મંગલ - 8 Ravindra Sitapara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મંગલ - 8

મંગલ

Chapter 8 -- આગમન

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ આઠમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલના અપ્રતિમ સાહસથી તે સરદારને ગેંડાના આક્રમણથી બચાવે છે. પણ આમ કરવા જતા પોતે ઘાયલ થઈ જાય છે. મંગલના સજા થાય પછી બધા જંગલથી પ્રસ્થાન કરી પોતાનાં ઘર ભણી ચાલવાની શરૂઆત કરે છે. આખા જંગલમાં તેણે હવે કોઈ વિઘ્ન નડશે ? શું તેઓ સહી સલામત ઘર સુધી પહોંચશે ? મંગલ પોતાનાં મિશનમાં સફળ થશે ?

આ બધું જાણવા માટે મજેદાર રોમાંચક સાહસિક સફરને માણતા રહો..

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું સાતમું પ્રકરણ મંગલ ચેપ્ટર – 8 - - આગમન

મંગલ ચેપ્ટર – 8 – આગમન

ગતાંકથી ચાલું...

મંગલ અને તેનાં સાથીઓ આગળ વધી રહ્યા હતા. સરદારે આપેલ હથિયારોનો ભાર લાગી રહ્યો હતો. અમુક ને હવે આવા વજનદાર હથિયારો કોઈ કામનાં લાગતાં ન હતા. પણ મંગલે બધાને સમજાવીને હથિયાર સાચવવા જણાવ્યું. સમય આવ્યે ગમે ત્યારે એ કામ લાગી શકે. મંગલના કહેવાથી બધાએ આ હથિયારો સાચવીને રાખ્યા.

બધા આગળ ને આગળ ચાલ્યા જતા હતા. રસ્તામાં તેનાં સિવાય કોઈ બીજું સામે મળતું ન હતું. જાણે કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા હોય. પેલા આદિવાસી કબીલાથી તેઓ ખાસ્સા દૂર પહોંચી ગયા હતા. આખા રસ્તે બસ વૃક્ષો જ વૃક્ષો. ઘટાદાર વૃક્ષો. ઊંચા ઊંચા આભને આંબવાની મહત્વાકાંક્ષા પોતાનામાં સમેટીને ઊભા હોય એવા લાગે છે. અમુક જગ્યાએ સૂર્યનાં પ્રકાશને ધરતી સૂધી પહોંચવાનો પડકાર ફેંકતા હોય એવી અદાથી ધરતીને ઘેરીને ઊભા છે. ક્યાંક ક્યાંક મહાકાય હાથીઓ મોટા અવાજ કરતા કરતા જંગલમાંથી નીકળતા જોવા મળે છે.

જંગલમાં કેટલાય સમયથી કેટલીય આપત્તિઓનો સામનો કરી રહેલા મંગલ અને તેના સાથીઓ જંગલની આ સુંદરતા જોઇને મુગ્ધ થઈ ગયા. ચારેકોર નીરવ શાંતિ. વચ્ચે પક્ષીઓનાં કલબલાટ અને પવનથી વૃક્ષોનાં પાંદડાઓનો આવતો અવાજ. આ સુંદરતાને પોતાનામાં સમાવી આઠેય સાથીઓ સંગાથે ચાલ્યા જાય છે. અરસપરસ અવનવી વાતો અને પોતાની વાતો કરતાં આગળ વધી રહ્યા છે.

અમુક અંતરે વિસામો લઈને બધા આગળ વધી રહ્યા હતા. ચારે બાજુએ વૃક્ષોની ઘટાદાર છાયા હોવાથી તડકાને ખાસ અવકાશ ન હતો. મંગલને જખમને કારણે અમુક અંતરે થાક ખાવો પડે એમ હતો. આથી નક્કી કરેલ અંતર કરતાં થોડું ઓછું અંતર કપાઈ રહ્યું હતું. માત્ર દસેક દિવસની ઓળખાણમાં બધા એકબીજાની ખૂબ નિકટ આવી ગયા હતા. બપોરે એક જગ્યાએ રોકાઈને ફળફળાદિ જેવો હળવો નાસ્તો લઈ બધા આગળ વધ્યા.

ધીમે ધીમે સાંજ પડવા આવી હતી. સદનસીબે આખા દિવસમાં બીજી કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડ્યો. બધાએ એક ગુફા જેવી લગતી જગ્યાએ પહોંચી તપાસી ત્યાં જ સુવાનું નક્કી કર્યું. અગાઉની ભૂલ ફરીથી પુનરાવર્તિત ન થઈ જાય એ માટેનું ખાસ ધ્યાન રાખવા માટે મંગલે બધાને ખાસ સૂચના આપી. બધાએ આ સૂચના પ્રમાણે વર્તવાનું નક્કી કર્યું. આખી રાત્રી આરામથી પસાર થઈ ગઈ.

સવાર પડતા જ બધા ઊઠી ગયા. કરીમ અને ઈમરાન પાણી ભરવા થોડે દૂર આવેલ નદીએ જવા ઊપડ્યા.

“ ઈમરાન.. કરીમ.. ક્યાં ચાલ્યા ?” સરમણે પૂછ્યું.

“ ક્યાંય નહિ. અહી જ જઈએ છીએ નદી પાસે. પાણીની વ્યવસ્થા કરવા માટે. ” ઈમરાને જવાબ આપ્યો.

“ હા હા, જાઓ. ” સરમણે કહ્યું. “ અરે હા, ઊભા રહો, આ હથિયારો તો લેતા જાઓ. ”

“ સરમણભાઈ, આ હથિયારો ઉપાડી ઉપાડીને હાથ દુખી ગાય છે. ખભામાં હજી દુઃખાવો થાય છે. હવે તો હથિયારોને પડતા મૂકો. ” કરીમે કહ્યું. તેને આ હથિયારો ઉપાડી કંટાળો આવતો હતો.

“ હા, મને પણ એવું લાગે છે કે કરીમ સાચું કહે છે. અને અમે અહી નજીકમાં જ છીએ. કોઈ પણ તકલીફ હશે તો અમે તમને જાણ કરી દઈશું. ” ઈમરાને કહ્યું.

“ જુઓ ભાઈ, મને કોઈ પણ વાંધો નથી. પણ આ સૂચના મંગલે આપેલી છે. તમને તો ખબર છે ને કે મંગલે આ સૂચના સમજી વિચારીને આપી હશે. ” સરમણે કહ્યું.

“ મંગલભાઈ પણ ગજબ છે. હવે અમે હમણાં આવી જશું. તેને કોઈ વાત ના કરતા. અમે આ ગયા ને આ આવ્યા. ” કરીમે ઉતાવળમાં જતા જતાં કહ્યું.

કરીમ અને ઈમરાન દોડીને હથિયાર લીધા વગર ચાલ્યા ગયા. સરમણ પણ કોઈ દુર્ઘટના ના થાય તેવી મનોમન પ્રાર્થના કરી બધા હતા તે તરફ ગયા. આ બાજુ ઈમરાન અને કરીમ પણ નદી પાસે પહોંચી ગયા. નદીનું શાંત, નિર્મળ જળ વહેતું હતું. ઘણાં દિવસનાં થાક પછી ઈમરાન અને કરીમને નદીનાં પાણીમાં નહાવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. પાણી ભરવા જ આવેલા બંને નદીમાં નહાવા પડ્યા. નદી ઘણી વિશાળ હતી. આવનારા જોખમથી અજાણ બંને નદીનાં શાંત જળમાં મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યાં જ ઈમરાનને પાણીમાં કંઈક હોવાની અનુભૂતિ થઈ. નદીનાં પાણીમાં કંઈક સળવળ થતી લાગી.

“ કરીમ, તને કંઈ પાણીમાં હોય એવું લાગે છે ? ” ઈમરાનને પૂછ્યું.

“ માછલી હશે. ” કરીમે નહાતા જવાબ આપ્યો.

ત્યાં ફરીથી સળવળાટ થયો. આ વખતે ઈમરાને કાળા રંગનો વિશાળકાય જીવ પાણીમાં તરતો જોયો. ધીરે ધીરે તે ઈમરાનને ઘેરવા લાગ્યો. કરીમ તેનાંથી દૂર હતો. ત્યાં જ પાણી ભરવા જ આવેલા બંને નદીમાં નહાવા પડ્યા. નદી ઘણી વિશાળ હતી. આવનારા જોખમથી અજાણ બંને નદીનાં શાંત જળમાં મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યાં જ ઈમરાનને પાણીમાં કંઈક હોવાની અનુભૂતિ થઈ. નદીનાં પાણીમાં કંઈક સળવળ થતી લાગી.

“ કરીમ, તને કંઈ પાણીમાં હોય એવું લાગે છે ? ” ઈમરાનને પૂછ્યું.

“ માછલી હશે. ” કરીમે નહાતા જવાબ આપ્યો.

ત્યાં ફરીથી સળવળાટ થયો. આ વખતે ઈમરાને કાળા રંગનો વિશાળકાય જીવ પાણીમાં તરતો જોયો. ધીરે ધીરે તે ઈમરાનને ઘેરવા લાગ્યો. કરીમ તેનાંથી દૂર હતો. ત્યાં જ અચાનક ઈમરાનના મુખમાંથી કાળી ચીસ નીકળી ગઈ. કરીમે પાછળ વળીને જોયું. તેની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ. ડરથી શરીર કાંપવા લાગ્યું. અચાનક ઈમરાનના મુખમાંથી કાળી ચીસ નીકળી ગઈ. કરીમે પાછળ વળીને જોયું. તેની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ. ડરથી શરીર કાંપવા લાગ્યું.

એક વિશાળકાય અજગરે ઈમરાનના શરીરને ભરડો લીધો હતો. અજગર પોતાની પકડ ઈમરાન પર વધુ મજબૂત કરી રહ્યો હતો. કરીમ તેની પાસે જવા પગ ઉપાડ્યા કે ઈમરાને તેણે દૂર જવા કહ્યું. કરીમને મંગળની સૂચના સમજાઈ. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. આવડાં મોટાં જીવને કેમ મારવો અને ઈમરાનને કેમ છોડાવવો એ વિચારમાં આજુબાજુમાં ધારદાર વસ્તુ શોધવા લાગ્યો. થોડીવાર તેને લાગ્યું કે મંગલ અને બીજા સાથીઓને બોલાવી આવું પણ ત્યાં સૂધીમાં અજગર ઈમરાનનો જીવ જ લઈ લે.

આજુ બાજુમાં કરીમ આમતેમ ફાં ફાં મારતો હતો ત્યાં જ અચાનક સનનન.. કરતો એક તીર અજગરના શરીરને વીંધી ગયું. ત્યાં જ એક ભાલો ફેંકાયો. અજગરના શરીરમાં અજગરની પકડમાં થોડી ઢીલાશ આવી પણ ઈમરાન હજી મુક્ત થયો ન હતો. ત્યાં બીજો ભાલો અચૂક નિશાનેબાજીની કરામતથી અજગરના શરીરને ફરીથી ઘાયલ કરી ગયો. આ વખતે અજગર લોહીલુહાણ હાલતમાં પાણીમાં પટકાયો. નદીનું શાંત જળ રક્તરંજીત બન્યું. ઈમરાન આ રક્તમિશ્રિત પાણીમાં નીચે પડ્યો.ચારે બાજુએ લોહીનાં ફુવારા ઊડ્યા. કરીમે પાછળ વળીને જોયું તો મંગલ, જ્યોર્જ અને જ્હોન ઊભા હતા. બંનેએ વારાફરતી પોતાનાં અચૂક નિશાનાથી અજગરને વીંધી નાખ્યો હતો.

કરીમે ઈમરાનને બહાર કાઢ્યો. ઈમરાન ડરતાં ડરતાં મંગલ પાસે ગયો. તેને સમજાતું ન હતું કે મંગલનો આભાર માનવો કે માફી માંગવી. મંગલના ચહેરા પર થોડો ગુસ્સો હતો પણ સાથીઓ પ્રત્યેની ચિંતા વધારે ઉપસતી હતી. અંતે મંગલે કહ્યું, “ મેં તમને કહ્યું હતું ને કે આ હથિયારો વગર ક્યાંય ના જાઓ. તમે તો પાણી લેવા આવ્યા હતા ને .. તો પછી નહાવા ક્યાં લાગ્યા ? ”

ઈમરાને થોડા ક્ષોભ સાથે કહ્યું, “ તમને ખબર હતી કે અમે ....? ”

“ હા, મને સરમણે બધું કહી દીધું હતું. અમે જોખમની સંભાવના ધારી જ હતી. અમે નીકળી ગયા અને અચાનક તારો અવાજ આવ્યો. અમે દોડતા આવ્યા. મારી સાથે જ્યોર્જ અને જ્હોન પણ હતા. તેઓ આ જંગલમાં શિકાર કરતા એટલે તેણે હથિયારોનો ખાસ્સો અનુભવ હતો. મને માત્ર તીર ચલાવાનો અનુભવ હતો. ભાલા ચલાવામાં આ બંને હોશિયાર છે. આજે આ લોકોની હોશિયારી તમને કામ આવી. ” મંગલે બધી વાત કહી.

“ અમને માફ કરી દો.તમારો આભાર માનીએ એટલો ઓછો છે તેટલો ઓછો છે. ” કરીમે હાથ જોડીને બધાને કહ્યું.

મંગલે કહ્યું, “ ભાઈઓ, આપણે આ અજાણ્યા જંગલમાં છીએ. એકલા છીએ. જોખમો ઓછા નથી એટલે મહેરબાની કરીને તમે લોકો કોઈ બેદરકારી ના દાખવો. આપણે જ્યાં છીએ ત્યાં કોઈ પણ સંકટ કે પડકાર આપણી સાથે છે એમ માનીને ચાલો. અને હા, હથિયાર રાખવાનું ના ભૂલો. હવે ચાલો બધા. ”

બધા હવે ચાલવાની તૈયારી કરવા લાગ્યા. પહેલા કરતા હવે બધા વધુ સતર્ક થઈ ગયા હતા. અનુભવે બધાને આવનારા સંકટો સામે લડવા ચોવીસે કલાક સજ્જ રાખ્યા હતા. આ રીતે સાત રાત- દિવસ જંગલમાં પસાર થઈ ગયા. કોઈ મહત્વનાં વળાંક પર કોઈ એક વૃક્ષો કે પથ્થર પર ખાસ નિશાની કરી દેતા હતા. કોઈ મુદ્દે મતભેદ થાય તો શામજી અને મંગલ તેનું નિરાકરણ લાવી દેતા. જંગલ હજી ખતમ થવાનું નામ લેતું ન હતું. બધા કંટાળ્યા હતા. અચાનક થોમસે માણસોનું નાનું ટોળું દૂરથી જોયું.

“ હેય ફ્રેન્ડસ, કમ હિઅર. લૂક એટ થેમ. ”

“ વ્હેર ? ” જ્હોને દોડતા દોડતા આવીને પૂછ્યું.

થોમસે નદીની બીજી બાજુ જતું લોકોનાં ટોળા તરફ આંગળી ચીંધી. તેણે બધાને ત્યાં બોલાવ્યા. બધાએ ખૂબ બૂમ પડી પણ કોઈએ સાંભળ્યું નહિ. લોકો આદિવાસી જેવા લાગતાં ન હતા. બધાને ખાતરી થઈ કે તેઓ હવે જંગલની બહાર જઈ શકશે. નદી તરીને પણ જઈ શકત પણ કોઈ જોખમ અંદર હોવાની શક્યતાએ એ વિચાર પડતો મૂક્યો. તેઓએ આગળ ને આગળ જવાનું વિચાર્યું. ત્યાં જ એક હોડી જોવા મળી. હોડીવાળો પણ બાજુમાં જ હતો. તેને બધાએ બૂમો પાડી. હોડીવાળાએ અવાજની દિશામાં નજર કરી. આઠ લોકો નદીની બીજી બાજુ આવવા કહેતા હતા. તેઓ ઈશારા દ્વારા તેમને બીજી બાજુ લઈ આવવા સમજાવતા હતા. હોડીવાળો ઈશારો સમજી ગયો અને તેમણે હોડી હંકારી ત્યાં પહોંચ્યો. હોડીવાળાને બધાએ સમજાવ્યો. તે તેઓને પોતાની હોડીમાં બેસાડી બીજા છેડે લઈ ગયો.

હવે બધા જંગલમાંથી આઝાદ થઈ ગયા હતા. બધા હવે જંગલનાં બીજા છેડે આવેલા અજાણ્યા ગામમાં હતા. બધા ખૂશ હતા. મોઢા પર હળવાશનો ભાવ હતો. પણ મંઝીલ હજી દૂર હતી. તેઓ ગામેગામ ફરી રહ્યા હતા. ગમે તેમ ખોરાકનો બંદોબસ્ત કરી રહ્યા હતા. કોઈ પણ જગ્યાએ થોડા દિવસો મજૂરી કરી પૈસા ભેગા કરવા લાગ્યા જેથી જવા માટે કોઈ વાહન મળી જાય. સ્થાનિકો સાથે રહીને તેની ભાષા, સંસ્કૃતિ જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરતા જેથી વધુ કોઈ તકલીફ ન રહે. ઘણાં ગામો અને શહેરો ફર્યા પછી મુકામે પહોંચવાની આશા જાગી ઊઠી. પણ અહીંથી અમુક સાથીઓ છૂટા પડવાના હતા. ત્રણેય ગોરા સાથીઓએ હવે રજા માંગી. ખૂબ ટૂંકા સમયગાળામાં બધા વચ્ચે આત્મીયતા કેળવાઈ ગઈ હતી. જ્હોન, જ્યોર્જ અને થોમસ - ત્રણેય સાથીઓનો રસ્તો હવેથી અલગ પડવાનો હતો. બધા એકબીજાને ભેટી પડ્યા. બધાએ મંગલ અને શામજીનો આભાર માન્યો. ત્રણેય ત્યાંથી અલગ પડ્યા.

બાકીનાં પાંચ સાથીઓ હવે ત્વરિત ગતિએ આગળ વધવા લાગ્યા. મંઝિલની ખૂબ નજીક પહોંચી ગયા હતા. એક વાહન મળી જતા બધા તેમાં ગોઠવાયા. જંગલ છોડી દીધું એને અત્યાર સૂધીમાં પાંચેક મહિના થઈ ગયા હતા. ઘણું ભ્રમણ કર્યા પછી અંતે ઇન્તેજારીનો અંત આવ્યો. મંગલ પોતાનાં સાથીઓ સાથે મુકામ સ્થળે પહોંચ્યો. ઘણા સમય પછી પોતાની જગ્યાએ પહોંચતા આજે તેનાં હરખનો પાર ન હતો. પોતાનાં સાથીઓને અને પેઢીના શેઠને મળવા મંગલ અધીરો બન્યો હતો. બધાનાં થાકેલા પગમાં હવે નવી ચેતના સ્ફૂરી રહી હતી. પગલાઓમાં તેજી આવી. રસ્તાઓમાં ઘણા જાણીતા ચહેરા દેખાવા લાગ્યા. પણ મંગલને ઘણા દિવસો નીકળી ગયા હતા. ચહેરા પર દાઢી ગાઢ બની ચૂકી હતી. મંગલ પણ પોતાના શેઠને પહેલા મળવા માંગતો હતો આથી કોઈને પોતાનાં આવવાની જાણ ના કરી. બધાએ મંગલની પેઢીએ પગ મૂક્યા.

“ શેઠજી ? ” મંગલે જૂની બાજઠ પર બેસીને હિસાબ કિતાબ જોવામાં વ્યસ્ત શેઠજીને પૂછ્યું.

To Be Continued…

Wait For Next Part…