Premni Seema - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમની સીમા - 3

 

(પુન: પૂર્ણવિરામ પામતી પ્રેમ ગાથા)

Full length Gujarati Natak

PART-3

[બીજો અંક]

[પ્રથમ દ્રશ્ય]

(રાત્રિનો સમય છે. રાહુલ લેપટોપ પર કામ કરી રહ્યો છે. ત્યાં પ્રિયા આવે છે. રાહુલ પ્રિયા પર એક નજર કરીને ઉભો થઈ પોતાના રૂમ તરફ જાય છે.)

પ્રિયા : મને ખબર છે તમે મારા માટે શું વિચારતા હશો અને તમરા વિચારવું પણ વાજબી પણ છે. આખરે મે તમને ધોકો આપ્યો છે ને ? પણ રાહુલ તમે એક વખત મારી વાત સાંભળશો તો તમને મારા પ્રત્યે…

રાહુલ શું તારા પ્રત્યે ? (પ્રિયાની વાત કાપતાં કહ્યું) વિશ્વાસ કરીશ ? માફ કરીશ ?

ભૂલી જઈશ કે તમે તારા સ્વાર્થ માટે મને અને મારા પ્રેમ સાથે રમત રમી હતી ?

અને આ બાળક કોનું છે ? જેને તમે મારું ગણાવો છો ? તમને ખબર છે ને ? જ્યાં સુધી આપણે રહ્યાં હતાં ત્યાં સુધી અલગ અલગ રૂમમાં રહેતા હતાં ? હું એક વખત મારા પર જે વિત્યુ તે ભૂલી પણ જાઉં પણ તમે મારી સ્વર્ગવાસી પત્નીની આત્માને પણ દુ:ખ પહોચાડ્યું છે. મારી મનપસંદ વસ્તુ જાણવા તેની ડાયરીનો ઉપયોગ કર્યો ? લગ્નને પહેલા દિવસે જ તમે કહી દીધું હતું ને કે તમને વાત ગોળ-ગોળ ફેરવીને કહેવાની આદત નથી તો તમારે તે જ દિવસે તમારા અરમાન કહી દેત તો હું તમને રાજી ખુશીથી જવા દેત આ 7 દિવસ ગુજારવાની નાટક શા માટે કર્યું ?

(રાહુલના તીક્ષ્ણ તીર જેવા વેણે પ્રિયાના આસુઓનો બંધ તોડી દીધો અને તે સળસળાટ તીવ્ર ગતીએ વહેવા લાગ્યાં)

રાહુલ : પ્રિયાના મ્રુત્યુ પછી મે જાતને સમજાવી દીધું હતુ કે હવે હું ફરી પ્રેમ નહીં કરું ! તેના સિવાય મારા દિલમાં હવે બીજાની જગ્યા નહીં થઈ શકે ! તે જ ધારણાથી જીવન ગુજારવા તૈયાર હતો. પછી તમારા સાથે લગ્ન થયા અને તમારા સાથે થોડો દિવસ હસી મઝાકમાં ગુજાર્યા બાદ મારા દિલમાં તમારે માટે જગ્યા થવા લાગી અને મારા દિલને ફરી પ્રેમ કરવા મજબૂર કરી દીધો હતો.

પ્રિયા ... હું તને પ્રેમ કરતો થઈ ગયો હતો. તારા સાથે જીવન ગુજારવાના સપના જોવા લાગ્યો હતો (આંસું વહાવીને બોલ્યો) પણ તમે તો મારા પ્રેમ સાથે કપટ કરતા હતા. કઠપૂતળીની જેમ નચાવતી હતી. તમારા આ ખેલમાં મારી જ હાર થઈ છે બસ મારી જ હાર થઈ છે. હવે તમારા માટે મારા દિલમાં શું ...... મારા ઘરમાં પણ જગ્યા નથી. બાપુજીને હાર્ટ એટેકની બીમારી ના હોત તો તમારી હકીકત બા-બાપુજીને કહેતા વાર નહીં લાગે ! તમે ત્યાં સુધી અહીં છો જ્યાં સુધી બા-બાપુજી છે તેઓના ઘરથી ગયા પછી તું પણ જઈ શકે છે.

