Jivan maru tari yado sathe nu - 2 books and stories free download online pdf in Gujarati

જીવન મારું તારી યાદો સાથે નું..... ભાગ-૨

ચલાવતા એ મનો મન ગુથય રહ્યો હતો કોઈ અસહ્ય વેદના સાથે મુખ ના ભાવ બદલાઈ રહ્યા હતા.અને એક જગ્યા એ આવી ને ગાડી રોકી .કોઈ ઘર હતું અને ઘર પર નામ હતું ઋજુતા ઘર ગાડી માંથી નીચે પગ મૂકવા ની હીમ્મત કરી.એને ઘર નો દરવાજા પાસે જઇ દોરબેલ વગાડી.
દોરબેલ વાગતા ની સાથે ઘર નો દરવાજો ખૂલ્યો સામે થી એક અવાજ આવ્યો.કોનું કામ છે?આ અવાજ અમોલ ને જાણીતો લાગી રહ્યો હતો સામે જોયુ તો ઋજુતા હતી એ ઋજુતા ને જોઈ ને સ્તબ્ધ હતો એને વિશ્વાસ ન તો થતો કે ઋજુતા એની સામે હતી......
અમોલ એ ઘર ઋજુતા માટે લીધું હતું.અને એનું નામ પણ ઋજુતા ના નામ થી આપ્યું હતું. બે વર્ષ પેહલા આ ઘર જેના માટે બનાવ્યું હતું એ તો આવી ન હતી.તેથી અમોલ એ આ ઘર સાથે સાથે આ શેહેર પણ છોદી દીધું હતું.અહ્યા થી ગયા પછી અમોલ એ આ ઘર ની જવાબ દારી કોલેજ ફ્રેન્ડ રવી ને આપી હતી.એક વર્ષ પેહલા રવી એ આ ઘર કોઈ છોકરી ને ભાડે આપ્યું છે એની ખબર અમોલ ને પડી હતી.પણ એ છોકરી બીજું કોઈ નહી ઋજુતા છે એ જોઈ અમોલ ને કઈ  સમજાતું ન હતું.....
આટલા સમય પછી ઋજુતા ને જોઈ અમોલ બેબાકળો થય એને ભેટી પડ્યો એને સમજાતું ન હતું સુ કરવું એ .અમોલ ને આવી હાલત માં જોઈ ઋજુતા ની આંખો માં થી અશ્ર બિંદુ વહી રહ્યા હતા.....
એને સમજાતું ન હતું અમોલ ને કેવી રીતે આ હાલત માં થી બહાર કાઢવું ઋજુતા એ અમોલ ને પોતાના થી દુર કરતા ની સાથે કહ્યું અમોલ તું અહીંયા?
અમોલ એ થોડા સ્વસ્થ થય કહ્યું આ સવાલ તું મને કરે છે .આ તો મારે તને પૂછવું જોઈએ. ક્યાં હતી તું.સા માટે નહી આવી.બે દિવસ ગાડા ની માફક તને સોધી હોસ્ટેલ,કોલેજ,કેફે,તું ક્યાં હતી.જવા પેહલા એક વાર મને મળવું જરૂરી નહી સમજ્યું તે....અમોલ સવાલ પર સવાલ કરી રહયો હતો.અને ઋજુતા ચૂપ ચાપ એને જોઈ રહી હતી.....જ્યારે અમોલ એ જવાબ માટે એના તરફ જોયું.ત્યારે ઋજુતા એ ધીમે થી એના મુખ પર નો સ્કાફ હતવ્યો.અને એ જોતાની સાથે જ અમોલ ના મો માંથી ચીસ નીકળી ગઈ.અને ઋજુતા જમીન પર ઢળી પડી.એના મો નો એક સાઈડ નો ભાગ બળી ગયો હતો.અમોલ ને કઈ સમજાતું ન હતું . શું થયું હતું ઋજૂતા ના જોર જોર થી રડવા ના અવાજ થી અમોલ ની બેચેની વધી રહી હતી.એને કંઈ સમજાતું ન હતું .ઋજુતા ને ચૂપ કરાવતા અમોલે કહ્યું .મને એ તો ખબર નથી કે થયું સુ છે.તે મને એક વાર પશ્ન કર્યો હતો. પ્રેમ એટલે સુ? મારા માટે પ્રેમ એટલે તું છે ઋજુ તારું સ્મિત એટલે મારા માટે પ્રેમ. તારી વેદના એટલે પ્રેમ....પ્રેમ એટલે તું છે.બસ તું .આટલું સાંભળ તા ઋજુતા એ અમોલ ને વળગી પડી.અમોલ માફ કરજે મને ...આટલું બોલતા ની સાથે જ ઋજુતા થોડી શાંત થય.એના મન અને હદય પર રહેલો બે વર્ષ નો ભાર ધીરે ધીરે પીગળી રહ્યો હતો.