Premiraja Devchand - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમીરાજા દેવચંદ-૪

  દેવબાઇની નાની બહેન સોનગીર નગરીમાં પહોચી આશ્રિતો જોડે રહેવા લાગી પણ અેમને કયાં ખબર હતી કે આ નગરની મહારાણી તેમની બહેન છે ? દેવબાઇ તો મહારાણી બની ગયા હતા નગરના લોકોને તો તેમના દર્શન પણ દુર્લભ હતા.

      ‍આશ્રિતો જોડે રહેતી નાની બહેનને રાજાનાં ઘરે ઘેટાં-બકરાં ચરાવાનું કામ મળે છે. તેમને આસપાસનાં જંગલમાં જઇને ઘેટાં -બકરાં ચરાવી લાવતી હતી. તેને સાંજનાં સમય મળતો ત્યારે દેવબાઇની શોધમાં નીકળતી હતી .તે સોનગીર નગરનાં બજારો, આસપાસન‍ાં મંદિરો,મસ્જિદોમાં ફરી વળી દેવાબાઇનો પત્તો ક્યાં ય લાગ્યો ન'હતો.

       દરરોજ જંગલમાં ઘેટાં-બકરાં ચરાવા જતી દેવબાઇની નાની બહેન બપોરનાં સમયે નદિ કિનારે ઘેટાં-બકરાં ઝાડવાં નીચે બેસાડી નાહવા લાગી જતી હતી . તેમનો આ નિત્યક્રમ હતો.

        અેકવાર અેક ઘેટું બહું જ લંગડાતું અને અેકદમ બીમાર હાલતમાં હતું તે રાજાનાં ધ્યાનમાં આવતાં રાજા વિચારતો હતો કે આ છોકરી બરાબર ચરાવતી નહિં હશે અથવા ઘેટાંને  મારતી હશે અેટલા માટે આવી હાલત થઇ છે.

     રાજા છોકરીની પરીક્ષા કરવાના વિચારે જગલમાં જઇ સંતાઇ રહ્યો, તે છોકરી જંગલમાં ઘેટાં-બકરાં ચરાવતી ચરાવતી આવતી હતી તે રાજા સંતાઇને જોયા કરતો હતો . આ છોકરી તો ખુબ જ વહાલથી નાચતી,ગાતી,રમતી રમતી ખુશીથી ચરાવતી હતી . આ ઘેટાં-બકરાં જ તેનો પરિવાર હતો , માં સમાન બહેન તો કયાંક ખોવાઇ ગઇ હતી . આ પરિવારના ઘેટાં- બકરાંને મારવાનો વિચાર શુધ્ધાં ક્યાંથી આવે ?
            
        ર‍ાજા ખુબ જ વહાલે ચરાવતી આ છોકરીને જોઇ રહ્યો હતો. જેમ જેમ ચરાવતી જતી હતી તેમ તેમ રાજા છોકરીન‍ા પાછળ પાછળ છુપાઇને જતો હતો . અાખરે બપોરનાં સમય થઇ ગયો . છોકરી તો ઘેટાં -બકરાંને ઝાડ નીચે બેસાડી ન્હાવા લાગી ગઇ આ બધું સંતાઇને પાછળ આવેલ રાજા જોઇ રહ્યો હતો .

     ભીખારી જેવી લાગતી આ છોકરી કપડાં કાઢીને ન્હાવા લાગી તો રાજ‍ાની આંખો પહોળી થઇ ગઇ. કારણ કે અેકદમ સુંદર કોમળ કાયા, ભુરી આંખો, ગુલાબી રાતા હોઠોં,
વક્ષસ્થળ અને નિતંબનો ઢાળ,વમળ આકારની નાભી આ સાક્ષાત્ અેક સ્વર્ગની અપ્સારાને પછાડે તેમાં શંકા ન' નહોતી.
 
     રાજાન‌ાં મનમાં આવ્યું કે આ સુંદરીમાં પ્રેમ સિવાય અેક પણ નફરતનો દાગ નથી.
સુંદરતાં અને વહાલના ગુણોનો ભંડાર છે તો અ‍‌ા ઘેટાં ને ક્યાંથી મારે ? રાજા આમ વિચારતો હતો  અને તે છોકરી નદિમાંથી ન્હાઇને નિકળી પ‍ાછાં ગંદા કપડાં પહેરી વાળ તાપમાં હાથ વડે ઝાટકીને સરખા કરી સૂકવતી હતી...તે સમયે

      રાજાને લાગ્યું કે આ બિમાર ઘેટાંને તેમની હાલતનું બીજું કોઈ કારણ હશે તેમ વિચારી રાજા છુપાયને હતો ત્યાંથી નીકળી ઝાડનાં નીચે બેસેલાં ઘેટા-બકર‍ાંમ‍ાથી બિમાર ઘેટાંને હાથમાં ઉપાડી છોકરી જ્ય‍ાં બેસેલી હતી ત્યાં બાજુમાં બેસી ગયો .

      આ છોકરીતો મનમાં ઘબરાઇ ગઇ હતી. કે રાજા આ ઘેટાં પરથી મને કાંઇ કહેશે તેમ વિચારીને.

     દેવચંદ રાજા તો છોકરી પાસે જઇ પુછે છે ! તમે કેમ આવી હાલતમા રહો છો ? કેમ વાળ અોઢતા નથી ? કેમ બીજા કપડાં પહેરતા નથી ?  કોઇ મુશ્કેલી હશે તો જણાવો હું તમારી સમસ્યાનું નિવારણ લાવવા માટે મદદ કરીશ!!!

       છોકરી કહે છે કે આ બધાનું અેક જ કારણ છે. અને રાજાને જણાવે છે,  હું અને મારી મોટી બહેન  સાથે રહતાં હતા .અમે અનાથ છીઅે . હું મારી બહેનની શોધમાં નીકળી છું, મારી બહેન જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી આ હાલતમાં રહેવાનો નિશ્ચય કર્યો છે.તે આ વાત રાજાને જણાંવી ,રાજાના હાથમાંથી  બીમાર ઘેટાંને પોતાનાં ખોળામાં લઇ વહાલ કરવા લાગી..

    અલ.લ્...લ્...લ્..અ્... મારું બચ્ચું બીમાર છે અેમ કહીને ઘેટાંનાં માથામાં હાથ ફેરવ્યે જતી હતી. અેટલી વારમાં  રાજાનું ધ્યાંન ઘેટાંનાં પગ તરફ ગયો તો પગમાં ઘા હતો ત્યાંથી થોડું લોહી નીકળી રહ્યું હતું.  રાજા ઘેટાંના પગે ઘા વાળી જગ્યાઅે લોહી નીકળતું હતું તે જોઇ રાજા નદિમાથી પાણી લઇ  આવ્યો અને ઘા વાળી જગ્યા ધોઇ નાખીને જુઅે છે ત્યાં તો પગમાં અેક મોટો બાવળનો કાંટો ઘોંપ્યો હતો . રાજાઅે ધીમે રહીને કાંટો કાઢી નાખ્યો તો બીમાર ઘેટું દોડવા લાગ્યું.

    રાજાની આ ઉદારતા અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ જોઇ છોકરી ખુશ થઇ ગઇ અને રાજાને કહેવા લાગી...

     ઘણો આભાર તમારો આ મારા પરિવારનાં સભ્યની મદદ કરવા બદલ

આ શબ્દો સાંભળી પ્રેમીરાજા દેવચંદ કહે છે, ચાલો મહેલે ત્યાં પણ કોઇ પરિવારનું સભ્ય છે અેમ જણાવે છે..

     ઘેટાં બકર‍ાંને લઇને છોકરી અને રાજા મહેલે ‍અ‍ાવ્યા, છોકરીનું સ્વાગત કર્યું, અનેત્યાં તો સામેથી મહારાણી દેવબાઇ પોતે સોનાની થાળીમાં પાણીનો પ્યાલો લઇ આવી. આ જોઇને બકરાં ચરાવનાર છોકરી દોડતી જઇ દેવબાઇને ગળે વળગી પડી..

     આ રીતે ‍આ બન્ને બહેનોનું સુખદ મિલન થયું ...
  
દેવબાઇની નાની બહેનનું નામ રૂપવતી હતું, ‌આ રૂપવતી જ રાજાની બીજા નંબરની રાણી બની હતી જે રાજાને મળેલ ત્રીજું અનમોલ રત્ન હતું.
  

  (   દેવચંદ રાજાનાં ત્રણ રત્નોની પ્રાપ્તી બાદ રાજ કારભારની શરૂઆત ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED