Chalo America - vina visa books and stories free download online pdf in Gujarati

ચલો અમેરિકા- વિના વિઝા

ચલો અમેરિકા -વિના વિઝા
પ્રકરણ ૧
અમેરિકાથી ગટુ આવ્યો અને સાથે વાત એવી લાવ્યો કે ચલો અમેરિકા વીઝા વિના ત્યારે ભક્તા. પટેલ અનેં માછીમારોની કોમમાં ચહલ પહલ મચી ગઈ.
ગટુનો સંદેશો ભલ ભલાને ગલગલીયો કરાવે તેવો હતો.

પાસપોર્ટ કઢાવવાનો નથી
પહેલો તે વહેલોનાં ધોરણે
મર્યાદીત જૉડાઓને અને તેમના સંતાનો ને લઈ જવાના છે.
પ્રવાસ દરમ્યાન ખાધા ખોરાકી અપાશે.
અમેરિકામાં નોકરી અપાશે
અમેરિકા પહોંચ્યા પછી છ મહીને ડોલર માં કમાઈને પૈસા આપવાના છે.

ગટુ એ આ સંદેશો થોડા મિત્રોમાં રમતો કર્યો હતો. અને આશા હતી કે તમાશાને તેડું ના હોય તેમ લોકો તમાશો જોવા તો જરૂર આવશે. વાત સમજશે અને જરુરિયાત મંદ લોકો જરૂર આવશે.જગ્યા હતી તેની તેના સાળાની દારુની દુકાન અને સમય પણ અતાડો સવારે સાડા નવનો.

બીજા દિવસની સવારે તેની દુકાને લાઈન પડી ગઈ હતી. દરેક્ને જાણવું હતું કે આ દરખાસ્ત શું હતી? સામાન્ય રીતે આ દુકાન રાતના ખુલતી હોય પણ આજે ગટુ વહેલો આવ્યો અને દુકાન ખોલી માન પૂર્વક સૌને બેસાડ્યા. સાડા નવનાં ટકોરે જેટલા આવ્યા હતા તેમને બેસાડી બારણું બંધ કરી દીધું. અને જાહેર કર્યું કે હવે આ ૨૨ જણ સિવાય કોઇ નવું નામ નહી લેવાય.પહેલા આવ્યા તે લેવાયા.

સવારે આદુ નાખેલી ચા અને તમતમતી સેવખમણી સૌને પીરસાઇ. સાથે ગટુ એ સૌને વિનંતી કરી આજે જે વાતો તે કરશે તે વાતો ખુબજ ખાનગી રાખશો તમારે અત્યારે કશું નથી ભરવાનું પણ અમેરિકા પહોંચ્યા બાદ ત્યાં ના કમાયેલા ડોલર ૫૦૦૦ મને આપવાનાં છે.સૌ કોઇ સાંભળતા હતા. હજી ચા અને નાસ્તો ખવાતો હતો.

ગટુ એ ખોંખારો ખાઈને વાત શરુ કરી.

અમેરિકામાં મહેનત કશ મજુરોની ખુબ જ જરૂર છે અને એવું જોયું છે કે એકલા મજુર કરતા તેના આખા કુટુંબને લઈ જવાય તો તે મજુર કુટૂંબ ને અમેરિકામાં સારું વળતર અને સંતાનો ને ભણતર સારું મળે છે. અહીં આપણ ને જે મળે છે તેના કરતા ત્યાં આવકો ઘણી ઉંચી છે. એક ડોલર એટલે ૭૦ રૂપિયા.હવે કલાકની તમારી મજુરી ની કિંમત થશે ૧૫ ડોલર એટલે ૮ કલાકની મજુરી થશે ૧૨૦ ડોલર એટલે ૧૨૦ ડોલર ગુણ્યા ૭૦ રુપિયા ૮૪૦૦ રુપિયા અને અઠવાડીયાનાં ૪૦કલાક નાં રુપિયાની ગણતરી હું ત્મારી ઉપર છોડું છું,

થોડોક શ્વાસ લઈને ફરી થી ગટુ બોલ્યો શું તમારો ખર્ચો ૫ ડોલર ગણો તો પણ તમે પૈસા બચાવો જ...

તમારી પત્ની તમારી સાથે કામ કરે તો આ કમાણી બમણી અને તમે ધારો તો ઓવર ટાઇમ મળે તે નફામાં

ગટુ જોઇ રહ્યો હતો લાલચનો ગાળીયો મજબુત કસાઈ ગયો હતો.

વાતોને અંતિમ તબક્કામાં લાવતા ગટુ બોલ્યો હવે તમારા સૌના મનનો આખરી સવાલ. તમને ત્યાં બોલાવતા માલિકની ઓળખાણ.

આપણા સુરતનાં નાનુભાઈ નાયક કે જેમની ૪૦ મોટલો છે બેંક છે અને સૌથી મોટી વાત આપણા દેશીઓનું ભલુ ઇચ્ છે

તેઓ તમે અમેરિકા સુધી પહોંચો ત્યાં સુધી આપનો ખર્ચો ભોગવશે.ત્યાં પહોંચ્યા પછી આપના પગારમાંથી તે પૈસા કાપી ને અમને પણ તમારા વતી અપાનારા ૫૦૦૦ આપશે અને એ લોન વસુલ થયે આપ જો ઇછતા હશો તો મોટેલ માલિક પણ બનાવશે.

ગટુભાઈ એક પ્રશ્ન પુછુ?

હા ચોક્કસ પુછો.

આ ખુલ જા સીમ સીમ વાળા રસ્તામાં પાસપોર્ટ ની જરુરત કેમ ક્યાંય નથી?

" કારણ કે આપને દરિયા માર્ગે લૈ જવાનાં છે અને પાસ્પોર્ટ અમેરિકાની ધરતી ઉપર બનશે તેથી પાસ્પોર્ટ્ની ક્યાંય જરુરત પડવાની નથી.

" માય ગોડ તમે હ્યુમન ટ્રાફીકીંગ કરશો?"

બીજા રસપ્રદ વિકલ્પો