અમોલ ના આવ્યા પછી ઋજુતા હળવાશ અનુભવી રહી હતી.આંખો માં આવેલા આસું ને સાફ કરવા માટે જ્યારે ઋજુતા એ હાથ મો પર ફેરવ્યો ત્યારે એ વેદના તરફ પાછી ખેંચાઈ ગઈ .એક ઝટકા માં અમોલ થી દુર ખસી અને અમોલ ને કહ્યું અહી થી ચાલ્યો જા અમોલ મારે કઈ વાત નહી કરવી તું જા અહીંથી.આ સાંભળ તા અમોલ એ કહ્યું કેવી રીતે જાવ  ઋજુતા જેવી રીતે  તું ગઈ હતી મારા થી દુર એવી રીતે?  હું નહી જઇ શકું તારા થી દુર એમ પણ હું ક્યારે ય તારા થી દુર જઇ જ ના શક્યો.તું હમેશાં મારી સાથે જ રહી. જાણવું છે તારે તો ચાલ મારી સાથે. અમોલ એને  હાથ પકડી ને ઘર ની અંદર આવેલા એક રૂમ માં લઇ ગયો.ઋજુતા આ ઘર માં એક વર્ષ થી રેહતી હતી પરંતુ આ રૂમ માં ક્યારે  આવી ન હતી.કારણ આ ઘર માં જ્યાર થી આવી હતી ત્યાંર થી  એ રૂમ નો દરવાજો બંધ જ રેહતો હતો.અને ઘર ની ચાવી ઓ સાથે આ રૂમ ની ચાવી ન હતી. આ રૂમ માં એન્ટર થતાં ની સાથે જ ઋતૂજા અમોલ સામે જોઈ રહી.અમોલ એ એને સમજાવ વા ના પ્રયાસ થી કહ્યું.ઋજુ જો અહીંયા તું જ છે બસ તું જ છે.કોઈ નહી તારા વિના આ જીવન માં.પેહલા પણ તું જ હતી અને હાલ માં પણ તું જ છે.આટલું બોલતા ની સાથે જ અમોલ નો અવાજ રૂંધાય રહ્યો હતો .અને એની આ વેદના એના આખો માંથી વેહતા થયા.ઋજુતા આ અમોલ ને પેહલી વાર જોઈ રહી હતી.અને અમોલ ના આવા વર્તન થી એને નવાઈ લાગી રહી હતી. હળવેકથી ઋજુતા એ અમોલ ની બાજુ માં જઈ કહ્યું અમોલ માફ કરજે મને .અને થોડો સમય જોઈએ છે મને વિચાર વા માટે.અમોલ ચૂપ રહી એને વાતો સાંભળી રહ્યો.ઋજુતા એ કહ્યું તારા બધા સવાલો ના જવાબ હું કાલે આપીશ .અત્યારે મને એકલી રેહવા દે .આટલું સાંભળ તા જ અમોલ ત્યાં થી જવા લાગ્યો ત્યાં ઋજુતા એ  કહ્યું ચિંતા ન કરીશ અમોલ કાલે તો હું પાક્કું આવીશ.આટલું સાંભળ તા જ અમોલ એ કહ્યું .પણ હવે હું તને કશે જવા નહી દવું.અને આટલું કહી બન્ને છુટા પડ્યા.સવાર મળવા નું નક્કી કયુું હતું ....અમોલ હોટેલ આવી ને ખુશ હતો એવું લાગી રહ્યું હતું પણ કંઈ સમજાય એવું ન હતું અમોલ જૂના વિચારો માં ખોવાય ગયો.આજે અમોલ ને કોઈ યાદ આવી રહ્યું હતું.ઋજુતા ને સમજાવી સકે અને સુ થયું એની સાથે એ જાણી સકે એવું એક જ વ્યક્તિ હતું.અને એ હતી દિવ્યા.દિવ્યા અને અમોલ એ બેસ્ટ ફ્રેન્ડ હતા.ઋજુતા ના અમોલ ના જીવન માં આવતા જ દિવ્યા ને લાગ્યું કે એની મિત્રતા આ પ્રેમ વચ્ચે ક્યાંક દબાઈ રહી છે.અને એ અમોલ અને ઋજુતા ના જીવન થી દૂર થઈ ગઈ.અને એની સીધી અસર ઋજુતા પર થય.દિવ્યા દુર થઈ અને એનો અપરાધ ભાવ ઋજુતા હંમેશા સાથે લઇ ચાલતી રહી...........

ત્રણ મિત્રો વચ્ચે ચાલી રહેલી મિત્રતા અને પ્રેમ નો અંત સુ આવસે એ જોઈશું આગળ અને ઋજુતા આજે આવસે અમોલ ને મળવા ક નહી....એ જોવા માટે વાચતા રહો જીવન મારું એની યાદો સાથે નું...........
        જય શ્રી કૃષ્ણ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED