Bandhan vagar no prem - 4 books and stories free download online pdf in Gujarati

બંધન વગર નો પ્રેમ - ભાગ-4

બંધન વગર નો પ્રેમ

ભાગ-4

ધીમે ધીમે રવિ મનમાં ખુશી સાથે વાતો કરવા લાગ્યો અને ખુશીના હાથને કડક પકડી રાખ્યો જેના લીધે ખુશી હાથ હલાવવાની કોશિશ કરી રહી હતી અને રવિ કેહવા માંગતો હતો કે,"મને માફ કરજે જો હું તને તકલીફ આપી રહ્યો હોઉં તો,પરંતુ આ તારા માટે સારું છે.અને આ બધુ એટલા માટે કરી રહ્યો છું કારણ કે તું મારી જિંદગીની અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તુ છો અને હું નથી ઈચ્છતો કે તું મારાથી દૂર ચાલી જા." અને રવિ બોલ્યા વગર ઘણા સમય સુધી જોતો રહ્યો.

એટલામાં નર્સે આવીને કહ્યું કે સિટીસ્કેન ચાલુ કરવા જઈ રહ્યા છીએ તમે અહીંયા જ ઉભા રહેજો.રવિ ત્યાં જ ઉભો રહ્યો. મશીન ચાલુ થયો એનો ચોખ્ખો અવાજ આવી રહ્યો હતો. થોડા સમય પછી નર્સે કન્ટ્રોલ રૂમનો દરવાજો ખોલ્યો.રવિ સમજી ગયો કેમ કે મશીનનો અવાજ બંધ થઇ ગયો હતો.રવિએ વોર્ડ બોય ની મદદથી ખુશીને ફરી સ્ટ્રેકચર ઉપર સુવડાવી,અને આ વખતે રવિએ ધ્યાનથી તેમને ચડાવવામાં આવતી પાણી ની બોટલ,પેશાબના પાઉચ અને વેન્ટિલેટરને લઈને ચાલવા લાગ્યો.અને ફરી ખુશીને લઈને આઈ.સી.યુ.રૂમમાં આવી ગયા.રવિ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે,"હે ભગવાન ખુશીનું ધ્યાન રાખજો અને જલ્દી ઠીક કરી આપજો." થોડા સમય પછી ખુશીના પપ્પા પણ રવિની સાથે આવી ગયા અને બંને થોડી વાર ખુશીની બાજુમાં ઉભા રહ્યા.

બપોરના ત્રણ વાગી ચુક્યા હતા.થોડી વારમાં હસ્તી અને તેમના પતિ આત્મય બપોર નું લંચબોક્સ લઈને હોસ્પિટલ પોહચી ગયા.

'ડોકટરે રિપોર્ટ વિશે કશું કહ્યું?' હસ્તી બોલી,

'અત્યારે નહીં, કદાચ સાંજના કહેશે'રવિએ જવાબ આપ્યો.

ત્રણેય લોકો વાત કરતા કરતા ખુશીના પપ્પા પાસે ગયા.રવિએ ખુશીના પપ્પાને કહ્યું કે,"તમે ઘણા સમયથી અહીંયા એકલા છો તો થોડા થાકી પણ ગયા હશો,તો તમે ઘરે જઈને આરામ કરી લ્યો"

"ઠીક છું,હું તમારી સાથે જ રહીશ"ખુશીના પપ્પાએ જવાબ આપ્યો. પરંતુ ખુશીના પપ્પાની ના હોવા છતાં પણ રવિ તેમને ઘરે મોકલવામાં સફળ રહ્યો.

હસ્તી,આત્મય અને રવિએ સાથે બપોરનું ભોજન લીધું અને થોડો સમય વાતો કરી ને આરામ કર્યો.

સાંજનો સમય થઇ ચુક્યો હતો.નર્સ બહાર આવી અને રવિની નજીક આવી એટલે રવિએ ઉભા થઈને પૂછ્યું, સિસ્ટર કોઈ ખબર ?

