પ્રેમના સપના - 3 Sanjay Nayka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમના સપના - 3

 

Part - 3

[આઠમું દ્ગશ્ય]

(વિતેલા સમયના ટુકડામાં પુન:જીવી લેવા ચિરાગ નીકળી પડે છે. એક ખૂણામાંથી ચિરાગ (પોતાની વાસ્તવિક વયમાં) ઉભો છે.)

ચિરાગ : (સ્વગત) ચાલ ! હવે શેની રાહ જુએ છે ? તારુ સપનું તારી સામે રમી રહ્યુ છે. ચાલ તારા સપના પુરા કરવાનો સમય આવી ગયો.

(ચિરાગ બાબાના કહ્યા પ્રમાણે રુદ્રાક્ષની માળાને ધારણ કરી હૃદયને સ્પર્શ કરીને ત્રણ વાર ‘જય મહાકાલ’ ઉચ્ચારે છે. થોડા સમય પછી ચિરાગ જ્યાં ઉભો છે ત્યાં અકલ્પનીય ધુમાડો થયા છે. તે ધુમાડો ઘેરો બનતા ચિરાગ ઝાંખો દેખાવા લાગે છે જાણે તે ધુમાડામાં ઓગળતો હોય ! હવે ગાઢ ધુમાડો ચિરાગને પી ગયો હોય તેમ ચિરાગ ચમત્કારી રૂપે દેખાતો બંધ થઈ જાય છે. ધીરે ધીરે ધુમાડો પોતાનું અસ્તિત્વ ગુમાવતાં ઝાંખો પડે છે અને ચિરાગની જગ્યાએ 30 વર્ષનો યુવાન દેખાવા લાગે છે. હા તે ચિરાગ જ છે. ચિરાગ 50 વર્ષ થી 30 વર્ષનો જુવાન બની ગયો છે. ચિરાગ પોતાને આ રૂપમાં જોતા પોતાના મનને સમજાવી નથી શકતો કે તે પોતાના સપનાં સાકાર કરવાનું પ્રથમ પગલું ચઢી લીધુ છે. ચિરાગ યુવાનીમાં જતા જ પોતાના સપનાના સરોવરમાં ડૂબકી મારીને હર એક ખોટની ભરપાઈ કરવા લાગી જાય છે કે તેને થોડા દિવસો પહેલા મનોમંથનમાં તોફાન મચાવી રહી હતી.)

(ચિરાગનું યુવાનીના રંગોની મજા માણતું ગીત)

(ગીત સમાપ્ત થતાંની સાથે જ ચિરાગ એક છોકરી સાથે બસસ્ટેન્ડ પાસે અથડાઈ છે.)

છોકરી : આંધળા જેવા દેખાતું નથી ? આંખ છે કે લખોટી ?

(છોકરીના હાથમાંથી વસ્તુઓ પડી જાય છે. તે લેવા નીચે વળે છે.)

ચિરાગ : ઑહ્હ ! સોરી સોરી આંટી ! (છોકરીનો ચહેરા જોવા વિના.)

છોકરી : નક્કી લખોટી જ છે. આંટી કહે પાછો ! આંટી લાગુ છું તને ? (ગુસ્સામાં બરાડા પાડતા)

(હવે ચિરાગની નજર તે છોકરી તરફ જાય છે. જોતા જ તેનો થઈ જાય છે અને વિચારે છે કે ભગવાને તેનું સૌંદર્ય છૂટા હાથે વેર્યું છે.)

ચિરાગ : ઑહ્હ ! રીયલી સોરી !

(ચિરાગ પણ નીચે વળીને વસ્તુ ઊચકવા મદદ કરે છે.)

ચિરાગ : સોરી દીયા.

છોકરી : ઇટસ ઓ.કે

(છોકરી ત્યાંથી જવા નીકળે છે થોડા અંતરે જતા જ અટકે છે અને ફરીથી ચિરાગ પાસે આવે છે.)

છોકરી : હૅલ્લૉ મિસ્ટર ! તને મારુ નામ કેવી રીતે ખબર ?

ચિરાગ : આ તમારા વૉટર આઈ.ડી કાર્ડ થી

છોકરી : વૉટર આઈ.ડી કાર્ડ ? તારી પાસે ક્યાંથી આવ્યો ? હા વૉટર આઈ.ડી કાર્ડથી ખબર પડી કે મારું નામ દીયા છે કેમ ?

ચિરાગ : હા ફરીથી સોરી દીયા ! વસ્તુ ઊંચકવા તમારી મદદ કરતો હતો ત્યારે ખબર નહિ ક્યારે હાથમાં રહી ગયો.

દીયા : આ હા હા. ખબરની ક્યારે હાથમાં રહી ગયો ! (નકલ કરતા) તમારા જેવા છોકરાને બહુ સારી રીતે ઓળખુ છું. (બબડતી પાછી જવા નીકળે છે.)

(દીયા થોડી દૂર ગઈ હોય છે ત્યાં ચિરાગ પાછો બોલી પડ્યો.)

ચિરાગ : હૅપ્પી બર્થડે દીયા. (હળવું હાસ્ય વેરતા કહ્યું.)

(દીયાના આગળ વધતા કદમ ફરી થંભી ગયા. પછાળ ફરીને ચિરાગને જોય છે. દીયા ફરી અચરજમાં ચિરાગના નજીક ઊભી રહે છે.)

દીયા : વોટર આઈ.ડી કાર્ડમાં તો બર્થડે નથી હોતી તો આજે મારી બર્થડે છે તને કેવી રીતે ખબર પડી ? તું કોઈ સી. આઈ. ડી તો નથી ને ?

(ચિરાગ સ્મિત રેલાવતો દીયાને તેનો પાન કાર્ડ આપે છે.)

દીયા : પાનકાર્ડ ! પાનકાર્ડ પણ હાથમાં રહી ગયો હતો ? તું કોઈ સી.આઈ.ડી નથી નક્કી ચોર છે. આવવાની સાથે વોટર આઈ.ડી કાર્ડ અને પાનકાર્ડ ચોરી લીધો. હજી શું ચોર્યું છે ?

ચિરાગ : દિલ (ધીરેથી)

દીયા : હેય ?