પ્રિયા : હા રાહુલ ! જતી રહીશ તમારા દિલથી અને તમારા ઘરથી પણ એક વખત મારી વાત સાંભળી લો ! પ્લીઝ ! હવે હું તમને ધોકો નથી આપતી.

રાહુલ : હવે ? કે પહેલા ! તમને કોઈ હક નથી તમારી વાત સંભળાવવાની ! મને એ ખબર નથી પડતી કે બા-બાપુજી એવો કેવો વ્યહાર કરી રહ્યા છે કે જાણે કે તેઓને પહેલે થી જ ખબર હોય કે તું પ્રેગનેન્ટ છે ?

પ્રિયા : હા મે જ બા-બાપુજીને કહ્યું હતું કે હું પ્રેગનેન્ટ છું કારણ કે મારા પાસે ...

રાહુલ : તેં કહ્યું ? કેમ કહ્યું ? (આંખોમાં ઉષ્મા અને અવાજમાં તીવ્રતા સાથે બોલ્યો.)

પ્રિયા : હા રાહુલ ! તે જ કહું છું તમે મારી વાત જ સાંભળવા માંગતા નથી ને !

રાહુલ : હા નહીં વાત સાંભળું ! કારણ કે તમે મનઘડંત કહાની ઘડવામાં હોશિયાર છે. એવી કહાની કહીને સંભળાવશે ને કે હું પણ વિચારવા મજબૂર થઈ જઈશ. દૂધનો દાઝેલો છાશ પણ ફુક મારીને પીએ છે. હવે હું તારી એકેય વાતમાં નહીં આવું ! પ્રિયા હું તમારા ગયા પછી મે ફરી એકલાં રહેવાની આદત પાડી દીધી હતી. હું તને ભૂલી જ ગયો હતો અને તમે ફરી આવ્યા ! પ્રિયા ફરી આવી જ કેમ ?

પ્રિયા : રાહુલ ! તને કહું તો ખોટું માનશે પણ હું આવી છું તમારા માટે ...! તમારા પ્રેમ માટે ! હા ચિઠ્ઠીમાં લખ્યું હતું ને હવે મારાથી પ્રેમ નહીં થાય પણ તમારાથી જુદા થયા બાદ મને તમારા સાથે ફરી પ્રેમ થઈ ગયો છે. રાહુલ આઈ લવ યુ

રાહુલ : એકદમ જુઠુ ! સરાસર જુઠુ ! જો તું મને જ પ્રેમ કરતી હોત તો આ બાળક ?

કોનું લઈને ફરે છે ? (ભડકીને કહ્યું)

પ્રિયા : હા તે પણ કહું રાહુલ !

રાહુલ : ચાલો એક હજી કહાની સંભળવા તૈયાર થઈ જાઓ !

પ્રિયા : નહીં આ હકીકત છે.

રાહુલ : હકીકત તો એ છે કે તમે જે છોકરા સાથે પ્રેમ કરતા હતા ને તેણે તમને ધોકો આપ્યો હશે અને તે છોકરાનો સ્વાર્થ પતી ગયા પછી તમને છોડી દીધી હશે અને તેનું બાળક લઈને મારે ઘરે આવી છે અને બીજાનું બાળક મારુ ગણાવે છે.

પ્રિયા : એવું કંઈ નથી ! મારા પર વિશ્વાસ રાખો ! તમે મારી વાત ...

રાહુલ : નથી સાંભળવી તમારી જુઠ્ઠી વાત !

(બાપુજીનો અવાજ આવે છે.)

બાપુજી : અરે રાહુલ્યા ! પાર્ટ ટાઈમ ગુરખાની નોકરી ચાલુ કરી કે શું ? અલ્યા સૂઈ જાને

શું ગણગણ કર્યા કરે છે !

રાહુલ : હા બાપુજી !

(રાહુલ ફરી પ્રિયાને રડતી મૂકીને પોતાના રૂમમાં જાય છે.)

[અંધારું]

[બીજું દ્રશ્ય]

(બાપુજી દરવાજાથી કંટાળેલા આવે છે.)

બાપુજી : કેવું શહેર છે ? બાકળા તો છે પણ છાંયડો નથી ! મોટા-મોટા રોડ તો છે પણ કાયદો નથી ! ચારો ઓર ટ્રાફિકને ટ્રાફિક ! શાંતિની શોધમાં નીકળે તો શાંતિભાઈ મળી જાય પણ મનની શાંતિ શોધવાના તો વાંધા પડે.