"ડોક્ટરનું કહેવું છે કે ખુશીના મગજમાં લોહીની ગાંઠ હજી પણ એમને એમ જ છે, પરંતુ સારી વાત એ છે કે તેમની તબિયત ખરાબ નથી" નર્સે જવાબ આપ્યો.

"બીજું કાંઈ?" રવિ બોલ્યો

"બસ બીજું કશું જ નથી ખુશી બેહોશ છે અને તે બેહોશીમાં હાથ પગ હલાવી રહી છે."નર્સે જવાબ આપ્યો.

રવિ અને તે લોકો ત્યાં ઉભા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યાં હસ્તી ના મોબાઈલમાં રિંગ વાગી અને જોયું તો તેના પપ્પાનો ફોન હતો અને તે ઇચ્છતા હતા કે રવિ પણ ઘરે આવી જાય.પરંતુ રવિ ત્યાંથી જવા માંગતો ના હતો.પરંતુ ખુશીના પપ્પાએ થોડા વધારે ભારથી કહ્યું કે રવિને ઘરે મોકલી આપો.

આત્મયે કહ્યું કે હું રવિને ગાડીમાં ઘર સુધી મૂકીને આવું.બન્ને લિફ્ટમાંથી નીચે ઉતર્યા.રવિને હજી પણ હોસ્પિટલ છોડવાની ઈચ્છા ના હતી.

તે આપણી ગાડી છે, આત્મયે કીધું, અને રવિ કશું જ બોલ્યા વગર ગાડીમાં બેસી ગયો. આત્મયે જેવી ગાડી ચાલુ કરી તરત જ પોઝ કરેલું સંગીત ચાલુ થયું. રવિ સંગીત એક નજરથી સાંભળતો હતો. આત્મય અને રવિ ઘરે પોહચ્યા.આત્મય તરત જ નીકળી જવા માંગતો હતો પરંતુ ખુશીના પપ્પાએ જમીને જવા કહ્યું.રાત્રિના 9 વાગી ગયા હતા એટલે જમવાનું તૈયાર જ હતું એટલે બધા સાથે જમ્યા ને આત્મય હોસ્પિટલ જવા નીકળી ગયો.

બીજે દિવસે સવારે રવિ અને ખુશીના પપ્પા હોસ્પિટલ પોહચ્યા ત્યારે ખબર પડી કે ખુશીને લોહીની જરૂર છે.રવિ તરત બોલ્યો કે હું આપું છું પરંતુ આત્મયે કીધું કે ખુશીને લોહી એ-પોઝીટીવ જ જોઈએ છીએ.રવિ અને ખુશીના બ્લડગ્રુપ મળતા ના હતા. તેથી રવિ લોહી આપી ના શક્યો.થોડા સમય પછી ખુશી માટે લોહી આપવા તેમની કંપનીના સાથી મિત્રો ને જાણ થતાં બે મિત્રો આવ્યા.બંને ના ગ્રૂપ ખુશીના ગ્રૂપ સાથે મળતા હતા.અને તે બન્ને મિત્રોએ લોહી આપ્યું ને તેઓ જતા રહ્યા.

અચાનક રવિના ફોન ની રિંગ વાગી જોયું તો, રવિના મમ્મીનો ફોન હતો.

હેલો મમ્મી કેમ છો ? રવિએ વોર્ડમાંથી બહાર જતા જતા કહ્યું.

હું મજામાં છું,ખુશીને કેમ છે બેટા? રવિના મમ્મીએ પૂછ્યું.

ખુશીની તબિયત સારી છે,તમારી કમરનો દુખાવો ઓછો થયો??રવિએ જવાબ આપી સવાલ કર્યો.

હા, અત્યારે રાહત છે,દવા ચાલુ છે,રવિના મમ્મીએ જવાબ આપ્યો.

ખુશીની તબિયત ની કોઈ નવી ખબર ? રવિના પપ્પાએ ફોન લેતા પૂછ્યું

"હા પપ્પા, ડોકટરે ગઈ કાલે સિટીસ્કેન કર્યું છે અને આજે સાંજે લોહીની જરૂર હતી તો ખુશીની ઓફીસના બે દોસ્ત આવીને લોહી આપી ગયા છે અને આજે બપોરે ખુશીના મગજનું ઓપરેશન છે." રવિએ જણાવ્યું.

હા હું જાણું છું કે ખુશી જલ્દીથી સ્વસ્થ થઈ જશે ત્યાં સુધી તારું ધ્યાન રાખજે અને હું સાંજે ફોન કરીશ, આટલું કહીને રવિના પપ્પાએ ફોન મૂકી દીધો.

દોઢ વાગે ઓપરેશન કરવાના છે, ખુશીના પપ્પા રવિની નજીક આવીને બોલ્યા.

બપોર ના દોઢ વાગે ઓપરેશન ચાલુ થયું.રવિને કહેવામાં આવ્યું કે ઓછામાં ઓછા ત્રણ કલાક ઓપરેશન ચાલશે.રવિ અને ખુશીના પપ્પાએ જોયું કે જે રૂમમાં ખુશી હતી ત્યાં ઓ.ટી. લખેલું હતું અને દરવાજાની ઉપર લાલ લાઈટ થતી હતી.રવિ અને ખુશીના પપ્પા ગુપચુપ વાતો કરી રહ્યા હતા અને કંઈક જલ્દી સારું થવાની આશાએ બેઠા હતા. મિનિટ કલાકો ની જેમ પસાર થતી હતી અને કલાકો દિવસોની જેમ.

અંતે સાંજના 5 વાગે ઓપરેશન પૂરું થયું અને ડોક્ટર ઓ.ટી.માંથી બહાર આવ્યા.આવતાની સાથે જ રવિએ ખુશીની તબિયત વિશે પૂછી લીધું.

ડોકટરના કશું ન બોલવાનું વધુ ડરાવી રહ્યું હતું.અંતે ડોકટરે કહ્યું, "ખુશીની તબિયત વિશે અત્યારે કશું કહી શકીએ તેમ નથી,અમે તેનો ઈલાજ બને તેટલો જલ્દી કરી રહ્યા છીએ,પરંતુ હાલ પૂરતું કશું કહી શકાય તેમ નથી." આટલું બોલીને ડોક્ટર જતા રહ્યા.

ખુશીને કંઈક ખરાબ થવાની આશંકાએ રવિને 3 જ દિવસોમાં બદલી નાખ્યો હતો. ધીમે ધીમે રવિ બધા જ પ્રકારના અંધવિશ્વાસમાં માનવા લાગ્યો હતો, કદાચ કોઈએ કીધું હોત કે રસ્તા ઉપર પડેલા પથ્થરને ઉઠાવીને ખાઈ લે, તો ખુશી બચી જશે, તો રવિએ એ પણ કર્યું હોત.રવિ ખુશીને બચાવવા કંઈ પણ કરવા તૈયાર હતો.રવિ અને ખુશીના પપ્પા દરેક મિનિટે કંઈક સારા ખબર આવવાની રાહ જોતા હતા.

રવિ દરેક મિનિટે ભગવાન ને યાદ કરી રહ્યો હતો અને એક પ્રાર્થના કરતો હતો કે બસ મારી ખુશીને જલ્દી સ્વસ્થ કરી આપો.રવિની બેચેની એમને વધુ ડરાવી રહી હતી.દરેક વીતી જતા દિવસની સાથે ખુશીની મોત સામેની લડાઈ વધુ મુશ્કેલ થતી જઇ રહી હતી.

વધુ આવતા અંકમાં...

(મિત્રો, આગળના સમયમાં ખુશી સાથે શુ શુ થાય છે?? ખુશી ની તબિયત સારી થશે કે નહીં? અને થશે તો ક્યારે એ બધા જ સવાલો ના જવાબ માટે વાંચો બંધન વગર નો પ્રેમ ભાગ-5)

મિત્રો, આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ

_અભય પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો