પ્રેમરંગ Gorav Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ

મહેસાણામાં પ્રેમનગર તરીકે ઓળખાતું સ્થળ એટલે આપડી નાગલપુર કોલેજ(અવની સિડ્સ વિદ્યા સંકુલ) જેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ ના ડિપાર્ટમેન્ટ ચાલે છે. અને વાલા આતો કોલેજ છે એમા બીજા ઘણા ડિપાર્ટમેન્ટ ચાલતા જ હોય છે હા બરાબર સમજ્યા હું એજ વાત કરું છું...
મહેસાણાની આ કોલેજ માં આજુબાજુ ના ગામના અને મહેસાણા શહેર ના હજારો છોકરા અને છોકરીઓ ભણવા માટે આવે તેમાં કેટલાયે એકબીજાને પસંદ કરી ચુક્યા હશે અને કેટલાયે એમની મનગમતી છોકરી પાછળ પોતાનો સમય બરબાદ કરતા હશે. પણ એમાં એવા પ્રકરણો હશે કે જેની શરૂઆત જ નઈ થઈ હોય અને થોડા એવા હશે કે જે ખુબજ ઓછા સમય મા પુરા થઈ ગયા હશે. પણ સાહેબ, આ *પ્રેમરંગ* છે એમ કાઈ થોડો ઊતરી જાય.?
એક વાર કોઈનો પ્રેમરંગ લાગી જાયને પછી એ વ્યક્તિ એટલું પ્રિય થઈ જાય છે કે પ્રેમ માં રંગાઈ જનાર વ્યક્તિને એના વિચારો એની વાતો એનો ગુસ્સો બધુજ વહાલું લાગવા લાગે છે. 
મારું નામ નિસર્ગ પટેલ બી.એસ.સી. (રસાયણશાસ્ત્ર) મેં ધોરણ 12 સુધી  નો અભ્યાસ મારા ગામ માં જ પૂર્ણ કરીને મહેસાણા નાગલપુર કોલેજ માં પ્રવેશ લીધો હું એક ગામડાનો વિદ્યાર્થી પહેરવા બે જોડી કપડાં જે વારા ફરથી કોલેજ માં પહેરીને જાઉં અને બીજી તરફ મારા કલાસ માં અન્ય છોકરાઓ જે દરરોજ નવા કપડાં બાઈક ગણા એટલા પૈસા વાળા કે ગાડી લઈને પણ આવે એમને જોઈને તો એમજ થાય કે હું હજુ ઘણો પાછળ છું મને પણ ઈચ્છા થતી કે હું પણ એમની જેમ જ ફરું રોજ નવા કપડાં પહેરી કોલેજ જાઉં પણ ઘરની પરિસ્થિતિ પ્રમાણે મારા શોખ અધૂરા રહી જાય.
નવા મિત્રો બનવાની શરૂઆત થઈ જેમાં ઘણા સારા મિત્રો પણ મળ્યા જે દરેક પરિસ્થિતિમાં સાથે રહ્યા (હોમવર્ક ના કરવામાં, કલાસ બંક કરવામાં, રખડવામાં) અને સાથ આપ્યો. ઘણા મિત્રો પ્રેમના રંગમાં રંગાયા એ મિત્રો સાથે ઓછું પણ એમની જીવન સંગીની માની લીધેલી છોકરી સાથે વધુ ફરતા એ લોકો કહેતા કે આતો કોલેજ સુધીની મજા પછી આપડે ક્યાં એમની સાથે બોલવું છે.
 મને મન માં એમ થતું કે આ જગ્યાએ એમની બેન સાથે કોઈ આમ કરે તો આમને ખબર પડે અને જે પ્રેમ ને માત્ર હવસ ની નજર થી જૂએ છે પ્રેમ એમને જ મળે છે અને જે પ્રેમ ને પવિત્ર સમજે છે તે હંમેશા એકલા જ હોય છે એટલા માટે કે,
 "પ્રેમ ને સંસ્કાર અને સભ્યતાની જગ્યાએ રૂપિયો ગમવા લાગ્યો છે"
કોલેજના થોડા દિવસો પછી એક નવું એડમિશન થયું જે રૂપરૂપ નો અંબર જોઈ ને બધા હરખાઈ જાય જેની સાથે વાત કરવા ગણા ફાંફા મારતા કે વાત થાય. મને મારી ખબર હતી કે નથી આપડે દેખાવમાં સારા કે નથી પૈસા કે એની ઈચ્છાઓ પૂરી કરી શકુ એટલે મેં તો એના વિશે વિચારવાનું જ મૂકી દીધું કે એ મારી સાથે વાત કરે કે મારી સાથે પ્રેમનાં રંગ માં રંગાય તેજ દિવસે બન્યું એમ કે રોલ નંબર ફાળવણી થઈ જેમાં બધાનું ધ્યાન(મારું પણ) ત્યાં હતું કે એનો નંબર કયો આવે છે અને અંતે બધાના કાન જે સાંભળવા તરસી રહ્યા હતા તેનું નામ અને નંબર બોલવામાં આવ્યો રોલ નંબર - 36 પ્રજાપતિ વર્ષા નામ સાંભળી ને એમ થયું કે જાણે મોસમ નો પહેલો વરસાદ મારી પર થયો હોય.
"એના માત્ર નામે મારા હૃદય ના બધાજ તાર ને વાચા આપી દીધી હતી."
અને તરત જ સરે પ્રેક્ટિકલ માટેના ગ્રુપ બનાવવાનું જાહેર કર્યું અને ફરી એક વાર બધા જાણે ભગવાન ને મનો મન પ્રાથના કરતા હોય કે પ્રભુ મારો નંબર વર્ષા સાથે આવે એમાં નંબર ફાળવણી થઈ પ્રથમ ગ્રુપ બન્યું રોલ નંબર 1 થી 18
બીજું ગ્રુપ બન્યું રોલ નંબર 19 થી 36 અને ત્રીજું ગ્રૂપ બન્યું 37 થી 54 આમ ટોટલ ત્રણ ગ્રુપ બન્યા. તમને જાણીને આનંદ થશે કે મારો નંબર 19 છે.
મને મન માં થયું કે આજ જો પ્રભુ પાસે એમ માગ્યું હોત કે મને અને વર્ષા ને એક કરી દે તો પ્રભુ એ ઈચ્છા પણ પુરી કરી દેત. ગ્રૂપ ના નંબર જાણી લાગ્યું કે,
અમને એક સબંધમાં બાંધ્યા છે જેમાં એક છેડો મારા હાથમાં (19) અને એક છેડો એના હાથમાં (36) આપેલો છે ખુશી ની વાત તો એ હતી કે એજ દિવસ થી પ્રેક્ટિકલની શરુઆત કરવાની હતી.
ક્રમશ...

એક જ વર્ગ એકજ ગ્રુપ હવે વર્ષા સાથે મારી વાત થઈ કે નહી.? મિત્રો એ માટે આગળનો ભાગ ખુબજ ટૂંક સમયમાં આવી જશે *પ્રેમરંગ*

ગૌરવ બી. પટેલ
7878759707