ચિરાગ : કંઈ નહિ ! બાય ધ વે હૅપ્પી બર્થડે (વાત પલટાવતા)

(ચિરાગ હાથ મળાવવા હાથ લંબાવે છે.)

દીયા : ચહેરા પરથી જેટલો સામાજિક લાગે પણ એટલો સામાજિક નથી. બહુ ચાલુ લાગે છે. (મજાકવાળું હાસ્ય સાથે.)

(દીયા પણ હાથ મળાવતા તેની શુભેચ્છાનો સ્વીકાર કરે છે.)

ચિરાગ : પહેલા સી.આઈ.ડી પછી ચોર અને હવે ‘ચાલુ’ ?

દીયા : ‘ચાલુ’ જ ને. પહેલા નામ જાણી લીધું અને હવે હાથ મળાવી લીધો.

ચિરાગ : ઑહ્હ પછી તો દિલ પણ મળી જશે (ધીરે થી)

દીયા : હેય ! આ તું ધીરે ધીરે શું ગણ ગણ કરે છે ?

ચિરાગ : કશું તો નહિ (અંજાન બનતા)

દીયા : બાય ધ વે થૅન્ક્સ ચિરાગ.

ચિરાગ : હેય ચિરાગ ?? (અચરજ થી) હવે તમને મારુ નામ કેવી રીતે ખબર પડી.

(દીયા પણ એક કાર્ડ ચિરાગને આપે છે. તે ચિરાગનો બિઝનેસ કાર્ડ છે.)

દીયા : આ કાર્ડ પડી ગયો જ્યારે તમે મારી બુક ઉચકતા હતા.

ચિરાગ : ઑહ્હ તો તો તમે પણ ‘ચાલુ’ જ છો.

દીયા : શું બોલ્યા ‘ચાલુ’ ?

ચિરાગ : હા ‘ચાલુ’ ! કેમ છોકરીઓ ચાલુ નહિ હોઈ શકે ? ‘ચાલુ’ નું શીર્ષક છોકરાના માથે જ ચીપકી રહે ?

દીયા : હું બધાની વાત નથી કરતી. હું તો બસ તમારી વાત કરું છું.

ચિરાગ : ઓ.કે વાતને આગળ નહિ વધારીયે. બોલો આજે તો ઘરે બર્થડે પાર્ટી હશે ને ?

દીયા : ઘરે પાર્ટી ? આજે મારી બર્થડેની શુભેચ્છા પાઠવવાવાળો પહેલો વ્યક્તિ તું જ છે. નહિ તો એવી કેટલીય બર્થડે કોઈની શુભેચ્છા વગર નીકળી ગઈ છે.

ચિરાગ : કેમ ?

દીયા : અરે યાર ! તું સવાલ વધારે પૂછ્યા કરે. પહેલીવાર જ મળ્યા અને મારી આત્મકથા પૂછવા બેઠો !

ચિરાગ : પહેલીવાર મળ્યા છે છેલ્લીવાર નહિ !

દીયા : કેમ તને એવું લાગે છે કે આપણે બીજીવાર પણ મળીશું ?

ચિરાગ : હા તમે કદાચ નહિ મળો પણ હું તો તમને મળવા આવી જઈશ.

વોટર આઈ.ડીમાં સરનામું વાંચી લીધું છે.

દીયા : જોયું હવે કોણ ‘ચાલુ’ છે ?

ચિરાગ : હા હું જ બસ, પણ તમને જોતા લાગતું નથી કે તમારી ઉંમર 30 વર્ષની હશે.

દિયા : વોટર આઈ.ડી એક મિનિટ્સ જ પકડ્યો છે ત્યાં મારો બાયોડેટા જાણી લીધો.

ચાલુ નંબર વન છો !

ચિરાગ : જે હોય તે હું તો આવો જ છું અને બર્થડેની ચોકલેટ તો ખવડાવો. (ખુશ થતાં પૂછ્યું)

(દીયા ફરી હસતી ત્યાંથી જવા નીકળે છે.)

ચિરાગ : દીયા, કાલે હું આજ બસસ્ટેન્ડ પર તારી રાહ જોઈશ.

દીયા : તું તો શરૂઆતથી જ શરૂ થઈ ગયો.

ચિરાગ : હા કારણકે અંત માટે આંટા મારવા ગમતા નથી.

દીયા : ઑહ્હ હવે અંત સુધી પહોચી ગયો ?

ચિરાગ : કેમકે તમે શરૂઆત કરી દીધી.

દીયા : વાતોમાં તો ઘણો ઉસ્તાદ લાગે છે !

ચિરાગ : તમારો પણ વિચાર લાગે છે !

દીયા : શું ????

ચિરાગ : કઈ નહિ.

દીયા : તને એવું નથી લાગતું કે તું વધારે પડતી હોશિયારી મારી રહ્યો છે ? રાહ જોયા કર આખી જીંદગી.

(ચિરાગને જવાબ આપતી દીયા ત્યાં નીકળી જાય છે.)

 

ચિરાગ : આવી જ જિંદગી હોય તો જરૂર રાહ જોત ! પર અફસોસ !

(ચિરાગ દીયાનો અલ્લડ અને ચંચળ સ્વભાવ ગમી ગયો હતો. દીયાએ પહેલી જ મુલાકાતમાં ચિરાગને આંધળા જેવો, આંખ છે કે લખોટી ? અને ચાલુ જેવા શબ્દો સંભળાવી દીધા હતાં પણ ચંદ્રમાને જોનારા એમાં રહેલા ડાઘની ક્યારે પરવા કરે છે. ચિરાગને તો આ ચાંદ પસંદ પડી ગયો હતો.)

[અંધારું]

પહેલો અંક સમાપ્ત

***

બીજો અંક

[પ્રથમ દ્ગશ્ય]

(વાયદા પ્રમાણે ચિરાગ દીયાની રાહ જોતો બસસ્ટોપ પર પહોચીને મજાકમસ્તી કરી રહ્યો છે. બસસ્ટોપ તો જાણે બન્નેનું મળવાનું સરનામું થઈ ગયું છે. દીયા આવે છે.)

ચિરાગ : હાય !

દીયા : હૅલ્લૉ ! કંઈ કામ ધંધો છે કે ટપોરીના જેમ આખો દિવસ રખડપટ્ટી કર્યા કરવાની ?

ચિરાગ : ‘ટપોરી’ ? રોજ રોજ ઉપનામ આપો છો ! કાલે ‘ચાલુ’ ! આજે ‘ટપોરી’ !

દીયા : કામ ધંધા કરવાની ઉંમરમાં રખડપટ્ટી કરે તેને ટપોરી જ કહેવાય. જો મારા પાસે નોકરી નથી તો પણ હું રોજ નોકરી શોધવા જાઉં છું આમ તારી જેમ ચાલુપંતી અને ટપોરીપટ્ટી નથી કરતી.

ચિરાગ : હેલ્લૉ ! હું ‘ચાલુ’ પણ નથી અને ‘ટપોરી’ પણ નહિ. હું તો બસ જીવનની મજા માણું છું.

દીયા : આવી રીતે ?

ચિરાગ : અરે ! તને હું કેવી રીતે સમજાવું ? સમજી લે કે હું વેકેશન ગાળી રહ્યો છું. છોકરાઓનું વેકેશન પડે ત્યારે છોકરાઓ કેમ વેકેશન માણવા મામાના ઘરે જાય કે કશે રમણીય સ્થળે જાય અને વેકેશન સમાપ્ત થતા પોતપોતાને ઠેકાણે આવી જાય તેમ હું પણ આવા જ ઉદેશથી આવ્યો છું.

દીયા : મને કોઈ પણ રીતે આ બસસ્ટોપ મામાનું ઘર કે રમણીય સ્થળ લાગતું નથી !

ચિરાગ : અરે !

દીયા : ચલ રહેવા દે હવે તારી રામ કહાની ! (ચિરાગની વાત કાપતા) એમ પણ મને ઇન્ટર્વ્યૂ માટે લેટ થાય છે. આ મોટી મોટી કંપનીના માલિકને થોડી ખબર હોય કે લોકો કેમ-કેમ કરીને ઇન્ટર્વ્યૂ આપવા આવતા હોય છે. જરા પણ લેટ થાય તો ઇન્ટર્વ્યૂ લેવા વગર જ કાઢી મૂકે છે. આવા શેઠિયા લોકોને તો !

ચિરાગ : ના એવું નથી. બધાં માલિક એવા હોતા નથી

દીયા : કેમ તું કંઈ શેઠ છે ? કોઈ કંપનીનો માલિક છે ? તું તો એક ચાલુ ટપોરી છે

(જોર જોરથી હસે છે.)

(ચિરાગ દીયાની વાતથી થોડો અપસેટ થઈ મોઢું ફેરવી લે છે. દીયાને પણ લાગે છે કે તેનાથી વધારે બોલાઈ ગયું છે. દીયા ચિરાગને મનાવવા તેના સામે  ઊભી રહે છે પણ ચિરાગ તો એવો નારાજ હતો કે તેણે પાછું મોઢું ફેરવી લીધું. દીયા ચિરાગને ચૉકલેટ આપે છે. ચિરાગ ચૉકલેટ જોતાં ખુશ થતા ચૉકલેટ લઈ લે છે.)

દીયા : બર્થડેની બાકી હતી ને.

ચિરાગ : થૅન્કસ

દીયા : ઑકે પણ તું કંઈ ગલતફેમીમાં ના રહેતો ! આ ચૉકલેટ એટલાં માટે આપુ છું કે કેટલા વખત પછી મને કોઈએ બર્થડેની શુભેચ્છા પાઠવી છે.

ચિરાગ : ઑહ્હ એવું છે તો પાર્ટી ?

દીયા : ઑહ્હ પાર્ટી પણ જોઈએ ? તે બર્થડે ગીફટ આપી ? છાનો-માનો ચૉકલેટ ખાઈ લે. નહિ તો એ પણ લઈ લેવા.

ચિરાગ : ગીફટ આપુ તો પાર્ટી આપીશ ?

દીયા : ક્યાં છે ગીફટ ? મને આજ સુધી કોઈએ ગીફટ આપ્યા જ નથી. (ગિફ્ટની વાતનીકળતા દીયા ચિરાગના હાથ તરફ જોઈ છે કે ગીફટ તો દેખાતું નથી અને ગિફટની વાત કરે છે.)

ચિરાગ : કેમ ?

દીયા : જો પાછો ?  

ચિરાગ : ઓ.કે પાર્ટી વગર ગિફ્ટ ના મળે ? પહેલા તું પાર્ટી તો આપ ! પછી આપુ ને.

દીયા : ગીફટ મને ના ગમ્યું તો ?

ચિરાગ : ગમશે જ મારો વિશ્વાસ છે. ગિફ્ટ ના ગમે તો મને પાછું આપી દેજે બસ ?

દીયા : એવું છે ! ચલ શેની પાર્ટી જોઈએ ?

ચિરાગ : તમારી બેગમાં મૂકેલુ ટિફિન આપી દો બહુ સરસ સુગંધ આવે છે.

દીયા : છોકરીના પર્સમાં મૂકેલી વસ્તુ પર ધ્યાન રાખવું એ ખોટી ટેવ છે ! ખબર નથી તને ?

ચિરાગ : હા ! ખબર છે. પણ મને એટલી ભૂખ લાગી છે કે તેથી બોલવામાં કાબુ જ ના રહ્યો. સોરી, બસ

દીયા : તો પાર્ટી ? (બેગમાંથી ટિફિન કાઢે છે)

ચિરાગ : અરે ટિફિનથી જ પાર્ટીની રોનક આવી ગઈ.

દીયા : ઑહ્હ ! હું સમજી કોઈ મોટી હોટેલમાં પાર્ટી માંગશે !

ચિરાગ : હોટેલમાં તો મોટા-મોટા બિલ બને ! કોઈના દિલ નહિ મળે !

(આટલું કહીને ચિરાગ દીયાનાં હાથમાંથી ટિફિન છીનવીને બસ સ્ટૅન્ડની ખુરશી ઉપર જમવા બેસી જાય છે. દીયા તેની તરફ જોતી જ રહી જાય છે.)

(દીયાનું આકાશવાણી ગીત)

“એક ‍ક્ષણમાં, હજારો ખુશિયાં, આપી ગયો તું ! તું આવ્યો ક્યાંથી ? શુષ્ક રણમાં, લાખો કલિયાં ખિલાવી ગયો તું, તું આવ્યો ક્યાંથી ?”

(ચિરાગને બેધળક ખાતા જોઈ દીયા મનમાં હસે છે.)

દીયા : પહેલા કદી આ એરિયામાં જોયો નથી ! ક્યાંથી ટપક્યો ?

ચિરાગ : ટપક્યો ? હા હા (હસે છે.)

દીયા : મતલબ કે ક્યાંથી આવ્યો ? ઍલીયન તો નથી ને ? ખાવાનું એવી રીતે ખાય છે

જાણે પહેલીવાર જ ખાતો હોય ?

ચિરાગ : પહેલા ‘ચાલુ’ ! પછી ‘ટપોરી’ ! હવે ડારેકટ ‘ઍલીયન’ ! અરે આ દુનિયાનો છું

યકીન ના આવે તો ટચ કરીને જોઈ લો.

દીયા : કંઈ જરૂરત નથી ટચ કરવાની (હલકું હાસ્ય સાથે) ચલ ખાઈ લે.

મારે ઇન્ટર્વ્યૂ માટે લેટ થાય છે.

ચિરાગ : અરે ! તું જ કહતી હતી ને શેઠિયા લેટ ચલાવતા નથી. એન્ડ યુ આર ઓલ રેડી લેટ.

દીયા : હા યાર ! તારા સાથે વાતે વળગવામાં તો લેટ થઈ ગયું. આજનો દિવસ પણ સ્વાહા.

ચિરાગ : સ્વાહા ! ચાલો તમે મારા સાથે આખો દિવસ હરો ફરો જો દિવસ વાહ વાહ થઈ જશે.

દીયા : ઑહ્હ ! અને નહિ થયો તો ?

ચિરાગ : અરે નહિ થયો તો બીજા કોઈ દિવસ જઈશુ બસ ..…

દીયા : વાત કરવામાં તો બહુ ઉત્સાદ !

ચિરાગ : હવે ‘ઉસ્તાદ’

(દીયા અને ચિરાગનું હરવા-ફરવા સાથેનું ગીત)

(ગીત સમાપ્ત થાય છે. ચિરાગ અને દીયા તે જ બસસ્ટોપ પર બેઠાં છે.)

દીયા : ખરેખર ચિરાગ ! તું એ મારો આજનો દિવસ બેસ્ટ બનાવી દીધો !

ચિરાગ : કહ્યું હતું ને મે ?

દીયા : હા પણ તેં ગિફ્ટ માટે પણ કહ્યું હતું. ક્યાં છે ગિફ્ટ ? આ બધાંમાં મારુ ગીફટ તો

ભુલાઈ ગયુ ને ?

ચિરાગ : ક્યાંથી ભુલાય ?

દીયા : ઓહ્હ ! તો લાવો મારુ ગીફટ !

ચિરાગ : જરૂર આપીશ ! પહેલા આંખો બંધ કરો !

દીયા : હેય ! આંખો બંધ કરો ? એવું તો કેવું ગીફટ જેમાં આંખો બંધ કરવાનું કહે છે ?

ચિરાગ : તારા બધાં સવાલોના જવાબ મળી જશે. તું આંખો તો બંધ કર.

દીયા : ઠીક છે. લે આ કરી આંખો બંધ.

(દીયા આંખો બંધ કરે છે. ચિરાગ આંખો બંધ છે કે નહિ તે ચેક કરવા આંખો સામે હાથ હલાવે છે.)

દીયા : કેમ કશે જવાનો છે કે ‘ટાટા’ કરે છે ?

ચિરાગ : દીયા, આ ખોટું છે. જા હવે નહિ મળે તારુ ગીફટ.

દીયા : ઓહ્હ સોરી સોરી ! ચલ હવે સાચે આંખો બંધ કરુ છું.

(દીયા આંખો બંધ કરે છે. ચિરાગ પાછો આંખો બંધ છે કે નહિ ચેક કરવા આમ તેમ ઈશારા કરે છે પણ દીયા કંઈ બોલતી નથી. ચિરાગને વિશ્વાસ થઈ જાય છે કે દીયા એ સાચે જ આંખો બંધ કરી છે.)

દીયા : આંખો ખોલું ?

ચિરાગ : નહિ અત્યારે નહિ ! હું કહીશ તને.

દીયા : ઠીક છે. પણ જલ્દી પ્લીઝ.

(ચિરાગ પોતાની પાસે સંતાડેલુ એક લાલ ગુલાબનું ફૂલ જમણા હાથે લઈને દીયાનાં કદમો આગળ લઈ લવપ્રપોઝલ સ્ટાઇલમાં બેસી જાય છે.)

ચિરાગ : દીયા, હવે તુ આંખો ખોલી શકે છે.

(દીયા ધીરેથી પોતાની આંખો ખોલે છે. દીયા ચિરાગને લાલ ગુલાબ સાથે લવપ્રપોઝલની સ્ટાઇલ જોતા અકદમ ચોકી જાય છે.)

દીયા : આ શું છે ?

ચિરાગ : ‘આઈ લવ યુ’ દીયા ! હું તને સાચા દિલથી પ્રેમ કરુ છું. હું અહીં મહેમાનની

જેમ આવ્યો હતો પણ તને જોતા જ પ્રેમમાં પડી ગયો. હવે આ મહેમાન તારા દિલમાં જગ્યા માંગી રહ્યો છે. તારી સાથેની બે મુલાકાતમાં સાત જનમનાં સપનાં જોઈ બેઠો છું. આ મારી વાત તને ખોટી લાગશે પણ હું તારા માટે દિલ તો શું જાન પણ નિછાવર કરી બેઠો છું.

દીયા : ઓહ્હ ! લવનો પ્રપોઝ અને ડાઈલોગની પ્રેકટીસ પહેલે પણ કશે કરી લાગે.

ચિરાગ : હા ! કરી હતી.

દીયા : એટલે બીજાને પણ પ્રપોઝ કર્યો છે ?

ચિરાગ : ના ! ના !

દીયા : તને ખબર છે હું કોણ છું ? કેવી છું ? અને આપણે મળ્યાને કેટલા દિવસ થયા ?

ફક્ત બે મુલાકાત ?

ચિરાગ : મને ખબર નથી તું કોણ છે ? પણ મારા સાથે પ્રેમ કરશે તો મારી થઈ જશે.

તું કેવી છે ? જ્યારે તું મારા પ્રેમમાં રંગાશે તું પણ મારા જેવી થઈ જશે. પ્રેમ તો એક ક્ષણમાં થઈ જાય છે બે મુલાકાત તો ઘણી કહેવાય

(દીયા હવે ચિરાગ સમક્ષ કંઈ બોલતી નથી.)

ચિરાગ : પણ દીયા કંઈ તો જવાબ આપ ?

દીયા : જવાબ કંઈ એમ ના અપાય. ચલ બાય.

ચિરાગ : ઠીક છે દીયા, આ લાલ ગુલાબ તારુ ગિફટ મારા પાસે જ રહશે. તું જ્યારે આ

ફૂલનો સ્વીકાર કરશે ત્યારે હું સમજી જઈશ.

દીયા : ફૂલ મૂરઝાય જશે.

ચિરાગ : મારો પ્રેમ તેને મૂરઝાવા નહિ દેશે.

દીયા : ઓકે બાય ! ‘ચાલુ ટપોરી’ ! (દીયા હસતી હસતી નીકળે છે.)

ચિરાગ : હેલ્લો ! ‘એલિયન’ બોલવાનું ભૂલી ગઈ.

દીયા : પાગલ (હસતી હસતી નીકળી જાય છે.)

(ગલીનો ગુંડો ‘ગણ્યો’ દત્તુભાઈનો ચમચો આવે છે.)

ગણ્યો : (સ્વગત) ગણ્યા આ તું શું જોઈ રહ્યો છે ? દીયા ભાભી ? આ કોની સાથે હસીમજાક કરે છે ? લાગે છે કે આપણાં ઉસ્તાદ દત્તુભાઈને જાણ કરવી પડશે ? ચાલ કંઈ નહિ એમ પણ કાલે તો દત્તુભાઈ જેલમાંથી તો છૂટીને આવવાના જ છે ને ત્યારે જોઈ લેશું.

[અંધારું]

[બીજું દ્રશ્ય]

(ગલીનો ગુંડો - દત્તુભાઈ લટાર મારતો આવે છે. તેની સાથે તેનો ચમચો ગણ્યો પણ હોશિયારી મારતો આવે છે.)

દત્તુ : અરે ગણ્યા ? મારા જેલમાં ગયા પછી ઘણું બદલાય ગયુ હોય એમ લાગે છે.

ગણ્યો : હા ઉસ્તાદ, આ વખતે તો તમે 1 વર્ષ માટે જેલમાં ગયા હતા ને ?

દત્તુ : હા આ વખતે જરા લાંબુ થઈ ગયું. મે તને જે કામ સોંપેલું હતું તે તો બરાબર નિભાવતો હતો ને ?

ગણ્યો : કયું કામ ઉસ્તાદ ?

દત્તુ : મને ખબર હતી કે તું ભૂલી જ ગયો હશે પણ હું નથી ભૂલ્યો. જેના લીધે 1 વર્ષની જેલ ભોગવીને આવ્યો છું તેને કેવી રીતે ભૂલાય ?

ગણ્યો : દીયાભાભીની વાત કરોને ?

દત્તુ : તારી ભાભી ..(કડક અવાજ સાથે) તેના ઉપર નજર રાખી છે ને ?

ગણ્યો : હા ઉસ્તાદ, બરાબર નજર રાખી છે પણ ....

દત્તુ : પણ ...શું ?

ગણ્યો : પણ છેલ્લા કેટલાક દિવસથી એક છોકરા સાથે ઘણી હસ્તીફરતી જોવા મળે છે.

દત્તુ : કોણ છે તે ? અને તું આ બધું જોતો રહ્યો ?

ગણ્યો : અરે ઉસ્તાદ ! હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. હું વિચારતો હતો તમે આવે પછી જ તેને ખર્ચા પાણી આપીએ.

દત્તુ : ચલ રહેવા દે હવે ! ક્યાં રહે છે તે ? ક્યારે આવ્યો અને અત્યારે ક્યાં મળશે ?

ગણ્યો : તેનું રહેવાનું તો ખબર નથી પણ આ બસસ્ટોપ પર હમેશા જોવા મળે છે.

દીયાભાભી પણ તેને અહીં જ મળે છે. આપણા એરિયામાં પહેલે કદી જોયો નથી. દીયાભાભીનો આવવાનો સમય થઈ ગયો છે એ ભમરો પણ આવતો જ હશે.

દત્તુ : આવવા દે...આવવા દે એ ભમરાને ! બહુ ઊડ્યો મારી ગેરહાજરીમાં હવે ઊડવાના કાબેલ પણ નહિ રાખુ.

ગણ્યો : ઉસ્તાદ ! જુઓ ભાભી આવે છે.

(દીયા આવીને બસસ્ટોપ પર આવીને ઊભી રહે છે. દત્તુ અને ગણ્યો દીયાની તરફ જાય છે. દીયા દત્તુને જોઈને મોં ચઢાવે છે.)

દત્તુ : ક્યાં જાય છે ? જો તારો દિવાનો આવી ગયો. ભૂલી તો નથી ગઈને ?

(દીયા કંઈ જવાબ આપતી નથી. દત્તુ દીયાની વધુ નજીક જાય છે.)

દત્તુ : યાદ તો આવેલી જ હશે કેમ ?

દીયા : હા રક્ષાબંધનના દિવસે તું મને યાદ આવેલો ને ! મારો કોઈ ભાઈ નથી ને એટલે !

દત્તુ : ઑહ્હ તું વધારે બોલતી થઈ ગઈ છે. એમ પણ એક અનાથને ક્યાંથી ભાઈ હોય ?

દીયા : દત્તુ ! મોઢું સંભાળીને બોલ જે નહિ તો !

દત્તુ : નહિ તો ? બોલ શું કરશે ? છેલ્લા વખતની જેમ પોલીસને બોલાવશે ? યાદ રાખજે.

હું જ છું જે તને અપનાવી શકે છે. તારા જેવી અનાથને કોણ રાખવાનું ?

સીધી રીતે માની જા નહિ તો મને આંગળી ટેળી કરતા આવડે છે. કોઈ માઈનો લાલ તને મારાથી બચાવવા નહિ આવે.

દીયા : દત્તુ તારા માટે તો હું એકલી જ કાફી છું.

(દીયા ગુસ્સેથી દત્તુ પર હાથ ઉઠાવે છે પણ દત્તુ દીયાનો હાથ પકડી લે છે. દીયા હાથ છોડાવવાની કોશિશ કરે છે.)

દીયા : હાથ છોડ દત્તુ...નહિ તો હું ચિલ્લાવીશ.

દત્તુ : ચિલ્લા.... જેટલું જોર હોય તેટલું ચિલ્લા ...જોવું છું કોણ આવે છે તને બચાવવા ?

(દીયાની રક્ષા કરવા તે જ સમયે ચિરાગ આવે છે.)

ચિરાગ : હવે હું પણ જોવું છું તને મારાથી બચાવવા કોણ આવે છે ?

(ચિરાગને મુસીબતના સમય પર દીયાની મદદ આવી જતા દીયાની આખોમાં ખુશીની લહેર આવી જાય છે.)

ગણ્યો : ઉસ્તાદ આ જ છે બસસ્ટોપવાળો જે ભાભી સાથે ફરે છે.

(દત્તુ ચિરાગને જોઈ દીયાનો હાથ છોડી દે છે.)

દીયા : ગણ્યા ? હું ચિરાગ સાથે ફરુ તો તને કેમ આંખમાં કાંકરીની જેમ ખૂંચે છે ?

દત્તુ : આવ ! તારી જ કમી હતી.

(દીયા દોડતી-દોડતી ચિરાગ પાસે જાય છે.)

દીયા : ચિરાગ, ચાલ અહીંથી આ ગુંડાના મોઢે શું લાગવાનું !

ચિરાગ : નહિ દીયા, જે હાથે તારો હાથ પકડેલો તે હાથ હવે ગયો. પગમાં કાંટો વાગે તો પગ ના કપાઈ કાંટો જ કાઢીને ફેંકી દેવાય.

(દીયાને એક તરફ પર રાખી ચિરાગ બુલંદ હિમ્મત સાથે દત્તુ તરફ આગળ વધે છે.)

દીયા : ના ચિરાગ .. ના ચિરાગ જવા દે.

(ચિરાગ આગળ વધતો રહે છે. લડાઈનો માહોલ જામી જાય છે. ચિરાગ દત્તુ અને ગણ્યોની સામે એકલો લડવા તૈયાર ઉભો છે. ગણ્યો પંચ કાઢી હાથમાં પહેરે છે. દત્તુ ચપ્પુ કાઢીને ચિરાગ તરફ જાય છે. દીયા દત્તુના હાથમાં ચપ્પુ જોઈ ગભરાઈ જાય છે. ચિરાગ નિહથ્થો હતો પણ બન્નેને પડકાર ફેકવામાં પિછે હઠ નહિ કરી.)

દીયા : ચિરાગ ...સંભાળીને ....અરે કોઈ છે. (દીયાના મોઢા ઉપર ગભરાટની લકીર ખેંચતાં પારકા તરફથી મદદની પુકાર કરી.)

(લડાઈ જામે છે. દત્તુ ચિરાગ પર ચપ્પુ વડે પ્રહાર કરે છે. ચિરાગ ચપ્પુની તેજ ધારથી બચીને દત્તુને માર મારે છે. બન્ને સામે ચિરાગ એકલો લડે છે અને બન્ને જણનો પરસેવો પાડી દે છે. ચિરાગ ગણ્યોના હાથમાંથી પંચ છીનવી લઈ પોતે પહેરી લે છે. ગણ્યો નિહથ્થો થઈ જતા ત્યાંથી છટકી જાય છે.)

દીયા : ચિરાગ, માર દત્તુને... આખા અરિયાનો માથાનો દુખાવો બની ગયો છે.

(ગણ્યાના ભાગવાથી દીયામાં હિમ્મત આવે છે અને ચિરાગને પ્રોત્સાહન આપવા બોલી પડી.)

(ચિરાગ દત્તુના હાથમાંથી ચપ્પુ છીનવી લઈને પંચથી મેઠી પાક આપે છે. દત્તુ પણ ડરપોક બની ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. લડાઈ સમાપ્ત થાય છે.

દીયા ચિરાગ સમક્ષ પ્રેમ ભરી નજરે ધીરે-ધીરે કરીને આવે છે અને જોરથી ચિરાગને ગળે મળી જાય છે. કેટલીક ક્ષણો સુધી તેઓ યથાવત રહ્યાં, જાણે કે આખા વર્ષ સુધી અવકાશમાં મીટ માંડીને બેસી રહેલ ચાતકને વર્ષાનું પ્રથમ બિંદુ સાંપડ્યું હોય !)

દીયા : થેન્ક યુ વેરી મચ ચિરાગ ! આજે તું મારી મદદને નહિ આવત તો શું થાત ?

(દીયાએ આંખો નમ કરીને કહ્યું.)

ચિરાગ : દીયા, હું તારી કોઈ પણ મુસીબત સામે રક્ષણ કરવા હાજર રહીશ. હવે દત્તુ જેવા ગુંડા પાછા નહિ ફરે.

દીયા : હા ચિરાગ !

ચિરાગ : દત્તુની વાત પરથી એવું લાગે છે કે તે કેટલા વખતથી તને હેરાન કરતો હશે.

દીયા : હા મને શું ઘણી છોકરીને હેરાન કરતો હતો પણ હવે તે એવો મેથીપાક આપ્યો છે કે તે કદી આ મહોલ્લામાં પાછો પગ નહિ મૂકે.

(ચિરાગ પોતાને વ્યવસ્થિત કરવામાં પેલુ લાલ ગુલાબ પડી જાય છે. દીયાની નજર તે લાલ ગુલાબ પડે છે. ચિરાગ પડેલુ ફૂલ લઈને પોતાના ખિસ્સામાં મૂકી દે છે.)

ચિરાગ : અરે આ બબાલનાં ચક્કરમાં તને કહેવાનું તો ભૂલી જ ગયો જ આજે મારી બર્થડે છે.

દીયા : ઓહ્હ રેલી ! હેપ્પી બર્થડે ચિરાગ.

ચિરાગ : થેન્કસ દીયા.

દીયા : તો પાર્ટી ?

ચિરાગ : હા ચાલો હોટેલમાં.

દીયા : હોટેલમાં તો મોટા-મોટા બિલ બને કોઈના દિલ નહિ મળે.

ચિરાગ : ઓહ્હ ! એક ચાલુની ભાષા આવડી જ ગઈ કેમ ?

(બન્ને વાત કરતા આગળ વધે છે.)

દીયા : ચિરાગ ! બર્થડે ગિફ્ટ નહિ જોઈએ ?

(ચિરાગ આગળ વધતો અટકી જાય છે. દીયા તરફ જુએ છે.)

ચિરાગ : ગિફ્ટ ?

દીયા : આજે ગુલાબનું ફૂલ નહિ આપવાનો ?

ચિરાગ : એટલે તું પણ મને પ્રેમ ...?

(દીયાએ હળવાશથી 'હા' પાડી અને આંખના ઈશારે બન્ને વચ્ચે પ્રીત બંધાઈ ગઈ. ચિરાગ પોતાના ખિસ્સામાં રાખેલુ ફૂલ કાઢી લવપ્રપોઝલ સ્ટાઇલમાં પ્રેમનો ઇઝહાર કરે છે.)

ચિરાગ : આઈ લવ યુ દીયા.

(દીયા પણ ચિરાગના કદમોમાં ઝૂકીને સહજતાથી પ્રેમનો સ્વીકાર કરતા ફૂલ લઈ લે છે.)

દીયા : આઈ લવ યુ ટુ ચિરાગ.

(બન્ને તે ફૂલને પોતાના હાથ રાખીને ઉભા થાય છે. હાથમાં હાથ પરોવી આગળ વધે છે.)

દીયા : તું તો પંચ પહેરીને એવી રીતે મારતો હતો જાણે તું આના માટે પણ પહેલેથી તૈયારી કરી હોય.

ચિરાગ : હા એમ જ સમજ.

દીયા : હેય ?

ચિરાગ : જવા દે ને વાત ! રાત ગઈ બાત ગઈ.

(થોડે જતા દીયાની નજર ફૂલ પર પડે છે.)

દીયા : ખરેખર આ ફૂલ હજી મુરઝાયું નથી ?

ચિરાગ : મે પહેલે જ કહ્યું હતું કે મારો પ્રેમ આ ફૂલને મૂરઝાવા નહિ દે. જોયું મારો પ્રેમ કેટલો સાચો છે !

(ચિરાગના પ્રેમ ભર્યા શબ્દોથી ખુશ થતી દીયા ફૂલની મહેક લેવા જાય છે પણ ફૂલમાંથી સુગંધ આવતી નથી એટલે ફરીથી સુગંધ લેવાની ટ્રાઈ કરે છે ફરી કોઈ પણ જાતની સુગંધ આવતી નથી. ચિરાગ આ બધું તિરછી નજરે જોઈ છે. દીયા ફૂલને સ્પર્શ કરે છે અને ખબર પડે છે કે આ તો કાગળનું ફૂલ છે.)

દીયા : સાલા લુચ્ચા ! કાગળનું ફૂલ આપે.

ચિરાગ : (હસતાં હસતાં) તો શું? ઓરીજલ ફૂલ આટલી વાર સુધી તાજું રહી શકત ?

દીયા : એટલે જ તો તને હું ચાલુ કહુ છું.

(દીયા મજાકમાં મારવા દોડે છે અને ચિરાગ ભાગે છે. બન્ને મજાક કરતાં બસસ્ટોપની ખુરશી પર બેસે છે.)

દીયા : આજે તને મળીને 5 દિવસ પુરા થવાના છે પણ મને લાગે છે કે તને 5 દિવસથી નહિ પણ 5 વર્ષથી આપણે સાથે છીએ.

ચિરાગ : શું 5 દિવસ પુરા થવાના ? (અચાનક બોલી ઊઠ્યો જાણે તેને ભર ઊંધમાંથી ઉઠાડ્યો હોય)

દીયા : કેમ શું થયું અચાનક ? તું તો એવો ચોકીને બોલે છે કે જાણે કાલે ભૂકંપ આવી જવાનો હોય.

ચિરાગ : ભૂકંપ જ સમજી લે. અરે દીયા તારા સાથે આ 5 દિવસો ક્યાં નીકળી ગયા એ મને પણ ખબર નહિ પડી.

દીયા : હા પણ તું આટલો ગંભીર અવાજે કેમ બોલે છે ? તું મારાથી કંઈ છુપાવતો તો નથી ને ?

ચિરાગ : ના કંઈ નહિ દીયા. સમય આવતા તને કહી દઈશ. મારા પર વિશ્વાસ રાખજે !

(ચિરાગની આંખોમાં યુવાનીના દિવસ પતી જવાનું દુ:ખ દેખાય રહ્યું હતું પણ ચિરાગને બાવાની એ શરતે રોકી લીધો હતો કે પોતાની હકીકત કોઈ સામે વ્યકત કરતાં જ તે સમયે વધેલી ઉંમર સાથે સૌના સમક્ષ આવી જશે.)

દીયા : હા ચિરાગ ! તું જ મારો મારો વિશ્વાસ છે.

[અંધારું]

[ત્રીજું દ્ગશ્ય]

(ચિરાગની ઓફિસમાં અંકલ કામ કરી રહ્યાં છે. રઘુ ચા લઈને આવે છે.)

રઘુ : સાહેબ ! ચા !

અંકલ : હા

રઘુ : સાહેબ ! એક વાત પુછું ?

અંકલ : હા પૂછ !

રઘુ : ચિરાગસર ક્યારે આવશે ? આજે 5 દિવસ થવાના ચિરાગસરના ગયા ને !

અંકલ : હા યાર બધાંથી વધારે મને ચિરાગની કમી નડી રહી છે. ચિરાગ5 દિવસ માટે ગયો છે પણ એક-એક દિવસ 1 વર્ષ સમાન ગુજરી રહ્યા છે. ચિરાગનો કરોડો રૂપિયાનો ફેલાયેલો બિઝનેસના સામ્રાજ્યને ચલાવવું સહેલું કાર્ય નથી. ચિરાગની ગેરહાજરી કંપનીના શેર ઉપર પડી રહી છે. કંપનીના શેર ડાઉન થયાં છે.

રઘુ : હા સાહેબ! હું પણ જોવું છું જ રોજ ચિરાગસર માટેના કેટલા ફોન આવે છે અને તમે હવે તો મોડે સુધી કામ કરો છો.

અંકલ : કરવું જ પડે એમ છે ચિરાગ મારો દીકરા સમાન છે તેણે મારા પણ જે વિશ્વાસ રાખ્યો છે તેને નિભાવવું મારી ફરજ છે. પાંચ દિવસો તો નીકળી ગયા તો બાકીના પાંચ દિવસો પણ નીકળી જશે.

[અંધારું]

[ચોથું દ્ગશ્ય]

(ચિરાગની યુવાનીનો પાંચમો દિવસનો અંત આરે ઉભો છે. ચિરાગ પાછો પેલાં બાબાને મંદિરમાં શોધવા આવે છે.)

 

ચિરાગ : બાબા ? બાબા ?

(બાબા ચમત્કારી રૂપે ચિરાગ સામે પ્રગટ થાય છે.)

બાબા : બોલ બચ્ચા શું થયુ ?

ચિરાગ : બાબા, હું તમને ક્યારનો શોધુ છું.

બાબા : વાત પરથી તો ઉતાવળમાં લાગો છો ! યુવાની રાસ નહિ આવી કે શું? ઠિક છે એમ પણ તમારા યુવાનીના 5 દિવસો પણ પૂર્ણ થવા પર જ છે.

ચિરાગ : નહિ..નહિ બાબા એવું નથી. હું તો હજી યુવાનીમાં દિવસો માગવાં આવ્યો છું

બાબા : અરે...હજી યુવાનીના દિવસો ? તમે જ કહેતા હતા ને ? કે યુવાનીને ક્યાં ચિંગમના જેમ ચાવવાની છે બસ આમલીની જેમ ચસકો લેવો છે. હવે ચસકોનો સ્વાદ ભાવી ગયો એમ લાગે છે ? યુવાની છે જ એવી એના રંગથી કોઈ બચ્યું નથી !

ચિરાગ : હા બાબા ! હું તો યુવાનીમાં થોડા સમય પુરાતો જ ગયો હતો પણ હવે કોઈ મળી ગયુ છે જેને માટે હવે હજી યુવાની જીવવાનું મન થાય છે.

બાબા : ના હો ! વાત ફકત 5 દિવસની વાત થઈ હતી હવે તમે યુવાનીના હજી દિવસો માંગો છો ? તમને શરત તો યાદ છે ને ? તમને અંદાજો છે કે તમારી ઉંમર કેટલી વધી ગઈ હશે ?

ચિરાગ : હા છે. હવે પાછો જઈશ ત્યારે તો રાજેશઅંકલથી પણ વધારે ઉંમરનો થઈ ગયો હોઈશ. મને કંઈ વાધો નથી પણ હું પાછો જવા માટે નહિ પણ હજી 5 દિવસની યુવાની જીવવા માટેનો આશીર્વાદ લેવા આવ્યો છું. 5 દિવસોના બદલામાં 10 વર્ષનો વધારો પણ મંજૂર છે.

બાબા : યુવાનીમાં એક જ રંગ હોય છે જેમાં રંગાવાથી મનુષ્યને બીજા માટે જીવવાનું મન થાય છે તે છે પ્રેમ ! શું તમને પ્રેમ તો નથી થયો ને ?

(ચિરાગના ચહેરા પર નાનકડું સ્મિત ઊભરાઈ આવે છે.)

બાબા : ઓહ્હ ! પ્રેમ માટે તો આખુ જીવન ઓછું પડે.

ચિરાગ : મને બસ બીજા 5 દિવસ આપી દો બસ.

બાબા : શું કરી લેશે ? 5 દિવસ પછી તો યુવાની ઉતરી જ જશે ને ?

ચિરાગ : હું આ 5 દિવસ મારા માટે નહિ પણ મારા પ્રેમ માટે માંગી રહ્યો છું. મારો જે હાલ થશે તેની ચિંતા નથી પણ તેને ખુશ કરવાનું વચન આપ્યું છે તેને દગો નહિ આપી શકું. મે તેને આપેલું વચનને નિભાવીશ. આ 5 દિવસમાં 7 જનમનો મબલક પ્રેમ વરસાવીને પ્રેમનું પ્રમાણપત્ર આપીશ, હવે ફ઼ક્ત તેના સપનાં નહી મારા સપના પણ એક છે.

બાબા : વાહ ! વાહ ! પ્રેમનું પ્રમાણપત્ર ? માની ગયા તારા પ્રેમને ! પણ બાળક તમે તમારી ઇચ્છાથી 5 દિવસ માટે યુવાની જીવવાનું વચન લીધું હતું હવે તમે હજી બીજા 5 દિવસોનો વધારો માંગો છો તો તેના બદલામાં શરતમાં પણ વધારો થશે એટલે કે 1 દિવસ બરાબર 3 વર્ષ. બોલ તમને શરત મંજુર છે ?

(ચિરાગ થોડું વિચાર્યે ‘હા’ પાડી દે છે.)

બાબા : તમને ખબર છે જ્યારે તમે અસલ ઉંમરમાં આવશે તો કેટલા ઘરડો થઇ ગયા હશો ? વગર વિચાર્યે કેમ હા પાડો છો ?

ચિરાગ : નથી ખબર, મારી ઉંમરમાં જે વધારો થશે તે ચાલશે પણ મારા પ્રેમમાં ઘટાડો નહિ થવા દઉ.

બાબા : તમારી મરજી ! આજ સુધી પ્રેમીઓને એકબીજા માટે જીવન ટુકાવતાં જોયા છે પણ જીવન વધારતા પહેલી વાર જોયા. જા તમે જે ઇચ્છે તે થશે ‘તથાસ્તુ’

[અંધારું]

Please send your feedback on email – sanjay.naika@gmail.com