(બા અને પ્રિયા કિચનમાંથી આવે છે.)

બા : શું થયું સવાર-સવારમાં ?

બાપુજી : અરે એકસીડેન્ટ થતા થતા બચી ગયો ! નહીં તો મારી સવાર પડી જતે ! રોડ પર ચાલવું કે ઊડવું કંઈ સમજ નથી પડતી હવે !

બા : કેમ શું થયું ?

બાપુજી : આ ટ્રાફિક લાઈટ ખબરના પડે મને ! લાલ લાઈટ થઈ તો મને એમ થયું કે લાલ કપડા વાળા જઈ શકે અને મે પણ લાલ કુર્તો પહેર્યો હતો એટલે મે તો રોડ ક્રોસ કરવા ગયો જ ત્યાં લાલ ગાડી આવી ચડી અને જેમ-તેમ બચ્યો. હવે ખબર પડી કે લાલ લાઈટ થાય તો લાલ ગાડી વાળા જઈ શકે !

બા : ઑહ્હ તમે હવે શાંતિથી ઘરમાં જ બેસો.

(રાહુલ આવે છે.)

બાપુજી : અરે ઘરમાં બેસીને પણ શું કરું ?

બા : અરે ટી.વી જોઈ લો ! રાહુલ બેટા બાપુજીને ટી.વી કરી આપતો.

રાહુલ : ટી.વી ?

(બા અને પ્રિયા કિચનમાં જાય છે.)

બાપુજી : ચલ તો ટી.વી જ જોઈ લઉં.

રાહુલ : ટી.વી ચાલુ કરવાની છે ? (મુઝવણ ભર્યા અવાજે કહ્યું)

બાપુજી : હા ટી.વી જ ચાલુ કરવાની છે ! ઊચકવાની નથી !

રાહુલ : હા બાપુજી બેસો !

(રાહુલ ઘીરે-ઘીરે ટી.વી તરફ જાય છે અને ટી.વી ચાલુ કરવા આમતેમ સ્વિચ દબાવીને મથે છે પણ ટી.વી ચાલુ થતી નથી.)

બાપુજી : આજે જ ચાલુ થશે ને ?

રાહુલ : હા બાપુજી ! બસ અત્યારે જ ચાલુ થઈ જશે !

બાપુજી : છેલ્લા કયા દિવસે ચાલુ કરી હતી ?

રાહુલ : એકચ્યુલી ! અમે ટી.વી બહુ જોતા જ નથી.

બાપુજી : તો ટી.વીને ટેબલ પર ભાર રાખવા લાવેલો છે.

રાહુલ : એવું નથી બાપુજી ..

બાપુજી : ચલ રહેવા દે હવે !

(કિચનમાંથી બા અને પ્રિયા આવે છે.)

બા : અમે તો કિચનનું કામ પણ પતાવી દીધું ! ટી.વી ચાલુ થઈ કે નહીં ?

બાપુજી : ક્યાં ચાલુ થઈ ! ક્યારનો ફાફા મારે છે ! ખબરની નહીં બાબા આદમના જમાનાની ટી.વી લાવેલો છે.

બા : ઑહ્હ ! હવે શું કરીએ ? નવરાં બેસવાનું તો મને પણ નહીં ગમે !

પ્રિયા : રેડિયો ચાલુ કરીએ ! (રાહુલ તરફ શર્મીલુ હાસ્ય બનાવતા કહ્યું અને રાહુલ પ્રિયાને આંખ ફાડીને

જુએ છે.)

બાપુજી : હા રેડિયો ચાલુ કરો !

રાહુલ : રેડિયો ?

બાપુજી : રેડિયો તો તારા જમાનાનો છે ને ? ચાલુ થશે ને ?

રાહુલ : હા બાપુજી !

બાપુજી : ચલ તો ચાલુ કર !

રાહુલ : પણ બાપુજી આ વખતે સારા ગીત આવતા નથી !

બાપુજી : સારા ગીત એટલે ?

રાહુલ : એટલે કે અત્યારના ઘાકચીક ઘાકચીક ગીતો !

બાપુજી : બધી ચેનલ ઉપર ?

રાહુલ : નહીં ...

બાપુજી : બસ તો તું રેડિયો ચાલુ કરી પોતાના રૂમમાં ચાલ્યો જા ! અમે સાંભળીશું એ ઘાકચીક ઘાકચીક ગીતો ....

રાહુલ : અહીં જ છું. ચાલુ કરું છું !

(રાહુલ ભગવાનને પ્રાર્થના કરતો હોય તેમ ઇશારા કરે છે.)

બાપુજી : નારીયેળ નથી ફોડવાનું ! રેડિયો જ ચાલુ કરવાનું છે !

રાહુલ : હા હા બાપુજી !

(રાહુલ રેડિયો ચાલુ કરે છે.)

પહેલું ગીત : ચડ ગયા ઉપર રે .......અટરીયા પે લોટન કબૂતર રે ..

(રાહુલ ફાટેલી કઢી જેવું ચહેરો બનાવે છે. બા અને પ્રિયા અંદર અંદર હસે છે અને બાપુજી રાહુલને આંખ ફાડીને જુએ છે. રાહુલ ફટાફટ ચેનલ ચેઇન્જ કરે છે.)

બીજુ ગીત : સરકાઈ લ્યો તકિયા જાડા લગે ?

(બાપુજી બધાથી મોઢું હટાવીને જોર-જોરથી ગળાથી ખીચ...ખીચ...કરે છે.)

(પ્રિયા રાહુલ તરફ જોઈને શર્મિલુ હાસ્ય બનાવે છે.)

(રાહુલ ફરી ચેનલ ચેઇન્જ કરે છે.)

ત્રીજુ ગીત : દરવાજા ખુલ્લા છોડ આઈ નિંદ કે મારે

(બાપુજી માથે હાથ મૂકે છે અને રાહુલ ફરી ચેનલ ચેઇન્જ કરે છે.)

ચોથું ગીત : ચોલી કે પિછે ક્યાં હૈ ? ચુદડી કે નીચે ક્યાં હૈ ?

(બા અને પ્રિયા મનમાં ને મનમાં હસે છે અને હવે બાપુજી પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખતા

અને જોરથી બોલે છે.)

બાપુજી : બંધ કર તારો નોન-વેજ રેડિયો !

(રાહુલ ફટાફટ રેડિયો બંધ કરે છે.)

બાપુજી : આનાથી તો ટ્રાફિકનો અવાજ સારો ! ચાલો હું તો ચાલ્યો પાછો.

બા : અરે ઉભા રહો ! ચાલો ટાઈમ પાસ કરવા અંતાક્ષરી રમીએ !

રાહુલ : શું બા ! બસ ટાઈમ પાસ કરવા હમેશા અંતાક્ષરી જ રમવાની ?!

બાપુજી : તારી પાસે બીજો કોઈ વિકલ્પ છે ?

રાહુલ : વિકલ્પ ? (વિચારે છે)

બાપુજી : ચલ રહેવા દે હવે ! ચાલો તો અંતાક્ષરી રમીએ !

બા : ચાલો તો ટીમ પાડી દઈએ ! હું અને પ્રિયા એક ટીમમાં !

બાપુજી : આહા...હા... મને ખબર છે સ્ત્રીઓને ગીતો બહુ આવડતા હોય છે એટલે પ્રિયાને તારી ટીમમાં લઈ લીધી અને રાહુલ જેવી કાચી પાપડીને મારી ટીમમાં ધકેલી દીધો !

રાહુલ : કાચી પાપડી ??

બાપુજી : પ્રિયા મારી ટીમમાં હોય તો હું રમુ નહીં તો .....

બા : હા ઠીક છે ! પ્રિયા તમારી ટીમમાં બસ ! રાહુલ તું મારી ટીમમાં ! આપણે જીતી જશું ને !

રાહુલ : પણ બા મને નથી રમવું.

બાપુજી : મૌન વ્રત છે ? કે રવિવારે ઓફિસ જવાનો ?

રાહુલ : નહીં

બાપુજી : ચલ રહેવા દે હવે ! ચલ રમવા !

(શાંતિ આંટી આવે છે.)

શાંતિ આંટી : શું રમવાની વાત ચાલે છે ? હું પણ રમીશ !

બા : અરે શાંતિ ! અંતાક્ષરી રમવાની તૈયાર કરી રહ્યા છે ! પણ ટીમ તો બબ્બે બબ્બે સભ્યોની બની ગઈ છે તું કઈ રીતે રમી શકે ?

શાંતિ આંટી : ઑહ્...હો મારે પણ રમવું હતું !

બાપુજી : તું જજ બની જા !

શાંતિ આંટી : જજ ? જે ઑર્ડર ... ઑર્ડર કરે પણ કોઈ ઑર્ડર લેવા આવતું નથી તે જ ને ?

બાપુજી : આ શાંતિ ને કમળો થઈ ગયો કે શું ? આને કોઈ સમજાઓ !

પ્રિયા : મારા પાસે એક આઇડિયા છે.

શાંતિ આંટી : મારી પાસે વોડાફોન છે.

પ્રિયા : ઓહ્હ આંટી ! હું કહતી હતી કે મારા પાસે એક આઇડિયા છે જેમા ટીમ બનાવવાની જરૂર જ નહીં પડે !

શાંતિ આંટી : એ કઈ રીતે ?

પ્રિયા : આપણે એક અલગ રીતે અંતાક્ષરી રમીએ તો ! જુઓ અંતાક્ષરી છેલ્લા અક્ષરથી રમીએ છીએ ને ? આપણે અહીં અક્ષરથી નહીં પણ શબ્દથી રમીશું.

બા : પ્રિયા કંઈ ખબર નથી પડતી.

પ્રિયા : હા બા સમજાવું. દરેક સભ્ય ચિઠ્ઠીમાં ગીતને લગતો એક શબ્દ લખશે અને આ બૉક્સમાં નાખી દેશે દાખલા તરીકે મે ચિઠ્ઠીમાં એક શબ્દ લખ્યો ‘ગગન’ અને એ ચિઠ્ઠી શાંતિ આંટી ઊચકે તો તેમણે ‘ગગન’ ને લગતું ગીત ગાવાનું રહેશે એટલે લે ‘નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે’ બધાને ખબર પડીને ?

(બધાં સંમતિ દર્શાવે છે.)

પ્રિયા : અને જેને એ શબ્દથી ગીત નહીં આવડે તે હારી જશે અને જેને આવડશે તે રમતમાં રહશે અને જે છેલ્લે સુધી રહશે તે જીતી જશે ! બોલો બરાબર ને ?

શાંતિ આંટી : હા એકદમ બરાબર.

બાપુજી : રાહુલ તને તો કોઈ વાધો નથી ને ?

રાહુલ : મને ! ના કોઈ વાંધો નથી.

પ્રિયા : ચાલો તો આ લ્યો ચિઠ્ઠી અને ગીત માટે એક શબ્દ લખીને બૉક્સમાં નાખો.

(બધાં પોતાની ચિઠ્ઠીમાં વિચારી-વિચારીને શબ્દ લખે છે એક પછી એક ચિઠ્ઠીઓ નાખે છે.)

શાંતિ આંટી : ચાલો આ કામ પત્યું પણ પહેલી ચિઠ્ઠી ઊચકશે કોણ ?

બાપુજી : કોણ શું ? પહેલી ચિઠ્ઠી રાહુલ ઊચકશે !

રાહુલ : અરે ! આવું થોડું ચાલે ! બા સમજાવો ને !

બા : હા ! સમજાવું ! પ્રિયા હવે તું જ બોલ કોણ પહેલી ચિઠ્ઠી ઊચકશે ?

પ્રિયા : નાનપણ થી ચાલુ કરીએ ? હું બધાંથી નાની છું તો હું પહેલી ચિઠ્ઠી ઊચકીશ અને મારા પછી રાહુલ અને પછી શાંતિ આંટી અને પછી બા બાપુજી ઊચકશે ! બરાબર ને ?

બાપુજી : હવે રાહુલને કોઈ વાંધો ના હોવો જોઈએ !

રાહુલ : હા મને જ બધો વાંધો છે ! (ધીમેથી બબડ્યો)

બાપુજી : શું બોલ્યો ?

રાહુલ : કંઈ વાંઘો નથી બાપુજી ! ચાલુ કરો

પ્રિયા : પણ જેમ દરેક રમતમાં અમુક નિયમ હોય છે તેમ આ અંતાક્ષરી પણ નિયમ છે.

નિયમ: કોઈ બીજાની મદદ નહીં કરી શકે, બધાં એકસાથે જ ચિઠ્ઠીઓ ઊચકશે પણ ચિઠ્ઠીનો શબ્દ ત્યારે જ વાંચી શકશે જ્યારે એક પોતાનું ગીત પતાવશે. સમજી ગયાં ?

(બધાં ફરી સંમતિ દર્શાવે છે અને અંતાક્ષરી ચાલુ થાય છે.)

(પ્રિયા બોક્ષમાંથી એક ચિઠ્ઠી ઊચકીને તેમાં લખેલું નામ ઉચ્ચારે છે.)

પ્રિયા : ‘જીવન’

(પ્રિયા ગીત ગાય છે)

‘મેરી સાંસોમે તું હૈ સમાયા

મેરા જીવન તો હૈ તેરા સાયા

તેરી પૂજા કરુ મેં તો હરદમ

યે હૈ તેરે કરમ કભી ખુશી કભી ગમ’

(બીજી ચિઠ્ઠી રાહુલ ઉચકે છે ચિઠ્ઠીમાં લખેલું નામ ઉચ્ચારે છે.)

રાહુલ : ‘દિલ’

(રાહુલ ગીત ગાય છે)

‘દિલ મેરા ચુરાયા ક્યું ?

જબ યે દિલ તોડના હી થા

હમે સે દિલ લગાયા ક્યું ?

જબ યે મુહ મોડના હી થા.

(ત્રીજી ચિઠ્ઠી શાંતિ આંટી ઉચકે છે અને નામ ઉચ્ચારે છે.)

શાંતિ આંટી : ‘દિવાના’

ગીત:

‘યે મેરા દિલ પ્યાર કા દિવાના

દિવાના દિવાના પ્યાર કા મસ્તાના

મુશ્કિલ હૈ પ્યારે તેરા બચકે જાના

યે મેરા દિલ પ્યાર કા દિવાના’

(ચોથી ચિઠ્ઠી બા ઉચકે છે ચિઠ્ઠીમાં લખેલું નામ ઉચ્ચારે છે.)

બા : શક્તિ

ગીત:

‘ઇતની શક્તિ હમે દેના દાતા

મન કા વિશ્વાસ કમજોર હોના

હમ ચલે નેક રસ્તે હમ સે

ભૂલ સે કોઈ ભૂલ હોના’

(પાંચમી ચિઠ્ઠી બાપુજી લે છે અને ચિઠ્ઠીમાં લખેલું નામ ઉચ્ચારે છે.)

બા : ડોન

ગીત:

‘અરે દિવાનો મુજે પહેચાનો

કહા સે આયા મે હું કૌન ?

મે હું કૌન ? મે હું કૌન ? મે હું મે હું મે હું ડોન’

(પ્રિયા ચિઠ્ઠી લે છે અને નામ ઉચ્ચારે છે – ‘બાબુલ’)

ગીત:

‘મે તો છોડ ચલી બાબુલ કા દેશ પિયા ઘર પ્યારાં લગે

કોઈ મૈકે કો દે દો સંદેશ પિયા ઘર પ્યારાં લગે’ (રાહુલ તરફ ઇશારો કરે છે.)

 

(રાહુલ ચિઠ્ઠી લે છે અને નામ ઉચ્ચારે છે – ‘તડપ’)

ગીત:

‘તડપ તડપ કે ઈસ દિલ સે આંહ નિકલતી રહી

મુજકો સજા દી પ્યાર કી ઐસા ક્યાં ગુના ક્યાં ?

તો લૂટ ગયે હા લૂટ હમે તેરી મહોબત મે’

(આંટી લે છે અને નામ ઉચ્ચારે છે – ‘હુસ્ન’)

ગીત:

‘આ જાને જા મેરા યે હુસ્ન જવાઁ જવાઁ

તેરે લિયે હૈ આંસ લગાયે ઓ જાલિમ આ જાના’

(બા ચિઠ્ઠી લે છે અને નામ ઉચ્ચારે છે – ‘નગમાં’)

ગીત:

એક પ્યાર કા નગ્મા હૈ

દો દિન કી જવાની હૈ

જિંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ.

(બાપુજી ચિઠ્ઠી લે છે અને નામ ઉચ્ચારે છે – ‘રંગ’)

ગીત:

ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર

ગોરા રંગ તો દિન મે ઢલ જાયેગા (શાંતિ આંટી તરફ ઇશારો કરે છે.)

મૈ સમા હું તુ હૈ પરવાના

મુજ સે પહેલે તુ જલ જાયેગા (આ કડી શાંતિ આંટી ગાય છે.)

(પ્રિયા ચિઠ્ઠી ઉચકે છે ચિઠ્ઠીમાં નામ આવે છે – ‘બંધન’)

ગીત:

‘તેરે મેરે બીચ મે, તેરે મેરે બીચ મે

કૈસા હૈ યે બંધન અંજાના

મૈને નહીં જાના તુને નહીં જાના’

(રાહુલ ચિઠ્ઠી ઉચકે છે ચિઠ્ઠીમાં નામ આવે છે – ‘ગલિયાઁ’)

ગીત:

‘તેરી ગલિયો મે ના રખેગે કદમ આજ કે બાદ

તેરે મિલને કો ના આયેગે સનમ આજ કે બાદ

તેરી ગલિયો મે ...’

(આંટી ચિઠ્ઠી ઊચકે છે ચિઠ્ઠીમાં નામ આવે છે – ‘સમુંદર’)

ગીત:

સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ, તેરે પીછે પીછે આ ગઈ

ઓ જુલ્મી મેરી જાન તેરે કદમો કે નીચે આ ગઈ,

સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ’

(બા ચિઠ્ઠી ઊચકે છે ચિઠ્ઠીમાં નામ આવે છે – ‘ચીકની ચમેલી’)

બા : આવા કેવા શબ્દો ‘ચીકની ચમેલી’ છીંકણી સાંભળેલું હતું આ તો પહેલી જ વાર સાંભળ્યું ?

(બધાં બા ને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ નિયમ પ્રમાણે કોઈ મદદ કરી શકતા નથી. પછી ટિક 1, ટીક 2 અને ટીક 3 થતાં બા રમતમાંથી બહાર નીકળી જાય છે. પછી બાપુજી ચિઠ્ઠી ઊચકે છે ચિઠ્ઠીમાં નામ આવે છે – ‘શિલા કી જવાની’)

બાપુજી : આ વળી કેવી ‘જવાની’ ? ‘જવાની દિવાની’ સાંભળેલું હતું પણ શિલા કી જવાની પહેલી જ વાર સાંભળ્યું ? આ વાત ગીત ગાવા કરતા હારી જવું સારું !

(આવી રીતે બાપુજી પણ રમતમાંથી બહાર નીકળી જાય છે. હવે રમતમાં ત્રણ જણા રહી ગયા છે. રાહુલ, પ્રિયા અને આંટી)

બાપુજી : એક મિનિટ ! આ ‘ચીકની ચમેલી’ અને ‘શિલા કી જવાની’ ગીતના શબ્દો લખ્યા કોણે ?

(બધાં શાંતિ આંટી તરફ નજર કરે છે.)

શાંતિ આંટી : અરે મે નથી લખ્યાં ! ચાલો રમતને આગળ વધારીએ. પ્રિયા ચિઠ્ઠી ઊચક ! તારી વારી છે ને ?

(પ્રિયા ચિઠ્ઠી ઊચકે છે અને ચિઠ્ઠીમાં લખેલો શબ્દ બોલે છે ‘જોગન’)

ગીત:

‘માઈ ની માઈ મુદેર પે તેરી બોલ રહા કાગા

જોગન હો ગઈ તેરી બહાઈ મન જોગી સંગ લાગા’

(રાહુલ ચિઠ્ઠી ઊચકે છે અને ચિઠ્ઠીનો શબ્દ બોલે છે ‘પ્યાર’)

ગીત:

‘તુ પ્યાર હૈ કિસી ઔર કા તુજે ચાહતા કોઈ ઔર હૈ

તુ પસંદ હૈ કિસી ઔર કી તુમે દેખતા કોઈ ઔર હૈ’

(આંટી ચિઠ્ઠી ઊચકે છે અને શબ્દ બોલે છે ‘માલિક’ આંટી શબ્દ વાંચતા એવું મોઢું બનાવે છે કે જાણે આ શબ્દ પહેલી વાર સાંભળ્યો અને શબ્દ વિચારે છે અને સમય મર્યાદા સમાપ્ત થતાં તેઓ પણ રમત માંથી બહાર નીકળી જાય છે. હવે પ્રિયા અને રાહુલ રમતમાં છે. પ્રિયા ગીતના માધ્યમથી રાહુલ સુધી પોતાની વાત પહોચાડે ‍છે અને રાહુલ દર્દ ભરેલા ગીત ગાઈને પ્રિયાના ઘોકાની યાદ કરાવે છે.)

બાપુજી : છેલ્લે પ્રિયા જ જીતશે.

બા : નહીં ! રાહુલ પણ હારી જાય તેવો નથી.

(પ્રિયા ચિઠ્ઠી લે છે અને શબ્દ બોલે છે ‘આશિકી’)

ગીત:

‘હમ તેરે બીન અબ રહ નહીં શકતે તેરે બીના ક્યા વજૂદ મેરા

તુજસે બિછદ હો જાયે તો ખુદ સે હો જાયેગે જુદા

ક્યુ કી તુમ હિ હો .. ક્યુ કી તુમ હી હો

મેરી આશિકી બસ તુમ હી હો’

(રાહુલ ચિઠ્ઠી ઊચકીને શબ્દ બોલે છે ‘જિંદગી’)

ગીત:

‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી

છાવ હૈ કભી કભી તો ધુપ જિંદગી

હર પલ યહા જી ભર જીઓ

જો હૈ સમાઁ કલ હો ના હો’

(પ્રિયા ચિઠ્ઠી ઊચકે છે અને શબ્દ ઉચ્ચારે છે ‘પલ’ પ્રિયા ‘પલ’ શબ્દથી ગીત વિચારે છે પણ તેને યાદ આવતું નથી. રાહુલને ‘પલ’ શબ્દ ગીત યાદ આવી ગયું હોય તેમ ખુશ થાય છે પણ પ્રિયા વિચારતી જ રહી જાય છે. રાહુલ કાઉન્ટીંગ ચાલુ કરે છે.)

રાહુલ : ટીક ટિક 1, ટીક ટિક 2 અને ટીક ટિક 3 અને હું જીતી ગયો. હે હેય...

(આખરે પ્રિયા પણ રમતમાંથી બહાર નીકળી જાય છે રાહુલ જીતી જાય છે.)

બાપુજી : દર્દ ભરેલા ગીત ગાઈને આખરે જીતી જ ગયો.

બા : મે તો પહેલા જ કહ્યું હતું કે રાહુલ જ જીતશે !

બાપુજી : હા હા હવે ચાલો હવે જરા આરામ કરી લઈએ.

બા : હા ચાલો તમે.

(બધાં રાહુલ જીતવાના અભિનંદન આપીને પોત-પોતાના રૂમમાં જાય છે અને હવે રાહુલ અને પ્રિયા જ રહી જાય છે. પ્રિયા રાહુલ તરફ પ્રેમ ભરી નજરે જુએ છે પણ રાહુલ તો મોઢું ફેરવી લે છે.)

રાહુલ : જોયું જીત હમેશા સત્યની જ થાય છે. જૂઠને હમેશા હાર જ મળે છે. મને હરાવવા માગતી હતી ને ?

(રાહુલે પ્રિયાને સંભળાવતા કહ્યું)

પ્રિયા : મારે તમને હરાવવા નથી પણ મારા લગાવેલા આક્ષેપોને હરાવવા છે. હા તમે સાચા છો તેથી તમે જીતી ગયા ! પણ મને પણ સચ્ચાઈ કહેવાનો મોકો આપો ?

(રાહુલ જવાબ આપવા વગર આગળ વધે છે. પ્રિયા એ ગીત ગાય છે જેના લીધે હારી હતી અને

રાહુલને આભાસ કરાવે છે કે તે જાણી બૂઝીને હારી હતી.)

(પ્રિયા ગીત ગાઈ છે ‘દો પલ રુકા ખ્વાબો કા કરવા ઔર ફિર ચલ દીએ તુમ કહાં હમ કહાં’)

(રાહુલ પ્રિયાને જોતો જ રહી જાય છે. બૅકગ્રાઉન્ડમાં ગીત ચાલ્યા કરે છે.)

[અંધારું]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED