Pahelo Prem books and stories free download online pdf in Gujarati

પહેલો પ્રેમ

એમ કહેવાય છે કે જીવનમાં દરેક વ્યક્તિ ને કોઈ સાથે એક વખત તો પ્રેમ થાય જ છે.
તે સમયે હુ 10 મા ધોરણ મા અભ્યાસ કરતો હતો. મારુ ટયુશન અને સ્કુલ મારા ઘરની એકદમ નજીક આવેલ.
હુ ટયુશન મા કલાસ મા પહેલી બેંચ પર બેઠો હતો. હુ પાછળ ફર્યો ત્યારે મે પ્રથમ તેને વખત જોઈ. તેમણે બ્લેક કલર ના ચશ્માં પહેર્યા હતા. તેમનો ચહેરો એકદમ કલીન હતો. તેમણે કાળા રંગનુ ટીશર્ટ અને બ્લુ જિન્સ પહેર્યું હતું. તે સમયે તેનુ નામ પણ ખબર નહોતી. પછી સર જ્યારે હાજરી પુરતા હતા ત્યારે રજીસ્ટર માથી તેની બધી વિગતો સર ને ખબર ન પડે તે રીતે મેળવી લીધી.
તેનુ નામ અંજલિ પટેલ હતું. પીતા નુ નામ ઈશ્વરભાઈ જેનો વ્યવસાય હીરા નો હતો.
પહેલી વખત મે તેમને જોઇ ત્યારથી જ મને તે પસંદ આવી ગઇ હતી. જયારે તેમણે મારી સામે જોયું ત્યારે થોડી સેકંડો માટે અમારી આખો એકબીજાને મળી. પછી તે શરમાઈ અને નીચું જોવા લાગી અને સ્માઇલ કરી.
તે સમયે મને ખબર નહોતી કે તે ક્યાં રહે છે એટલે મેં તેના ઘરનું એડ્રેસ શોધવાનુ શરૂ કર્યુ
અમારી સ્કૂલ નો સમય બપોરનો હતો અને ટયુશન નો સમય સાજ નો હતો. હજુ તો બે દિવસ પહેલા તેને નીરખીને જોય હતી....મન મા નક્કી કરી લીધેલ કે તેની સાથે જ લગ્ન કરવા છે
ટયુશન મા બેઠા બેઠા જ મારો પ્લાન મે નક્કી કરી લીધો. અમે જ્યારે છુટ્યા ત્યારે હુ તેની પાછળ પાછળ ઞયો. તે હંમેશાં તેની એક ફ્રેન્ડ સાથે સ્કૂલ પર અને ટયુશન પર જતી. તેનુ નામ વૈશાલી હતું.
તે 84,પટેલ બંગલો મા રહેતી હતી.
એક પળ માટે વિચાર આવ્યો મારો વારો નહી આવે. પછી તરત તે વિચાર ને બીજી જ સેકંડે ખંખેરી નાખ્યો.
બીજે દિવસે હુ સ્કુલ પર જતો હતો ત્યારે તે તેના ઘર પાસે ઉભી હતી. તેમણે મારી સામે જોઈ સ્માઇલ આપી. એટલામાં તેની બીજી ફ્રેન્ડ પણ ત્યાં આવી ગઇ. મારે તેની સાથે વાત કરવી હતી પણ હું કરી ન શક્યો.
તે પછીના દિવસે શનિવાર હતો તેથી સ્કુલે થી અમે વહેલા છુટ્યા. હુ ઘરે જઈ રહ્યો હતો ત્યારે મેં અંજલિ ને જોઈ. તે એકલી જ હતી. આજે તેની સાથે વાત કરવાનો મોકો હતો જે ગુમાવવો નહોતો.
હુ તેની નજીક પહોંચ્યો ત્યાં તો મારા મો પર પરસેવો છૂટી ગયો હુ કાઇ પુછી જ ન શક્યો.
ઘણો સમય વીતી ગયો દરરોજ તેને હુ જોતો પણ તેની સાથે વાત કરી શકતો નહીં.
10મુ ધોરણ પુરૂ થયુ. મને થયું હવે હું તેને કદી જોઇ નહિ શકુ....પણ 11 મા ધોરણમા તેણે મારી સ્કુલમા જ એડમિશન મેળવ્યુ. તે પ્રિયા ના કલાસ મા જ હતી. પ્રિયા મારા ઘર ની સામે રહેતી એટલે અમે બંને એકબીજાને નાનપણથી જ ઓળખતા.
હુ પ્રિયા ને ઘરે અવારનવાર કોઈ ને કોઈ કારણે જતો અને તેને બધી વાત મા મદદરૂપ થતો.
એકવાર હુ તેના ઘરે ગયો ત્યારે તેના ઘરે કોઈ નહોતું મે ત્યારે તેને અંજલિ વિશે વાત કરી તેણે
મને મદદ કરવાનુ વચન આપ્યું.
થોડા દિવસો થયા ત્યા એક દિવસ પ્રિયા નો મારા પર ફોન આવ્યો તેને મને તેના ઘરે બોલાવ્યો.
હુ તેના ઘરે ગયો ત્યારે પ્રિયા ના પરીવાર નુ કોઈ સભ્ય ત્યાં હાજર નહોતું..... પણ મારી કલ્પના બહાર અંજલિ ત્યાં હાજર હતી. પ્રિયા મારી નજીક આવી અને ધીમે રહીને મારા કાનમાં કહ્યુ: મિલન. તમે બંને વાતો કરો હુ બહાર ઊભી છું
મે પણ તેના કાનમાં ધીમે રહીને કહ્યુ thanks....પછી તે બહાર નીકળી ગઈ
અંદર રૂમ માં હુ અને અંજલિ એકલા હતા. હુ વાતની શરૂઆત કઈ રીતે કરવી તેના વિશે વિચારી રહ્યો હતો ત્યાં તેણે જ વાતની શરુઆત કરી કહ્યુ: મને પ્રિયા એ તમારી વાત કહી તમે મને મળવા ઈચ્છતા હતા....
હુ એક પળ માટે તેની સામે જોઈ જ રહ્યો. તેને બ્લેક જીન્સ અને પિન્ક ટીશર્ટ પહેર્યું હતું. તે એક ખુરશી પર બેઠી હતી હુ તેની સામેની ખુરશી પર જઇ બેસી ગયો. મે તેને કહ્યુ: હા
મને તેના વિશે બધી જાણકારી પણ તેને મારા વિશે કાઈ નહીં. તેણે મારૂ નામ પુછ્યું:
મિલન પટેલ.ત્યાર બાદ અમે થોડો સમય વાતો કરી એકબીજાના પરીવાર વિશે. એકબીજાની પસંદ નાપસંદ વિશે જાણ્યું. લગભગ એક કલાક થયો ત્યારબાદ અમે છુટા પડ્યા
બે વર્ષ થયાં અમે દર વખતે કોઇને કોઇ કારણે મળતા...અમારૂ 12મા ધોરણનુ પરિણામ આવ્યું. અને અમે એક જ કોલેજમાં એડમિશન લીધુ.
કે.પી.કોમર્સ કોલેજમાં જેનુ રિઝલ્ટ આખા સુરત શહેરમાં દર વર્ષે સારૂ આવતુ. અમારા બન્ને ના % સારા હતા તેથી પ્રથમ રાઉન્ડમાં જ અમારી પસંદગી થઈ ગઈ
અમે બન્ને બહુ ખુશ હતા કેમ કે હવે અમે બંને એકબીજા સાથે વધુ મા વધુ સમય પસાર કરી શકતા. ધણી વાર અમે ફિલ્મ જોવા મોલમાં જતાં.
કયારેક કોલેજ માથી બંક મારી ગાર્ડનમાં બેસતા..કયારેક ડુમસ ફરવા જતાં. દર વખતે તે જ મારૂ બિલ ભરતી. મને કયારેય રૂપિયા આપવા જ ન દે.મને એ સહેજપણ પસંદ નહોતું. તેમ છતાં દર વખતે તે મારી સામે પૈસા પોતે ચુકવશે તેવી જીદ કરતી...
એટલામાં અમારૂ પહેલુ સેમેસ્ટર પુરૂ થયું. થોડા સમયમા અમારૂ રિઝલ્ટ આવ્યું. બંને ને ફસ્ટ કલાસ આવ્યો.
આ વખતે મે કહ્યું: અંજલિ આપણે ફિલ્મ જોવા જઇશુ અને પૈસા પણ હુ જ ચુકવીશ નહીંતર હુ તારી સાથે વાત નહી કરૂ
ઓકે મિલુ :તેણે કહ્યુ
અમે વી.આર. મોલમા ફિલ્મ જોવા ગયા. મે રોયલ કલાસ ની બે ટીકીટ બુક કરાવી. અમે છેલ્લી હરોળમાં વચ્ચેની બે સીટ પર બેઠા હતા
અંજલિ એ આજે વ્હાઇટ શર્ટ અને બ્લેક લેગીઝ પહેર્યા હતા. મે તેના ખંભા પર હાથ મુક્યો તેણે મારી સામે જોયું. અને કહ્યુ: કોઇ જોઇ જશે
મે આજુબાજુમા નજર ફેરવી અને કહ્યુ: અહી કોઈ નથી આપણને જોવે એવુ
પછી મેં મારો એક હાથ તેના હાથ પર મુક્યો.. અને બીજો હાથ તેના ખંભા ઉપર અને ફિલ્મ જોવા લાગ્યા. થોડી વાર પછી મે તેના ગાલ પર હળવુ ચુંબન કર્યું. તેણે મારી સામે જોયું અને શરમાઈને નીચે જોઇ ગઈ હુ તેની તરફ જોઈ રહ્યો મે ધીમેથી તેના કાનમાં કહ્યું: યુ આર હોટ અંજુ
પછી તે મારા તરફ ઝુકી અમારા બંનેના હોઠો વચ્ચેનુ અંતર ધીમે ધીમે ઓછું થતુ ઞયુ
અને છેલ્લે સમાપ્ત થઇ ઞયુ
તે મારી પહેલી કિસ હતી. મે તેના શર્ટ ના પહેલા બે બટન ખોલી નાખ્યા અને પછી તેણે સામેથી મને જોરથી (hug) આલીઞન કર્યુ.
અમે ઘણો સમય આજ અવસ્થામાં રહ્યા. જ્યારે ફિલ્મ પુરી થઈ ત્યારે અમે થિયેટર ની બહાર નિકળ્યા. રસ્તા માં ઘરે આવતી વખતે તે મને એકદમ પાછળ થી ટચ થઈ ને બેસી..
રાત્રે સૂતી વખતે મે તેને મેસેજ કર્યો: i love you
પણ તેનો કોઇ રીપ્લાય ન આવ્યો
બીજા દિવસે મે તેને ફોન કર્યો પણ તેને રીસીવ ન કર્યો. કોલેજમાં તેની ફ્રેન્ડ મનીષા ને પુછ્યું. તેને કહ્યું: તે આજે નથી આવી. હુ તેના ઘરે ગઇ હતી ત્યારે તેને કહ્યુ: ઘરમાં વાતાવરણ ખરાબ છે. થોડા દિવસ નહીં આવી શકુ કોલેજ....
મારા મનમાં જાતજાતના વિચાર આવવા લાગ્યા
તેના ઘરમાં અમારા સબંધ ની જાણ થઈ ગઈ હશે મારો મેસેજ તેના ઘર માથી બિજા કોઈએ વાચી લીધો હશે. અમને બંને ને સાથે ફરતા કોઈ જોઈ ગયું હશે વઞેરે વગેરે...
ઐક અઠવાડિયા પછી તેનો ફોન આવ્યો: હુ તને મળવા માંઞુ છુ. તેને મને એડ્રેસ સેન્ડ કર્યું
અમે બંને એક સાવ શાંત સ્થળે મળ્યા જ્યાં બહુ અવરજવર ના હોય. તે આવીને સીધી મને વળગી પડી અને રડવા લાગી..
મે તેને શાંત કરી કહ્યુ: શુ થયુ અંજુ મને કાઈ જણાવીશ.
તેણે શાંત રહીને કહ્યુ: i love u 2 મિલન મે તારો મેસેજ વાચ્યો હતો પરંતુ પરીસ્થિતિ જ એવી હતી કે હુ કાઈ કહી ન શકી મોટી બહેન નિશા એ લવમેરેજ કરી લીઘા તેનુ આ પગલુ પપ્પાથી સહન ન થયું તેની તબિયત ખુબ બગડી ગઈ.
ડોકટરે તેને આરામ કરવા સુચન આપ્યું
વધુમા પપ્પાએ પોતાના ધંધાની જવાબદારી તેના મિત્ર રાકેશ ભાઈ ને સોપી પણ તે જવાબદારી નિભાવી ન શક્યા અને હિરા ના ધંધામાં ઘણી ખોટ ઞઈ
હવે પપ્પા એ નિર્ણય લીધો છે કે પોતે ગામડે જઈ ખેતી કરશે અને ત્યાં જ રહેશે એટલે અમારે પણ જવુ પડશે.... આટલું બોલીને તે ફરી રડવા લાગી
મે તેને સમજાવી કે આમ રડાઇ નહી... નસીબ મા હશે તો આપણે ફરી એક વાર મળીશું
આટલું કહેતા મારી આંખમા પણ પાણી આવી ઞયુ અને તેને ભેટી પડ્યો
થોડી વાર અમે બંને આમજ ભેટી ને રડતા રહ્યા..
અને પછી છુટા પડ્યા

"બહૉત ખુશકિસ્મત હોતૅ હે વો લોગ જો શાદી ભી ઉસીસૅ કરતૅ હૅ જીસે વો પ્યાર કરતે હૅ"

બીજા રસપ્રદ વિકલ્પો