ લવ ભાગ - ૧


પ્રિય વાચક મિત્રો,


આજે એક નવી વાર્તા રેડિફ લવ આપની સમક્ષ રજુ કરું છું, આ વાર્તા પણ મારી આગળની રજુ કરેલ વાર્તા "મૌત ની કિંમત" ની જેમજ મારા જ જીવનની એક બનેલી સત્યઘટના છે,આ વાર્તા મારી જિંદગી ની જ એક રીયલ લવ સ્ટોરી છે, આ વાર્તાનું નામ રેડિફ લવ કેમ છે એ સવાલ તમને ચોક્કસ થશે, તો આનો જવાબ મેળવવા માટે વાંચો રેડિફ લવ.


me : hi , good morning ,your asl please
reply : hi , good morning , 25 / m / delhi
me : same here , bye


આ લગભગ રોજ ની વાત થઇ ગઈ હતી, આપ સમજી તો ચુક્યા હશો ઉપર અંગ્રેજી માં જે લખેલ છે એ એક ચેટિંગ સાઈટ પર થયેલ વાતચીત નો એક અંશ છે, હું વાત કરી રહ્યો છું વાત વર્ષ ૨૦૦૬ ની , મારે આ સમયમાં શેરબજાર નો અંગત વ્યવસાય હતો, હજુ મેં આ વ્યવસાય ચાલુ કરે પુરા છ મહિના પણ નહોતા થયા, અને વ્યવસાય પણ નાના પ્રમાણમાં ઘરેથી ચાલુ કરેલ હોઈ હું લગભગ સાવ નવરો બેસી રહેતો હતો, સવારના ૯.૩૦ થી ૩.૩૦ સુધી બજાર સામે બેસી રહેવાનું, કોઈ ગ્રાહક નો ફોન આવે તો સોદો કરી આપવાનો અગરતો કમ્પ્યુટર સામે જોઈને બેસી રહેવાનું. એવું નથી કે હું પોતે અંગત સોદા બજાર માં નહોતો કરતો, પણ જેટલી વાર સોદા કર્યા મોટા ભાગે નુકસાન ભોગવવાનું આવતું, તેથી નક્કી કર્યું કે આના કરતા ગ્રાહક ના જ સોદા કરવા અને અગર જો કામ ના હોય તો બેસી રેહવું, પણ પોતાના સોદા કરવા નહિ.


મોટા ભાગે હું ઉપર મારી ઓફિસ કે જે મારા ઘરમાંજ ઉપર એક અલગ રૂમમાં બનાવેલી હતી એમાં એકલો બેસતો, આખો દિવસ તો બજાર માં ઉથલ પાથલ ના હોઈ ઘણો સમય એવો હોય કે બજાર માં કોઈ વધારે વોલ્યૂમ ના હોય તો આવા સમયમાં ગ્રાહક ના ફોન પણ બહુજ ઓછા આવતા. ટીવી હતું પણ એ પણ આખો દિવસ તો જોવાનો કંટાળો આવે, તો આખો દિવસ સમય કેવી રીતે પસાર કરવો એ મોટો પ્રશ્ન હતો, એ સમય માં મારુ ધ્યાન એક વાત પર પડ્યું, જે હતું નેટ ચેટિંગ .


મને મારા જ દોસ્તો એ જણાવ્યું કે ફ્રી સમયમાં તું ચેટિંગ કર, જેના માટે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી, અને તારો સમય પણ પસાર થઈ જશે, આમ પણ તું સિંગલ છું, તો કદાચ તને કોઈ ગર્લફ્રેન્ડ મળી જાય તેઓએ મજાક માં કહ્યું, મને એમનો સુઝાવ યોગ્ય લાગ્યો કે ચેટિંગ કરવાથી મારો સમય પણ પસાર થશે અને જેથી મારે ક્યાંય બહાર પણ ના જવું પડે, અને બજાર પર પણ નજર રહેશે, પણ એક તકલીફ તો હતીજ કે ચેટિંગ ની દુનિયાથી હું બિલકુલ અજાણ હતો, એટલે મેં મારા મિત્રો પાસે થી બધી માહિતી મેળવી , અને કઈ સાઇટ્સ સૌથી વધુ યોગ્ય છે, એ બધું જાણી ને બીજા દિવસ થી નેટ ચેટ કરવાનું નક્કી કર્યું,


