અનાથ 2 Himanshu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનાથ 2

,"સાહેબ તમે આ બાળકો માટે દેવદૂત સમાન છો,મેં તમને કહ્યું હતું નેકે આ તમારું બીજું ઘર છે તમે ગમે ત્યારે આવી જઈ શકો છો." જૈનમ ગયો વિશુ ના રૂમ માં ,વિશુ હમેશા ની જેમ બારી માં થી બહાર જોઈ ને બેઠો હતો.જૈનમે વિશુ ને કહ્યું"હેપ્પી બર્થડે વિશુ".વિશુ જાણે ઊંઘ માં થી ઉઠ્યો હોય તેમ સફાળો બેઠો થઇ ગયો.આટલા વર્ષો માં કોઈ એ પહેલી વાર તેને બર્થડે વિશ કર્યો હતો.એની આંખ ના ખૂણા ભીના થઇ ગયા એ જૈનમ થી છાનું ના રહ્યું,તે પણ ગળગળો થઇ ગયો.વિશુ એ કહ્યું,"થેંક યુ અંકલ".જૈનમે વિશુ ને ઉચકી લીધો,અને કહ્યું કે આજે આપણે બધા પાર્ટી કરીશું,અને તારો જન્મદિવસ ઉજવીશું.વિશુ ના રૂમ માં રહેતા બે બાળકો માંથી એક બાળક જેનું નામ જાય હતું તેને જૈનમે કહ્યું,"બેટા જય આશ્રમ ના બધા બાળકો ને કહે કે ૧૦ મિનીટ માં પ્રાર્થના રૂમ માં આવે."જય દોડતો દોડતો બધા બાળકો ને બોલાવવા માટે ગયો.

૧૦ મિનીટ પછી બધા બાળકો આશ્રમ ના પ્રાર્થના રૂમ માં એકત્રિત થયા,સાથે આશ્રમ નો સ્ટાફ પણ હાજર હતો,બધા ના ચહેરા પર ખુશી ઝળકી રહી હતી.મનોહરભાઈ ની આંખો માં પણ ખુશી ના આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.કેક અને કેન્ડલ તૈયાર હતા બધા બાળકો એ પહેલી વાર આવી જન્મદિવસ ની ઉજવણી જોઈ હતી.જૈનમે બધા બાળકો ને સમજાવ્યું કે,"વિશુ જયારે ફૂંક મારી ને કેન્ડલ બુઝાવે ત્યારે બધા એ એક સાથે ગાવાનું,હેપ્પી બર્થડે ટુ યુ".આજે જૈનમે આશ્રમ ના ૧૩ બાળકો અને સ્ટાફ ના ૪ માણસો માટે બહાર થી જમવા નું ઓર્ડર કર્યું.બધા એ પેટ ભરી ને એક સાથે બેસી ને ખાધું.જમ્યા પછી બાળકો સાથે જૈનમ ક્રિકેટ રમ્યો,ખુબ એન્જોય કર્યું.બાળકો ને પણ મજા આવી ગઈ.કાર ની ડેકી માં પડેલી ક્રિકેટ ની કીટ આશ્રમ ના પટ્ટાવાળા પ્રભુકાકા ને આપી ને કહ્યું,"આ કીટ અહી આશ્રમ માં જ રાખો બાળકો ને રમવા માટે કામ લાગશે.જયારે રમવા માટે માંગે ત્યારે એમને આપશો."

 સાંજે લગભગ ૫ વાગ્યે વિશુ અને જૈનમ એક વૃક્ષ ની નીચે બાંકડા પર બેઠા.જૈનમે વિશુ ની પૂછ્યું,"વિશુ આજે તને કેવું લાગ્યું?",વિશુ એ કહ્યું"અંકલ બહુ મજા આવી,તમે બહુ સારા છો,તમે ફરી ક્યારે આવશો?".જૈનમ ની ખુશી નો પાર ના રહ્યો.એને કહ્યું,"વિશુ તું જયારે પણ મને યાદ કરીશ હું આવી જઈશ."

"એક વાત કહું તું માનીશ?".વિશુ એ કહ્યું,"બોલો અંકલ".જૈનમ બોલ્યો,"હવે પછી તારે મને અંકલ નહિ કહેવાનુંતારે મને પપ્પા કહેવાનું બોલ મંજુર છે તને?".વિશુ બોલ્યો,"પણ મારા પપ્પા કોણ છે મને ખબર નથી."જૈનમે કહ્યું,"આજ થી તારા પપ્પા હું છું".જૈનમ થોડો ગહન વિચાર માં ચાલ્યો ગયો અને પછી હસી ને બોલ્યો,"ઓકે પપ્પા મંજુર".જૈનમ એટલો ખુશ થઇ ગયો કે તેને ઉછાળવા નું મન થઇ ગયું.વિશુ ને માથા પર ચૂમી ને કહ્યું,"વિશુ બેટા ચલ આજે હું જાઉં છું,બહુ જ જલ્દી આવીશ."વિશુ એ પણ સ્માઈલ કરી ને કહ્યું,"ઓકે પપ્પા જાઓ".

જૈનમે ઘર માં આવતા જ શૈલી ને ઉચકી લીધી અને કહ્યું,"શૈલુ આઈ એમ વેરી વેરી વેરી હેપ્પી ટુડે,આપણ ને આપણું બાળક મળી ગયું."

શૈલી થોડી વિશુ ને પોતાના બાળક તરીકે સ્વીકારવા માટે થોડી અસમંજસ માં હતી કારણ કે હજુ તે વિશુ ને મળી પણ નહોતી,અને તેના મગજ માં એક બીજો પ્રશ્ન પણ હતો કે,"બીજા કોઈ ના બાળક ને પોતાના બાળક તરીકે કઈ રીતે સ્વીકારવું?".પણ તે જૈનમ ની ખુશી માં કોઈ વિઘ્ન નાખવા નહોતી માંગતી.કારણ કે,આજે બહુ લાંબા સમય પછી જૈનમ ને આટલો ખુશ જોયો હતો.તેને કહ્યું,"જૈનમ તને આટલો ખુશ જોઈ ને હું પણ ખુબજ ખુશ છું."

ત્યાર પછી જૈનમ નું દર અઠવાડિયે આશ્રમ જવાનું ફિક્ષ થઇ ગયું.લગભગ દરેક રવિવાર આશ્રમ ના બાળકો સાથે બાળકો સાથે ગુજારતો.અને ખાસ કરી ને વધુ સમય વિશુ સાથે વિતાવતો.વિશુ અને જૈનમ વચ્ચે એક અદ્ભુત અને લાગણીસભર સંબંધ બંધાઈ રહ્યો હતો.બંને એકબીજા ને મળવા ની રાહ જોતા.જૈનમ વિશુ ની દરેક જરૂરિયાત એની દરેક માંગણી પૂરી કરવા લાગ્યો,જો કે વિશુ ની જરૂરિયાતો ઘણી ઓછી રહેતી,જે પણ રહેતી તે તેના અભ્યાસ ને લગતી જ રહેતી.પેન,પેન્સિલ,નોટબુક એવું બધું.વિશુ ભણવા માં ઘણો તેજસ્વી હતો.જૈનમ ઘણી વાર તેના વર્ગ શિક્ષક ને મળવા જતો,તે પણ હમેશા વિશુ ના વખાણ કરતા.વિશુ પણ ખુશી ખુશી તેના શાળા ના મિત્રો ને જૈનમ વિષે કહેતો.

જૈનમ ના મગજ માં હવે વિશુ ને જલ્દી થી ઓફિશિઅલી પોતાનો દીકરો બનાવવા નો વિચાર સળવળી રહ્યો હતો અને તેના માટે જરૂરી માહિતી પણ તેને શહેર ના એક જાણીતા વકીલ પાસે થી મેળવી લીધી હતી.તે વિશુ ને હવે દત્તક લેવા માંગતો હતો.આ વિષે હજુ તેને કોઈ સાથે વાત કરી નહોતી,સિવાય તેનો પરમ મિત્ર શિવ.શિવ પાસે તેને પોતાનો વિચાર રજુ કર્યો હતો શિવ પણ તેના આ વિચાર સાથે સહમત હતો,કારણ કે તે કોઈ પણ રીતે પોતાના દોસ્ત ને ખુશ જોવા માંગતો હતો.

મંગળવાર નો દિવસ છે જૈનમ આજે ઓફીસ માં એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે,પણ ના જાણે કેમ આજે એનું મન ખુબ જ બેચેન છે,કામ માં બિલકુલ મન નથી લાગતું.જૈનમ ની બેચેની નું એક કારણ એ છે કે આજે જૈનમ વિશુ ને દત્તક લેવાનો વિચાર શૈલી ની પાસે રજુ કરવા નું વિચારી રહ્યો હતો..જૈનમ વિચારી રહ્યો હતો કે,”કેવી રીતે શૈલી ને કહું?,તેને કેવું લાગશે?,તેને મારો વિચાર ગમશે કે નહિ?”.

અચાનક તેના મોબાઈલ માં રીંગ વાગી આશ્રમ થી ફોન હતો.મનોહરલાલ બોલ્યા,”જૈનમભાઈ,વિશુ ની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ છે,અમે અમારી ટ્રસ્ટ ની હોસ્પિટલ માંથી ડોક્ટર ને બોલાવ્યા હતા,તેમને ઇન્જેક્શન આપ્યું છે,જેની અસર થી વિશુ અત્યારે ઊંઘી ગયો છે પણ ડોક્ટર નું કહેવું હતું બને એટલું જલ્દી બોડી ચેક-અપ કરાવી લેજો મને કૈક સીરીયસ પ્રોબ્લેમ હોઈ શકે તેવું લાગે છે.જૈનમ ના પગ તળે થી જમીન સરકી ગઈ,બેભાન જેવો થઇ ગયો ચક્કર આવવા લાગ્યા,ઓફીસ માં તેની સામેની કેબીન માંથી શિવ તેની આ હાલત જોઈ ગયો,એક દમ ભાગતો જૈનમ ની કેબીન માં આવ્યો પાણી નો ગ્લાસ ઉઠાવી ને જૈનમ ના ચહેરા પર પાણી નો છંટકાવ કર્યો,અને તેને પાણી પીવડાવી ને ખુરશી પર બેસાડ્યો.અને પૂછ્યું,”ભાઈ શું થયું?”.જૈનમે તેને બધી હકીકત કહી.શિવે હસી ને કહ્યું,”યાર આટલી નાની વાત માં આટલો બધો ગભરાઈ ગયો,અરે ભાઈ વિશુ ને કઈ નહિ થયું હોય,ખાવા માં કાઈ આવી ગયું હશે તો પેટ નું ઇન્ફેકશન થયું હશે,અને તને ખબર તો છે આવા ટ્રસ્ટ ના ડોક્ટર નો કોઈ ભરોસો નહિ,પોતાના થી ટ્રીટમેન્ટ ના થઇ શકે એવું હોય એટલે ખાલી ખોટા આપણને ગભરાવી નાખે.તું ટેન્શન ના લઈશ,હું હમણાં જ ડોક્ટર આયંગર ની અપોઇન્ટમેન્ટ લઇ લઉં છું આજે સાંજે જ આપને વિશુ ને લઈને જઈશું એમની પાસે,આયંગર મારો નાનપણ નો મિત્ર છે,તે આપણને સાચો રસ્તો બતાવશેજૈનમ ને થોડી રાહત થઇ.ઓફિસે થી ૪ વાગ્યે જૈનમ અને શિવ આશ્રમ જવા નીકળ્યા.

 ડોક્ટર આયંગર વિશુ ને ચેક અપ રૂમ માંથી ચેક કરી કેબીન માં આવ્યા.જૈનમે એકીટશે આયંગર ના ચહેરા ને નીરખી રહ્યો હતો,તેને ડર હતો ડોક્ટર શું કહેશે?”.ડોક્ટર બોલ્યા,”મને લાગતું નથી કે કઈ મેજર પ્રોબ્લેમ હોય,પણ આપણે સેફ સાઈડ એક રીપોર્ટ કરાવી લઈએ”.એમ કહીતેમને એક પેપર પર રીપોર્ટ લખી આપ્યો અને કહ્યું,”આ રીપોર્ટ આવી જાય એટલે તમે મને બતાવી જજો વિશુ ને સાથે લાવવા ની જરૂર નથી.””અને બાય ધ વે શું વિશુ તમારો સન છે?”જૈનમ ની આંખો ભીની થઇ ગયી ગાળા માં ડૂમો બાઝી ગયો બોલવા જતો હતો પણ શબ્દ ગળા માં જ અટવાઈ ગયા.તેને શિવ ની સામે જોયું.શિવે કહ્યું,”આયંગર,વિશુ તેનો સન નથી પણ સન જેવો જ છે,બધું વિગતવાર પછી કહીશ,સોરી દોસ્ત તું ખોટું ના લગાડતો પ્લીસ.”આયંગરે કહ્યું,”અરે યાર ઇટ્સ ઓકે,ડોન્ટ બી સીરીયસ લાઈક ધીસ,આઈ કેન અન્ડરસ્ટેન્ડ.”

શિવે કહ્યું,”થેન્ક્સ દોસ્ત”.શિવ અને જૈનમ વિશુ ને લઇ ને હોસ્પિટલ થી નીકળ્યા.રસ્તા માંથી જૈનમે થોડા ફ્રુટ્સ લીધા વિશુ માટે.જૈનમ વિશુ ની સાથે કાર ની બેક સીટ પર બેઠો.વિશુ ને ગળે લગાવી ને પૂછ્યું,”બેટા,કેવું છે હવે તને?”.વિશુ ને હજુ પણ પેટ માં અતિશય દુખાવો હતો,આ દર્દ ને તે સહન કરી શકતો હતો,પણ આ દર્દ ને કારણે જૈનમ ના ચહેરા પર દેખાઈ રહેલા દર્દ ને સહન કરવા ની શક્તિ તેના માં નહોતી.વિશુ એ કહ્યું”પપ્પા,બિલકુલ દુખાવો નથી,હું એકદમ ઠીક છું હવે.”જૈનમ ને થોડી રાહત થઇ પણ,હજુ તેના મન માં શંકા-કુશંકા હજુ ધમાચકડી મચાવી રહી હતી.ત્યાં થી એ લોકો શહેર ની એક પ્રતિષ્ઠિત લેબ માં ગયા વિશુ ના રીપોર્ટસ માટે. રીપોર્ટસ કરાવી ને શિવ અને જૈનમ વિશુ ને આશ્રમ મુકવા ગયા.જૈનમ નું મન નહોતું માનતું એને આશ્રમ માં એકલો મુકવા નું, પણ આશ્રમ ના રૂલ્સ  મુજબ  સાંજે  તેને આશ્રમ માં છોડવો જ પડે.પણ જૈનમે જતા પહેલા પ્રભુકાકા ને કહ્યું,"કાકા ,મહેરબાની કરી ને વિશુ નું ધ્યાન રાખજો,અને કઈ પણ તકલીફ થાય તો અડધી રાત્રે મને ફોન કરજો અને ડોકટરે આ દવા આપી છે તે હું તમને સમજવું એ પ્રમાણે આપજો."પ્રભુકાકા એ કહ્યું,"બેટા જૈનમ તું જરા પણ ચિંતા ના કરીશ હું એનું બરાબર ધ્યાન રાખીશ."વિશુ દવા ની અસર થી ઊંઘી રહ્યો હતો એના રૂમ માં ,જૈનમે હળવે થી વિશુ ના માથા પર હાથ ફેરવ્યો.અને પછી ઘેર જવા માટે નીકળ્યો.એને વિચાર્યું કે ,વિશુ ને દત્તક લેવાની વાત શૈલી સાથે શેર નહિ કરું જ્યાં સુધી વિશુ ની તબિયત બિલકુલ ઠીક ના થઇ જાય..

બીજા દિવસે જૈનમે સવારે ઉઠતા વેંત જ લેબ માં ફોન કર્યો અને વિશુ ના રીપોર્ટ વિષે પૂછ્યું.લેબ માંથી કહ્યું"સર રીપોર્ટ લગભગ ૧૧ વાગ્યે આવી જશે,આવતા ની સાથે જ અમે તેને  ડો.આયંગર ને મેઈલ કરી દઈશું અને તમને કોલ પણ કરી દઈશું,તમે આવી ને કલેકટ કરી લેજો."જૈનમે કહ્યું,"ઓકે".જૈનમ ૧૧ વાગ્યા ની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.તેને શિવ ને પણ કોલ કરી પૂછ્યું,”તું ડોક્ટર ને ફોન કરી પૂછ ને કે રીપોર્ટ નો મેઈલ આવ્યો કે નહિ?”શિવે કહ્યું,”તું જરા પણ ચિંતા ના કરીશ જેવો રીપોર્ટ આવશે આયંગર મને કોલ કરશે,છતાં પણ હું હમણાં જ ફોન કરી પૂછી લઉં છું,પણ પ્લીસ યાર બી નોર્મલ,ઓકે?”.જૈનમે કહ્યું,”ઓકે યાર,પણ પ્લીસ તું જલ્દી ફોન કરી ને પૂછ અને મને કોલ-બેક કર.”

લગભગ એક કલાક પછી લેબ માંથી ફોન આવ્યો,તેમને કહ્યું”સર રીપોર્ટ તૈયાર છે,તમે કલેક્ટ કરી લો.”જૈનમે કહ્યું,” ઇસ ધેટ એનીથીંગ સીરીયસ ઇન ધ રીપોર્ટ?”.લેબ માંથી જવાબ મળ્યો,”સર રીપોર્ટ વિષે અમે તમને કઈ નહિ કહી શકીએ એના માટે તમારે ડોક્ટર સાથે જ વાત કરવી પડશે,આઈ એમ સોરી સર”જૈનમે કહ્યું,”ઇટ્સ ઓકે”.જૈનમે તરત જ ડો.આયંગર ને કોલ કર્યો.અને ડોકટર ને પૂછ્યું,”સર કોઈ સીરીયસ પ્રોબ્લેમ તો નથી ને.”ડોકટરે કહ્યું,”જૈનમ તું મારા કલીનીક પર આવીજા આપને શાંતિ થી બેસી ને વાત કરીએ,અને મેં શિવ ને પણ કોલ કરી ધીધો છે,એ પણ અહી આવવા નીકળી ગયો છે તું પણ આવીજા”.જૈનમ ને ફાળ પડી પણ એ ફટાફટ કલીનીક જવા નીકળ્યો.

જૈનમ સીધો જ ડોક્ટર ની કેબીન માં ઘુસી ગયો અને પૂછ્યું,”શું વાત છે ડોક્ટર?”.શિવ પણ પહેલે થી આવી ને બેઠો હતો.પણ જૈનમ નું ધ્યાન ફક્ત અત્યારે વિશુ ની હાલત પર જ હતું.ડોકટરે કહ્યું,”જૈનમ બેસ.”.શિવે જૈનમ ને ખભે થી પકડી ને ખુરશી પર બેસાડ્યો.ડોકટરે કહ્યું જૈનમ સાંભળ,”વિશુ ને સ્ટમક કેન્સર છે,અને એ પણ એડવાન્સ સ્ટેજ માં,જેને અમારી ભાષા માં gastric adenocarcinoma કહેવાય છે.જૈનમ ના પગ તળે થી જમીન સરકી ગઈ.થોડી વાર માટે તો જાણે કોઈ એ માથા પર હથોડો માર્યો હોય તેવી અનુભૂતિ થઇ.શિવે તેને સંભાળ્યો અને પાણી પીવડાવ્યું.જૈનમ થોડો સ્વસ્થ થઇ ને બોલ્યો,”ડોક્ટર કોઈ ચાન્સ છે?”ડોકટરે કહ્યું,હું મારા એક મિત્ર ડોક્ટર છે ડો.પાર્થેશ જાની. તેની સાથે વાત કરું છું તમે લોકો શક્ય હોય તેટલું જલ્દી વિશુ ને લઈને તેમની પાસે પહોચો,પાર્થેશ ગેસ્ટ્રીક કેન્સર નો સ્પેશિઆલિસ્ટ છે.

જૈનમ અને શિવ બંને જલ્દી થી આશ્રમ જવા રવાના થયા.વિશુ ને લઇ ને ૧ કલાક માં તે લોકો ડો.જાની ની હોસ્પીટલે પહોચી ગયા.અને તેમની કેબીન માં ગયા ડોકટરે રીપોર્ટ ચેક કર્યા,અને બોલ્યા,”જુઓ ભાઈ,તમારા વિશુ ને જે કેન્સર છે,તે બહુ ક્રીટીકલ છે,જે તેના પેટ માં ઘણી બધી જગ્યા એ ફેલાઈ ગયું છે,આવા કેસ માં બચવા નો ચાન્સ લગભગ નહીવત હોય છે,પણ આપણે પ્રયત્ન જરૂર કરીશું.જૈનમ ડઘાઈ ગયો હતો,શું કરવું,શું નાં કરવું કોઈ સમાજ પડતી નહોતી,તેને ડોક્ટર ને કહ્યું,”સર,કઈ પણ કરો,તેની ટ્રીટમેન્ટ માટે જે પણ કરવું પડશે હું કરીશ,પણ હું તેને ખોવા નથી માગતો.”ડો.જાની એ કહ્યું,”જૈનમ,તું ચિંતા ના કરીશ,મારા થી થતા બધા જ પ્રયત્નો કરીશ,આપણે હજુ કેટલાક ટેસ્ટ કરાવીશું,પછી આગળ શું કરવું તે ડીસાઈડ કરીશું.”

જૈનમ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.સાંજે શિવ તેની પત્ની રિયા સાથે જૈનમ ના ઘેર આવ્યો.શિવ,રિયા અને શૈલી એ મળી ને જૈનમ ને હિંમત આપવા નો પ્રયાસ કર્યો.શિવે જૈનમ ને કહ્યું,”જૈનમ હું તારું દુખ સમજી શકું છું,પણ માત્ર દુખી થઇ ને બેસી રહેવા થી વિશુ સાજો તો નહિ થઇ જાય ને?,આપણે સાથે મળી ને વિશુ ને આ રોગ માંથી મુક્ત કરાવીશું,અમારા પર અને ભગવાન પર ભરોસો રાખ,એવું પણ હોઈ શકે ભગવાન આપણી કસોટી કરી રહ્યો હોય.”શિવે આપેલી સાંત્વના થી જૈનમ ને કૈક અંશે હિંમત મળી.

આજે વિશુ ના રીપોર્ટસ આવી ગયા ડો.જાની નો કોલ આવ્યો જૈનમ પર,”જૈનમ વિશુ ના રીપોર્ટસ આવી ગયા છે,પણ રીપોર્ટસ થોડા ખરાબ છે.”જૈનમ ના હોશ ઉડી ગયા ત્વરિત બોલ્યો,”ડો. તમે શું કહેવા માંગો છો,મને સ્પષ્ટ કહો.”ડો. બોલ્યા”જૈનમ મેં મારા અન્ય ડોક્ટર મિત્રો સાથે પણ વિશુ ના રીપોર્ટસ ડિસ્કસ કર્યા.અને અમે લોકો એ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે, કેમોરેડીએશન થેરાપી આપવી પડશે.”જૈનમે પૂછું,”આ થેરાપી ની કો આડ-અસર?”.ડો. બોલ્યા,”જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી કદાચ,વાળ કરવા,વારંવાર વોમિટ થવી,આવું બધું થઇ શકે.”જૈનમ ના ગાળા માં ડૂમો બાઝી ગયો તે બોલ્યો,”સર,વિશુ બચી તો જશે