Peeda Mukti books and stories free download online pdf in Gujarati

પીડા મુક્તિ

હેલો, લેખા, કેવો રહ્યો કાલનો શો?"
" એકસલેન્ટ. બધાએ સરસ પરફ્રોમ કર્યું"
"સરસ.જલદી આવી જા લેખા. હું અને મિહી
તને મીસ કરીએ છીએ."
"હું પણ તમને બંનેને મીસ કરૂ છુ અનૂપ.મિહીકા
શું કરે છે"?
"એના ફ્રેન્ડસ સાથે ડાન્સ કરે છે,સાંજની 
પાર્ટીની તૈયારી જોરદાર ચાલે છે. ઓલ 
આર એનજોયીંગ.હું તને વિડિયો મોકલું છું"
"હા,અને વિનોદભાઇ અને ભાભી ત્યાં 
પહોંચતા જ હશે અનૂપ."
"ઓકે."
"બીજું ..."
"હમ ઇન્તજાર કરેગે,તેરા કયામત તક,
ખુદા કરે કી કયામત હો ઓર તું આયે.."
અનૂપને જૂના સોંગ ગમતા અને લેખાને
 આમજ સંભળાવતો.
"વાહ, વાહ" કહીને લેખા ખિલખિલાટ હસી પડી.
"આપકી હસી બહોત પ્યારી હૈ લેખાદેવી, હમારે
લીયે સંભાલકર રખો".અનૂપની પ્રેમાળ વાતો 
ચાલ્યા કરતી.
"ઓકે અનૂપમહાશય, હું સ્ટાફ સાથે કામ પતાવી
ને કોલ.કરૂ. બધાને લંચ કરાવી હું નીકળું"
અનૂપે મિહીકાનો વિડીયો મોકલ્યો.


લેખા પોતાની નૃત્યશાળા "મોરપિચ્છ"ના સ્ટાફને
પોતાની પુત્રી મિહિકા ના જન્મદિવસની લંચપાર્ટી આપીને પનવેલ જવાની તૈયારીમા લાગી ગયી. અનૂપે સાંંજની ડિનરપાાર્ટી પનવેલના 
ફાર્મહાઉસમા રાખી હતી. મિહીકા અને અનૂપ તૈયારી કરવા આગલા દિવસે જ પહોંચી ગયા હતા. એક સ્ટેજ શોના પ્રોગ્રામ માટે જવાનું હોવાથી લેખા સાથે ન ગયી નહોતી.
સ્ટાફને બે દિવસની રજા આપી બાય સી યુ સુન કહીને કાર શરૂ કરી.
સાાંજ પડવા લાગી હતી અને મુંબઈનો ટ્રાફિક
 પાર કરી નીકળવાનુ હતું.લેખાએ કાર શરૂ કરી પનવેલનો રસ્તો પકડ્યો.
એક સિગ્નલ પાસે કાર થોભાવતા લેખાની નજર સામેની સાડી શોપમાં ગયી. નવી સાડીઓનુંં ક્લેક્શન જોવા લાગી.આ જાણીતા સ્ટોરમાંં પોતે અવારનવાર આવતી. અને આજે સાડીઓની વચ્ચે એને રોમાદીદી યાદઆવી ગયા. રોમાદીદી સાડીઓના શોખીન હતા. 
તેમની પાસે સારું એવું સાડી નુ ક્લેકશન રહેતુ.અને લેખાને પણ અવારનવાર પહેરવા આપતા.પોતે જાતે પસંદ કરી ને એકથી વધારે સાડી ઓ લેખાને આપતા અને કહેતા આ બધી એક વાર ટ્રાય કરજે પછી એક પસંદ કરીને તારા નૃત્યના ફંકશનમા જજે. એજ.હ્રદય માં કોઇ ખૂણે કશું ખૂંંચવા લાગ્યું. વિચારોને હડસેલી આગળ વધી. એવો કોઈ દિવસ નહિ ગયોહોય કે રોમાદીદી યાદ ન આવ્યા હોય સાથે આવુ જ કાઇં
ખૂંચવા લાગતું.
વિચારોને દૂર કરવા પોતે અથાગ પ્રયત્ન કરતી અને આખરે રડી પડતી. આ રોજનો ક્રમ થઇ ગયો હતો.
બાર વર્ષ આમજ વિતી ગયા હતા. પીડા દબાવી દેવી પડતી.
આજે મિહીકા દસ વર્ષની થઇ ગયી હતી.અનૂપ અને મિહીકા સાથે પોતે આનંદ થીરહેતી હતી. પણ આ પીડા પણ સાથે સાથે જીવી રહી હતી જેનાથી અનૂપ અનેમિહીકા તદ્દન અજાણ હતા. આજે સવાર થી રોમાદીદી અને માઇ યાદ આવતા હતા.વિચારોને હડસેલીઆગળ વધી.

મોબાઇલની રીંગ વાગી.
"ઓહ, મા વેર આર યુ?"
"નીયર ટુ યોર હાઁટ બેટા"
અને ઘુંઘરી જેવુંં હાસ્ય સાંભળી લેખા સ્ફુર્તિમા
આવી ગયી.
"હું અને ડેડ રાહ જોઇએ છે"
"બસ થોડીવારમાં પહોંચી જવાની. હવે ડ્રાઇવ કરવા દે"
"ઓકે "
લેખાએ ડ્રાઈવીંગ પર ધ્યાન આપ્યું. મિહીકા જયારે એને "મા" કહી બોલાવતી ત્યારે લેખાને 
પોતાની માઇ યાદ આવી જતી. પોતે પણ મા ને વારે વારે માઇ કહેતી. ઓડીશી નૃત્ય શીખવાનુ
શરુ કર્યા પછી એના સ્ટેપ "જો માઇ" કહી વારંવાર કરી બતાવતી. માઇ ખૂબ ખુશ થઈ જતી.
લેખાનો ગોળમટોળ ચહેરો બંને હાથની હથેળીમા
લઇ કપાળ ચુમી લેતી.પિતા વિહોણી દિકરી અને મા સુખ દુઃખના સાથી હતા. 
આ નૃત્યની કળા લેખાને મુંબઇ સુધી ખેંચી લાવી.
કોલેજ નુ શિક્ષણ ગામમાં પૂર્ણ કર્યા પછી મોટા
ભાઇ,વિનોદ અને લતાભાભી પાસે મુંબઇ આવી ગયી.શરૂઆતમાંં ટીચર તરીકે નાના બાળકોને નૃત્ય શીખવતી અનેપોતે પણ બીજા નૃત્ય શીખતી કારણકે નૃત્યજગતમા પણ હવે ઘણી સ્પર્ધા થઇ ગયી છે. ટકવા માટેનવુ નવુ શીખવું જરૂરી છે.
એકવાર ભાઈ ના મિત્ર દ્રારા અનૂપ સાથે ઓળખાણ થઇ ગયી. અનૂપની "સનરાઇઝ" નામથી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હતી. 
મોટેભાગેનૃત્યના શોઝનુ આયોજન કરતો.
 લેખાને કામ મળવા લાગ્યા. એકવાર એક શો 
માટે સાડીઓની પસંદગીમા અમુક સાડીઓ 
મેળ પડતી નહોતી. અનૂપ લેખાને પોતાના ઘરે લઈ ગયો. રોમા પાસે ઘણી સાડીઓ હતી. ત્યારે લેખા અનૂપની પત્નીને પહેલી વાર મળી. રોમા અને અનૂપ બંગાળી હતા. દસ વરસનો પુત્ર આયુષ પંચગીનીમા હોસ્ટેલમા રહી અભ્યાસ કરતો હતો.
રોમાદીદીનાબંને પગ બિમારીમા ખોટા પડી ગયા હતા. વિહ્લચેર પર જ હરફર કરતાં.અવારનવાર કીડની પ્રોબલેમ પણ થઇ જતો. બંને સારી સખી થઇ ગયી. ત્યારબાદ રોમા અવારનવાર લેખા સાથે ફોનપર વાત કરતી, ઘરે બોલાવતી.લેખાને ખ્યાલ આવી ગયો હતો કે અનૂપ કામકાજમા વધુ વ્યસ્ત રહેતો પણ સાથે જ રોમાનુ પણ એટલું જ ધ્યાન રાખતો.માવજત કરતો.
ત્રણે જણ સાથે પંચગીની તેમના પુત્ર આયુષને મળવા જતા. 
પણ નવો વળાંક કેજેનીકલ્પના કોઈ એ નહોતી કરી.ત્રણેના જીવનને વાળી દીધું.ધીરે ધીરે લેખા અને અનૂપ પ્રેમમા પડી ગયા જેની જાણ રોમાદીદીને થતાં તોફાન આવી ગયું. અનૂપ હવે લેખા સાથે લગ્ન કરવા માંગતો હતો.
"મને થોડો સમય આપ લેખા,હું રોમાને મારી વાત
સમજાવીશ" 
"કોને ખબર પણ.મને લાગે છે આપણે આગળ
વધવું નહોતું જોતુ અનૂપ, રોમા દીદી મને માફ
નહી કરે."લેખાની આંખ ભરાઇ આવી.
"એવુ નહીં વિચાર લેખા,આપણા વચ્ચે માત્ર 
આર્કષણ નથી. હું તને ખરેખર પ્રેમ કરૂ છું. 
છતાંયતું મુક્ત છે."
"હું બીજા કોઈને હવે પસંદ નહી કરી શકુ"

અનૂપે રોમાને પોતાના અને લેખાના પ્રેમ વિષે 
વાત કરી.પણ રોમાને આ સ્વીકાર નહોતું
ધીરે ધીરે વાત વણસી ગયી. રોમાના અહં ને 
ઠેસ પહોંચી હતી. 
માઇ અને ભાઈ ભાભી પણ આ વાતથી 
નારાજ થઇ ગયા. 
લેખાએ અનૂપને મળવાનું બંધ કર્યુ

અનૂપ અને રોમાદીદી વચ્ચે ખટરાગ વધતો ગયો.અનૂપ રોમાને સમજાવતો, પણ રોમાની બિમારીને કારણે રોમાનો સ્વભાવ અનૂપ માટે મલિકીભાવવાળો થઇ ગયો હતો. સતત 
અશુરક્ષિત મહેસૂસ કરતી અને કોઇ વાતે 
નમતું જોખવા તૈયાર ન થતી.
પોતાની નાની બહેન માનેલી લેખાને દીદી ફોન 
કરી ખૂબ ઝગડો કરતાં અને રડી પણ પડતા. 
લેખા બધું ચૂપચાપ સાંભળી લેતી.ધીરે ધીરે રોમાનીવાતોથી લેખા પોતને દોષિત માનવા લાગી.

અને એક દિવસ દીદી પિયર ચાલ્યા ગયા
 અનૂપએકલો પડી ગયો. રોમા પુત્રને પણ 
મળવા ન દેતી.લેખાના ભાઇભાભીને પણ 
આવી પડેલ પરિસ્થિતિમાં માઈ અને લેખા
 સાથે  નારાજગી થઈ ગયી જે એને અને 
માઇને અકળાવતી હતી. લેખા અને માઇ પાછા સંબલપૂર ચાલ્યા ગયા. 
માઇનો વિચાર લેખાને સારું ઘર જોઈ પરણાવી દેવામાં હતો.
પણ લેખાની માનસિક પરિસ્થિતિ જોઈને આગળ વાત ન કરતી. રોમા ચાલી ગયી. અનૂપ રોમાને પસંદ નહોતો કરતો કે ગમતી નહોતી એવું
નહોતું. એક યુવાન પુરુષની જેમ અનૂપ પણ પત્નીના સહવાસ ઝંખના કરતો હતો. રોમાને
અકસ્માત થયા પછી એનો પ્રેમ દયા અને કરૂણાં
મા રૂપાંતર થઇ ગયો. રોમા આ પ્રેમને પતિપ્રેમ
જ સમજતી હતી,જયારે અનૂપ પોતાનામા કશુંક
દબાવી ને રહેતો હતો જે રોમા જાણી નહોતી શકતી. આ તરફ લેખા મુગ્ધ યૌવના હતી પણ
ધીર ગંભીર હતી.ઉમર પ્રમાણે એ પણ સહવાસ
ની ઝંખના કરતી હતી. આ પ્રેમમાં સ્વાર્થ નહતો. અનૂપ અને લેખાના કામકાજનુવાતાવરણ
એવું હતું કે ત્યાં મુક્ત જીવન જીવીશકાય.
 પણ બંનેનો પ્રેમ એવો એક આર્કષણ માત્ર
નહતો.શારીરિક જરૂરિયાત પૂરતો નહોતો.
બંને એકબીજાની નજીક આવી ગયા હતા
 પણ સીમા તોડીને નહીં.અને હજી પણ સીમ
તોડવા નહોતા માંગતા.


થોડા સમય પછી ભાઇના તરફથી સમાચાર મળ્યા કે રોમાદીદી ગુજરી ગયા છે. લેખા હવે પોતાની જાતને માફ નહોતી કરી શકતી. ઉદાસ રહેતી અને
ચૂપ જ રહેતી. નૃત્ય જાણે ભૂલી જ ગયી.
થોડા સમય પછી સવારના પોતાના ઘરે અનૂપને જોઈ માઇ અને લેખા આશ્ચર્યમાં પડી ગયા. અનૂપ માઇને પગે લાગ્યો. કોઈ પાસે શબ્દ ન હતા. આખરે અનૂપે જ ચૂપકીદી તોડી.
"માઇ, હું લેખા સાથે લગ્ન કરવા માંગુ છું."
માઇ ઘડી ભર ચૂપ રહી. લેખાના પગ થીજી ગયા.
એની આંખોમાં આંસુ આવી ગયા અને પોતાના
રૂમમાંં જતી રહી.અનૂપે લેખાની સાથે વાત કરી 
સમજાવાની કોશિશ કરી પણ લેખા ખૂબ જ રડી
રહી હતી. પોતે રોમાની દોષી છે એવું જ માનતી. પણ માઇ અનુભવી હતી. થોડોવખત 
અનૂપને રાહ જોવાનું કહી વાતાવરણ શાંત
પાડયું. માઇએ વિનોદભાઇને ગામ બોલાવ્યા.
આખરે લેખાની ઉંમર પરણવાલાયક હતી.
 વાત નાજૂક થઇ ગયી હતી. 
"જો લેખા, અનૂપ અત્યારે કોઇ પણ પાત્ર શોધી શકે છે.એના મનમાં તું જ છે. એટલે જ અહીં 
આવ્યો હતો અને હજી તારી જ રાહ જોય છે.
તારા મનમાં જો હજી અનૂપ માટે લાગણી હોય 
તો પરણી જા. કારણકે બીજા કોઈ પાત્ર સાથે તું
ખૂશ નહીં રહી શકે. લાંબો વિચાર કરજે."
માઇ અને વિનોદભાઈ આનાથી વિશેષ જોર નાખવા નહોતા માંગતા.
રોમાની ગેરહાજરી પછી ભાઇ અને માઇના વિચારોમા ફેરફાર થયા હતા.બંને જાણતા હતા
અનૂપ સારું પાત્ર છે પણ રોમાનું ઘર ભંગ કરી
પોતાની પુત્રીની ખૂશી નહોતી જોઇતી.
ધીરે ધીરે પરિસ્થિતિ હળવી થવા લાગી. લેખા 
અનૂપ સાથે પરણવા રાજી થઇ ગયી. અને ભાઇ
સાથે ફરી બંને મા-દિકરી મુંબઇ આવી ગયા
સાદાઇથી લેખા આને અનૂપના લગ્ન થઈ ગયા.
અનૂપે લેખાને નૃત્યકળાનુ શિક્ષણ આપતી સંસ્થા
"મોરપિચ્છ" શરુ કરી આપી. બે વરસ બાદ મિહીકાનો જન્મ થયો. આ બે વર્ષ દરમિયાન લેખા
આયુષને પોતાની તરફ લાવવામાં સફળ ન રહી.
આયુષ લેખાથી દૂર જ રહેતો. રજાઓ મા નાના
નાની પાસે ચાલ્યો જતો. અનૂપ એને મળવા જતો.પોતાની સાથે આવવા સમજાવતો.પણ આયુષ ના પાડતો. લેખા માટે અસહ્ય હતું પણ મિહીકાના જન્મ પછી બદલાવ આવ્યો
 છતાં પીડા પીછો કરતી હતી..
મિહીકાના બાળપણમાં બધું ભૂલવાની
કોશિશ કરતી. માઇ પણ ભગવાન પાસે જતી રહી.અનૂપના પ્રેમ આગળ બધું વિસરાઇ જતું.

પનવેલ નજીક આવી ગયુ હતુ. બસ એક જમણો
વળાંક અને પોતે પુત્રી અને પતિ પાસે પહોંચી જશે. લેખા ઉત્સાહમાં આવી ગયી.નવા ફ્રોકમા
સજ્જ થયેલી પુત્રીની કલ્પના કરવા લાગી.બે દિવસ પહેલાં જ અનૂપ અને લેખાએ મિહીકા
ના જન્મદિવસની શોપિંગ કરી હતી. આ ઉજવણીની ત્રણેય જણ આનંદ થી કરતા હતા.
પણ આ શું? આ શું અથડાયું?

"ઓ માઇ, મહિકા..."
એક ચીસ ગુંજી ઉઠી.લેખા કાઇ સમજી ન શકી.

ઓહ! કેવો અંધકાર છે. લેખા પોતે કયાં છે એ 
જાણવા પ્રયત્ન કરી રહી હતી ત્યાં એનો હાથ
કોઈ એ જોરથી પકડ્યો.
"કોણ.... રોમાદીદી તમે"
"હા, ઓળખી મને?
ચારે તરફ અંધકાર હતો પણ એક નાના એવા 
પ્રકાશના ઝબકારા વચ્ચે રોમાદીદી સ્પષ્ટ દેખાય
રહ્યા હતા અને લેખાની હથેળી પકડીને ઉભા હતા. લેખા હજી સમજી નહોતી શકતી પોતે કયાં
છે. એક ભયંકર ધડાકા જેવો અવાજ તેની આસપાસ ગુંજી રહ્યો હતો.
"દીદી?"
એક હાસ્ય.
લેખા પોતાનો હાથ છોડાવા ગયી પકડ મજબુત હતી. પ્રયાસ નિષ્ફળ રહ્યો.
"દીદી, છોડો મારો હાથ. મને જવા દો. અનૂપ"
લેખા ચિત્કાર કરવા લાગી.
"આવી જ ચીખ મે પણ અનૂપના નામની પાડી હતી. પણ મારી પીડા પણ આવા જ અંધકારમા 
ખોવાઈ ગયી. "
"ના, દીદી હું તમારી દુશ્મન નહોતી. હું તમને જરાય દુઃખી કરવા નહોતી માંગતી.હું હજી પણ
પીડા અનુભવું છું"
"હું અપાહીજ હતી. મારી લાગણીઓ અપાહીજ
નહોતી. મારો સંસાર તૂટીફૂટીને મારી સાથે રાખ થઇ ગયો."
લેખા રડી રહી હતી પણ હાથની પકડ મજબૂત મહેસુસ થઇ રહી હતી.
"મારો હાથ છોડો, દીદી.મારી મિહીકા મારી રાહ જોઈ રહી છે."
"મારો આયુષ પણ ..."
"આયુષને હું પુત્ર માનુ છું પણ મારી પાસે આવતો જ નથી નફરત કરે છે.મને ખૂબજ પીડા 
થાય છે જયારે તમને યાદ કરૂ છું. આયુષ મારી પાસે આવતો નથી. મને માફ કરી દો."
"તને માફ કરી ને તો ગયી હતી એટલે તો અનૂપ તારો થયો".
"ઓહ! " લેખા કણસતી હતી.
"આજે તારી પીડા નો અંત આવી ગયો છે. ચાલ 
મારી સાથે"લેખાને મહેસૂસ થયું કે તે ખેંચાઇ રહી
છે. મિહીકા યાદ આવી.ફરી હાથ છોડવા ગયી.
"આત્મા અમર.છે, શરીર રાખ થાય છે પણ મૃત્યુ
પીડા નુ થાય છે. આજે તારી પીડા મૃત્યુ પામી છે.ચાલ મારી સાથે." રોમા ખેંચી રહી હતી અને
લેખા ઢસડાઇ ગયી. આગળ અંધકાર જ હતો.
"દીદી, છોડી દો મને, કયાં લઇ જાઓ છો?"
અંધકાર અને પ્રકાશ... આ કેવું વાતાવરણ છે?
અને લેખાએ મહેસૂસ કર્યું કે હાથ છૂટી ગયો છે
અને રોમા એક ઠંડું અને કાતિલ હાસ્ય કરતી.
આગળ જઇ રહી છે. લેખા ઘડીભર જોતી રહી.
અંધકાર ને ધકેલી લેખા વિરુદ્ધ દીશામા દોડી.
"ઓહ, આ ક્યો રસ્તો છે?"

"ઓહ, મિહીકા અને અનૂપ રડે છે. શું થયું?"
. મિહીકા એના ડેડીને વળગી ને
ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તો અનૂપ પણ રડતો 
હતો. 
લેખા મિહીકા અને અનૂપનુ રૂદન સાંભળી શકતી હતી
પણ તેનુ અર્ધચેતન શરીર અને મન સાથ નહોતું
આપતું બંનેનુ ધ્યાન પોતાના તરફ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યાં.
 એક ટ્રકવળાએ પાછળથી આવી કારને ટક્કર મારી. લેખાને માથા પર અને અન્ય શારિરીક માર 
લાગ્યો હતો. 
લોકોનું ટોળું અને પોલીસ જમા
થઈ ગયા હતા. એક ટ્રકમાથી એક વ્યક્તિને પૂછી
રહ્યા હતા કાઈક. કોઇ સ્વર સ્પષ્ટ નહોતો.
ત્યાં જ એની દ્રષ્ટિ એમબ્યુલન્સના સ્ટ્રેચર પર ગયી. 
આ શું?
"આ તો હું જ છું. મારા શરીરમાં થી આટલું
 લોહી કેમ વહે છે?
. લેખા ફરી રોમા તરફ દોડી.
"દીદી, પ્લીઝ , અનૂપ અને મિહીકા રડે છે. શું થયું
છે કે મારી તરફ જોતાં પણ નથી." લેખા વિહવળ
થઇને જોવા લાગી. રોમાદીદી કયાંય નહોતા.
"આત્મા અમર છે, શરીર નાશ પામે છે, પીડામાં
 થી મુક્તિ મળે છે. લેખા, આજે તારી પીડામા
થી મુક્તિ થયી " લેખાએ હતાશ થઈને આંખો બંધ કરી દીધી.
ચાર દિવસ પછી લેખા ભાનમાં આવી. 
બેભાન અવસ્થામાં પણ તે સતત રોમા સાથેના
સંવાદ બબડતી હતી. આટલા વર્ષની પીડા હવે
બહાર આવી રહી હતી. અનૂપ સતત લેખા પાસે
રહેતો અને આ પીડાના શબ્દો સાંભળી એની 
આંખોમા આંસુ આવી જતા.
ડોકટરના નિદાન મુજબ આ એક જૂનો માનસિક
આઘાત હતો જે પીડારૂપે બહાર આવી ગયો.

ધીરે ધીરે લેખા સ્વસ્થ થવા લાગી પણ રોમાદીદી
ની વાતો એને અશાંત કરી દેતી. અનૂપ પણ લેખાની આ હાલત જાઇ રહ્યો હતો.
અનૂપે લેખા સાથે વાત કરતાં લેખાએ
 અકસ્માતસમયની પોતાની પરિસ્થિતિનું 
વર્ણન કર્યું.
આ એક ન માની શકાય એવી વાત હતી. 
આ ભ્રમ હતો કે સ્વપ્ન?
ડોક્ટરની સલાહ મુજબ લેખા અને અનૂપ માનસ
શાસ્ત્રીને મળવા ગયા. લેખાએ વર્ષો થી દબાયેલી
પીડા અને અકસ્માત સમયે રોમાની સાથે થયેલી
વાતનું વર્ણન કર્યું.
ડોકટર એ બંનેને સમજાવા શરુઆત કરી.
"આ ભ્રમ કે સ્વપ્ન નથી. તો હકીકત પણ નથી.
મૃત વ્યક્તિ પાછી નથી આવતી. જો આવતી 
હોયતો અકસ્માત સમયે શું કામ આવી? 
લેખાના મનમાં રોમા માટે લાગણી છે અને પોતે
એની દોષી છે એવું સતત માનતી હતી જે પીડા
મનમાં ધરબીને રાખતી હતી. કોઇ પાસે પોતાનું
મન ખોલીને વાત ન કરતી. એનુ મન સતત રોમા
ની માફીને તરસતુ હતું .આ લાગણીઓ એના અર્ધજાગ્રત મનમાં જીવીત હતી જે અકસ્માત
સમયે બહાર આવી. ખરેખર તો રોમા આવી જ
નહોતી પણ લેખાના અર્ધજાગ્રત મનની ઇચ્છા 
રોમા ના સ્વરૂપમાં આવી હતી અને પીડામાંથી
મુક્ત કરી રહી હતી."
"લેખા, તું હવે સ્વસ્થ છે.અહિયાં ત્રણ ચાર વાર
આવી કાઉન્સેલીગ, પરમાર્શ કરાવજે.તું કોઇ પણ
રીતે દોષી નથી. "
અનૂપ અને લેખા હળવાશ અનુભવી રહ્યા હતાં.
લેખા પણ પોતાની જાતને મુક્ત મહેસૂસ કરતી
જયારે રોમાના શબ્દ યાદ આવતા.
"તું આજે પીડામાંથી મુક્ત થઇ ગયી છે."



















બીજા રસપ્રદ વિકલ્પો