મિત્રો ૨૦૦૬ માં અત્યારની જેમ ચેટ સાઈટ નહોતી ,whatsapp નો જન્મ પણ કદાચ નહોતો થયો અને ફેસબુક ને ઇન્ડિયા માં કોઈ ઓળખતું પણ નહોતું, કદાચ ગૂગલને પણ ઇન્ડિયા માં બહુ ઓછા લોકો જાણતા હતા, હું પોતે ગુગલ વિશે નહોતો જાણતો, હું એ સમય ની વાત કરી રહ્યો છું કે જયારે ઇનકમિંગ ફોન નો પણ ચાર્જ લાગતો હતો અને ઓઉટગોઇંગ ફોન ચાર્જ લગભગ ૧:૫૦ રૂપિયા / મિનિટ હતો.


મે ધીમે ધીમે ચેટિંગ ની દુનિયામાં પ્રવેશ કર્યો, હજુ હું આ લાઈન માં બિલકુલ શિખાઉ હતો, તેથી ના તો હું એના શોર્ટકટ્સ જાણતો હતો, ના તો કયા ચેટરૂમ માં કયા લોકો મળશે એ મને ખબર હતી પણ મેં મારુ એક ચેટ એકાઉન્ટ બનાવ્યું,

મારુ પહેલું ચેટ એકાઉન્ટ મારા સાચા નામ સાથે, સાઈટ હતી યાહૂ ચેટ મેસેન્જર.

હું રોજ રોજ અલગ અલગ ચેટ રૂમ માં જઈને અલગ અલગ લોકો ને મેસેજ મોકલતો, કેટલાક જવાબ આપતા , મોટા ભાગે asl પૂછીને ઇગ્નોર કરતા.

"asl " આમતો આ શબ્દથી તમે વાકેફ હશો જ પણ છતાં પણ હું જણાવી દઉં કે "asl " માં a ફોર age (ઉમર), s ફોર સેક્સ(મેલ ઓર ફિમેલ ), L ફોર leave (શહેર ઓર સ્ટેટ ઓર દેશ ).


મોટા ભાગે તો મેં જણાવ્યું એમ મોટા ભાગના લોકો જે ચેટ કરતા હતા તે મેલ હતા, કદાચ ટોટલ ચેટિંગ કરનારાઓના ૫ ટકા પણ ફિમેલ ચેટર નહોતા, અને દરેક મેલ ચેટર ફિમેલ ચેટર સાથે ચેટ કરવા માંગતા હોય છે, તેથી મોટાભાગે ફિમેલ ચેટર પોતાની સાચી ઓળખ છુપાઈને, ખોટું એકાઉન્ટ બનાવીને ચેટ કરતી અગર તો પોતાના ફ્રેન્ડ ગ્રૂપમાંજ ચેટ કરતી, અને અન્ય લોકોના મેસેજ ને ઇગ્નોર કરતી હતી, આવા સમયમાં હું પણ એક ફિમેલ ચેટર શોધવા નીકળ્યો હતો. જ્યાં બધા મારા કરતા વધુ અનુભવી હતા , જ્યાં એક ફિમેલ ફ્રેન્ડ શોધવી એ ઘાસ ના રૂમમાંથી સૂઇ શોધવા જેવું હતું.


મેં મારા મિત્રો ને જણાવ્યું કે મેં આ નામ થી ચેટ એકાઉન્ટ બનાવ્યું છે , આ વાત જણાવતી વખતે મને ખબર નહોતી કે મારા જ મિત્રો મારો કેવો પોપટ બનાવશે, મેં મારા મિત્રો સાથે મારુ ચેટ એકાઉન્ટ શેર કર્યા ના બે જ દિવસમાં મને એક દિવસ સામેથી એક ચેટ એકાઉન્ટ માંથી મેસેજ આવ્યો, મેં ચેટ કરવાનું ચાલુ કર્યું, સામેથી મને જણાવ્યું કે તે એક ૨૫ વર્ષીય કોલેજ માં ભણતી અને અમદાવાદમાં જ રહેતી છોકરી છે, મને થોડો આશ્ચર્ય તો થયો કે કોઈ છોકરી શુ કામ મને સામેથી ચેટ માટે આમંત્રણ આપે, પણ મેં ચેટ ચાલુ રાખ્યું કારણકે એમાં મારુ કઈ જવાનું પણ નહોતું અને કદાચ ખરેખર સામે કોઈ છોકરી હોઈ તો કદાચ આગળ વધી શકાય, મેં જયારે ફોટો માંગ્યો તો મને જે ફોટો જોવા મળ્યો એ જોઈને વધુ વહેમ ગયો કે આટલી રૂપાળી છોકરી, અને એમ કહે છે કે મારે કોઈ મેલ ફ્રેન્ડ નથી એટલે તમને સંપર્ક કર્યો માની શકાય નઈ, પણ એ દિવસે સાંજે જ મારા મિત્રોને હું મળ્યું અને એમને ખુલાસો કર્યો કે અમે ભેગા થઇ ને તારો પોપટ કર્યો ત્યારે તેમને મને એક વાત સમજાવી કે બને ત્યાં સુધી ચેટ એકાઉન્ટ ખોટા નામ થી બનાવવું અને શક્ય હોઈ ત્યાં સુધી પોતાની સાચી ઓળખ કોઈને આપવી નહિ. આ બધી વાતમાં મને ચેટિંગનો એક ખાસ રુલ જાણવા મળ્યો અને સાથે થોડો અફસોસ પણ થયો કે કાશ કોઈ ફિમેલ ને ખરેખર મિત્ર બનાવવા મળે, કારણકે હજુ સુધી મારે કોઈ સ્ત્રી મિત્ર નહોતી,


મેં બીજા દિવસેજ મારુ જૂનું ચેટ એકાઉન્ટ બંધ કરી દીધું અને બીજું ખોટા નામ થી ચેટ એકાઉન્ટ બનાવ્યું અને ફરીથી ચેટ કરવાનું ચાલુ કર્યું, આ વખતે મેં યાહૂ ચેટ મેસેન્જર સિવાય અન્ય એક સાઈટ પર પણ ખોટા આઈ ડી થી ચેટ એકાઉન્ટ બનાવ્યું,

અને એ સાઈટ હતી રેડિફ ચેટ મેસેન્જર.

વર્ષ ૨૦૦૬માં યાહૂ પછી રેડિફ મેલ અને ચેટ મેસેન્જર સાઈટ ઇન્ડિયામાં ફેમસ સાઈટ માં બીજા નંબરની સાઈટ હતી. કદાચ અત્યારે તમે રેડિફ નું નામ જાણતા પણ ના હોવ અગર તો તમે એનું નામ કદાચ સાંભર્યું પણ ના હૉય એમ પણ બને.


જયારે મેં આ એકાઉન્ટ બનાવ્યું ત્યારે મને અંદાજ પણ નહોતો કે આ એકાઉન્ટ મારી જિંદગી બદલી નાખશે,આ એકાઉન્ટ ખોલ્યા ના બીજાજ દિવસે હું એની પર અલગ અલગ લોકોને મેસેજ કરી રહ્યો હતો, ત્યાં મારુ ધ્યાન એક આઈ. ડી. પર પડ્યું,

આઈ.ડી. પર નામ હતું " padu ".

નામ પરથી ખબર પડી શકે તેમ નહોતી કે આ કોઈ મેલ નું નામ છે કે ફિમેલ નું તો મેં એ આઈ. ડી. પર પણ બધાની જેમ જ મેસેજ મોકલ્યો, અને પછી બીજાઓને પણ મેસેજ મોકલવામાં વ્યસ્ત થઇ ગયો, થોડી વાર પછી એ padu ના આઈ. ડી. પર થી રિપ્લાય મળ્યો ,


" hi " ,

મેં asl પૂછ્યું ,

રિપ્લાય : ફર્સ્ટ યુ ,પેલા તમે કહો,
મેં જવાબ આપ્યો , 24 /M /ahmedabad , yours
રિપ્લાય : 23 / F / bombay , ur name ?
મેં જવાબ આપ્યો. : amit , મેં મારુ નામ સાચું ના જણાવ્યું ,જૂનો અનુભવ યાદ આવ્યો,
મેં પૂછ્યું તમારું નામ ?

રિપ્લાય : padu ,
મેં પૂછ્યું આખું નામ
રિપ્લાય : પદમીની

મારી આ સ્ટોરી માં આગળ શુ થાય છે? શુ આ પદમીની એ એનું સાચું નામ હતું, કે ફરીથી કોઈ મારો પોપટ બનાવી રહ્યું હતું અને આ ચેટિંગ મારી જિંદગી માં શુ બદલાવ લાવે છે એ જાણવા માટે વાંચતા રહો રેડિફ લવ ,


વધુ આવતા અંકે