college diary - 3 books and stories free download online pdf in Gujarati

કોલેજ ડાયરી - 3

પ્રકરણ 6

રાજકોટમાં

ભૂતકાળની મારી આ વાતો યાદ કરીને હું વર્તમાન માં આવ્યો..મારી બસ હવે લગભગ રાજકોટમાં પ્રવેશી ચુકી હતી. મેં મનનને ફોન કરીને સ્ટેશન મને લેવા આવવા કહ્યું...હું બસમાંથી ઉતાર્યો મનન મારી રાહ જોઈ રહ્યો હતો...

અમે બંન્ને એકબીજાને ભેટી પડ્યા...

ચાલ જલ્દી એક્ટિવામાં બેસ આપણે ક્યાંક જવાનું છે ??...મનને મને કહ્યું.

ક્યાં જવાનું છે...વળી ? કહેતા હું એક્ટિવા પર બેસી ગયો.

બસ ત્યાં પહોંચીએ એટલે તને ખબર પડી જશે...કહી એણે એક્ટિવા ભગાવી મૂક્યું.

અમદાવાદ જેટલું અહીં ટ્રાફીક નહોતું..રેસકોર્સ ના રસ્તા તરફ એક્ટિવા વળી..

તો દુલાની કીટલીએ જઈ રહ્યા છીએ આપણે બરાબર ?

...મેં મનનને કહયું.

હં...તને હજી યાદ છે ? ...મનને કહ્યું.

કેવી રીતે ભુલાય યાર...દુલાની એ ચા નો સ્વાદ બીજે ક્યાંય નથી મળતો... અને ત્યાં આપણી ભાઈબંધીની યાદો ક્યાં ઓછી છે... એકબીજાની સૌથી વધુ વાતો તો આપણે ત્યાંજ ઉખાળી હતીને... યાદ છે તનવીને પ્રપોઝ કરવાની હિંમત અમે તને ત્યાંજ તો આપી હતી.

હા હા કેમ ભુલાય ?....મનને કહ્યું.

એક્ટિવા દુલાની કીટલી આગળ ઉભું રહ્યુ....કોઈક પહેલીથી જ અમારી ત્યાં રાહ જોઈ રહ્યું હતું...

હર્ષ !!! તું તો હજી કાલે આવવાનો હતોને ?....હર્ષને ત્યાં જોઈને મારુ મન ખૂબ ખુશ થયું....આખરે કેટલા સમય પછી જોયો મેં એને.

અમે બંન્ને ગળે વળગી પડ્યા...

હા પણ પછી એક દિવસ વહેલા આવવાનું થયું..એટલે..હર્ષ બોલ્યો.

તું કંઈક વધુજ હૃષ્ટપૃષ્ટ થઈ ગયો છે, ટ્રેનીંગ પુર જોશમાં ચાલતી લગે છે....મેં કહ્યું.

હંમ... અને તું તો એવોને એવોજ રહ્યો...એણે મારી સામે જોતા કહ્યું.

પછીતો અમે ત્રણેયે ઢગલો એક વાતો કરી....હર્ષ અમને ઇન્ડિયન નેવી ની માહિતી આપી રહ્યો હતો. ધીરે ધીરે વાત મારા પર આવી...અને મનને પ્રિયાનો ઉલ્લેખ કરી દીધો...મનને તનવી પાસેથી મારી અને પ્રિયાની વાત જાણી લીધી હતી અને એ વાત એણે હર્ષ સામે કરી દીધી. મેં મનન ને એ વાત ઇશારાથી હર્ષ સામે ના કરવા કહ્યું...પણ એ મારા ઈશારા ના સમજી શક્યો.

પ્રિયા નામ સાંભળીને પણ મને હર્ષ ના ચહેરા પર કોઈ ખાસ ભાવ ના દેખાયા.. આટલા સમય બાદ કદાચ એ આવી વાત ને હળવેથી લેતા શીખી જ ગયો હશે....

મેં વિચાર્યું.

તો પ્રિયા તને નથી ગમતી ?....હર્ષ મને કહી રહ્યો હતો.

એ સારી છોકરી છે..મને નથી ગમતી એવું નથી...પણ મને પ્રેમ ખ્યાતી સાથે થઈ ગયો.....મેં હર્ષ ને સહજતાથી કહ્યું. (સવાલ જ નથી કે હું પ્રિયાના પ્રેમ માં હોવ...હર્ષ તું એને પ્રેમ કરે છે એ વાતથી હું અજાણ થોડો હતો....મેં મનોમન કહ્યું)

મને એ વાત જરાય નથી ગમી...પ્રિયાએ એકવારતો મારી સાથે વાત કરવી જોઈતી હતી... યાર પ્રિયાએ મારા કોલ્સ અને મેસેજીસ બ્લોક કરી દીધા છે...મારી શુ ભૂલ છે મને એજ નથી સમજાતું....મેં કહ્યું.

કોઈ નહીં થોડો સમય જવાદે..બધું ઠીક થઈ જશે..

મનન તુ અને તનવી પ્રિયાને સમજાવી શકો છો....હર્ષે મનનને કહ્યું.

મેં..પ્રયત્ન કરી લીધો છે...પણ નિલય મને એક્વાત કહે તને પ્રિયા માટે લાગણીઓ નહોતી તો સ્કૂલમાં તારી ડાયરીમાં તે એની માટે પ્રેમની શાયરીઓ કેમ લખી હતી ?....મનને કહ્યું.

શાયરી ? મારા મનમાં આશ્રય હતું.

મેં હર્ષ તરફ મોઢું ફેરવ્યું એની નજર સહેજ નમી ગઈ...

હું બધું સમજી ગયો ખરેખર વાત શું હતી...

વાત એમછે કે તે દિવસે લાઈબ્રેરી માં પ્રિયાએ હર્ષની ડાયરીમાં લખેલી શાયરી વાંચી લીધી હતી...અને એ કોણે લખી હતી ? પ્રિયાના એ સવાલના જવાબમાં હર્ષે દોષનો ટોપલો મારા માથે ઢોળી દિધેલો...

આખરે એ પ્રિયાને સત્ય જણાવવા માંગતો નહોતો... અને એ પળ માં એને બીજું કાંઈ સુજ્યું નહોતું. મારી મિત્રતા એના કામ આવી ગઈ હતી બસ.

પ્રિયાને મનમાં તો એમજ હતું કે એ શાયરીઓ મેં લખી હતી. અને એંન્યુઅલ ડે પર એણે આ ડાયરી મારી પાસે જોઈ લીધી હતી. અને ધીમે ધીમે એને પણ મારા માટે પ્રેમ જાગ્યો...જેના લીધે આ બધી મુશ્કેલીઓ થઈ હતી.

એમાં હર્ષ ની કોઈજ ભૂલ મને ના દેખાઈ. હર્ષ પ્રિયાને દુઃખ પહોંચાડવા માંગતો નહતો એટલેજ એણે એમ કર્યું હતું. પણ અહીં બધું ઊલટું થયું.

પ્રિયાને મારા પર ખૂબ નફરત હશે મેં વિચાર્યું. અને એણે પણ એ વાત મને કહી નથી બોલો, બસ હવે આ ગેરસમજ દૂર થઈ જાય એજ ઈચ્છા હતી.

હર્ષ ને કોઈ સવાલ પૂછીને હું અસમંજસ માં નાખવા માંગતો નહતો.....એટલે મેં એને કંઈજ ના પૂછ્યું.

મેં ટોપિક બદલ્યો.....ત્યારબાદ થોડી વાતો કરીને અમે ત્યાંથી ઘરે જવા નીકળી ગયા. મને ખાતરી હતી કે હર્ષ બધું સમજી ગયો છે.

આપણે સાંજે ફરી મળીશું...હર્ષ કહી રહ્યો હતો.

પ્રકરણ 7

મિત્રતા

લગભગ સાંજ થવા આવી...

નિલય તૈયાર છેને...ઘરના દરવાજેથી મને હર્ષનો અવાજ સંભળાયો.

હા..પણ આપડે ક્યાં જઈ રહ્યા છીએ...મેં કહયું.

અહીં પ્રિયા પણ છે....હર્ષ બોલ્યો.

પ્રિયા કેમ છે ?!! એને જોઈને મારાથી બીજુ કાંઈ ના બોલાયું.

હું ખૂબ ખુશ હતો કે એ મારા ઘર પર આવી હતી. હર્ષે બધુ ઠીક કરી દીધુ હશે મેં વિચાર્યું.

ચલો આપણે અહીં નજીકના કેફે પર જઈએ...હર્ષ બોલ્યો.

અમે ત્રણેય કેફે પર પહોંચ્યા... ત્રણ રેગ્યુલર કેપેચીનોનો ઓર્ડર આપી અમે દૂરના ટેબલ પર બેઠા.

સોરી નિલય..મને થોડી ગલતફેમી હતી...જે હર્ષે મને સમજાવી. હું લાગણીઓના આવેશમાં હતી એટલાં માટે મેં એવું કર્યું, પણ અહીં રાજકોટ આવીને હું ઠીક છું. ....પ્રિયા મારી સામે નજર કરીને બિન્દાસ બોલી રહી હતી.

ઇટ્સ ઓકે...પ્રિયા !! કોઈપણ હોય આવું થાય તે સામાન્ય છે..પણ પ્લીઝ તું મને અનબ્લોક કરી દે યાર....મેં થોડા સ્મિત સાથે કહ્યું. હું હવે ખુશ હતો પ્રિયા ફરી મારી સાથે વાત કરી રહી હતી.

હા હા તને અનબ્લોક કરી દીધો છે....પ્રિયાએ કહ્યું.

હશે ગાઈઝ જે કંઈ થયું એ હવે આપણે ભૂલી જઈએ ..આપણે હવે મોટા થઈ ગયા છીએને...

આઇ એમ અગેઇન સોરી પ્રિયા, બધું મારા કારણેજ થયું....હર્ષે કહ્યું.

સોરી હર્ષ, મને પણ તારી લાગણીઓની કદર છે, પણ... કહી પ્રિયા અટકી ગઈ.

હું સમજી શકું છું પ્રિયા, હું તારી પાસે કોઈ જવાબ નહીં માંગુ.... હર્ષે કહ્યું.

ઇટ્સ ઓકે.. લેટ્સ બી ફ્રેન્ડ્સ.....કહીને અમે કોફીની મજા માણી.

બસ જો લેખક મહોદય મારી અધૂરી વાતો કંઈક આમ છે,

અને વેકેશન પૂરું કરી ફરીથી હું બસમાં રાજકોટથી અમદાવાદ આવીજ રહ્યો હતો, અને ખ્યાતીની સાથે કોલ પર વાતોના ચક્કરમાં આ ડાયરી બસમાંજ ભૂલી ગયો. જે આપને મળી અને આપ મારી સુધી લઈ આવ્યા છો, આપનો ખુબ ખુબ આભાર.

વાહ!! નિલય તમારી વાતો ખરેખર ખુબજ સારો સંદેશ આપી જાય છે. લ્યો આ તમારી ડાયરી, એમાં હજી ઘણા પાનાં કોરા છે. જેમાં તમારે હજી આગળ ઘણું લખવુ જોઈએ અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે તમારી વાત મારી સાથે શેર કરી .....મેં(લેખક મહોદયે) ડાયરી નિલયને આપતા આપતા કહ્યું.

સંબંધ, લાગણી, સ્નેહ, મિત્રતા આટલા શબ્દો આજના યુવાધન માટે સમજવા ખૂબ જરૂરી થઈ ગયા છે. આ ડિજિટલ યુગમાં યુવાઓ વધુને વધુ ખુલ્લી ને વિચારવા લાગ્યા છે. લોકોની માનસિકતા પળ પળ બદલાઈ રહી છે, અલબત્ત સુધરી રહી છે. મને એ વાતની ખુશી છે કે આજના યુવાઓ સંબંધ અને લાગણીઓ ને ખૂબજ હળવાશથી અને સમજણ પૂર્વક જીવે છે. કંઈપણ વિચાર્યા પહેલા સરળતાથી વાત કરીને ફેંસલો લાવતા આજના યુવાઓ શીખી રહ્યા છે, પ્રેમ અને બ્રેકઅપ જેવા શબ્દો હવે આમ થઈ ગયા છે, એવા માં સંબંધોના બંધનને સમજીને જવાબદારી પૂર્વક જીવી લેવાની એકમાત્ર શીખ બાકી રહી છે.

કેફમાં ઢગલો વાતો કર્યા બાદ અમે લોકોએ અનુભવ્યું કે.... અમારી ત્રણેયની ડગમગી ગયેલી જિંદગીને વિચારવા માટે થોડો વિરામ આપવો જરુંરી હતો. પ્રિયા જેને કંઈક પામવું હતું, હર્ષ જેને કંઈક છોડવું પડે એમ હતું અને હું જેને કંઇક સાચવવું પડે એમ હતું....અને અત્યારે અમે ત્રણેય એકબીજાની સામે બેસીને વાતો કરી રહ્યા હતા.

આ કોઈ પ્રિયા, નિલય કે હર્ષ ની વાત નથી, ચાલો આપણી પોતાની જાતને જ સરખાવીને જોઈએ, ક્યાંક આપણેજ આ ત્રણ માંથી તો એક નથીને....જીવનમાં સબંધો એ સૌથી હલકા ફુલકા છે, નાજુક છે, તો એને ખુબજ હળવાશથી લો, સમજદારીનો પૂરેપૂરો ઉપયોગ કરો...કોઈપણ સંકોચ વગર કોઈપણ ની સાથે સીધી અને સરળ વાત કરી લેવી એ સંબંધોને તૂટતા અને છૂટતા ચોક્કસ બચાવશે. નાનકડા એવડા જીવનમાં કેટલાકની સાથે દુશ્મની રાખશો ?, કેટલાકની નારાજગી સાથે જીવશો?, જીવનની રમત સ્નેહ અને લાગણીઓથી જ જીતાશે...બસ એક જાદુઈ સંકલ્પ રાખીએ..પ્રેમ કાયમ સૌકોઈને વહેંચતા રહીએ.

કેફે માંથી છુટા પડીને અમે પોતપોતાના રસ્તે નીકળી પડ્યા, કોલેજ ડાયરીમાં મેં બે પાનાં કોરા છોડ્યા હતા...બસ જેમાં મારે ખ્યાતી સાથે મારી આખી જિંદગી લખવાની હતી.

મિત્રો આમ આપણા જીવનમાં પણ સારા અને નઠારા બન્ને પ્રકારના અનુભવો તો થશેજ....પણ એમાં આપણે સંબંધોનો ભોગ આપવાની જરૂર નથી, જયાં બીજો કોઈ સંબંધ ના રચાય એમ હોય ત્યાં પણ એક સંબંધ જીવંત છે અને એ છે મિત્રતા.

હું ઈચ્છું તો વાર્તા હજી લંબાવી શકતો હતો..

પણ સંબંધોને વધારે કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી, અહીંથીજ રોકી લઈએ..

કોફી સાથે એક ટેબલ પર બેસીને..

થોડાક ખુલ્લા વિચારો અને થોડીક વાતો સાથે..

બસ જિંદગીના બે કોરા પાનાં તો સારી રીતે ભરીએ...

તમને આ વાર્તા કેવી લાગી એ વિશે જરૂરથી જણાવજો... તમારા રિવ્યુ અને પ્રતિભાવો અવશ્ય મોકલી આપશો...

ધન્યવાદ !!! તમે મારી સાથે સીધા ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ શકો છો id @nitin_sutariya

વાર્તાના સુંદર કવર ડિઝાઇન માટે હું matrubharti.com નો આભારી છું.

એક લેખક તરીકે કહું તો..

આ મારો અંત નથી, આ મારી શરૂઆત છે..

જીવન છે મારુ, અને હજી બરકરાર છે..

તો પછી શા માટે ? શેની ?આ તકરાર છે..

બસ હવે, હવે નહીં, આટલોજ કરાર છે..

હા હું જાણુંજ છું કે આ એક પડકાર છે..

પણ જાણી રાખજો, આ એક સુવિચાર છે..

~ નિતીન સુતરિયા

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED