પપ્પા નો દિવસ - 2 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પપ્પા નો દિવસ - 2

ગઈ કાલ ની વાત .. જમ્યા .. જમી ને ઊભા થયા .. આપણે તો રોજ ની જેમ મોબાઇલ મચેડ્તા મચેડ્તા આપડી રૂમ માં નીકળી ગયા .. 
પપ્પા એ કીધું કાલે વહેલો ઉઠજે થોડું કામ છે .. હા ( fomality) કહીને મોબાઇલે મચેડ્તા મચેડ્તા જ ઊંઘી ગયો .. 

સવારે ઊઠ્યા આઠ વાગ્યે દરરોજ ની જેમ મોબાઇલ જ હાથ માં લીધો ..આંખો ખોલતા જ જોયું તો ઢગલો પોસ્ટ અને ફોટા..
ગણ્યા ગણાય નહીં એવા ... શેના તો કે ' ફાધર્સ ડે ' ના .. લે હું તો રહી જ ગયો ..
લોકો એ એમના પાપા ને કેટલો પ્રેમ કરે એ બતાવ્યું તો આપણે પણ બતાવું પડે ને .. ( બસ એટલું જ વિચારીને હો )
મેં પણ બધું ચેક કર્યું પણ પાપા નો ફોટો ક્યાંય મળે જ નહીં..( કોઈ દિવસ જોડે બેસી ને પડાયો હોય તો ને ) ..
બોવ શોધ્યું છેલ્લે બોવ શોધ્યા પછી ઍક કબાટમાંથી આલ્બમ મળ્યો .. ઉપર થી ધૂળ સાફ કરીને પાપા નો ફોટો શોધ્યો ..મારા oppo f7 માં ક્લિક કર્યો..(પપ્પા પાસે હજી એજ સાદો અને માત્ર ગીત સંભાળાય એવો જ ફોન હતો ) તેને એડિટ પણ કર્યો .. સારો તો લાગવો જોઈએ ને આતો પાછો મારા સોશિયલ અકાઉંટ પર પોસ્ટ કરવાનો એટલે ( આદત જ  DSLR ની પડી ગઈ પછી ) ઝાંખું કશું ના ચાલે વીરા ને.. ભલે ને પપ્પા ગમે તેટલા ઝાંખા પડી જાય ..

પપ્પા એ કીધું હતું કે કામ છે સવારે વહેલા.. પણ એ કામ માટે પાપા સવારે વહેલા જ નીકળી ગયા હતા .. ( એકલા ) 

ફોટા ને એડિટ કર્યો એના માટે મસ્ત caption વિચાર્યું પણ કઈ સુજ્યુ નહીં .. પણ કયાંથી સૂઝે ? એટલે ગૂગલ જિંદાબાદ ..
સર્ચ કર્યું અને મસ્ત સૌથી વધારે મારા પપ્પા ને હું જ પ્રેમ કરું છું .. એવું સાબિત કરતું caption રાખ્યું ..

એટલા માં જ પાપા કામ પતાવી ને ઘરે આવ્યા અને નીચે થી અવાજ આવ્યો,"બેટા નીચે આવજે.. ઍક ગ્લાસ પાણી ભરતો આવજે ને "

ત્યા જ હું બોલ્યો " શાંતિ રાખો ને યાર તમે , ફાધર્સ ડે પર ફોટો પોસ્ટ કરું છું તમે જાતે જ પી લો " ..

બસ આજ ' ફાધર્સ ડે '..

આજના દિવસ ને લઈને લોકો એવા ઘોટે ચડ્યા છે કે હદ પાર વગરનું આપણે એને ખોટું નથી સમજતા .. પણ પાપા ના કામ ને ઇગ્નોર કરીને પપ્પા ના દિવસ માટે પોસ્ટ મૂકવી એ આંધળું અનુકરણ નહીં તો બીજું શું છે ? 
આપણો પ્રેમ એટલો છુપાયેલો છે કે તેને સાબિત કરવા સોશિયલ મીડીયા નો સહારો જોઈએ .. 
કેહવુ તો એટલું જ છે કે પપ્પા નો પ્રેમ એ કોઈ દિવસ કે કોઈ ફોટા ના caption નો મોહતાજ નથી .. 

" જે દિવસે પપ્પા ના ચેહરા પર સ્મિત લાવી શક્યા .. એજ દિવસ 'પપ્પા નો દિવસ' ." 
"જે ક્ષણ માત્ર તમારી નહીં અને આખા પરિવાર ની થાય એજ દિવસ 
' પપ્પા નો દિવસ '.."
" તમારા જીવન મા કોઈ ખુશી ના સમાચાર આવે અને બીજા કોઈને ના સંભડાવી પહેલો ફોન પપ્પા ને કરો એજ 'પપ્પા નો દિવસ '.."
" ક્યારેક જીવન મા ફૈલ થઈને હારીને પાપા માયૂસ થઈને બેઠા હોય અને ખભા પર હાથ મૂકીને બસ એટલું જ કહ્યું ને કે ' તમે છો તો બધું જ છે .. એજ પાપા માટે 'પપ્પા નો દિવસ'.."
' તમે તમારી ઉંમર પહેલા જ સમજદાર અને વિવેકી થઇ જાવ એટલે સમજવું કે હવે પાપા ને " પપ્પા ના કોઈ ખાસ દિવસ ' ની જરૂર નથી ..પછી એમના માટે રોજ એમનો જ દિવસ.. 

સાહેબ , આ સજ્જન પુરુષ થઈને ફાધર્સ ડે માટે પોસ્ટ કરીએ છીએને એનો pluspoint પણ પપ્પા ને જ જાય છે ..

માન્યું કે પાપા અને દિકરા વચ્ચે ઍક અઢ્ર્શ્ય દીવાલ હોય છે ..
" પાપા ક્યારેય ફોટો પોસ્ટ નથી કરતા કેમ કે એમના દિલ મા દરેક ધડકને એમનો દીકરો જ ધડ્ક્તો હોય છે .."
" આ માત્ર ઍક એવું પાત્ર છે જે 10 કલાક ઘર ની બહાર રહીને પણ માત્ર ઘર ના માટે જીવે છે .."
" ભલે આપડે તેમની વાત નથી માનતા.. પણ ના માન્યા પછી પણ તમારી વાત સાથે compromise કરીને સાથ આપે એટલું મોટું દિલ માત્ર પપ્પા પાસે હોય છે .. " 

દિવસે પાપા બાર ફર્યા દિકરાએ પોસ્ટ કરેલો ફોટો અને caption કોઈના મોબાઇલ માં જોયું હશે .. રાતે જમતી વખતે ફરી ભેગા થયા ( સારું છે ને આપડે ઘર મા જમતી વખતે તો ભેગા થઈએ છીએ અને એટલે જ કદાચ ડાઈનિંગ ટેબલ ને કોઈએ દુનિયા ની બેસ્ટ યૂનિવર્સિટી કહી છે ..) પાપા એ બધું વાંચેલું એટલે પપ્પા એ દિકરા સામે જોઈને બસ એટલું જ વિચાર્યું કે ભગવાન આ જ દીકરો મને જન્મોજન્મ આપે ..અને એટલે જ કહેવાનું મન થાય કે " દિકરા માટે પપ્પા નો દિવસ ભલે વર્ષ માં ઍક વખત આવતો હોય પણ પપ્પા માટે એમનો દરેક દિવસ " દીકરો નો જ દિવસ હોય છે " " ..

લેખક :- સાર્થક પારેખ (sp)
મારી કોઈ વાતો થી કોઈ ના દિલ ને ઠેસ પહોંચી હોય તો માફ કરજો .. પણ આ જ આજની વાસ્તવિકતા છે ..

જય માતાજી ..