ત્રિભુવન ભાગ ૧ Naranji Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ભાગ ૧

શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર.રમણય, મોહક મનભાવન બ્રહ્માંડની રચના કરી. તેમાં “ ત્રિભુવન ” નામની નગરીની ઉત્પતિ કરી.અને તેના સંચાલન માટે પરમહંસ રાજા ને નિયુકત કર્યા. પરમહંસ રાજા દેખાવે તેજોમય બ્રહ્માંડના તેજ જેવા , વીરપુરુષ ચતુર અને હોશિયાર અને મહાન યોદ્ધા છે. વિશ્વવિજય જેનો ધેય છે.પોતાની નગરી માં તને આલ્હ્કદ્ક બનાવવા ચારે બાજુ હરિયાળી કરે છે, કયાંક ઉચાં શિખરો પર હિમ તો કયાંક વિશાલ મહાસાગર છે. આખી ત્રિભુવન નગરી માં બાગ બગીચા અને અદ્ભુત અરણય અને તેમાં વસતા જીવો ની ભરમાર છે,

ગણા સમય પછી પરમહંસના વિચાર આવ્યો કે હાલ ની આજ નગર ભ્રમણ કરું. એમ વિચારી મહેલ થી નીકડી જાય છે .ફરતા ફરતા એ ગાઢ જંગલ તરફ પહોચી જાય છે . ત્યાં એક વસ્તી વાળા આગળ જાયછે. એ સ્થળે જઈને જુવે છે તો ત્યાં નું પવિત્ર વાતાવરણ,સ્વચ્છતા જોઈ મુગ્ધ બની જાય છે. આજુબાજુ રહેલા પુષ્પો અને વુક્ષો પર આવેલી મંજરીની સુવાસ,પશુ પંખી ના કર્ણપ્રિય સુમધુર આવાજ, તેને લાંલાગણી થી તરબોળ કરી દે છે. આગળ એક કુટીર જેવું દેખાય છે. આકાશે ધુમાડાના અંસો દેખાય છે. એ જોઈ એ દિશામાં આગળ વધે છે. ત્યાં તેને યજ્ઞ કાર્ય ના શ્લોકો સભળાય છે .તે સંસ્કૃત શ્લોક રાજાનું ધ્યાન દોરે છે.એ દિશામાં જાય છે. ત્યારે આશ્રમમાં બેઠેલા ઋષિગણ માંથી એક સેવક કહે છે કે કોઈ વટેમાર્ગુ ભૂલો પડ્યો હોય એવું લાગે છે. આશ્રમમાં થી ઋષિગણ બહાર આવે છે, એ જાણે કોઈ અતિથી આવ્યું દ્વ્રાર. અતિથી ના સ્વાગત માટે મુની પોતાને ત્યાં રહેતી કન્યા ચેતના ના બોલાવે છે.ચેતના ગુરુ નો આદેશ સાંભળી કુટીર માંથી બહાર આવવાની ત્યારી કેરે છે. ત્યાં રજા ને પોતાનું જમણો ખભો ફરકવા લાગે છે . ત્યાં એનેં મનમાં એમ થાય છે, કે અહી મને કઈ સ્ત્રી મળવાની ? ત્યાજ તો ચેતના એની સામે આવી જાય છે. પ્રથમ મેળાપ માં એને જોઈ આકર્ષિત થઇ જાય છે. બને જણ એકબીજા ખોવાઈ જાય છે .ત્યાં વરસો થી કન્યા ની ચિન્તા લઈ બેઠેલા ઋષિ વિચારે છે કે એમની કન્યા માટે જીવનસાથી શોધ પૂરી થઈ ગઈ. બને નું સ્ન્હેં જોઈ ઋષિગણ લગ્ન માટે યોગ્ય યુવક મળી ગયો .એમ વિચારે છે. આપનું આવું તેજસ્વી મુખ રૂપવાન અને કુળવાન હોય એવું લાગે છે. વળી આપના વસ્ત્રો ,આભુંશણ પરથી એવું લાગે છે કે આપ કોઈ યુવરાજ હો? આપ આપના મુખે જ આપનો પરિચય આપો.

રાજા પોતાનું પરિચય આપતા કહે છે .હું ત્રિભુવન નામના રાજ્ય નો રાજા છું ,અને પરમહંસ મારું નામ.પરમહંસ ત્યાંથી પ્રસ્થાન કરવાની રજા માંગે છે ,ગુરુજનો રાય ને વિદાય આપવની ત્યારી કરે છે.ત્યાં તેમને ચેતના નું ખ્યાલ આવે છે . ચેતના કદાચ પરમહંસ ને મનોમન ચાહવા લાગે છે એવું ભાસ થાય છે, તો આપણે તેની ઇરછા જાણી ,તને લગ્નના બંધન ને સંસાર ના બંધનમાં બાધી દઈએ .અહી પરમહંસ ના વિચારો માં તે કન્યા પોતાની પ્રિયતમા પત્ની બને, એવી લાગણી તેના હદય માં ઉતપન થાય છે . તેજ્નાથ ચેનતા ની મન ની વાત જાણી જાય છે, અને રાજા પરમહંસ સામે પોતાની કન્યા નું હાથ આપવાનું પ્રસ્તાવ મુકે છે .પરમહંસ કહે છે ,એ તો મારું સોભાગ્ય છે . જે આપ જેવા મહાન આદર્શ મુજ તુચ્છ રાજાને આપની સુકન્યા ચેતનાનો હાથ આપવા માંગો છો. હું તો ધન્ય થઈ જઈશ . કે અપના સંસ્કાર જે મારા રાજ્યમાં આવશે તો મારું આખું સામ્રાજય સંસ્કારી બની જશે.

બનેના ગાંધર્વ લગ્ન ઋષિ દ્રવારા કરવામાં આવે છે .બસ થોડી વાર માં તો લગ્નની રીત રીવોજો મુજબ કન્યા વિદાય નું મુહૂર્ત આવી જાય છે. ચેતના અશ્રુ એના શ્વેત ગાલ ને છોડી ને જાય છે એમ એને પણ પોતાન પાલનહાર પિતાથી વિખુટા પડવાનો સમય આવી ગયો , તેની સખ્ખીઓ તેની સાથે લતા ની જેમ લપેટાઈ ને રડતી હોય છે .પિતા ના અશ્રુ તો હિમ ની આંખો માં જ જામી ગયા .રાજા આશીર્વાદ લઇ,પોતાની નગરી તરફ પ્રયાણ કરે છે.બંને દંપતી ખુશ થી આગળ વધે છે . ધીરે ધીરે ચેતના તે પોતાના પ્રિયતમ તરફ આકષિત થતી જાય છે.વસંત ઋતુ નું મોસમ છે પકૃતિ સોળે કળાએ ખીલી છે. પરમહંસન પોતે જ રથ ને હંકારે છે.ઘોડા ના ડાબલા ના નો અવાજ આખા અરણ્ય તેની ધ્વની સભળાય છે. ત્યાં વહેતા ઝરણાં પાસે રથ ઉભું રાખે છે . શીતલ જળ ની ફૂવાર તેમના દેહ ને રોમાંચિત કરી દે છે , એકાંતની ની વચે બે હૈયા ભેગા થાય છે પકૃતિ પણ પોતાની પ્રેમ પાથરવામાં કઈ કસર છોડતી નથી .સ્મિત સ્મિત મળે છે બને ની આંખો ની નજર એક થાય છે.સમીર પણ પોતાની ફરજ બજાવે છે , સિત લહેર થી વસ્ત્ર ના પલું ને છેડો ઉડાડે છે, શેવાળ થી મખમલી એવી શીલા પર બને એવા ખોવાય છે જેમ , કમળ માં ભમરો ખોવાઈ જાય. સૂર્ય ના પથમ કિરણ સાથે જેમ કમળ પોતની પાખંડી ઉગાડે અને ભમર ઉડે,તેમ બને જન જુદા થાય છે,

બંને જણ ત્યાં સ્નાન કરી પોતાની નગરી તરફ વધે છે .થોડાક સમય માં તે પોતની નગરી ત્રિભુવન પહોચે છે.રાજય માં સમાચાર વાયુ વેગે પસરે છે કે મહારાજ લગ્ન કરી ને દેવલોકની અપ્સરા જેવી કન્યા ને વરી ને આવે છે . નગરી ની પ્રજા ગાંડી બની જોવા માટે ઉમટી પડે છે પોતાની મહારણી ને જોવા. પરમહંસનો મન નામનો મંત્રી અને તેની પત્ની પવૃત્તિ અને નીવૃતિ પણ સ્વાગત માટે નગર ના દરવાજે આવે છે , એક બાજુ નોબત ઢોલ શહેનાઈ વાગે છે વાજતે ગાજતે મહેલ માં પ્રવેશ કરાવે છે , કુમકુમ પગલા મહેલ ના લાલ જાજમ પર પોતીની છાપ છોળતા જાય છે . મંત્રી ની બંને પત્ની તને પોતાના કક્ષ સુધી મૂકી આવે છે .ક્ષિતિજ સૂર્ય પોતાની પ્રિયાને મળવા જાય છે. તેમ પરમહંસ ચંદ્રના ઉદય થતા ચેતના કક્ષમાં પ્રવેશ કરે છે. સયન કક્ષમાં ગુલાબ અને મોગરા ની સુવાસિત કરતી ખુશ્બુ, ફૂલો ની હાર માળાથી હવામાં સુંગધ પસરી રહી છે . દીપક ની જાખી રોશની માં પણ ચેતના નું ચાંદ જેવું મુખડું સ્પષ્ટ દેખાતું હતું . બે હૈયા માત્ર ઓરડા માં અને એક જીવ બની જાય છે. પ્રથમ મિલન રાત પહેલી જ મુલાકાત સુ કહેવું કઈ સુજે નહિ. ત્યાં હવા ના નાના એવા જોકા એ દીપક ના પ્રકાશ ને ઓલવી દે છે , કામદેવ પણ પોતાની કામ રૂપી બાણ છોડી દે છે . ત્યાજ તો કુકડા નો રણકાર કર્ણ ને સ્પર્સ કરી જાય છે .આખી રાત કયા વીતી તેજ ખબર ન પડી .જેમ સાગર નું જેટલું પણ જળ પીવાય છતાંય પ્યાસ તુપ્ત થતી નથી,તેમજ રાતનો એકાંતમાં પણ હોઠ રૂપી રસ માંથી તુપ્તી થતી નથી .

રાજા પોતાના દરબારમાં આવે છે આખું દરબાર ભરાયેલ છે. રોજીંદા મુજબ સભા બોલાવાય છે. મંત્રી મન તેમજ વરિષ્ઠ આગેવાનો પાલનહાર ને વિવાહ ની શુભકામનાઓ આપે છે. ત્યાજ સામેથી એક દોડતો હાંફતો ગુપ્તચર સભામાં આવે છે .તેના મુખનું રંગ ફિકો પડી ગયો છે, જાણે સૂર્ય ગ્રહણ માંથી જ હાલ નીકળ્યો હોય,ચંદ આકાશમાં ઝાકળ જાખો પડી ગયો હોય આવું મુખ જોઈ રાજા સ્તભ બની જાય છે. અને કહે છે કે શું થયું ?તારી આવી દસા કેમ ? ગુપ્તચરની જીભ ઉપડતી નથી પગ કાંપવા લાગે છે .કેમ કહેવું કરી રીતે વાતની સરુઆત કરવી, એજ સમજાતું નથી .

ક્રમશ.......................