આસક્તિ ભાગ – 2 Gira Pathak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસક્તિ ભાગ – 2

આસક્તિ ભાગ – 2

“તમે એક મિનીટ મારી સાથે આવો જરા” ત્યાં જ ડોકટર નીરજે આવીને બંને ને કહ્યું

“ તમારી દીકરી હજી 24 કલાક ઓબ્સર્વેશન નીચે છે તેને મગજના ભાગમાં ઈજા થઇ હોય તેમ લાગે છે, સાથે સાથે તેને પગમાં પણ અમે ઓપરેશન કર્યું છે તે ભાનમાં તો આવી જશે હમણાં પણ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ખબર નહિ પડે કે તેને મગજના ક્યાં ભાગમાં વાગ્યું છે કદાચ તે સાવ નોર્મલ પણ હોય તે ભાનમાં આવે પછી જ બધી ખબર પડશે” ડોકટરે બધું સમજાવ્યું.

“પણ તે હવે બરાબર તો છે ને” સુરેશભાઈ બોલ્યા. ધારીણી તેમને લાડકી દીકરી હતી.

“તે ભાનમાં આવે તેની રાહ જોઈએ. પછી જ હું કઈંક કહી શકીશ” ડોક્ટર નીરજ બોલ્યા

**************************

“તું જયારે મારી સામે હોય છે ત્યારે મારાથી રેહવાતું જ નથી એમ થાય છે કે તને કાચી જ ખાઈ જાવ” નીલ ધારીણીને પોતાની નજીક ખેચતા બોલ્યો. ધારીણી શરમાય ગઈ. તે જયારે શરમાતી ત્યારે નીલને વધુ મન થતું તેને પ્રેમ કરવાનું.

“મારા ઘરે બધા રાહ જોતા હશે” બોલીને ધારીણી ફટાફટ કપડા પેહરવા ઉભી થવા લાગી

નીલે ફરી તેને નજીક ખેચી અને તેના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. તેને ફરી પોતાની બાહોમાં લીધી ધારીણી છુટવા માટે નીલને પ્રેમથી ધક્કો મારતી રહી પણ નીલને તો તેમાં પણ જાણે જનુન ચડ્યું તેણે પોતાની પકડ વધુ મજબુત કરી.

“નીલ તું તો ધરાતો જ નથી “ ધારીણી હજી તેના બાહુપાશમાં જકડાયેલી હતી

“ તું ધરાય જાય છે? “ નીલે પૂછ્યું અને ધારીણીના વૃક્ષ:સ્થળ પર માથું નાખી દીધું.

“ પણ મારે ઘરે તો જવું પડશે ને “ ધારીણી તેના વાળમાં હાથ ફેરવતા બોલી

“ નીલ મને પણ તારાથી છુટા પડવું નથી ગમતું” ધારીણી ફરી બોલી

“ હમ્મ્મ્મ” નીલ હજી ધારીણી ને છોડવા નહતો માંગતો.

તેના હાથ ધારીણી ના શરીર પર ફરી રહ્યા હતા, જાણે કઈંક શોધતા હોય! ધારીણી ફરી આવેગમાં પોતાની જાતને ભૂલવા લાગી. તેણે પોતાની આંખો બંધ કરી લીધી બંનેને લાગ્યું કાશ આ સમય અહિયાં જ થંભી જાય. બંને જણા એકબીજામાં ઓગળવા લાગ્યા. સ્થળ, કાળ,વસ્તુ, કોઈ વાતનું ભાન ના રહ્યુ નીલ ના હોઠ ધારીણી ના દરેક અંગ પર પોતાની તરસ છીપાવવા માંગતા હોય તેમ ફરી રહ્યા.

***********************

“પ્લીઝ નીલ, તું કેમ મારાથી દુર ભાગે છે હમણાં હમણાંથી ? કેમ મારા મેસેજના જવાબ નથી આપતો. તું જોવે છે મારા મેસેજ તો પણ !! આટલું દુર કેવી રીતે રહી શકે છે તું ?” ધારીણી એકસાથે બધું બોલી ગઈ તેને હજી પણ બોલવું હતું પણ તેને થયું નીલના કાન સુધી તેનો અવાજ પહોંચતો જ નથી.

“ધારીણી હું અત્યારે કામમાં છુ, એક મીટીંગમાં. હું તને થોડીવાર પછી ફોન કરું” નીલ ફોનમાં બોલ્યો

“તું હંમેશા મીટીંગમાં જ હોય છે. તને કેમ મારી સાથે વાત કરવાનો પણ સમય નથી?” ધારીણી બોલી પણ તે પેહલા તો નીલે ફોન કટ કરી દીધો હતો.

યાર, આ નીલ શું સમજે છે પોતાની જાતને ! ધારીણી મનોમન ગુસ્સે થઇ. નીલ તેનાથી દુર ભાગી રહ્યો હતો તેવી તેને ખબર પડતી હતી. ધારીણી બધું સમજી રહી હતી. પણ તેને સમજ નહતી પડતી કે આવું કેમ થઇ રહ્યું છે શું આ એ જ નીલ છે જેને પોતાના બાહુપાશ માંથી છૂટવું નહતું ગમતું ? તે વિચારી રહી હતી કે પછી પોતે જ વધુ પડતું વિચારી રહી છે ! તેને નીલનું વર્તન ખુબ વિચિત્ર લાગતું હતું. કયો નીલ સાચો તે નક્કી જ નહતી કરી શકતી. જેને પોતાનાથી દુર થવું નહતું ગમતું તે નીલ કે જે તેના મેસેજ જોવા છતાં જવાબ નહતો આપતો તે નીલ !!? ધારીણી ના વિચારો બંધ જ થવાનું નામ નહતા લેતા. તેની દુનિયા નીલની આસપાસ વણાઈ ગઈ હતી. તેને લાગતું હતું કે નીલ વગર તેનું કોઈ અસ્તિત્વ નથી. નીલે પોતે જ તો તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી. તો હવે શું થયું અચાનક !! ધારીણીને પોતાની જાત પર ગુસ્સો આવ્યો તે હજી પણ સમજી ન હતી શકતી કે શું થઇ રહ્યું છે. તે કેમ આટલી નબળી થઇ પડી ગઈ છે નીલ વગર!

ધારીણી ખુબ સ્વમાની છોકરી હતી. તે પોતાના ડાન્સ ક્લાસ ચલાવતી હતી તે જ્યારથી સમજતી થઇ ત્યારથી તેણે તેના પપ્પા પાસેથી પૈસા માંગવાનું છોડી દીધું હતું. ભણવાનું પૂરું કર્યા બાદ થોડો સમય નોકરી કરી પૈસા ભેગા કર્યા અને પછી એ જ પૈસાથી ડાન્સ ક્લાસ ચાલુ કર્યા. ધારીણી અને નીલની મુલાકાત તેમના એક મિત્રના લગ્નમાં થઇ હતી. બન્ને એકબીજાને જોયા બાદ આકર્ષણ અનુભવ્યું હતું. એકબીજાના ફોન નંબરની આપ લે થયા બાદ બન્નેએ મેસેજમાં વાત કરવાનું શરુ કર્યું હતું.

નીલ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. નીલ ઓછાબોલો. તે ક્યારેય પોતાની લાગણી વ્યક્ત નહતો કરતો. તેને પણ ધારીણી પ્રત્યે આકર્ષણ થયું હતું પણ તે ધારીણી જેટલું બોલતો નહિ. તે અમુક બાબતોમાં ખુબ મજબુત હોવાનો દેખાવ કરતો પણ અંદરથી તે નરમ હતો. ક્યારેક પોતાની જાતને ટોળામાં પણ એકલી મેહસૂસ કરતો તો ક્યારેક બધાની સાથે બહારથી હળીભળી જતો. પણ અંદરથી તે એકલો રેહવાનું અને પોતાની વાત કોઈને ન કરવાનું પસંદ કરતો.

*******************

“ તું કેમ મારી સાથે આવું કરે છે ? મેં શું ભૂલ કરી છે ? “ ધારીણી બોલી તે ધીમે ધીમે ભાનમાં આવી રહી હતી તેના મમ્મી પપ્પા ને સમજાયું નહિ તે શું બોલી રહી છે. તેઓ બસ તેની હાલતથી ચિંતિત હતા. 20 કલાક પછી તેમની દીકરી ભાનમાં આવી હતી. ડોક્ટર્સ અને નર્સ તેના પુરેપુરા ભાનમાં આવવાની રાહ જોતા તેના પલંગ પાસે ઉભા હતા. ધારીણીએ ધીમેથી આંખો ખોલી. પોતાને હોસ્પીટલમાં જોઈ અને સામે ડોક્ટર્સ, નર્સ અને મમ્મી પપ્પાને ઉભેલા જોયા. તે તેના પપ્પા સામે ધીમેથી હસી.

“તમને કેવું લાગે છે હવે” ડોકટર નીરજે તેને પૂછ્યું

“ સારું લાગે છે , પણ મને માથામાં ભાર લાગ્યા કરે છે અને આ મારા પગને શું થયું છે ત્યાં પણ ભારે કઈ મુક્યું હોય તેમ લાગે છે “ ધારીણી બોલી

“ તમારા માથાના ભાગમાં ઈજા થયેલી છે તથા તમારા પગમાં ફેકચર છે , તમને ખ્યાલ છે આ એકસીડન્ટ કેવી રીતે થયો ?” ડોક્ટરે ધારીણીને પુછ્યું

“ના મને કઈ જ યાદ નથી પણ મને માથું ખુબ દુઃખી રહ્યું છે “ ધારીણી બોલી

“ હું તમને દવા આપું છુ તમારો રિપોર્ટ પણ હમણાં મારી પાસે આવી જશે. પછી ખબર પડશે કે તમને અંદર કેટલું વાગ્યું છે “ ડોક્ટર બોલ્યા અને તેમણે સુરેશભાઈને ઈશારો કર્યો બહાર આવવા માટે. તેમણે નર્સને સુચના આપી અને પોતે બહાર નીકળ્યા. તેમની પાછળ સુરેશભાઈ પણ બહાર આવ્યા

“ અત્યારે તો મને એ નોર્મલ લાગે છે પણ રિપોર્ટ જોયા વગર હું કઈ નિદાન નહિ કરી શકું, આપણે રિપોર્ટ ની રાહ જોઈએ. “ ડોકટરે સુરેશભાઈને કહ્યું અને પોતાની કેબીન તરફ ચાલ્યા.

ધારીણીની હાલત જોઈ અલ્પાબેન કે સુરેશભાઈ તેને પૂછી જ ન શક્યા કે આં કેવી રીતે થયું. અલ્પાબેન ધારીણી પાસે બેઠા. બન્ને જણા છેલ્લા 20 કલાકથી હોસ્પીટલમાં જ હતા. સવારના સાત વાગ્યા હતા.

************************

“મને કહીશ તું કે તને શું થયું છે ?” ધારીણી ગુસ્સામાં નીલ સામે જોઈ ને બોલી

બન્ને જણા આજે મળ્યા હતા તેમાં પણ નીલને કેટલું મનાવવો પડ્યો હતો. નીલ મળવા પણ તૈયાર નહતો. ધારીણી જોઈ શકતી હતી તેના ચેહરા પર આવેલો બદલાવ.

“મને કઈ નથી થયું બસ ઓફીસ માં કામ થોડું વધુ છે “ નીલ વાત ઉડાડવાના હેતુથી બોલ્યો અને બીજી તરફ જોવા લાગ્યો. ધારીણીની આંખમાં અચાનક પાણી આવી ગયા. આ એ જ નીલ કે જે મારી સામે જોયા કરતો જયારે હું સાડી પેહરતી ત્યારે. ધારીણી આજે નીલ માટે સાડી પેહરીને આવી હતી.

તેણે નીલનો ચેહરો પોતાની હથેળીમાં લઇ પોતાની તરફ ફેરવ્યો. અને તેની આંખમાં આંખ નાખીને બોલી “નીલ સત્ય હોય તે કેહજે, મને પણ વારંવાર તને હેરાન કરવો, ફોન કરવો ગમતો નથી. તું મારા એક પણ મેસેજનો જવાબ નથી આપતો. હું છેલ્લા એક મહિનાથી જોઈ રહી છુ કે તું મને ઇગ્નોર કરી રહ્યો છે. તું કામમાં હોય તેની ના નથી પણ દિવસના ૨૪ કલાકમાં તું એક મિનીટ મને મેસેજ ટાઇપ કરવામાં ન આપી શકે? જયારે તે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે તે મને હા પડાવવા માટે કેટલા મેસેજ કરેલા યાદ છે ? જે પણ કારણ હોય તે ખુલીને મને કહી દે નીલ. આપણે શરીરથી નહિ મનથી પણ એક થયા છીએ. બસ ખાલી ફેરા ફરવાના બાકી છે હવે”

નીલ એકદમ અકળાય ગયો “ધારીણી હું તારી સાથે મેરેજ કરવાનું અત્યારે વિચારી શકું તેમ જ નથી મારા ફેમિલીમાં થોડા પ્રોબ્લેમ ચાલે છે અને હું એ તારી સાથે શેર કરી શકું તેમ નથી”

ધારીણી એકદમ ડઘાય ગઈ. તે ધીમેથી બોલી, “તું કેહવા શું માંગે છે તે ખુલીને કહે.”

“ હું અત્યારે મારા ફેમીલી પ્રોબ્લેમ સિવાય બીજું કઈ વિચારી શકું તેવી હાલતમાં નથી બસ તારે શું કરવું તે હું તારા પર છોડું છુ. બસ આનાથી વધારે હું એક પણ વાત કહી નહિ શકું “ આટલું બોલી નીલ ઉભો થઇ ગયો અને ધારીણીને એમ જ મૂકી ને જતો રહ્યો.

ધારીણી ત્યાં જ કેટલોય સમય સુનમુન બેઠી રહી. નીલના આવા જવાબથી તે પણ નક્કી નહતી કરી શકતી કે તેણે શું કરવું જોઈએ. એકસાથે કેટલા બધા વિચારો મગજનો ભરડો લઇ રહ્યા હતા. ધારીણીને સમજાતું નહતું કે અચાનક કેવી રીતે અને શું બદલાય ગયું! ફેમીલી પ્રોબ્લેબના લીધે કોઈ પ્રેમ કરવાનું છોડી દે? કોઈ વાત કરવાનું બંધ કરી દે? તેને હજી સમજાતું નહતું કે આ એકદમ શું થઇ ગયું. નીલ માટેની પોતાની આસક્તિનું આ પરિણામ આવશે તે ધારીણીએ વિચાર્યું જ નહતું. તેને નીલ માટે જે લાગણી હતી તેમાં તે કોઈ પણ નકારાત્મક વિચાર લાવી જ નહતી શકતી.

વધુ આવતા અંકે